________________ શ્રી મુનિપતિ ચરિત્રમ્ 23 ત્યારપછી તે મારા ભાઈએ મને સારાં વસ્ત્ર, આભરણ વિગેરેથી શણગારીને ઘેર લઈ જઈને પિતાને સોંપી, ત્યાર પછી આ મારે બધે વૃત્તાન્ત મારા સ્વામિએ પણ સાંભ . ત્યાર પછી તે મારા ભત્તર મને પિતાના ઘેર લઈ ગયા અને તે જ દિવસથી મેં પણ ક્રોધના પચ્ચકખાણ કર્યા. (હવે કદિ ક્રોધ કરવો નહીં.) તેથી હવે હું મરણાંત કષ્ટ આવે તે પણ કેઈના ઉપર કોઈ કરતી નથી. ' હવે દેવે પણ તેનાં આ બધાં વચનો સાંભળીને પ્રગટ થઈને તેને ખમાવીને શું કહેલે સમસ્ત વૃત્તાન્ત તેને જણાવ્યા. તેથી સંતેષ પામેલા તે દેવે પૂર્વે ફેડી નાખેલા તે તેલના કુંભને સાજા (સાકા) કરીને તેને કહ્યું: “હે મહાસતી ! તું વરદાન માગ” કારણ કે કહ્યું છે કે- " દિવસે થયેલી વીજળી, રાત્રે ગર્જના થવી, સફળ હોય એટલે વરસાદ લાવે જ, તેમ રાજાનું સન્માન અને દેવદર્શન સફળ જ હોય એટલે ફળ આપનારું બને.” છે. તેણીએ કહ્યું : “હે દેવ ! મને કેઈપણ વસ્તુની ઈચ્છા જ નથી. ત્યારપછી તે દેવ ત્યાં સોનૈયાની વૃષ્ટિ કરીને પોતાને સ્થાને ગયે. ' આવું તે અચંકારિભટ્ટાનું ચરિત્ર સાંભળીને તે બંને મુનિવરે પણ તે તેલ લઈને કુંચિક શેઠને આપીને પિતાના ઉપાશ્રયમાં ગયા. શીલરૂપી અલંકાર ધારણ કરનારી અર્ચકારિભટ્ટા પણ અંતે સમાધાનપૂર્વક મરીને દેવલોકમાં ગઈ અને દેવને લગતાં સુખ ભેગવીને તે મહાવિદેહ ક્ષેત્રમાં મેક્ષે જશે. - " અચ્ચે કારિભદ્રાની કથા સમાપ્ત ?' ': P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust