________________
પ્રગટ કરવાનો છે અને તે જ મોક્ષ માર્ગ છે. પ્રથમ પુરુષાર્થ પોતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવું. તેથી સ્વ—આત્મા પર બહુમાન પ્રગટ થવું જોઈએ તો જ પોતાના સ્વરૂપને પ્રગટ કરવાનો પ્રયત્ન થાય. તે માટે જીવ દ્રવ્યનું સ્વરૂપ જાણી, પોતાનામાં જ પરમાત્માનો નિર્ણય થાય તો સર્વ જીવોમાં પરમાત્માનો નિર્ણય થાય. સત્તાએ સર્વ જીવો સમાન છે. પોતાના આત્માનો જ્યાં સુધી પરમાત્મા સ્વરૂપ નિર્ણય ન થાય, ત્યાં સુધી મોક્ષ અભિલાષ ન થાય. સંસારમાં પરિભ્રમણ કરતાં જ્યારે અપુનબંધક દશામાં આત્મા આવશે ત્યારે દૃષ્ટિ આત્મ તત્ત્વ પ્રત્યે જશે અને ત્યારે જ આત્મા કલ્યાણની ખોજ માટે પ્રયત્ન શરૂ કરશે અને તેમ કરતાં સર્વજ્ઞનો માર્ગ મળશે ત્યારે મોક્ષ માર્ગમાં સ્થિર થશે. મોક્ષના સ્વરૂપનો નિશ્ચય થશે તેથી સ્થિરતાની પ્રાપ્તિ થશે. જ્યાં સુધી સ્થિરતા નહીં પ્રગટે ત્યાં સુધી જીવ ભટકવાનો.
હવે જીવને જીવવાનો ભાવ થશે અને પોતાને જીવવા માટે બીજા જીવોને પણ જીવવા દેવાનો ભાવ થશે. મોક્ષમાર્ગમાં જીવ દ્રવ્યને પીડા આપવાની નથી. કારણ આત્માનો મૂળભૂત સ્વભાવ પીડા આપવાના કે ભોગવવાનો છે જ નહીં. સ્વ કાયાને જે પીડા થાય, તે પીડામાં સમાધિ ટકે ત્યાં સુધી ચિંતા નહીં કરવાની. જ્યાં સુધી કાયાની સાતા ગમે છે ત્યાં સુધી બીજા કાયાવાળા આત્માઓને પીડા આપ્યા વગર રહી શકાતું નથી. આપણને વિપર્યાસ થયો છે કે સાતા હોય તો ધર્મ આરાધના સારી થાય અને અસાતા હોય તો ધર્મ આરાધના સારી ન થાય. જીવે ધર્મ સાતા માટે નહીં પણ સમતા માટે કરવાનો છે. સમતા ક્યાં રહેલી છે ? કાયામાં કે આત્મામાં ? કાયાના નાશમાં પણ આત્માની સમતા ન હણાય તેવું સામર્થ્ય કેળવવાનું છે. ગજસુકુમાલ મુનિએ સળગતા શરીરમાં પણ પૂર્ણ સમતા ટકાવી રાખી તો વીતરાગ થઈ કેવલી થયા. કાયાની સાતાનો રાગ જ કર્મનો વિશેષ બંધ છે અને તેથી ફરી ફરી આત્માને કાયાની કોટડીમાં પૂરાવું પડે. મોક્ષ માર્ગ મુખ્ય કાયાના સુખને છોડવામાં છે. તે માટે સુખ છોડવાનું લક્ષ્ય જરૂરી છે. વીતરાગી બનવા કાયાનો રાગ તોડવો પડે. માટે સર્વ જીવોને સ્વરૂપે સિદ્ધ સ્વરૂપી જાણી જીવવિચાર // ૨૭