Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
३२
જગતના ઇતિહાસનું રેખાદર્શીન
જગ્યાએ એકઠા થઈ શકતા હતા. આમ બની શકતું તેનું કારણ એ કે એક જ રાજ્યની હકૂમત નીચેના તે પ્રદેશ વિશાળ નહાતા પણ એક નાનકડું નગરરાજ્ય હતું. આખા હિંદના બધા મતદારો અથવા માત્ર બંગાળ કે આગ્રા જેવા મોટા પ્રાંતના મતદારા એક જગ્યાએ એકઠા મળ્યા હાય એવી કલ્પના તું કરી જો! એમ બનવું જ બિલકુલ શક્ય નથી. પાછળના વખતમાં ખીજા દેશામાં આ મુશ્કેલી ઊભી થઈ હતી. પરંતુ ‘ પ્રતિનિધિત્વવાળી સરકાર 'ની યાજનાથી એના ઉકેલ કરવામાં આવ્યો. એને અર્થ એ કે, કાઈ પણ પ્રશ્નના નિર્ણય કરવાને સમગ્ર દેશના બધા મતદારો એકઠા મળવાને બદલે તે પેાતાના · પ્રતિનિધિએ ’ ચૂંટી કાઢે છે. પછી એ પ્રતિનિધિએ એકઠા મળે છે અને દેશને લગતા જાહેર પ્રશ્નોના વિચાર કરે છે તથા તેને માટે કાયદાઓ ઘડે છે. આ રીતે સામાન્ય મતદાર દેશના રાજ્યવહીવટમાં પરાક્ષ રીતે મદ કરે છે એમ મનાય છે.
'
પરંતુ ગ્રીસને એવી પ્રતિનિધિત્વવાળી સરકારની વાત સાથે કા સબધ નહાતા. ગ્રીસે તેા નગરરાજ્યથી મોટું રાજ્ય ન બનાવીને આ મુશ્કેલ સવાલને ટાળ્યો. હું આગળ કહી ગયા છું તે પ્રમાણે, શ્રીક લેાકા જોકે આખા ગ્રીસ ઉપર તથા દક્ષિણ ઇટાલી, સિસિલી અને ભૂમધ્ય સમુદ્રના કાંઠા ઉપર આવેલા બીજા પ્રદેશામાં ફેલાયા હતા છતાંયે તેમણે સામ્રાજ્ય સ્થાપવાને કે એ બધાં સ્થાને એક રાજત ંત્રની હકૂમત નીચે આણી તેમના ઉપર પોતાની સત્તા જમાવવાના પ્રયત્ન કર્યાં નહિ. જ્યાં જ્યાં ગયા ત્યાં તેમણે પોતાનું અલગ નગરરાજ્ય જ સ્થાપ્યું.
તું જોશે કે પ્રાચીન કાળમાં હિંદમાં પણ ગ્રીસનાં નગરરાજ્યે જેવાં નાનાં નાનાં પ્રજાત ંત્રા હતાં. પરંતુ તેઓ ઝાઝો કાળ ન ટકચાં અને મેટાં રાજ્યામાં સમાઈ ગયાં. આમ છતાંયે ધૃણા લાંબા કાળ સુધી આપણી ગ્રામ પંચાયતા ભારે સત્તાવાન હતી. સંભવ છે કે, પ્રાચીન આર્યાં જ્યાં ગયા ત્યાં તેમની પ્રથમ સ્ફુરણા તે। નાનાં નાનાં નગરરાજ્યે સ્થાપવાની જ હશે. પરંતુ જે જે દેશેામાં જઈ તેઓ વસ્યા તેમાંના ણાખરા દેશની ભાગોલિક પરિસ્થિતિ અને ત્યાંની જૂની સંસ્કૃતિના સંપર્કને લઈને ધીરે ધીરે તેમની એ કલ્પના તેમને છેડી દેવી પડી હશે. ખાસ કરીને ઈરાનમાં તે આપણે મેટાં મેટાં સામ્રાજ્યેા ઊભાં થયેલાં જોઈ એ છીએ. હિંદમાં પણ મોટાં રાજ્યો ઊભાં થવાનું જ વલણ હતું. પરંતુ એક ઇતિહાસપ્રસિદ્ધ ગ્રીસવાસીએ