________________ 14 શ્રી મુનિપતિ ચરિત્રમ્ શેઠ જલદી જલદી તેઓ સાથે તે સાધુ પાસે ગયા. ત્યાર પછી તે સાધુને સુખાસન (પાલખી)માં બેસાડીને તે પોતાને ઘેર લાવ્યા. એકાંતસ્થાનમાં તેમને રાખ્યા. ત્યાર પછી શેઠ નગરની અંદરના ઉપાશ્રયમાં રહેલ બીજા મુનિઓની પાસે ‘જઈને કહ્યું : હે મહાત્માઓ ! કોઈ એક મુનિ નગર બહાર કાયોત્સર્ગમાં રહેલા હતા. તેમને રાત્રિમાં કઈ પાપીએ અગ્નિથી દઝાડયા છે, અમે તેમને મારા ઘેર લાવ્યા છીએ હવે તેમની સેવા માટે તમે સાવધાન થાઓ. મુનિઓએ કહ્યું, હે ઉત્તમશ્રાવક! તેને લગતું અમારે ઉચિત હોય તે કામ બતાવે ! “ત્યારે શેઠે કહ્યું” તમે અચંકારિભટ્ટાને ઘેર જઈને લક્ષપાક તેલ લાવો. બાકીનું બધું ઔષધ વિગેરે હું કરીશ ત્યારપછી તેઓ મુનિઓમાંના બે મુનિઓ તે અચંકારભટ્ટાને ઘેર ગયા. તેણે પણ ઊઠીને બંને મુનિ યુગલને વંદન કર્યું. તે મુનિયુગલે તેમની પાસે તે તેલ માગ્યું. અચ્ચકરીભટ્ટાની ક્રોધ નહીં કરવાની દેવસભામાં પ્રશંસા અને તેમની થયેલી પરીક્ષા સૌ ધર્મ દેવલોકમાં પોતાની સભામાં ઉપસ્થિત થયેલા સૌ ધર્મેન્દ્ર દેવેની આગળ કહ્યું કે “હે દેવ ! હાલમાં મનુષ્યલકમાં અચંકારિભટ્ટા સમાન કઈ ક્ષમા રાખનાર નથી અને ક્ષમાથી ચલિત કરવા માટે કઈ સમર્થ નથી. આવું ઈદ્રનું વચન સાંભળીને કોઈક મિથ્યાષ્ટિ દેવ તેની પરિક્ષા કરવા માટે અચંકારીભટ્ટાના ઘેર આવીને તે વખતે અદશ્યરૂપે રહ્યો. ) ' . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust