________________
મુનિશ્રી જિનવિજયજી
| ૨૩ અને સંસ્કૃતિને યથાર્થપણે સમજવામાં ચાવીરૂપ ગણાતા આવા પ્રાચીન દુર્લભ ગ્રંથોના સંશોધન-સંપાદન પાછળ પણ મુનિજીની દૃષ્ટિ હંમેશાં ઇતિહાસકાર અથવા તો સત્યશોધકની જ રહી છે. એમના આ અવિરત પ્રયાસને લીધે કેટલાય નવાં ઐતિહાસિક તથ્યો પ્રકાશમાં આવ્યાં છે, અને ગ્રંથભંડારોમાં જીર્ણશીર્ણ હાલતમાં પડેલા સંખ્યાબંધ પ્રાચીન વિરલ ગ્રંથો ઇતિહાસ, સાહિત્ય અને સંસ્કૃતિના અભ્યાસીઓને માટે સુંદર અને સુવાચ્ય રૂપમાં સુલભ બની શક્યા છે. આ રીતે વિવિધ ગ્રંથમાળા દ્વારા એમના હાથે બસો ઉપરાંત પ્રાચીન ગ્રંથોનો ઉદ્ધાર થયો છે.
(તા. ૨૧-૧-૧૯૯૭) પદ્ધતિસરનો અભ્યાસ કર્યા વગર અને અભ્યાસની કોઈ પણ જાતની ડિગ્રી મેળવ્યા વગર માનવી પોતાના પુરુષાર્થથી વિદ્યાસાધનાની સિદ્ધિની ટોચે કેવી રીતે પહોંચી શકે છે અને પીએચ.ડી. કે ડી.
લિની ડિગ્રી મેળવવા ઇચ્છનાર અભ્યાસીઓને કેવું સફળ માર્ગદર્શન આપી શકે છે એનું મુનિજી જીવંત દૃષ્ટાંત છે.
મકાનો બનાવવાની મુનિજીની સૂઝ અને રુચિ પણ જાણીતી હતી. રૂપાયેલી ગામમાં પોતાના માતુશ્રીની સ્મૃતિમાં એમણે બનાવેલ “રાજકુમારી-બાલમંદિર' અને ચિત્તોડગઢની તળેટીમાં બનાવેલ “હરિભદ્ર-સ્મૃતિમંદિર” તથા “ભામાશા-ભારતીની ઇમારતો એમની આ રુચિની યાદ આપતી રહે છે. .
વળી, જે સંસ્થા કે પ્રવૃત્તિમાં પોતે તન્મય બનીને એના વિકાસમાં અસાધારણ ફાળો આપ્યો હોય, એનાથી પણ, સમય આવ્યે, નિવૃત્ત થતાં એમણે ક્યારેય દુઃખ કે સંકોચ અનુભવ્યાં નથી – એમની અનાસક્તિ આવી સક્રિય અને જીવનસ્પર્શી હતી.
બળવાખોર પિતાની બળવાખોર વૃત્તિના વારસદાર બનેલ મુનિશ્રી પણ જીવનભર એક સાચા ક્રાંતિકાર જ રહ્યા હતા. એ ક્રાંતિના માર્ગે તેઓ પોતાની ઉત્ક્રાંતિ સાધીને જીવનવિકાસનાં નવાં-નવાં સોપાનો સર કરતા રહ્યા અને આગળ ને આગળ વધતા જ રહ્યા. એમની આવી સિદ્ધિઓનું દર્શન કરાવતી જીવનકથા ક્યારેક કોઈના હાથે લખાય તો કેવું સારું !
મુનિજીની આવી જીવનવ્યાપી વિદ્યાસેવાની રાષ્ટ્રીય કદરદાની રૂપે ભારત સરકારે તેઓને પદ્મશ્રી'ની પદવી એનાયત કરી હતી.
૮૯ વર્ષનું સુદીર્ઘ અને યશસ્વી જીવન જીવીને અને ૭૭ વર્ષની સત્યની ખોજમાં પોતાના મન-વચન-કાયાના યોગને કૃતાર્થ કરીને તથા નિવૃત્તિના સાચા અધિકારી બનીને મુનિશ્રી જિનવિજયજીએ અમદાવાદમાં તા. ૩--૧૯૭૬ના રોજ, પોતાનું જીવન સંકેલી લીધું.
(તા. ૨૩-૬-૧૯૭૬).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org