________________
૨૧
મુનિશ્રી જિનવિજયજી
અત્યાર સુધીમાં જે કંઈ મળ્યું હતું, તેથી જિજ્ઞાસા વિશેષ સતેજ થઈ હતી. એ પૂરી કરવા એમણે વિ. સં. ૧૯૯૬માં, ૨૨ વર્ષની યુવાન વયે, જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ફિરકાની દીક્ષા લીધી; એ વખતે એમનું નામ “મુનિ જિનવિજય રાખવામાં આવ્યું. દસ વર્ષ સુધી આ દીક્ષાનું નિષ્ઠાથી પાલન કરીને એમણે પોતાના જ્ઞાનના સીમાડાને વિશાળ બનાવ્યા. આ દરમિયાન પૂનામાં એમને અનેક વિદ્વાનોનો સત્સંગ થયો; અને વિદ્યાસાધનાને વેગ આપવા, એમણે પૂનામાં “શ્રી ભારત જૈન વિદ્યાલયની સ્થાપના કરી. આ સમય ગાંધીયુગના ઉદયનો હતો. . એનાથી મુનિજીનો જિંદાદિલ આત્મા પ્રભાવિત થયા વગર રહી શકે ? એમને લાગ્યું કે સાધુ-જીવન દરમિયાન જે મેળવી શકાય એમ હતું તે મેળવી લીધું છે અને ગાંધીયુગ જીવન-વિકાસના નવા-નવા પ્રદેશો તરફ દોરી જતો હતો; એટલે દસ વર્ષ સુધી આ સાધુજીવન પાળીને, એમણે એ દીક્ષા પણ છોડી દીધી, અને મહાત્મા ગાંધીજીના કહેવાથી તેઓ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા અને એના પુરાતત્ત્વ-વિભાગના આચાર્ય બન્યા. તેઓ “પુરાતત્ત્વાચાર્ય પદથી વિભૂષિત બન્યા તે આ કારણે. છેલ્લી દીક્ષા છોડ્યા છતાં તેઓએ પોતાના નામમાં ફેરફાર ન કર્યો, અને “જિનવિજય” નામ જ છેલ્લે સુધી સાચવી રાખ્યું.
વિ. સં. ૧૯૮૪(સને ૧૯૨૮)માં તેઓ જર્મની ગયા, અને ત્યાં દોઢેક વર્ષ રહીને ભારતવાસીઓની સગવડ માટે, એમણે હિંદુસ્તાન હાઉસ'ની સ્થાપના કરી. તેઓ સ્વદેશ પાછા ફર્યા ત્યારે, આઝાદીના અહિંસક યુદ્ધનાં નગારાં ગાજવા લાગ્યાં હતાં. લાહોર કોંગ્રેસમાં સંપૂર્ણ સ્વતંત્રતાનો ઠરાવ થયો. એ ઠરાવનો અમલ કરવા ગાંધીજીએ મીઠાના કાયદાના સવિનય ભંગની લડતનાં મંડાણ કર્યા. મુનિજીએ પણ એક ટુકડીની આગેવાની લઈને જેલવાસ નોતરી લીધો. આ પછી એમના કાર્યક્ષેત્રમાં વળી પાછો પલટો આવ્યો : ગુરુદેવ ટાગોરના આમંત્રણથી તેઓ શાંતિનિકેતન પહોંચ્યા. ત્યાં વળી જ્ઞાનની નવી-નવી ક્ષિતિજો ઊઘડતી લાગી. એમણે એ સંસ્થામાં જૈન-ચેર' શરૂ કરી, અને “સિંઘી જૈન ગ્રંથમાળા'ના શ્રીગણેશ પણ અહીં જ થયા. આ ગ્રંથમાળાએ દેશમાં અને દુનિયામાં ખૂબ પ્રતિષ્ઠા મેળવી તે મુનિજીનાં ખંત અને ચીવટને કારણે જ.
વિ. સં. ૧૯૯૦માં તેઓ મુંબઈના “ભારતીય વિદ્યાભવન'ના માનદ ડાયરેક્ટર બન્યા અને એનો ખૂબ વિકાસ કર્યો. આબુ ગુજરાતનું નહિ, પણ રાજસ્થાનનું જ છે – એ સત્ય પુરવાર કરવા બદલ એમણે આ સંસ્થાનો ખુમારી અને યશ સાથે ત્યાગ કર્યો. વિ. સં. ૨૦૦૬માં એમણે રાજસ્થાન સરકારના આગ્રહથી “રાજસ્થાન પુરાતત્ત્વમંદિરની સ્થાપના કરીને એના માનદ ડાયરેક્ટર તરીકેની જવાબદારી લીધી અને એનો ન કલ્પી શકાય એટલો વિકાસ કર્યો. અહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org