________________
સ્વભાવ છે. જીવ જ્યાં સુધી અન્ય જીવ પર ઉપકાર કરતો નથી ત્યાંસુધી મોક્ષમાર્ગની શરૂઆત થતી નથી.
सर्वज्ञोक्तोपदेशेन यः सत्त्वानामनुग्रहं રોતિ કુકલ તાનાં, સાનોત્યવિાચ્છિવમ્ ॥॥ (શ્રી રત્નાકર વિજયરચિત ટીકા)
જે સર્વજ્ઞ ભગવંતે કહેલા ઉપદેશ વડે જીવો પર ઉપકાર કરે છે તે જલદી મોક્ષને પામે છે. આથી પૂ. શાન્તિસૂરિ મહારાજે મોક્ષ મેળવવાની તીવ્ર લગન અને આગમ વચન પર તીવ્ર શ્રદ્ધાના પ્રભાવે સંસારમાં દુઃખથી ત્રાસ પામેલા જીવો દુઃખથી મુક્તિ પામે તેવી કરુણા બુદ્ધિથી સ્વ–પરનો જલદી મોક્ષ થાય તે હેતુથી જ આ જીવવિચાર ગ્રંથની રચના કરી છે.
.
n શ્રોતાનું અનંતર તથા પરંપર પ્રયોજન : જીવવિચાર શાસ્ત્ર સાંભળીને જીવતત્ત્વના અર્થની પ્રાપ્તિ અને પરંપર પ્રયોજન મોક્ષપ્રાપ્તિ છે.
ગ્રંથકારશ્રીજી કહે છે કે જીવનું કંઈક સ્વરૂપ કહીશ તો જીવનું સ્વરૂપ મહાઅર્થવાળું હોવાથી હું પૂર્ણ સ્વરૂપે કહી શકીશ નહીં પણ અલ્પ જ કહીશ. આ જીવવિચારનો વિસ્તાર ગણધરસ્કૃત આગમમાં (દ્વાદશાંગીમાં) છે. પ્રજ્ઞાપના સૂત્ર, આચારાંગ, ઉત્તરાધ્યયનવિ સૂત્રમાં છે. તેમાંથી સારભૂત અર્થને હું કહીશ. કોને કહીશ ? અનુષા : જેઓને જીવ અજીવાદિ તત્ત્વનો બોધ નથી તેમને જીવાદિતત્ત્વનો બોધ થાય તે માટે હું ગ્રંથની રચના કરું છું અને આ ગ્રંથમાં પણ હું મારી મતિ કલ્પનાથી નહીં પણ જે રીતે ગૌતમ ગણધરાદિ પૂર્વમહર્ષિઓએ કહ્યું છે તે પ્રમાણે જ હું કહીશ.
જીવનું સ્વરૂપ શા માટે જાણવું ?
પૂ. શાંતિસૂરિ મહારાજ જીવનું સ્વરૂપ જણાવવાનું કારણ કહેતા કહે છે જીવના સ્વરૂપના વિચાર વિના મોક્ષમાર્ગ ઘટી શકતો નથી. જીવે પોતાના જ પુરુષાર્થથી અનંતકાળ કર્મોથી દબાયેલા પોતાના આત્માને સિદ્ધાત્મા તરીકે
જીવવિચાર // ૨૬