________________ શ્રી મુનિપતિ ચરિત્રમ પાપી ભય પામેલા મસ્તક ઘણાવ જવા લાગ્યા, તરવાર ધારણ કરીને છૂટા કેશવાળી સાક્ષાત જાણે શક્તિ જ ન હોય તેમ તે ક્ષેત્રમાં પોતાને ભરથાર તિલ ભટ્ટ હને ત્યાં જઈને આ પ્રમાણે કહેવા લાગી— તલને ખાઉં કે તિલ ભટ્ટને ખાઉં " આમ વારંવાર બેલતી અને વચમાં વચમાં હાથમાં રહેલ અગ્નિ ભરેલા શરાવને રૃ કથી ઉદ્દીપન કરતી તે પોતાનું મસ્તક ધૂણાવવા લાગી. આથી તેને જોઈને ભય પામેલો બ્રાહ્મણ જેટલામાં થરથર ધ્રુજવા લાગ્યું, તેટલામાં તેની નજીક આવીને તે પાપીણી કહેવા લાગી કે–અરે પાપી બ્રાહ્મણ ! ઘણું કાળે મેં તને જે, હવે તે હું મારા હાથે જ તને મારી, નાખીશ. તે સાંભળી ભયભીત થયેલો તે બ્રાહ્મણ કહેવા લા - “હે દેવિ ! હું ગરીબ છું” તમે કહે તેમ કરનારે. હું તમારો દાસ છું. માટે મારા ઉપર દયા લાવો. એમ કહી તે બ્રાહ્મણ તેના પગમાં પડયો ત્યારે તેણીએ કહ્યું– હે બ્રાહ્મણ ! શું તું મને નથી ઓળખતો, હું તો જગ-- પ્રસિદ્ધ તિલભક્ષિણ (તલખાના) દેવી છું. જે તારી જીવવાની ઈચ્છા હોય તે તારા બધા તલ મને આપી દે. હવે પછી તારે તે તલનું નામ પણ ન લેવું. મરણથી ભય પામેલા બ્રાહ્મણે પણ તે સ્વીકારી લીધું. ત્યારપછી તેણુએ કહ્યું: “હે બ્રાહ્મણ ! મેં તારા તે બધા તલ ખાઈ નાખ્યા છે. અને તને મેં છોડી દીધો છે. હવે તું સ્વસ્થ થઈ પોતાના ઘેર જા એમ કહીને પોતાનું કાર્ય જેણે, તેણીએ એવા બ્રાહ્મણ 1 નામ પણ લ મને આપી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust