________________
મુનિશ્રી જિનવિજયજી
૧૯
ખેતી કરવી, વૃક્ષઉછેર તેમ જ પશુપાલન કરવાં, બળબળતા તડકામાં જાતે ઊભા રહીને બીજા પાસે ખેતી કરાવવી, બાગાયત કરવી-કરાવવી, કૂવા ખોદવા જેવાં કાર્યમાં માટી અને પથ્થરથી ભરેલાં તગારાં ઉપાડવા વગેરે જાતમહેનતનાં કેટલાંય કાર્યો મુનિજીએ પોતાની પારગામી વિદ્વત્તાના વિચારને વિસારે પાડીને, ઉલ્લાસથી કર્યાં હતાં. ક્યારેક ક્યારેક તો મુનિજી પોતે જ કહેતા કે મારો પહેલો રસ શ્રમનો છે; વિદ્યાનો રસ તો તે પછી આવે છે ! વિદ્યાનિષ્ઠા સાથે શ્રમનિષ્ઠાનો આવો સુમેળ અતિવિરલ જ જોવા મળે છે; અને એ જ મુનિજીની અનન્ય વિશેષતા છે.
મુનિજીની રાષ્ટ્રીયતા અર્થાત્ રાષ્ટ્રભક્તિની ભાવના નિર્ભેળ અને વ્યાપક હતી. જેમ પોતાની જાત ઉપર બીજાનું અનુચિત બંધન કે નિયંત્રણ તેઓને મંજૂર ન હતું, તેમ બીજા કોઈ ઉપર બંધન લાદવામાં આવે એ પણ એમને પસંદ ન હતું. આ રીતે વિચારતાં ‘ધરતીના બધા માનવી સમાન' એવો ઉદાત્ત સિદ્ધાંત એમણે અપનાવ્યો હતો; અને પોતાના વર્તન-વ્યવહાર દ્વારા, એનો અમલ પણ કરી બતાવ્યો હતો. વળી, એમની રાષ્ટ્રભક્તિ કેવી ઉત્કટ હતી એનો પ્રત્યક્ષ અને બોલતો પુરાવો એ છે કે જ્યારે મહાત્મા ગાંધીની રાહબરી નીચે દેશની આઝાદી માટેનું અહિંસક યુદ્ધ શરૂ થયું, ત્યારે મુનિજીએ નમક-સત્યાગ્રહ માટેની એક ટુકડીની આગેવાની લઈને જેલયાત્રાને આનંદથી વધાવી લીધી હતી; એટલું જ નહિ, પણ જિંદગીભર – અરે, પોતાના અંતિમ દિવસો દરમિયાન પણ આ દેશનું શું થશે એની ચિંતા તેઓ સેવતા રહ્યા હતા.
જનસમૂહમાં, દેશમાં અને દુનિયામાં એમની જે નામના અને કીર્તિ હતી તે તો આપણા દેશના ઉચ્ચ કોટિના વિદ્વાન તરીકે જ હતી એમ તેઓ પોતે પણ જાણતા અને સ્વીકારતા હતા. અને છતાં, આવી નામનાથી અંજાઈને કે લોભાઈને, શ્રમનિષ્ઠા અને કર્મયોગને શિથિલ બનાવીને, જ્ઞાનયોગની એકાંગી સાધના દ્વારા પંડિત તરીકેની વિશેષ નામના પ્રાપ્ત કરવાના મોહમાં તેઓ સપડાયા ન હતા.
-
મુનિજી રાષ્ટ્રકાર્ય કરતા હોય, જાતમહેનત અને શ્રમ કરતા હોય અથવા વિદ્યાના અધ્યયન-સંશોધનનું કામ કરતા હોય ત્યારે, એક યુદ્ધે ચડેલા વીર યોદ્ધાની અદાથી, એમાં તન્મય બની જતા. એમનામાં અંતિમ ક્ષણ સુધી જીવંત રહેલ મેવાડી તેજ અને ખમીરનો જ એ પ્રતાપ હતો.
Jain Education International
-
M
વીરભૂમિ મેવાડનું રૂપાદેલી ગામ મુનિજીની જન્મભૂમિ. માતાનું નામ રાજકુમારી, પિતાનું નામ ઠાકુર બડદસિંહ (બિરધસિંહ – વૃદ્ધિસિંહ). વિ. સં. ૧૯૪૪ની સાલમાં એમનો જન્મ. નામ કિસનસિંહ, પણ બધા એમને ‘રિણમલ’ના લાડકવાયા નામથી જ બોલાવતા અને ઓળખતા. જ્ઞાતિ પરમારક્ષત્રિય. એમની
For Private & Personal Use Only
www.jainelibrary.org