________________
ગાથાઃ૧
* જીવ વિચાર પ્રકરણનો આરંભ *
ભુવર્ણપઈવં વીર, નમિઊણ ભામિ અબુહબોહત્વ, જીવસઢવં કિચિ વિ જહ ભણિય પુવ્વસૂરીહિં || ૧ | ત્રણ ભુવનમાં દીપસમ, શ્રી વીરને વંદન કરી; અબુધ જીવના બોધ માટે, પૂર્વ સૂરિ અનુસરી;
સ્વરૂપ જીવનું હું કહ્યું, તે સાંભળો હેજે ધરી. મુક્ત અને સંસારી છે, જીવભેદ બે મુખ્ય કરી. ૧
મુવખપડ્યું વીર્ નમિળ એટલે ત્રણ ભુવનમાં પ્રદીપ સમાન એવા વીર પરમાત્માને નમસ્કાર કરીને આ પ્રથમ પૂર્વાર્ધ ગાથામાં ઇષ્ટદેવને નમસ્કાર કરવાપૂર્વક મંગલાચરણ કરાયું. પછી મળમિ અનુવોત્થ અબુધ જીવોના બોધને માટે (અર્થે) નીવ સવ વિવિવિ જીવનું કંઈક સ્વરૂપ કહીશ, નહ મખિય પુત્વપૂરીહિં જે પ્રમાણે પૂર્વના સૂરિભગવંતોએ કહ્યું છે તે પ્રમાણે હું કહીશ. આ પ્રમાણે કાર્ય ગાથાવડે અભિધેય (જે કહેવાનું હોય તે) અને સંબંધ, પ્રયોજન કહ્યો.
સંબંધ શું છે ? સંબંધ ઉપાય કે ઉપેય, અથવા સાધન—સાધ્ય લક્ષણ રૂપ છે. અહીં જીવવિચાર પ્રકરણ (શાસ્ત્ર) તે ઉપાય અથવા સાધનરૂપ છે અને જીવવિચાર શાસ્ત્રના અર્થનું પરિશાન ઉપેય અથવા સાધ્ય છે.
પ્રયોજન શું ? કર્તાનું પ્રયોજન બે પ્રકારે છે. (૧) અનંતર (૨) પરંપર. (૧) અનંતર પ્રયોજન : જીવ પર અનુગ્રહ (ઉપકાર) કરવો.
(૨) પરંપર પ્રયોજન
: મોક્ષની પ્રાપ્તિ.
જીવો પર અનુગ્રહ શા માટે કરવો જોઈએ ? પરસ્પરોપગ્રહો જીવાનામ્(તત્ત્વાર્થસૂત્ર) જીવે જીવ પર અવશ્ય ઉપકાર કરવો એ જીવનો
જીવવિચાર | ૨૫