________________
૨
પ્રવચન ૧લું
સ'સારના સર્વ સ્થાનકે અશાશ્વતા છે.
નાના બાલકને કલ્લી તથા બરફી બે વાનાં એક સાથે આપીએ તો તેમાં કઈ વસ્તુ તરફ તેનું મન આકર્ષાશે? કહો કે કલ્લી તરફ નહિ, કારણ કે તે બંને વસ્તુ તેમના ધ્યાનમાં બરાબર બેઠી નથી. તેવીજ રીતે ધર્મથી દેવલાક તથા માા એ બંને વાના મળતા હતા છતાં આ જીવે મેાાની દરકાર કરી નથી કારણ કે વાસ્તવિક જ્ઞાનના અભાવે ખરી વસ્તુ મેાક્ષની ઈચ્છા તજીને દેવલાકના સુખની ઈચ્છા આ જીવે અજ્ઞાનીની પેઠે કરી છે. બચ્ચાંને કોઈ કલ્લી કીમતી કહે તો પણ બચ્ચાંને તે મગજમાં ન ઉતરે. તેને કલ્લી આપો ને બરફી ખેંચી લો તો બચ્ચું રડવા માંડશે. તેવી જ રીતે છેકરા પાસે આવેલા બારાં તમારે ફૂંકાવવા મુશ્કેલ પડે. તમે અહીં જે જીવાને કેવળ પૌદ્ગલિક રાગ થયો છે તેવા જીવાને અનંતા સુખને દેવાવાળી, સર્વકાલ આત્માના ગુણને અવ્યાબાધ રાખનારી મેાા જેવી ઉત્તમ ચીજ રુચતી નથી. બરફી, બાર વિગેરે ચીજ ખાધી ને ઉકરડે જવાની એવી ચીજ છે. તેવી જ રીતે આ સંસારમાં પણ ચાહે તે સ્થાન મળે પણ તે અંતે અશાશ્વત છે. અર્થાત અનિત્ય છે. કહયું છે કે‘સર્વાનું ટાળfખસારયાળિ' દુન્યવી સર્વ સ્થાના અશાશ્વતા યાને અનિત્ય છે. કદાચ સર્વાર્થ સિદ્ધ નામે અનુત્તર વિમાનવાસી જે દેવો તેત્રીસ સાગરોપમ સુધીની સ્થિતિવાલા છે ને તેટલા કાળ જ્યાં સુખ જ ભોગવવાનું છે, તેનું સ્થાન લઈએ તો તે પણ અનિત્ય છે. કારણ કે ત્યાંથી મનુષ્ય ભવમાં આવ્યા સિવાય શાશ્વતા સુખનું ધામ મોક્ષ પ્રાપ્ત થઈ શકતું નથી. ચૌદ રાજલોકમાં એવું એક પણ સ્થાન નથી જયાં જીવને શાશ્વતું સુખ જ રહ્યા કરે. અર્થાત નિત્ય રહેવાવાળું હોય. એથી સરવાળે શૂન્ય જેવાં ચૌદરાજ લાકનાં સ્થાન છે. સંસારના ભોગવેલા સુખા દરેક વખતે નવા લાગે.
ΟΥ
સરવાળે એકડો રહે તેવું સ્થાન સંસારમાં એક પણ ન મળે. શૂન્યતાવાળા સ્થાન જાણ્યા. અનુભવ્યા છતાં પણ જગતમાં એના એ સુખ નવા લાગે. જેવાં કે વિષયો આ જીવે અનંતી વખત અનુભવ્યા. દેવલાકને મનુષ્યના સુખા અનંતી વખત અનુભવ્યા છતાં અત્યારે નવા લાગે છે. વળી વિચારો કે આ જીવે જીંદગીથી આદિન સુધી કેટલી વખત ખાધું છે? કહો કે હજાર વખત. હજારો વખત ખાધા છતાં એક દિવસ ઉપવાસ કરો ત્યારે પારણે કેવું લાગે છે? જાણે જીંદગીમાં ખાધું જ નથી. આ જીવને સ્વભાવ જ વિચિત્ર છે કે અનંતી વખત અનુભવે તો પણ નવુંને નવું જ લાગે. અહિં આ જીવને એક ને એક ચીજ વારંવાર આવે તો નવાઈ જેવી લાગે છે. તે પ્રમાણે શાસ્રકારનું કથન જો બરાબર વિચારે કે સંસારના સુખવાળી ચીજ અનંતી વખત મળી ને ગઈ તો પણ પૌદ્ગલિક સુખમાં હજુ આ જીવ રાચ્યા માચ્યો રહે છે. જગતમાં એક વખત સંબંધ કરે વિખૂટો પડે. પછી બીજી, ત્રીજી વખત સંબંધ કરતાં વિચાર કરે. જયારે એક બે વખત છૂટો પડે