________________
શ્રી આગમોÇારક પ્રવચન શ્રેણી
પ્રવચન ૧૩
સ. ૧૯૯૦ અષાડ સુદ ૬ ખીજી મહેસાણા
धर्मो मंगलमुत्कृष्टं धर्मः धर्मः संसारकांतारोल्लंघने
स्वर्गापवर्गदः । मार्गदेशकः ॥ १ ॥
સિદ્ધોનું એક સમયનું સુખ કેટલ' ?
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન કલિકાલ સર્વશ હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્ય પ્રાણીઓના ઉપગાર માટે ‘ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્ર’ નામને ગ્રંથ રચતાં થકાં પ્રથમ તે રચવાનો હેતુ બતાવે છે કે માત્મનાં મુળીર્તન ૬ નિ:શ્રેયણાસ્પદ એટલે કે મહાત્માઓનાં ગુણાનું કીર્તન એ કલ્યાણ અને મેક્ષનું સ્થાન પ્રાપ્ત કરાવનાર છે. અને તેટલા જ માટે હું આ ચરિત્ર કરું છું. આ ઉપરોકત વાકયમાં હિ શબ્દ નિશ્ચયવાચી હોવાથી મહાપુરૂષોનું કીર્તન જ મોક્ષનું ધામ છે. એમ કહી પ્રકરણની અપેક્ષાએ ચરિત્રની ઉત્તમતા બતાવી છે. તથા ઉત્તમ ક્શન કરવાલાયક પણ તેજ છે. તેમ બતાવવામાં આવ્યું છે. દ્રવ્યાનુયોગ ચરણકરણાનુયોગ અને ગણિતાનુયોગ એ પણ તાજ ફાયદો કરે કે તેના નિરૂપણ કરનારા ઉપર ભરોસા હોય તો. આથી એ પણ સૂચન કર્યું કે આ જીવે અનંતીવાર દ્રવ્યાનુયોગ ચરણ કરણાનુયોગનું નિરૂપણ કર્યું, યાવત ચરણકરણ આદર્યા પણ બધું છાર ઉપર લીંપણ સરખું થયું. કારણ એટલું જ કે તેના નિરૂપણ કરનાર તીર્થંકર દેવ તથા તેમનાથી ત્રિપદીપામી તે તે સૂત્રને રચનાર ગણધર ભગવંત ઉપર વિશ્વાસ, ભકિત તથા બહુમાન આવ્યા નહિ. એમના કથન અનુસાર ચારિત્ર લેવાનું, કષાયો દમવાનું, અને મહાવ્રત પાલન કરવાનું જે બન્યું તે તેમના ઉપર ભરોસા હતો તોજ બન્યું. પણ એ ભરોસા છતાં વાસ્તવિક ભરોસા થયા નહોતા. અને તેથી જ પોતે જણાવ્યું કે, સર્વકાલના સર્વાર્થસિદ્ધ નામે અનુત્તર વિમાનવાસી દેવતાઓના સુખા એકઠા કરીએ, તેને અનંતી વખત વર્ગ કરીએ. ત્યારે કહો કે એ સુખ કેટલું વધ્યું? પણ અહિં તે તે સુખને સિદ્ધમહારાજના એક સમયના સુખ જેટલું પણ નથી એ બતાવવામાં આવ્યું છે. જો આ તીર્થ કરદેવ તથા ગણધર ભગવાનની પ્રરૂપણા મગજમાં ઉતરી હોય તો દેવલોકની ઈચ્છા રહે નહિ.