________________ 22 શ્રી મુનિપતિ ચરિત્રમઃ પણે મારા શરીરમાંથી લેહી બહાર કાઢીને એક વાસણમાં નાખ્યું. આમ સાત દિવસ સુધી તેણે મારા શરીરમાંથી લેહી કાઢયું. અને વાસણમાં નાંખ્યું તે લેહીમાં ઘણું. કીડા ઉત્પન્ન થયા. તે કીડાવાળા લોહીથી તે રંગાટી. વેપારી વસ્ત્રો રંગવા લાગ્યા. આમ મારા શરીરમાંથી લેહી ખેંચવાથી મારું શરીર ફીકું પડી ગયું. - હવે એક વખત તે જ નગરમાં મારો ભાઈ વેપાર કરવા માટે આવ્યો. તેણે મને ઓળખી, ત્યારે તેણે તે રંગાટી વેપારીને પૂછ્યું: “હે રંગાટી ! આ સ્ત્રીને તે કયાંથી મેળવી ? તેણે કહ્યું “કોઈક વેપારી પાસેથી મેં તેનું મૂલ્ય આપીને ખરીદેલી છે. મેં ભેગ માટે માગણી કરવા છતાં તે માની જ નહીં, તેથી હું આ રીતે તેના લેહીને બહાર કઢાવું છું. ત્યારે મારા ભાઈ એ વિચાર્યું કે આ તો મારી બહેન છે તો પણ એને હું પૂછું તેથી તે મારા ભાઈએ મને પૂછયું : “હે ભદ્ર તું કોણ છું? કયાંની રહેવાસી છું? કેની તું પુત્રી છું? ત્યારે મેં કહ્યું : “હે મહાસત્વશાલી પુરુષ હું અવંતીમાં રહેનાર ધનશ્રેષ્ઠિની પુત્રી, સુબુદ્ધિ છું. મંત્રીની પત્ની છું. મારા કર્મના દોષથી હું અહીં આવી ચડી છું. ત્યારે તેણે મને પોતાની બહેન તરીકે ઓળખીને, તે રંગાટીને ધન આપીને, મને તેની પાસેથી છોડાવી, પિતાને ઉતારે લા . : , . . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust