________________
ગૌતમસ્વામીને પણ મૂકીને ગયા. સાથે કોઈને લઈ જઈ શકતા નથી. દરેક જીવે પોતે જ પોતાના આત્માનો ઉદ્ધાર કરવાનો છે. પણ જ્યાં સુધી સ્વ પરની પીડામાં નિમિત્ત બનવાનું બંધ નહીં થાય ત્યાં સુધી જીવનો ઉદ્ધાર નહીં થાય તે નક્કી જ છે. પરમાત્મા પણ સાધના કરતી વખતે આ વાતનો ખાસ ઉપયોગ રાખતા હતા કે કોઈને પીડામાં, અપ્રીતિમાં નિમિત્ત ન બને તેથી પ્રભુએ પ્રથમ ચાતુર્માસમાં પણવિહાર કરેલ. તાપસોને અપ્રીતિન થવી જોઈએ. પરમાત્માના ઉપયોગમાં (ધ્યાનમાં) આ જ પરિણામની પ્રધાનતા હતી તેથી પરમાત્મા છદ્મસ્થ મટી વીતરાગ-કેવલી બન્યા.
જો આપણે અત્યાર સુધીમાં બે ઘડીની પણ સામાયિક શુદ્ધ કરી હોત તો દેશવિરતિથી આગળ વધી સર્વવિરતિ સુધી પહોંચી ગયા હોત. કારણ કે ધર્મથી ધર્મની વૃદ્ધિ થાય.વિરતિથી વિરતિ ધર્મની વૃદ્ધિ થાય. જે સાધના શુદ્ધ હોય તે આગળ વધારે પણ ભટકાવે નહીં. જે દિવસે બીજા જીવોને પીડા આપવાનું બંધ થશે તે દિવસથી તમારા જીવનમાં શાંતિ વ્યાપતી જશે, શાંતિ આવતા વાર નહીં લાગે.
ગ્રંથકાર પૂ. શાંતિસૂરિ મહારાજ સૌ પ્રથમ વીર પરમાત્માને ભાવ વંદના કરે છે. જ્ઞાનીની વંદના જ્ઞાનોપયોગની પ્રધાનતાપૂર્વક જ હોય. જ્ઞાનગુણ હમેશા શેયને પકડે, અજ્ઞાની સ્વરૂપને ન પકડે, તે માત્ર ઓઘથી વંદના કરે, બાહ્ય આકારને પકડીને બાહ્ય વેશાદિને દ્રવ્ય વંદના કરે. સ્વરૂપને પકડીને ગુણનું લક્ષ કરી વંદના થાય ત્યારે જ ખરી ભાવ વંદના થાય. - જીવનું કઈક સ્વરૂપ કહીશ, પરમાત્માએ કેવલજ્ઞાન દ્વારા જીવોને ૧૪ રાજલોકમાં સર્વત્ર જોયા છે તેની બહાર કયાંય પણ જીવ નથી. જીવવિચારના રચયિતા પૂ. શાંતિસૂરીશ્વરજી મહારાજ છદ્મસ્થ છે તેથી છદ્મસ્થને સાધનનો ઉપયોગ કરવો પડે. કેવલીને સાધનની જરૂર નહીં. જીવવિચાર એટલે જીવનો વિચાર કરવો, સાધન મન વડે જીવનો વિચાર કરે છે. મોટા ભાગના જીવો મનમાં જવાનો વિચાર કરવાને બદલે અજીવનો
જીવવિચાર || ર૯