________________
૨૪
:: ,
.
આગમિક વ્યાખ્યાઓ છે. આવશ્યકાદિમાં હીનતા, અધિકતા, વિપર્યય વગેરે કરનાર દેશાવસગ્ન છે. સમયસર સસ્તારક વગેરેનું મૃત્યુ પણ ન કરનાર સર્વાવસન છે. જે પાર્થસ્થ આદિનો સંસર્ગ પ્રાપ્ત કરીને તેમનું જેવો બની જાય છે તે સંસક્ત છે. સાધુઓના વિહારની ચર્ચા કરતાં ભાષ્યકારે એકાકી, વિહારનો નિષેધ કર્યો છે તથા તત્સમ્બન્ધી દોષોનું નિરૂપણ કર્યું છે. આ પ્રસંગે એક વણિકનું દૃષ્ટાન્ત આપતાં આચાર્યે દર્શાવ્યું છે કે જયાં રાજા, વૈદ્ય, ધનિક, નિયતિક અને રૂપયક્ષ – આ પાંચ પ્રકારના લોકો ન હોય ત્યાં ધન અને જીવનનો નાશ થયા વિના નથી રહેતો. અથવા રાજા, યુવરાજ, મહત્તક, અમાત્ય તથા કુમારથી પરિગૃહિત રાજય ગુણવિશાલ હોય છે. પોતાની ઉન્નતિની કામનાવાળી વ્યક્તિએ આ જ પ્રકારના રાજ્યમાં રહેવું જોઈએ. જે ઉભય યોનિ માતૃપક્ષ તથા પિતૃપક્ષ)થી શુદ્ધ હોય, પ્રજાની આવકનો માત્ર દશમો ભાગ ગ્રહણ કરે, લોકાચારે તથા નીતિશાસ્ત્રમાં નિપુણ હોય તે જ વાસ્તવમાં રાજા છે, શેષ રાજાભાસ છે કે, પ્રાત:કાળે ઊઠીને સર્વપ્રથમ શરીરશુદ્ધિ વગેરે આવશ્યક કાર્યોથી નિવૃત્ત થાય છે. તથા આસ્થાનિકામાં જઈને રાજ્યના બધા કાર્યોની વિચારણા કરે છે તે યુવરાજ છે, જે ગંભીર છે, માર્દવયુક્ત છે, કુશળ છે, જાતિ તથા વિનયસમ્પન્ન છે તથા યુવરાજની સાથે બધા કાર્યોનું પ્રક્ષણ કરે છે તે મહત્તરક છે. જે વ્યવહારકુશલ અને નીતિસમ્પન્ન છે તથા જનપદ, રાજધાની અને રાજાનું હિતચિન્તન કરે છે તે અમાત્ર છે. જે દુર્દાન્ત લોકોનું દમન કરીને સંગ્રામનીતિમાં પોતાની કુશળતાનો પરિચયૂ કરાવે છે તે કુમાર છે. જે વૈદ્યકશાસ્ત્રનો પંડિત હોય તથા માતા-પિતા વગેરેથી સંબંધિત રોગોનું નિર્મુલ કરીને સ્વાથ્ય પ્રદાન કરે છે તે વૈદ્ય છે. જેની પાસે પરંપરાથી પ્રાપ્ત કરોડોની સંપત્તિ હોય તે ધનિક છે. જેને ત્યાં નિમ્નલિખિત- ૧૭ પ્રકારના ધાન્યના ભંડાર ભરેલા હોય તે નિયતિક છે : ૧. શાલિ, ૨. યુવ, ૩. કોદ્ર, ૪.વ્રીહિ, ૫. રાલક, ૬. તલ, ૭. મુગ, ૮. માપ, ૯, ચોખા, ૧૨, ચણા, ૧.૧, તુવેર, ૧૨. મસુર, ૧૩. કુલF, ૧૪. ગોધૂમ, ૧૫, નિષ્પાવ ૧૬ અળસી ૧૭. શણ. જે માઢર અને કૌન્ડિન્યની દંડનીતિમાં કુશળ છે, કોઈની પાસેથી લાંચ-ઉત્કોચ નથી લેતો તથા કોઈ પ્રકારનો પક્ષપાત નથી કરતો તે રૂપયક્ષ છે. રૂપક્ષનો શબ્દાર્થ છે મૂર્તિમાન ધર્મેકનિષ્ઠ દેવ. જે રીતે રાજા વગેરેના અભાવમાં ધન-જીવનની રક્ષા અસંભવ છે તે જ રીતે આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક સ્થવિર અને ગીતાર્થના અભાવમાં ચારિત્રધર્મની રક્ષા અસંભવ છે. દ્વિતીય ઉદેશની વ્યાખ્યામાં દ્ધિ, સાધર્મિક, વિહાર વગેરે પદોનું વિવેચન છે. વિવિધ પ્રકારના તપસ્વીઓ તથા રોગીઓની સેવાનું વિધાન કરતાં ભાષ્યકારે ક્ષિપ્તચિત્ત તથા દીચિત્ત સાધુઓની સેવા કરવાની મનોવૈજ્ઞાનિક વિધિ દર્શાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org