________________ 18 શ્રી મુનિપતિ ચરિત્રમ હવે અનેક વર મારા પાણિગ્રહણ માટે આવવા લાગ્યા અને તે બધાંની પાસે મારા પિતા મારા કહ્યા પ્રમાણે કહેવા લાગ્યા; પણ, કોઈ તે વાતને સ્વીકારતું નહોતું. એમ ઘણું દિવસે જતાં હું પણ પૌઢ કન્યા થઈ - હવે તે જ નગરના રહેવાસી સુબુદ્ધિ નામનો પ્રધાન મને જોઈને અત્યંત કામાતુર થયે અને મારા પિતાની પાસે તેણે મારી માગણી કરી ત્યારે મારા પિતાએ તેને કહ્યું કે જે મારી પુત્રીના કહ્યા પ્રમાણે કરે તેને જ હું મારી પુત્રી આપીશ, નહીં તો નહીં આપું. ત્યારે મંત્રીશ્વરે પણ મારા પિતાનું તે વચન સ્વીકાર્યું. ત્યાર પછી મહોત્સવ કરવા પૂર્વક મારા પિતાએ તે પ્રધાન સાથે મારું પાણિગ્રહણ કરાવ્યું. ત્યાર પછી હું મંત્રીને ઘેર રહેતી. મારા દિવસો સુખમાં વ્યતીત થવા લાગ્યા. તેનો પરિવાર પણ મને ઘરના દેવની જેમ માનવા લાગ્યા - હવે એક દિવસ મેં મારા પતિની આગળ કહ્યું : હે સ્વામી સંધ્યા વખતે જ તમારે ઘેર આવી જવું તેમજ રાત્રિમાં ભય થવાના કારણે ઘર બહાર કયાંય જવું નહીં. મંત્રાએ વિચાર્યું કે આ તો અતિસુંદર વાત છે અને મેં મારા હિતની વાત જ તે કહે છે, એમ વિચારી મંત્રીએ તે વાત સ્વીકારી લીધી. હવે આ પ્રમાણે હંમેશાં તે કરતા હતા ત્યારે એક વખત રાજાએ મંત્રીને પૂછ્યું: “હે મંત્રી ! હમણું તમે સંધ્યા સમયે જ કેમ ઘેર જતા રહે છે?” ત્યારે મંત્રીનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust