Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ચીસનાં નગરરાજ્ય આખી દુનિયા જીતવાને આપણી જાણમાને પહેલવહેલે પ્રયાસ કર્યો ત્યાં લગીના લાંબા કાળ સુધી ગ્રીસમાં તે નગરરાજ્ય જ ટક્યાં. એ પુરુષનું નામ મહાન સિકંદર. એને વિષે હું પછીથી થોડું કહીશ.
આમ ગ્રીક લેકેએ પિતાનાં નાનાં નાનાં નગરરાજ્યો એકત્ર કરીને એક મોટું રાજ્ય અથવા પ્રજાતંત્ર સ્થાપવાનું સ્વીકાર્યું નહિ. એ રાજે એકબીજાથી અળગાં અને સ્વતંત્ર રહ્યાં એટલું જ નહિ, પણ તેઓ એકબીજા સાથે નિરંતર વહ્યા કરતાં. તેમની વચ્ચે હમેશાં ભારે રસાકસી ચાલ્યાં કરતી અને ઘણી વાર તે યુદ્ધમાં પરિણમતી.
છતાયે એ બધાં નગરરાજ્યોને એકસૂત્રે સાંકળી રાખનાર ઘણી સમાનતાઓ પણ હતી. તેમની ભાષા એક હતી, સંસ્કૃતિ એક હતી અને ધર્મ પણ એક હતો. તેમને એ ધર્મ અનેક દેવ-દેવીઓને માનતે હતો અને તેમની પુરાણકથાઓ હિંદુઓની પ્રાચીન પુરાણકથાઓ જેવી સુંદર અને વૈવિધ્યભરી હતી. તેઓ સંદર્યના પૂજારી હતા. તેમણે બનાવેલી આરસ અને પથ્થરની થોડીક મૂર્તિઓ આજે પણ મેજૂદ છે. એ મૂતિઓનું સંદર્ય અદ્ભુત છે. તેઓ શરીરને તંદુરસ્ત તથા સુંદર બનાવવાનું પસંદ કરતા અને તે માટે રમત અને હરીફાઈઓ જતા. ગ્રીસમાં ઓલિમ્પસ નામના સ્થળે વખતે વખત મોટા પાયા ઉપર આ રમતે થતી અને ત્યાં આગળ સમગ્ર ગ્રીસના લોકે એકઠા થતા. આજે પણ રમાતી લિમ્પિક રમતે વિષે તેં સાંભળ્યું હશે. એલિમ્પસ આગળ રમાતી ગ્રીસની પુરાણી રમતોના નામ ઉપરથી આ નામ પડેલું છે અને જુદા જુદા દેશો વચ્ચે રમાતી રમત અને હરીફાઈઓને એ આપવામાં આવ્યું છે.
આમ ગ્રીસનાં નગરરાજ્યો એકબીજાથી અળગાં રહેતાં. તેમની રમતને પ્રસંગે એ બધાં એકત્ર થતાં અને તે સિવાય વારંવાર પરસ્પર લડ્યા કરતાં. આમ છતાં બહારથી મોટું જોખમ આવી પડે ત્યારે તેને સામને કરવાને તેઓ એકત્ર થતાં. આ જોખમ તે ઈરાનની ગ્રીસ પરની ચડાઈ. એ વિષે હું આગળ કહીશ.