________________
અમૃત-સમીપે
જૈનવિદ્યાના પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી, રાજસ્થાની વગેરે ભાષાઓમાં રચાયેલ વિપુલ આગમિક તેમ જ અન્ય સાહિત્ય, ઇતિહાસ, કળા, પુરાતત્ત્વ અને શિલ્પસ્થાપત્ય, જુદીજુદી ધર્મપરંપરાઓ તથા ગચ્છપરંપરાઓ, આચાર અને વિચારની જૂની-નવી પ્રણાલિકાઓ, જૈનસંસ્કૃતિના ક્રમિક વિકાસની ગૌરવગાથા વગેરે વિષયોનાં સર્વસ્પર્શી, મર્મગ્રાહી, ઐતિહાસિક અને તુલનાત્મક અધ્યયનઅધ્યાપન, સંશોધન-સંપાદન અને સાહિત્ય-પ્રકાશનના ક્ષેત્રે તેઓએ જીવનભર જે અનેકમુખી અને વિશાળ ફલકને સ્પર્શતી કામગીરી બજાવી છે, તે ખરેખર, અસાધારણ કહી શકાય એવી છે.
૧૮
સત્યની શોધને પોતાના જીવનકાર્ય તરીકે, ઊછરતી ઉંમરે જ સ્વીકારીને આ આજીવન મહાન પરિવ્રાજકે કેટકેટલા અગોચર પ્રદેશોનું ખેડાણ કરીને જ્ઞાન પોતે મેળવ્યું હતું અને અન્ય સંખ્યાબંધ જિજ્ઞાસુઓ સુધી પહોંચાડ્યું હતું ! વળી, આ જ્ઞાનસાધનામાં જેમ પોતાની જાતને પિછાણવાના પ્રયત્નનો સમાવેશ થતો હતો, તેમ જગતના બાહ્ય-આંતર રૂપને સમજવાની ઉત્કટ તાલાવેલીનો તથા એ માટેનો પુરુષાર્થનો પણ સમાવેશ થતો હતો. જીવન અને જગતના સત્યને પામવાની આ તાલાવેલી જ એમને ઇતિહાસનાં ઊંડા અધ્યયન તથા સંશોધન તરફ દોરી ગઈ હતી એમ કહેવું જોઈએ. જીવનભર પોતાની અનેકવિધ શક્તિઓનું ટીપેટીપું નિચોવીને પૂરી નિષ્ઠાથી વિદ્યાની સાધના કરનાર મુનિજી, પોતાના છેલ્લા સમય દરમિયાન પણ ક્યારેક-ક્યારેક, લાગણીભીના સ્વરે જ્યારે એમ બોલી ઊઠતા કે “હું ભૂલો પડ્યો, ભાઈ, ભૂલો પડ્યો, ભવાટવીમાં હું તો ભૂલો પડ્યો”, ત્યારે લાગતું હતું કે પોતાની જાતનું સત્ય પામવાની એમની ઝંખના કેટલી ઉત્કટ હતી, અને એ કાર્યમાં જે અધૂરપ રહી ગઈ હતી એનો એમને કેવો અજંપો કે અસંતોષ હતો. પણ આ અજંપો કે અસંતોષ વ્યક્તિના વિકાસને રૂંધી નાખે એવો નુકસાનકારક નહિ, પણ લાભકારક, આહ્લાદકારી અને પવિત્ર હતો.
પણ મુનિજી સર્વભાવે વિદ્યાસાધનાને સમર્પિત થયેલા એક આદર્શ વિદ્યાપુરુષ હતા એટલું જ એમનું મૂલ્યાંકન કરીએ તો તે અધૂરું ગણાય; એમના જીવનનાં બીજાં બે પાસાં પણ એવાં જ મહત્ત્વનાં અને જાજરમાન હતાં : એક શ્રમનિષ્ઠા અને બીજી રાષ્ટ્રીયતા.
જેમ તેઓની વિદ્યાપ્રીતિ અસાધારણ હતી, તેમ તેઓની શ્રમરુચિ પણ અનોખી અને દાખલારૂપ બની રહે એવી હતી. આવી શ્રમનિષ્ઠાથી પ્રેરાઈને તેઓ જાતમહેનત અને શરીરશ્રમ કરવામાં એટલા તન્મય બની જતા અને એમાં એટલા બધા આંતરિક આનંદ અને સંતોષનો અનુભવ કરતા, કે એ નજરે નિહાળનારને તો એમ જ લાગે, કે જાણે વિદ્યાકાર્ય સાથે એમને કોઈ નાતો જ નથી ! જાતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org