________________
૨૨
આગમિક વ્યાખ્યાઓ પરિહારતપમાં સ્થિત ભિક્ષુકનું ભક્તપાનાદિ, વિવિધ નદીઓને પાર કરવાની મર્યાદાઓ, વિવિધ ઋતુઓ માટે યોગ્ય ઉપાશ્રય. હસ્તકર્મનું સ્વરૂપ બતાવતાં ભાષ્યકારે આઠ પ્રકારના હસ્તકર્મનો ઉલ્લેખ કર્યો છે : છેદન, ભેદન, ઘર્ષણ, પષણ, અભિઘાત, સ્નેહ, કાય અને ક્ષાર. મૈથુનનું સ્વરૂપ દર્શાવતાં આચાર્યે લખ્યું છે કે મૈથુનભાવ રાગાદિથી રહિત નથી હોતો આથી તેના માટે કોઈ પ્રકારના અપવાદનું વિધાન નથી. પંડક વગેરેની વ્રજયાનો નિષેધ કરતાં આચાર્યે પંડકના સામાન્ય રીતે છ લક્ષણ દર્શાવ્યાં છે : ૧. મહિલા સ્વભાવ, ૨. સ્વરભેદ, ૩. વર્ણભેદ, ૪. મહન્મેદ્ર, ૫. મૃદુવા, ૬. સશબ્દ-અફેનક મૂત્ર. આ જ પ્રસંગે ભાષ્યકારે એક જ જન્મમાં પુરુષ, સ્ત્રી અને નપુંસકવેદનો અનુભવ કરનાર કપિલનું દૃષ્ટાંત પણ આપ્યું છે. પંચમ ઉદેશની વ્યાખ્યામાં નિમ્ન વિષયોનો સમાવેશ છે : ગચ્છસમ્બન્ધી શાસ્ત્ર-સ્મરણ અને તદ્વિષયક વ્યાઘાત, ક્લેશયુક્ત ચિત્તથી ગચ્છમાં રહેવાથી અથવા સ્વગચ્છને છોડીને અન્ય ગચ્છમાં ચાલ્યા જવાથી લાગતા દોષો અને તેમનું પ્રાયશ્ચિત્ત, નિઃશંક તથા સશક રાત્રિભોજન, ઉગાર – વમનાદિવિષયક દોષ તથા પ્રાયશ્ચિત્ત, આહાર-પ્રાપ્તિ માટે પ્રયત્ન તથા યાતનાઓ, નિર્ચન્થીવિષયક વિશેષ વિધિ-વિધાન, છઠ્ઠા ઉદેશના ભાગમાં શ્રમણશ્રમણીઓ સંબંધિત નિમ્ન વિષયો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે : નિર્દોષ વચનોનો પ્રયોગ તથા અલીકાદિ વચનોનો અપ્રયોગ, પ્રાણાતિપાત વગેરે સાથે સંબંધિત પ્રાયશ્ચિત્તોના પ્રસ્તાર – વિવિધ પ્રકાર, કંટક વગેરેનું ઉદ્ધરણ, દુર્ગમ માર્ગનું અનાલંબન, ક્ષિપ્તચિત્ત નિર્ગુન્શીની સમુચિત ચિકિત્સા, સાધુઓના પરિમંથ અર્થાત વ્યાઘાત અને તેનું સ્વરૂપ, વિવિધ કલ્પસ્થિતિઓ તથા તેમનું સ્વરૂપ. ભાષ્યના અંતમાં કલ્પાધ્યયન શાસ્ત્રના અધિકારીની યોગ્યતાઓનું નિરૂપણ છે.
બૃહત્કલ્પ-લઘુભાષ્યનું જૈન સાહિત્યના ઇતિહાસમાં જ નહીં, સંપૂર્ણ ભારતીય સાહિત્યના ઇતિહાસમાં પણ એક મહત્ત્વપૂર્ણ સ્થાન છે. તેમાં ભાષ્યકારના સમયની તથા અન્યકાલીન ભારતીય સામાજિક, સાંસ્કૃતિક, રાજનૈતિક તથા ધાર્મિક સ્થિતિ પર પ્રકાશ પાડનારી સામગ્રીની પ્રચુરતાનું દર્શન થાય છે. જૈન સાધુઓ માટે તો આનું વ્યવહારિક મહત્ત્વ છે જ. બૃહત્કલ્પ-બૃહભાષ્ય :
આ ભાષ્ય અપૂર્ણ જ ઉપલબ્ધ છે. ઉપલબ્ધ ભાષ્યમાં પીઠિકા તથા પ્રારંભના બે ઉદેશ પૂર્ણ છે તથા તૃતીય ઉદ્દેશ અપૂર્ણ છે. આમાં બૃહત્કલ્પ-લઘુભાષ્યમાં પ્રતિપાદિત વિષયોનું જ વિસ્તારપૂર્વક વિવેચન કરવામાં આવ્યું છે. ક્યાંક-ક્યાંક ગાથાઓમાં વ્યતિક્રમ દષ્ટિગોચર થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org