________________
ભારતમાં
બને ત્યારે થાય ખરું. પણ જયારે વિચારી જોઈએ કે યુરોપ કેટલે બળીઓ ને કે કારણે બળીએ, જ્યારે એ નિર કુશ શક્તિને એક વાર કાયમ ને સર્વ રીતે અનુભવ કરી જોઈએ તે પછી કંઈ આશા રહે? ત્યારે તે મનને થાય કે આ ભાઈ, સહનશીલ થઈ રહીએ ને નેહ કરીએ ને ભલું કરીએ, ટૅગ કરીશું નહિ, નબળાને મહું દુઃખ તે એ કે એ મોટાં કામ ન કરી શકે એટલે મોટે ટૅગ કરવા તું એને સારું લાગે. જાણે નહિ કે મોટા અસત્ય કરતાં નાના સત્યથી માણસને વધારે લાભ થાય છે.
પણ મારો અભિપ્રાય ઉપદેશ આપવાનું નથી. સાચી સ્થિતિ શી છે તે તપાસવાને જ પ્રયત્ન કરું છું. એમ તાસવા બેસતાં, પુરાતન વેદ પુરાણ સંહિતા મેળામાં લઈ મનમાનતા લોકને સંગ્રહ કરી એક કાપનિક જુગ ખડે ક કંઈ વળશે નહિ, અથવા બીજી જાતિઓની પ્રકૃતિ અને ઇતિહાસ સાથે કલ્પનાબળે આપણે પ્રકૃતિ અને ઈતિ હાસને જોગવી દઈ આપણા નવા શિક્ષણની દળી ભીતે ઉપર મેટા આશાઓના કિલા ચણવાનો ઉદ્યોગ પણ નકાએ જશે. જેવું જ જોઈએ કે ખરી રીતે આપણે છીએ ક્યાં ? આપણે જે જગાએ છીએ, તે જગા ઉપર પૂર્વ દિશાએથી ભૂતકાળનું અને પશ્ચિમ દિશાએથી ભવિષ્યકાળનું મૃગ જળ આવી પડયું છે; એ બેને પૂરી રીતે-સ્વતંત્ર રીતેસા. સ્વરૂપે મનમાં વિચાર કર જોઈએ કે ખરેખર, આપણે કઈ માટી ઉપર ઉભા છીએ.
આપણે એક અતિપુરાણા જીર્ણ નગરમાં રહીએ છીએ; એટલું પુરાણું કે અહીંના ઈતિહાસમાંથી એ ભુંસાયા જેવું થઈ ગયું છે, માણસને હાથે લખાયેલા સ્મરણુચિ શેવાળ તળે ઢંકાઈ ગયાં છે; અને એટલા માટે ભ્રમ થાય છે કે જાણે આ નગર માનવઇતિહાસની પૂર્વની રાજધાની હશે, જાણે અનાદિ પ્રકૃતિની પ્રાચીન રાજધાની હશે. માનવ ઇતિહાસની રેખાઓ ભુંસી નાખી પ્રકૃતિએ પિતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com