________________
અમંગલમય બનતાં અટકાવવો અને જીવમય બનાવવા પરમ મંગલમય આત્માએ થઈ જવાનું છે. મોક્ષમાર્ગ સમ્યગદર્શનથી થાય છે. સમ્યગુદર્શનથી જ્ઞાન શુદ્ધ થાય, શુદ્ધ જ્ઞાન સ્વ-પર પ્રકાશક બને છે. જેમ દીવાનો પ્રકાશ બહાર અજવાળું આપે પોતાને ત્યાં અંધારું રહે. જ્યારે રત્નનો દીપક નિર્મળ પ્રકાશ કરનારો બને.
સાચા એક પદનું પણ શુદ્ધ જ્ઞાન તારક થાય. માષતુષ મુનિને એક દ્રવ્યથી અશુદ્ધ પદનું પણ જ્ઞાન કેવલજ્ઞાન આપનારું થયું. સમ્યગદર્શન પૂર્વકનું જ્ઞાનવિરતિ અપાવે અને જો વિરતિનઅપાવેતો અવિરતિના પાપનો પશ્ચાત્તાપ કરાવે. આથી જીવવિચાર ભણતાં જીવોનું સ્વરૂપ જાણતાં-જાણતાં જીવો પર કરુણા પ્રગટે. જેમ-જેમ જ્ઞાન વધે તેમ-તેમ કરુણા વધે, નહીં તો કઠોરતા અભિમાન વધે, તો તે જ્ઞાન પરિણામ પામ્યું ન કહેવાય. જેમ-જેમ જ્ઞાન વધે તેમ-તેમ આત્મા કોમળ બનતો જાય, અર્થાત્ જીવ, જીવમય, ગુણમય બને.
પૂ. શાંતિસૂરિ મહારાજાએ મહાવીર પરમાત્માને મંગલા ચરણમાં મુવા પત્ર વીરં વિશેષણ શા માટે આપ્યું? ભુવન એટલે ત્રણ ભુવન ઉ, અધો અને તિચ્છલોકરૂપ ભુવન, શેનું બનેલું છે? પૃથ્વીકાય, અપૂકાય (અગ્નિકાય અલ્પ સ્થાન) વાયુકાય, વનસ્પતિકાયથી યુક્ત અને ત્રસકાયથી યુક્ત, તેમાં સ્થાવરકાયની પ્રધાનતા છે. તેના દ્વારા કહેવા માંગે છે કે ત્રસકાય જીવોને સ્થાવર કાયને આધારે રહેવું પડે છે. જ્યારે સ્થાવરકાય જીવોની સાથે વધારે રહેવાનું થાય અને તેમાં તેની સતત અસાતાનાનું ભાન થાય અને તે ટાળવાનું મન થાય અને તે પ્રમાણે ટાળવાનો પૂર્ણ પ્રયત્ન થાય ત્યારે તેની સફળતા રૂપે ત્રણ ભુવન ઉપર જીવને સદા માટે સર્વ સ્થાવર જીવોથી અલિપ્ત થઈને રહેવાનું પ્રાપ્ત થાય. પ્રભુએ પણ આ પરમ પુરુષાર્થ સ્વયં કરી અને જગતને પણ તે જ માર્ગ બતાવીને સ્વયં લોકાંત પર સદા માટે વાસ કર્યો છે.
કોઈ જીવને અસાતા ન આપવા માટેનો માર્ગ પ્રભુએ સર્વ જીવોને અભયદાન આપવા રૂપ સર્વવિરતિ ફરમાવી. તેમાં પણ જીવોની વિરાધનાથી બચવા ઉત્કૃષ્ટ સર્વવિરતિ (સાધુપદ) લઈને સૌ પ્રથમ કાઉસ્સગ્ગ ધ્યાનમાં
જીવવિચાર // ૨૩