________________ 20 શ્રી મુનિપતિ ચરિત્રમ 4 નહીં. તેથી મારા ઉપર ક્રોધાયમાન થયે. અને પત્ની પતિ મને રોજ ખૂબ માર મારવા લાગ્યા. મેં પણ તેને કહ્યું. કે હું પ્રાણત્યાગ કરીશ (મરી જઈશ) પણ મારા શિયળનું ખંડન તો નહીં જ કરૂં. આમ તેણે મને ઘણી પીડા, પમાડી પણ મેં તેનું વચન માન્યું જ નહીં, ત્યારે તેની માતાએ તે પલ્લીપતિને કહ્યું: “કે–પુત્ર ! આ મહા સતી છે. એને બહુ પીડ. વાથી જે શ્રાપ આપશે તે ખરેખર પુરુષનું મરણ થઈ જશે. આ સંબંધમાં હે પુત્ર ! તને હું દૃષ્ટાંત કહું છું તે તું સાંભળ...” 4 - પરિવ્રાજકની કથા એક ગામમાં કોઈ પરિવ્રાજક (સાધુ) રહેતો હતો. તે અખંડ તપ કરતો હતો. તપના પ્રભાવથી તેને તેજેલેશ્યાની લબ્ધિ ઉત્પન્ન થઈ. એક વખત વૃક્ષની નીચે રહેલા તેના મસ્તક ઉપર કોઈ બગલીએ વિષ્ટા કરી, ત્યારે તે પરિવ્રાજકને મહાનકે ઉત્પન્ન થયે; અને તેથી તે. બગલી ઉપર તેણે તેજલેશ્વા મૂકી, તેથી તે બળી ગયેલી. બગલી મરણ પામી. . - હવે તે તાપસે વિચાર્યું કે આજથી માંડીને હવે પછી જે કઈ મારી અવજ્ઞા (તિરસ્કાર) કરશે તેને હું ની તેજલેશ્યાથી બાળી નાખીશ. એમ વિચારી તે તાપસં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust