________________ 28 શ્રી મુનિપતિ ચરિત્રમ તાપસ! આ કન્યા કોની પુત્રી છે! કની પ્રિયા છે? આ આશ્રમમાં શા માટે રહે છે?” ત્યારે તાપસે જવાબ આપોઃ વિવેકાઢિ નામના પર્વત ઉપર ધર્મસેન નામને વિદ્યાધર રાજા છે તેની આ નિવૃત્ત નામની પુત્રી છે. એક વખત આ કન્યા ઉપરની ભૂમિમાં ગેખમાં રહેલી હતી ત્યારે આકાશમાગે કેઈક વિદ્યારે પોતાની વિદ્યાના બળથી તેનું અપહરણ કર્યું. ત્યારે તેના પિકારને સાંભળીને તેના પિતા તેની પાછળ દોડયા. ત્યારે ભય પામેલા તે વિદ્યાધરે તે કન્યાને ભૂમિ ઉપર નાખી દીધી. ત્યારે તેના પિતાએ તે કન્યાને પોતાના હસ્તકમલમાં ધારણ કરીને તે કન્યાને મારી પાસે મૂકી છે, અને તેમણે મને કહ્યું કે હું તે વેરી વિદ્યાધરને મારીને જ્યાં સુધીમાં ન આવું ત્યાં સુધી તમે આનું રક્ષણ કરજે. કદાચ તે વિદ્યાધર સાથે લડાઈ કરતાં મારૂં મરણ થઈ જાય તો કન્યાને તમારે કઈ પરકાયા પ્રવેશની વિદ્યાને જાણનાર, કોઈ પુરુષને આપવી. આમ કહીને તે ગયા છે. આ વાતને ઘણો કાલ વીતી ગયે. પરંતુ, તે વિદ્યાધર હજુ સુધી આવ્યા નથી. ત્યાર પછી તે તાપસે તે રાજાને તે કન્યા ઉપર રાગી થયેલ જાણુંને, સારા મુહૂતે તે રાજા સાથે કન્યાનું પાણિગ્રહણ (લગ્ન) કરાવ્યું. એટલામાં તે રાજાનું સૈન્ય ત્યાં આવી પહોંચ્યું. રાજા 'નિવૃત્તિ કન્યા સહિત સૈ સાથે જેટલામાં પિતાના નગર તરફ જવા તૈયાર , તેટલામાં તાપસે રાજાને કહ્યું : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust