________________
-
-
-
નવું અને જૂનું ભી ઉઠે અને અંધારી રાતે અચળ તારાઓના પ્રકાશમાં શાતિથી કોઈ ગૂઢ રહસ્યના ધ્યાનમાં નિમગ્ન થઈ રહે.
કાળના વેગને પ્રવાહે ફેરફારના કોલાહલ વચ્ચે, પ્રકૃતિની શક્તિશાળી રંગભૂમિ આવી પડયે પ્રબળ શિક્ષણ મળે ખર, સભ્યતા પમાય ખરી; પણ નિર્જનતા માં, શાનિમાં, ગંભીરતામાં ઉતર્યો કેવા કેવાં રત્ન મેળવી શકાશે એ શી રીતે કહી શકાય ?
આ વલોવાતા સંસારસમુદ્રમાં શાનિત કઈ જતિને મળે નહિ. લાગે છે કે માત્ર ભારતવર્ષ જ એક કાળે દેવગે સમસ્ત પૃથ્વીમાં એમ છેટે રહી શક હતું, અને ડૂબકી મારી તળિયે બેસી શક હતા. જગત જેમ અસીમ, તેમ માણ સને આત્મા પણ અસીમ; જેઓએ એ અજાણ્યા પ્રદેશને રસ્તે શોધી કાઢે છે, તેમને કંઇ નવું સત્ય મળ્યું હશે, નવીન પ્રકારને કંઈ આનંદ થયે હશે, એમાં કશો શક નથી.
ભારતવર્ષ ત્યારે બંધ બારણવાળી નિર્જન રહસ્યભરેલી પ્રયોગશાળા (લેબેરેટરી) જેવું હતું, તેમાં એક અલૌકિક માનસિક સભ્યતાની છાનીછાની પરીક્ષા થતી હતી. યુરોપના મધ્યયુગમાં જેમ કીમી આગરે છાનામાના ઘરમાં પસી જુદાં જુદાં અદ્દભુત પ્રકારનાં જંત્રતંત્રથી દીર્ધાયુ રસ શેધવા પ્રયત્ન કરતા હતા, તેમ આપણું જ્ઞાનીએ ગુપ્ત સ્થાનમાં સાવધાન રહી આધ્યાત્મિક જીવનના રસની શોધ કરતા હતા. તેઓ प्र० ४२ता है येनाहं नामृतस्याम् किमहं तेन कुर्याम् । અને અતિ કઠણ ઉપાયે એ અમૃતસ શોધવા અંતરમાં ઉંડા ઉતરતા હતા. એમાંથી શું મળત તે કેણ જાણે ? કીમીઆમાંથી જેમ કેમિસ્ટ્રી પેદા થઈ, તેમ એમની એ તપસ્યામાંથી માનવની કેવી કેવી ગૂઢ શક્તિઓનો વિકાસ થાત તે આજ કોણ કહી શકે ?
પણ અકસમાત્ દરવાજા ભાગીને બહારના નિરંકુશ લેક ભારતવર્ષની એ પવિત્ર પ્રયોગશાળામાં જોરથી પસી ગયા, અને એ શેધનાં ફળ સાધારણ લોકની પાસે ઢંકાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com