________________
પ્રાસ્તાવિક
૨
૩
વ્યવહારભાષ્ય :
આ ભાષ્ય પણ સાધુઓના આચાર સંબંધી છે. આમાં પણ બૃહત્કલ્પ-લઘુભાષ્યની જેમ જ પ્રારંભમાં પીઠિકા છે. પીઠિકાના પ્રારંભમાં વ્યવહાર, વ્યવહારી તથા વ્યવહર્તવ્યનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. વ્યવહારમાં દોષોની સંભાવનાને નજરમાં રાખતાં પ્રાયશ્ચિત્તનું અર્થ, ભેદ, નિમિત્ત વગેરે દૃષ્ટિથી વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. વચ્ચે-વચ્ચે અનેક પ્રકારનાં દષ્ટાન્ત પણ આપવામાં આવ્યાં છે. પીઠિકા પછી સૂત્ર-સ્પર્શિક નિર્યુક્તિનું વ્યાખ્યાન શરૂ થાય છે. પ્રથમ ઉદેશની વ્યાખ્યામાં ભિક્ષુ, માસ, પરિહાર, સ્થાન, પ્રતિસેવના, આલોચના વગેરે પદોનું નિક્ષેપપૂર્વક વિવેચન કરવામાં આવ્યું છે. આધાકર્મ વગેરે સંબંધિત અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર માટે વિભિન્ન પ્રાયશ્ચિત્તનું વિધાન કરવામાં આવ્યું છે. અતિક્રમ માટે માસગર, વ્યતિક્રમ માટે માગુરુ અને કાલલઘુ, અતિચાર માટે તપોગુરુ અને કાલગુરુ તથા અનાચાર માટે ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્તનું વિધાન છે. પ્રાયશ્ચિત્તથી મૂલગુણો તથા ઉત્તરગુણો બંને પરિશુદ્ધ થાય છે. તેમની પરિશુદ્ધિથી જ ચારિત્રની શુદ્ધિ થાય છે. પિડવિશુદ્ધિ, સમિતિ, ભાવના, તપ, પ્રતિમા અને અભિગ્રહ ઉત્તરગુણાન્તર્ગત છે. આનાં ક્રમશઃ ૪૨, ૮, ૨૫, ૧૨, ૧૨ અને ૪ ભેદ છે. પ્રાયશ્ચિત્ત કરનાર પુરુષ બે પ્રકારના હોય છે : નિર્ગત અને વર્તમાન. જે પ્રાયશ્ચિત્તથી અતિક્રાન્ત છે તે નિર્ગત છે. જે પ્રાયશ્ચિત્તમાં વિદ્યમાન છે તે વર્તમાન છે. પ્રાયશ્ચિત્તાઈ અર્થાત પ્રાયશ્ચિત્તને યોગ્ય પુરુષ ચાર પ્રકારના હોય છે : ઉભયતર, આત્મતર, પરંતર અને અન્યતર. જે સ્વયં તપ કરતા કરતા બીજાની સેવા પણ કરી શકે છે તે ઉભયતર છે. જે માત્ર તપ જ કરી શકે છે તે આત્મતર છે. જે માત્ર સેવા જ કરી શકે છે તે પરતર છે. જે તપ અને સેવા આ બંનેમાંથી કોઈ એક સમયે એકનું જ સેવન કરી શકે છે તે અન્યતર છે. શિથિલતાવશ ગચ્છ છોડીને પુન: ગચ્છમાં સમ્મિલિત થનાર સાધુ માટે વિવિધ પ્રાયશ્ચિત્તોનું વિધાન કરતાં ભાષ્યકારે પાર્શ્વસ્થ, યથાશ્કેન્દ્ર, કુશીલ, અવસગ્ન તથા સંસક્તનાં સ્વરૂપ પર પણ પર્યાપ્ત પ્રકાશ પાડ્યો છે. પાર્શ્વસ્થ બે પ્રકારના હોય છે : દેશતઃ પાર્શ્વસ્થ અને સર્વત: પાર્થસ્થ. સર્વતઃ પાર્શ્વના ત્રણ ભેદ છે : પાર્થસ્થ, પ્રાસ્વસ્થ અને પાશ0. જે દર્શન, જ્ઞાન, ચારિત્ર વગેરેના પાર્થ અર્થાત સમીપ – તટ પર છે તે પાર્થસ્થ છે. જે જ્ઞાનાદિ પ્રત્યે સ્વસ્થ ભાવ રાખવા છતાં પણ તદ્વિષયક ઉદ્યમથી દૂર રહે છે તે પ્રાસ્વસ્થ છે. જે મિથ્યાત્વ વગેરે. પાશોમાં સ્થિત છે તે પાશી છે. જે સ્વયં પરિભ્રષ્ટ છે તથા બીજાને પણ ભ્રષ્ટાચારનું શિક્ષણ આપે છે તે યથાચ્છન્દ – ઇચ્છાછન્દ છે. જે જ્ઞાનાચાર વગેરેની વિરાધના કરે છે તે કુશીલ છે. અવસગ્ન દેશતઃ અને સર્વત: ભેદથી બે પ્રકારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org