________________
ભારતધર્મ
રહ્યાાં-બહાર આવવા પામ્યો નહિ. આજની નિરંકુશ સભ્યતા વચ્ચે એ પરીક્ષાને માટે શાતિને સમય ફરી મળશે કે કેમ એ તે કેણ જાણે?
પૃથ્વીના લોક એ પ્રયોગશાળામાં પેઠા ત્યારે તેમણે શું જોયું? એક જૂને જેગી, એને લૂગડાં નહિ, પૃથ્વીના ઇતિહાસની માહિતી પણ નહિ. જે જે વાત એ કરવા ઈર છે તેને માટે આજે પણ સમજી શકાય એવી કઈ ભાષા નહિ, માની શકાય એવું કઈ પ્રમાણે નહિ, સમજી શકાય એવું કેઈ પરિણામ નહિ.
હવે તે હે વૃદ્ધ, હે ચિંતાશીલ, હે ઉદાસીન! તમે ઉઠે, રાજકીય પ્રવૃત્તિ કરો અથવા તે દિવસે પથારીમાં પડ્યા પડ્યા પિતાની પુરાણું જુવાનીને પ્રતાપ જોરથી ગાતા ગાતા તમારાં જીણું હાડકાં ઉછાળો. જુઓ કે એથી તમારી લાજ જાય છે કે નહિ?
પણ મારાથી તે એમ બની શકે એમ નથી. કેવળ માત્ર છાપાંના કાગળના શઢ ફડફડાવીને આ દુસ્તર સંસારસમુદ્રની જાત્રા શરૂ કરતાં મારો જીવ ચાલતું નથી. જ્યારે મંદ મંદ અનુકૂળ વાયુ વાત હોય ત્યારે તે એ કાગળના શઠ અભિમાને ફૂલી ઉઠે, પણ સમુદ્રમાંથી કદી સપ્ત પવન છૂટશે, ત્યારે દમ વગરને કાગળને દંભ ફાટી જશે ને તેના ટુકડેટુકડા થઈ જશે.
એમ કદી હેય કે પાસે કયાંય ઉન્નતિ નામનું એકાદ પાકું બંદર હોય ત્યાં પહોંચીને દહીંને વડાં ખાવાને જોગ હોય, બેસે, ખાઓ' કહી કે પીરસનાર તૈયાર હોય, તે તે એક વાર સમય વત, આકાશનાં લક્ષણ પારખી ચતુરાઇએ વહાણ હંકારી જવાનું સાહસ થાય. પણ જે જાણીએ કે એને માર્ગે મુસાફરી કઈ છેડે નથી, કયાંય વહાણ બાંધીને ઉંઘવા જોગ નથી, ઉચે માત્ર યુવતારે છે ને નીચે માત્ર અનંત સમુદ્ર છે, પવન તે તેફાની છે ને મજા ઉંચાં ઉછળી ફાટે છે, તેય પણ ફૂલસ્કેપ કાગળનું વહાણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com