________________
ભાગ ૧ લે-ઉપોદઘાત
[ ૧૩ એ એક મુસલમાન જમીનદારના તાબામાં છે. એ એક વિશાળ જગ્યા છે. સંભવિત છે કે પુરાણું વખતમાં પણ એ એવી જ હશે. આ ગામ નદી કિનારે આવેલું છે. ઉનાળામાં એને ઘણેખરો ભાગ સૂકો થઈ જાય છે અને ઘૂંટણપૂર પાણી રહી જાય છે. સૂકા ભાગમાં વાઘરી લેક ટેટીની ખેતી કરે છે. આ મોસમમાં પેદાશ વધુ પ્રમાણમાં થાય છે. અને ઘણું કરીને એ ટેટી મીઠી પણ હોય છે. જોકે પ્રાંતીજ, નડિયાદ, અમદાવાદ વગેરે જગ્યાએ એ લઈ જાય છે. આ કસબાની વસ્તી ઊંચી ઊંચી ટેકરીઓ ઉપર છે. આ ટેકરીઓ ડુંગર જેવી વંચી છે. ઘણુંખરી જગ્યાએ ઝરા વહે છે તેમાંથી મીઠું સાફ અને હલકું પાણી નીકળે છે. ત્યાં લેકે આ જ પાણીનો ઉપયોગ કરે છે. કૂવા નથી. અને ખરેખર આટલી ઊંચી જગ્યામાં કૂવા ખોદવા એ પહાડો ખોદવા બરાબર છે. ત્યાં ઝરા હોવાથી એમ માલુમ પડે છે કે નીચે પથ્થર હશે. ઘણી જગ્યાએ પથ્થર બહારથી દેખાય છે. એ કાંકરીના હોવાથી બહુ જ મજબૂત હોય છે. જે પથ્થર નદીમાં હોય છે તે લાંબા સમયથી ત્યાં જ છે. અમદાવાદમાં સાબરમતીનું પાણી અજીર્ણકારક ગણાય છે. વળી એકાદ વાસણમાં કેટલાક દિવસ રાખવામાં આવે તે સફેદ રંગના ખાર કાર ઉપર જોવામાં આવે છે. પરંતુ અહીં આ નદીનું પાણી હલકું, મીઠું અને પાચક છે. મારા ધારવા પ્રમાણે કદાચ આ ઝરાના મળવાથી એના ગુણમાં ફેરફાર થયો હશે. મોસમમાં બાર અને કેરી ઉત્તમ પ્રકારનાં થાય છે. નદીની બીજી પાર ગાયકવાડ સરકારની જમીન છે. ત્યાંનું પુરાણું ઢબનું મંદિર જોવા જેવું છે. મંદિરનો આગળને અને મધ્યનો ભાગ તૂટી ગયેલ છે. પરંતુ મોટી મોટી શિલાઓ કેવી રીતે ઉઠાવવામાં આવી હશે એ વિચારવા જેવી બાબત છે. ત્યાં એક ઉર્દૂ અને ગુજરાતી નિશાળ છે. એક મસીદ પણ છે. ત્યાંની વસ્તી આ પ્રમાણે છે: નદીના કિનારા ઉપર મુસલમાની રહે છે, ત્યાર પછી હિંદુ વાણિયા અને ત્યાર પછી કોબી લકોની વસ્તી છે. પુરાણું જમાનામાં લૂંટફાટનું જોર વધુ પ્રમાણમાં