Page #1
--------------------------------------------------------------------------
________________
સંસ્કાર, જીવનવિજ્ઞાન
અને અધ્યાત્મ
III TITLE
of Private & Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
સંસ્કાર જીવનવિજ્ઞાન
અને અધ્યાત્મ
લેખક પૂજ્ય સંતશ્રી આત્માનંદજી
- પ્રકાશક શ્રી સત્કૃત સેવા સાધના કેન્દ્ર સંચાલિત . શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા - ૩૮૨ ૦૦૭, (જી. ગાંધીનગર, ગુજરાત ફોન : (૦૭૯) ૨૩૨૭ ૬૨૧૯ / ૬૪૮૪
ફેક્સ : (૦૭૯) ૨૩૨૭ ૬૧૪૨ E-mail : srask@rediffmail.com www.shrimad-koba.org
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક : જયતંભાઈ શાહ પ્રમુખ : શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર (શ્રી સત્કૃત સેવા સાધના કેન્દ્ર દ્વારા સંચાલિત) કોબા-૩૮૨ ૦૦૭, (જી. ગાંધીનગર, ગુજરાત
આવૃત્તિ
: પ્રથમ - ૨૦૦૦
દ્વિતિય - ૨OOO
સને
: "
સં. ૨૦૫૭ – તા. ૧૫-૧૨-૨૦૦૦ સં. ૨૦૬૨ – તા. ૦૨-૧૨-૨૦૦પ
પ્રાપ્તિ સ્થાન : શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા
મુદ્રક
: ડ્રીમ ગ્રાફિક્સ
સાબરમતી, અમદાવાદ મો : ૯૪૨૬૩ ૬૦૨૪૧
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
માનવજીવનનું સાફલ્ય શું? આ મોંઘેરું માનવજીવન મળ્યું છે, એને કઈ રીતે કૃતાર્થ કરી શકીએ? પ્રત્યેક માનવીની આ સૌથી મોટી મૂંઝવણ છે. આવી મૂંઝવણમાંથી બહાર આવવા માનવી માર્ગદર્શન ઝંખે છે. આ ગ્રંથમાં વ્યક્તિને એની પોતાની આજની જિંદગી કેવી રીતે સફળ કરવી તે અંગેનું બહુમુખી માર્ગદર્શન આલેખ્યું છે. એક સામાન્યમાં સામાન્ય એવા અદના આદમીથી માંડીને અલગારી મસ્તયોગી સુધીના વર્તમાન દુનિયાના સમસ્ત મનુષ્યોને પોતાના રોજબરોજના જીવનમાં કોઈને કોઈ રીતે ઉપયોગો થઈ શકે તેવું વિવિધલક્ષી, વૈવિધ્યપૂર્ણ, સાત્ત્વિક અને તાત્ત્વિક પાથેય આપવાનો આ ગ્રંથનો ઉપક્રમ છે.
* ગ્રંથનો વિષય
આ ગ્રંથનું નામાભિધાન જ તેના વિષયને સૂચિત કરે છે. માનવીને જીવનપ્રગતિના ઉર્ધ્વ માર્ગે આરોહણ કરવા માટે પાયારૂપી જ્ઞાન, શ્રદ્ધા, ઉપાસનાદિ અનેક સાધનો આવશ્યક છે. જીવનના બહુમુખી વિકાસ અને સાફલ્ય માટે જરૂરી એવાં બધાં જ સાધનોને આવરી લેતું સાત્ત્વિક્તાવર્ધક પાથેય આ ગ્રંથમાં સમાવિષ્ટ છે.
આમાં જેમ જીવનને ઉપયોગી માહિતી છે, તો એની સાથોસાથ પ્રયોજનભૂત જ્ઞાન અને સુવિચારો છે. વળી સદાચારનું મહત્ત્વ દર્શાવ્યું છે. સુયુક્તિનો આશ્રય છે, તો એની સાથે શાસ્ત્રજ્ઞાનનો સમાદર પણ છે. પુરુષાર્થની પ્રેરણાની સાથે પ્રારબ્ધની સ્વીકૃતિ પણ છે. યોગ્ય અવલંબનનો સ્વીકાર છે, તો સ્વસન્મુખ દૃષ્ટિનો લક્ષ પણ દર્શાવેલ છે. સદ્ગુરુનો મહિમા છે, તો સત્પાત્રતાની આવશ્યકતાનું પણ એટલું જ મહત્ત્વ આલેખ્યું છે. ક્ષમા, વિનય, વૈરાગ્ય, સરળતા આદિનો મહિમા ગાયો છે; તો શુદ્ધ આત્મબોધની અત્યંત ઉપયોગિતા પણ સ્વીકારી છે. સાહસની જરૂર દર્શાવવાની સાથે સમાધાનની ભૂમિકા યોગ્ય સંદર્ભમાં પ્રગટ કરી છે. પ્રાચીન ઉત્તમ
III
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રણાલિકાઓનું અનુસરણ છે, તો અર્વાચીન વૈજ્ઞાનિકતાને પણ યથાયોગ્ય રીતે આવકારી છે. શ્રદ્ધાને શ્રેષ્ઠ ગણી છે તો વિવેકની અને પરીક્ષાપ્રધાનપણાની ઉપયોગિતા પણ સ્વીકારી છે. આમ સમગ્રતયા સર્વાંગ ઉન્નતિ માટે જ્યાં-જ્યાં જે જે આવશ્યક છે ત્યાં ત્યાં તેનો સ્વીકાર કરીને, મનુષ્યનું આત્મબળ જેનાથી વધે તેવા સર્વ પાસાઓને રજૂ કર્યા છે.
આવા અભિગમને લીધે આ ગ્રંથ વિદ્યાર્થી, શિક્ષક, બાળક, માતાપિતા, મજૂર, ઉદ્યોગપતિ, નોકર, શેઠ, યુવાન, પ્રૌઢ, વૃદ્ધ, સ્ત્રી, પુરુષ, ગરીબ, તવંગર, આસ્તિક, નાસ્તિક, અભણ (અક્ષરજ્ઞાનવિહીન), ભણેલા, સ્વદેશી, પરદેશી, સામાન્ય જિજ્ઞાસુ કે સજ્જન, પટવાળા કે મોટા સરકારી અમલદાર, જમીનદાર, ખેડૂત, સામાન્ય પ્રજાજન, સાંસદ, કેબિનેટ કક્ષાના પ્રધાન, સમાજસેવક, મનોવૈજ્ઞાનિક, ગૃહસ્થ, બ્રહ્મચારી, દીક્ષા સંન્યાસના ઇચ્છુક અભ્યાસી વૈરાગ્યવાન વ્યક્તિથી માંડીને ઉત્તમ મુમુક્ષુ, જ્ઞાની, આત્મસાક્ષાત્કારી, મહાન સંત - એમ સર્વને અર્થાત્ વર્તમાનકાળની સમસ્ત માનવજાતની કોઈ પણ વ્યક્તિને એમાંથી વધતા ઓછા પ્રમાણમાં પોતાને માટે કંઈક જીવનોપયોગી સામગ્રી ઉપલબ્ધ થઈ રહેશે, એમ માનીએ છીએ.
અહીં વાચકને પ્રશ્ન થાય કે આવું વિવિધતાયુક્ત અને ભિન્ન ભિન્ન ક્ષેત્રનું જ્ઞાન માત્ર આ એક ગ્રંથમાંથી કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? આ પ્રશ્નનું સમાધાન એ છે કે આ ગ્રંથના ત્રણ ખંડોના વિભાગોની ગૂંથણી જ એવી રીતે કરી છે કે જેથી માનવ-ઉન્નતિ માટેના લગભગ તમામ પાસાઓ સંક્ષેપમાં આમાં આવરી લેવાય. વર્તમાનકાળના સંદર્ભને અનુલક્ષીને, જિજ્ઞાસુને તે વિશેષપણે ઉપયોગી થઈ શકે તેવો અભિગમ પણ રાખ્યો છે.
સંસ્કાર
માનવવ્યક્તિત્વના સર્વાંગી ઘડતર માટે અને એની ઊર્ધ્વગામી વિકાસયાત્રા માટે મન-વચન-કાયાની જે કોઈ સત્પ્રવૃત્તિ કરવાની પ્રેરણા મળે તેને સંસ્કાર કહી શકાય. ઉમદા વિચારો, હિત-મિત-પ્રિયવાણી અને સત્કાર્યોમાં નિરંતર ઉદ્યમ કરવારૂપ પ્રેરણા આ વધું મુખ્યપણે સંસ્કારમાં
IV
Page #6
--------------------------------------------------------------------------
________________
સમાવિષ્ટ થાય છે. આવા સંસ્કારોના અનેક પાસાઓ છે. અહીં સર્વ ધર્મદર્શનના અનુયાયીઓને માન્ય હોય તેવા આધ્યાત્મિક ઉન્નતિમાં ઉપયોગી સદ્ગુણોનો વિકાસ દર્શાવવાનો ઉપક્રમ છે. મનુષ્ય સારો નાગરિક, સજ્જન અને માનવતાવાદી બને તેવી વૈચારિક સમજણ જાગૃત થાય એ પ્રકારની જીવનપદ્ધતિ અને જીવનઅભિગમ કઈ રીતે અપનાવી શકાય તે દર્શાવ્યું છે. જીવન વિજ્ઞાન
માનવી ગ્રંથોમાંથી, ઇન્દ્રિયો દ્વારા કે પ્રયોગશાળા મારફતે જ્ઞાન મેળવે છે. પણ તેથી આગળનું જે સત્ય અને દિવ્યજ્ઞાન આપનારું વિશેષજ્ઞાન કઈ રીતે અને કયા ક્રમથી પ્રાપ્ત થાય તેનો આ ખંડમાં મુખ્યપણે નિર્દેશ કર્યો છે; કારણ કે આત્મજ્ઞાનની સ્વીકૃતિ વગરનું ગમે તેટલું જ્ઞાન મનુષ્યને જીવનમાં સાચી શાંતિ કે આનંદનો અનુભવ કરાવી શકતું નથી. પિરણામે નીતિ અને ન્યાયના સામાન્ય સિદ્ધાંતોને અનુકૂળ થઈને, જેના દ્વારા ક્રમશઃ સત્સંગ, સદ્ગુણો, સદ્વિચાર અને શુદ્ધ આત્મવિચારની શ્રેણિથી ખરેખરું અધ્યાત્મજ્ઞાન પ્રગટે તેવું વિવિધલક્ષી પાથેય અને તે પ્રાપ્ત કરવામાં સહયોગી એવા મહાજ્ઞાની પુરુષોના રચેલા સગ્રંથોનો પણ આમાં આવશ્યકતા પ્રમાણે નિર્દેશ કરવામાં આવ્યો છે.
અધ્યાત્મ
આ વિશ્વનું સર્વશ્રેષ્ઠ તત્ત્વ તે ચૈતન્ય છે, જે આપણે પોતે જ છીએ. પોતાના આ સ્વરૂપની શ્રદ્ધા થાય, તેનો લક્ષ થાય, તેના પ્રત્યે મનુષ્યની ચિત્તવૃત્તિ પ્રેરાય અને તેમાં જ વિશ્રાંતિ પામે એવું જે કોઈ પવિત્ર કાર્ય, ભાવના, અભિગમ કે ઉદ્યમ હોય તેને અધ્યાત્મ કહી શકાય. પરમાર્થ પ્રાપ્તિ તો માત્ર આત્મસાક્ષાત્કાર અને આત્મસમાધિથી જ થઈ શકે છે; છતાં તેનો અંગુલિનિર્દેશ યથાશક્તિ, યથાસ્થાને આ ખંડમાં કરવામાં આવ્યો છે. આવા ઉત્તમ વ્યક્તિત્વનો વિકાસ અધિકૃત સાધનોથી કરી શકાય તે માટે પરમ ઉપકારી મહાન તીર્થંકરો, આચાર્યો અને ૠષિ, મુનિ, ધર્માત્મા-સંતોની વાણીને અનુસરીને, અહીં યથાયોગ્ય નિર્દેશ કરવામાં આવ્યો છે તે ભવ્ય
Page #7
--------------------------------------------------------------------------
________________
આત્માઓને આનંદપ્રદ અને પ્રેરણાદાયક બનો !
આ ગ્રંથમાં થયેલા વિધાનોની અધિકૃતતા કેવી અને કેટલી ગણવી એવો બીજો પ્રશ્ન પણ પાઠકોને થાય, તેનો યથાશક્તિ ઉત્તર નીચે પ્રમાણે જાણવો. ૧. પૂર્વે થયેલા અતિ મહાન સપુરુષોના ઉપદેશને અનુરૂપ હોવાથી તેની
સત્યાર્થતા સ્વીકારવી જોઈએ. તેનું આલેખન કરનાર વ્યક્તિના વર્તમાન જીવનની ત્રેપન વર્ષોની જીવનસાધના અને અનુભૂતિનું નવનીત તેમાં ઉમેરવામાં આવ્યું છે. વળી તે સાધનાની પ્રેરણા આઠ-નવ વર્ષની કુમળી વયથી જ જેના અનુસંધાનથી સંભવ બની તેવી પૂર્વભવની સાધનાના સંસ્કારોની અસર
પણ તેમાં વિશિષ્ટ યોગદાન આપનારી નીવડી છે. ૩. જેટલો બને તેટલો સુયુક્તિનો સહયોગ લઈને, માનવજીવનના સારરૂપ
એવી સમતાની પ્રાપ્તિનું (અર્થાત્ અજ્ઞાન-રાગ-દ્વેષનો અભાવ કરી સમભાવ-શાંતિ-શુદ્ધાત્મજ્ઞાન પ્રગટે તેવા પ્રકારોનું) તેમાં નિષ્પક્ષ નિરૂપણ કરેલ છે. પૂર્વાપર વિરોધ ન આવે અને બધા પાસાઓથી સત્યનું નિરૂપણ અને અનુસરણ થાય તેવી ગુણગ્રાહક સ્યાદ્વાદશૈલીનું
તે માટે અવલંબન લીધું છે. ૪. વર્તમાન જિંદગીમાં, સેંકડો ગુણિયલજનો, સંતો, યોગીજનો અને
ધર્માત્માઓના ઘનિષ્ટ સમાગમના ફળરૂપે અને તેમની પ્રેરણા અને કૃપાથી જે કાંઈ ઉપલબ્ધિ થઈ તે ખરેખર તો તેમની જ કૃપાપ્રસાદી છે. આ સેવકનું એમાં કાંઈ પણ સ્વામિત્વ નથી એમ નિશ્ચયથી જાણવું.
જે વિષયોનું આલેખન કર્યું છે, તેનો રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગ થઈ શકે તે દૃષ્ટિકોણને મુખ્યપણે નજર સમક્ષ રાખીને સંક્ષેપમાં આલેખન કર્યું છે. એ વિષયોને વિસ્તારથી સમજવા માટે તે વિષયોના અન્ય સ્વતંત્ર ગ્રંથો જોવા જરૂરી ગણાય. અધ્યાત્મ-વિષયક જ્ઞાન, માત્ર ગુરુગમથી અને સુપાત્રતા સહિત પ્રાપ્ત કરવામાં આવે તો જ પરમાર્થપ્રાપ્તિનું કારણ થઈ શકે છે, તેમ નિઃશકપણે જાણવું.
VI
Page #8
--------------------------------------------------------------------------
________________
આમ, આ ગ્રંથમાં આલેખાયેલા પાથેયને સમગ્રપણે લક્ષમાં લઈએ તો તેને અંગ્રેજીમાં કંઈક આવું નામ આપી શકાય, “Abbreviatied encyclopaedia of equanimity - promoting enlightened way of life.''
અહીં પ્રતિપાદિત થયેલા સત્ય બોધના આશયને સત્સંગના યોગે સાપેક્ષપણે સમજી, તેનો જીવનમાં સાચો પ્રયોગ કરવામાં આવશે તો તેથી ઉત્તરોત્તર સર્વાંગ જીવન-ઉત્કર્ષની, દિવ્યજ્ઞાનની અને અલૌકિક આનંદની પ્રાપ્તિ થશે એવો અમારો સ્વયં અનુભવ છે. તે અન્ય સર્વ ધર્મજિજ્ઞાસુઓને પણ યથાપદવી પ્રેરણા, પ્રગતિ, શાંતિ અને આનંદ આપનારો બની રહો. ગ્રંથની ઉપયોગિતા
૧. આ ગ્રંથ સામાન્ય મનુષ્યને પણ કંઈક અંશે ઉપયોગી બનશે, કારણ કે તે પણ પોતાનું જીવન સંસ્કારી, ઉમદા અને સજ્જનને શોભે તેવું બનાવવા તો ઇચ્છે જ છે.
૨.
આ ગ્રંથ ધર્મ, તત્ત્વજ્ઞાન અને ઇતિહાસના વિદ્યાર્થીને અને તત્ત્વજિજ્ઞાસુને લાભદાયી થશે, કારણ કે તેને આમાંથી સંક્ષેપમાં સારી એવી ઉપયોગી માહિતી પ્રાપ્ત થશે.
૩. ધર્મવક્તવ્યો આપનાર, તેમ જ વિદ્વાન વક્તા કે સ્વાધ્યાયકાર બનનાર માટે આ ગ્રંથ વિશેષ ઉપયોગી બનશે, કારણ કે તેને માટે આમાં ઘણાં પ્રકારનું વિવિધલક્ષી જીવનોપયોગી પાથેય (માહિતી) આપ્યું છે.
૪. મુખ્યત્વે તો પ્રત્યેક સાધકને ઉપયોગી છે. જઘન્ય, મધ્યમ અને ઉત્તમએમ ત્રણેય કક્ષાના સાધકને અધ્યાત્મદૃષ્ટિ અને આત્મલક્ષ વર્ધમાન કરવા માટેની પુષ્કળ સામગ્રી અનેક દૃષ્ટિકોણથી અહીં પીરસવામાં આવી છે.
ભક્તિમાર્ગી હોય, જ્ઞાનમાર્ગી હોય, યોગાભ્યાસી હોય કે અનાસક્ત કર્મયોગનો અભ્યાસી હોય-દરેકને પોતપોતાને યોગ્ય અને ઉપકારક વિચાર સામગ્રી આપીને તેની જિજ્ઞાસા સંતોષવા પ્રયત્ન કર્યો છે.
VII
Page #9
--------------------------------------------------------------------------
________________
આ ગ્રંથના પાથેયને ગુરુગમ સહિત રૂડી રીતે અનુસરતાં એવાં, કોઈ પણ સાધકને મોક્ષ-માર્ગની સિદ્ધિની અમે ખાતરી આપીએ છીએ; કારણ કે તેમાં આલેખાયેલું પ્રયોજનભૂત જ્ઞાન અનુભવની સરાણે કે સુયુક્તિ સહિત સન્શાસ્ત્રોની સરાણે ચઢાવીને જ અમે પ્રસ્તુત કર્યું છે;
કોરા અવતરણ રૂપે નહીં. ૫. અફસોસ છે કે આ ગ્રંથ મતના હઠાગ્રહીને ઉપયોગી નથી, કારણ કે
તેને “સત્'નો ખપ જ નથી. એટલું જ નહીં, જ્યારે તેને નિષ્પક્ષપણે સતુ સમજાવવામાં આવે ત્યારે પૂર્વના અસત્વાસનાના સંસ્કારોને વશ થઈ તે પોતાના મતનો જ હઠાગ્રહ કરી, તીવ્ર કષાયી બનીને પોતાનું જ અહિત કરે છે. સત્ય બહુમુખી છે અને તેનાં અનેક પાસાઓ છે એવું ન માની શકનારા એકાંતવાદી, હઠાગ્રહી, કદાગ્રહી, મતાગ્રહી, દુરાગ્રહી મનુષ્યને આ ગ્રંથ અરુચિકર લાગે છે. એનું ભવિતવ્ય એને મુબારક હો, અમે તેમાં મધ્યસ્થ છીએ.
અત્યંત નમ્રતાપૂર્વક સર્વે સાચા જ્ઞાની ધર્માત્માઓ તેમજ એવા જ સાધુસંતો આદિને વંદન કરીને એ જણાવવાની પણ રજા લઉં છું કે જેવો શુદ્ધાત્મજ્ઞાનપ્રકાશ આ દેહધારીને વિષે પ્રકાશ પામ્યો છે તેવો આ વર્તમાન દુનિયાના છ અબજ ઉપરાંત મનુષ્યોમાંથી માત્ર આંગળીને વેઢે ગણાય તેટલાને જ મુશ્કેલીથી પ્રગટ્યો હોય તેવું સંભવે છે. આ વાત, આગલા જન્મોની સાધનાના અનુસંધાન ઉપરાંત છેલ્લા પ૩ વર્ષની વર્તમાન જિંદગીની સાતત્યભરી સાધના તથા અનેક સાધક, સાધુ, સંતો, વિદ્વાનોના સારા એવા પરિચય પછી યોગ્ય રૂપે પ્રગટેલા દિવ્યજ્ઞાનના આધારે કહી છે, તે ભવ્ય મનુષ્યોના હૃદયને પુલકિત કરનારી બનો ! '
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
પ્રભુ-ગુરુ-સેવક
આત્માનંદ
VIII
Page #10
--------------------------------------------------------------------------
________________
સંસ્કાર
ઉમદા માનવ, સજ્જન તેમજ જીવનના ઉત્કર્ષને ઇચ્છતા સર્વ મનુષ્યો માટે
s - ૧
૧. જીવનોપયોગી ઉન્નતિકર સામગ્રી ૨. માનવસેવાનું માહાભ્ય ૩. પ્રકીર્ણ અને ઉમદા સાહિત્યિક અવતરણો ૪. રસપ્રદ જ્ઞાનવર્ધક ઐતિહાસિક માહિતી ૫. પાયારૂપ સદ્ગુણોનો વિકાસ ૬. selected Noble, Inspiring and
Informative Thoughts
s -
૨
Page #11
--------------------------------------------------------------------------
________________
સંસ્કાર
Page #12
--------------------------------------------------------------------------
________________
૧.
૨.
3.
૪.
૫.
સંસ્કાર
જીવનોપયોગી ઉન્નતિકર સામગ્રી
આજનો સુવિચાર
મારું આજનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક બજાવીશ, પરંતુ તેથી આગળ શું થશે તે ઈશ્વર પર છોડી દઈશ.
દરેક મનુષ્યની માફક હું પણ સમાજનું જ એક અંગ છું. એક શિષ્ટ અને સમજદાર નાગરિક તરીકે મારે ફરજ બજાવવાની છે; જેથી સમાજ પણ શિષ્ટ અને સુદૃઢ બની શકે.
મારા વિચારો, નિર્ણયો અને કાર્યોની જવાબદારી મારી પોતાની જ છે. તેનું પરિણામ આવે ત્યારે દોષનો ટોપલો બીજા પર કેવી રીતે ઢોળાય?
અનેક વિપરીત સંજોગોમાં પણ હું ઠંડુ દિમાગ રાખીને વર્તીશ. બીજાનો વાંક કાઢ્યા વિના મારી જાતને ઢંઢોળીશ કે મારી તો ક્યાંક ભૂલ નથી થતીને? જો થતી હોય તો સુધારવા હંમેશાં તત્પર રહીશ.
ગમે તેટલો કામનો બોજો હોય તો પણ થોડી ક્ષણ તો શાંત બેસીને પ્રભુના સાન્નિધ્ય માટે પ્રયત્ન કરીશ.
૬. બીજાઓની ઉન્નતિ જોઈને મનમાં ઇર્ષા નહીં કરું, ઉલટો હર્ષ પામીશ. સુખી થવાની એક ચાવી એ છે કે બીજાના સુખને જોઈને અને બીજાને સુખ આપીને જ આપણે સુખી થઈ શકીએ, કારણ કે આપણે એકલપેટા સુખી બની શકતા નથી.
-૭-૧
Page #13
--------------------------------------------------------------------------
________________
ન સંસ્કાર - - થોભો અને અનુભવો ૧. ગમે તેટલી ભીડભાડ હોય તો પણ થોડી ક્ષણ વિશ્રાંતિ લેજે.
તેથી જીવનમાં પુનઃ શક્તિનો સંચાર થશે. ૨. તું ગમે તેટલો અલમસ્ત કે અમલમસ્ત હોય તો પણ નમ્ર
જ બની રહેજે, કારણ કે તો જ તું સૌની સાથે મિત્રતાનો
અનુભવ કરી શકીશ. ૩. આજીવન વિદ્યાર્થી બની રહેજે, જ્ઞાનાર્જન માટે તે આવશ્યક છે. ૪. સંપત્તિ હોય તે પ્રમાણે દાન આપવાનું ચાલુ જ રાખજે.
સંતોષનો અનુભવ કરવાનું તે શ્રેષ્ઠ સાધન છે. ૫. સહજ સ્મિત તે અંતરની પ્રસન્નતાનું અને પરમાર્થ પ્રેમનું
પ્રતિક છે; તેના દ્વારા તન-મન-ધન-સુયશનો સ્વાભાવિક લાભ થાય છે. પરિશ્રમ અને વિશ્રામનું સંતુલન તે જીવનની સફળતાનો
આધાર છે. ૭. પ્રેમ, પ્રભુપ્રાર્થના, પરાક્રમ, પ્રારબ્ધસ્વીકૃતિ – આ બધાના
સુમેળથી સફળતા સાંપડે છે. થોડી થોડી કરેલી દરરોજની બચત અણીના સમયે જીવનમાં ઉપયોગી થાય છે. જીવનમાં જેમ હકીકતો અને અનુભવોનું મૂલ્ય છે તેમ કોઈ વખત કલ્પનાશીલતા પણ હળવાશ અનુભવવા માટે ઉપયોગી છે. કવિના જીવનનું તો તે મુખ્ય અંગ છે; માટે જ કહ્યું,
s- ૨ |
Page #14
--------------------------------------------------------------------------
________________
– સંસ્કાર - જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ” ૧૦. સફળ જીવનનાં ત્રણ મુખ્ય સાથી : સમજણ, ધીરજ અને
વિશ્વાસ.
ધન સંબંધી પુરુષાર્થ ધન કમાવું એ ગૃહસ્થની સામાન્ય જીવન જીવવા માટેની એક ફરજ છે; પરંતુ તે જીવનનું મુખ્ય અને અંતિમ ધ્યેય નથી. તું પોતાને શેઠિયો માને છે, પણ તું તો વેઠિયો છે; કારણ કે તારું ધન ખરેખર તેટલું જ કહેવાય કે જેટલું તું વાપરે.
માટે જ કહ્યું છે કે : “હાથે તે સાથે.” ૩. પોતાનું વસિયતનામું બનાવતા પહેલા ખૂબ વિચાર કરવો.
પોતાની સંપત્તિનો ચોક્કસ હિસ્સો અવશ્ય સત્કાર્યો માટે ફાળવવો જોઈએ. કોઈ અનુભવી કે સાચા સંતને મળીને, યોગ્ય માર્ગદર્શન મેળવી, પોતાની શ્રદ્ધા પ્રમાણે જુદા જુદા સત્કાર્યો માટે રકમ ફાળવવી અને અમુક રકમ પોતાની
હયાતિમાં જ પ્રસન્ન ચિત્તથી સારા કામ માટે વાપરવી. ૪. સંસ્કાર વિનાની સંપત્તિ ઘરમાં આવે તો બુદ્ધિ અને ચારિત્રનો
નાશ કરી નાખે છે. ૫. સર્વ પાપનો બાપ તે લોભ છે.
પેટ ભરવા માટે કમાય તો ઓછું પાપ લાગે, પણ પટારો ભરવા માટે કમાય તો વધુ પાપ લાગે, અને તોય પટારો તો કદાપિ ભરાઈ શકે જ નહીં, માટે સાચી સમજણથી સંતોષ કેળવવો.
wi
s- ૩
Page #15
--------------------------------------------------------------------------
________________
( સંસ્કાર ) ક પૈસો, ધન અને લક્ષ્મી – આ બધા વચ્ચે ઘણો ફેર છે.
પૈસો : જેને પ્રાપ્ત કરવા માટે વધારે પડતી મહેનત કરવી પડે, સાથે સાથે તીવ્ર પાપનું આચરણ કરવું પડે, જે ઘરમાં આવ્યા પછી અનેક પ્રકારના ઝઘડા, કુસંપ, વેર-ઝેર, રોગ અને અશાંતિનાં કારણો બને તો સમજવું કે આ ખાઉધરો મહેમાન આપણા ઘરમાં પેસી ગયો છે અને થોડા સમયમાં ચોરી કરીને પાછો નાસી જવાનો છે. આવા પૈસાથી ઘરનાં સભ્યોની બુદ્ધિ બગડી જાય છે અને દાન, ધર્મ, ભક્તિ, અતિથિસત્કાર વગેરે સારી પ્રવૃત્તિઓ પણ ઓછી થઈ જાય છે.
ધન : અહીં, મધ્યમ કક્ષાના પુરુષાર્થ અને સામાન્ય પાપથી ધનની કમાણી થાય છે. બુદ્ધિ બગડતી નથી અને આવા ધનનું રોકાણ સારી જગ્યાએ થવાથી તેની ક્રમશઃ વૃદ્ધિ થાય છે. દાનપુણ્યની સામાન્ય ભાવના જળવાઈ રહે છે અને કૌટુંબિક સંબંધો બગડતા નથી.
લક્ષ્મી : આ જમાનામાં ભાગ્યે જ કોઈને ઘેર લક્ષ્મી હોય છે. અલ્પ ઉદ્યમ અને નજીવા આરંભથી ઘણી આવક થાય તેને લક્ષ્મી કહીએ છીએ. ઘરમાં તેનો પ્રવેશ થતાં સંપ, શાંતિ, પ્રેમ, વિનય, પરસ્પર સહયોગ આદિ વધે છે. રોગ વગેરે સામાન્યપણે આવતા નથી અને આવે તો શાંત થઈ જાય છે.
જીવન અને ભોજન : અન્ન અને પ્રાણને નિકટનો સંબંધ છે. “જેવું ખાય અન્ન તેવું થાય મન, જેવું પીએ પાણી તેવી બોલે વાણી’ આ બધી
૧.
s- ૪
Page #16
--------------------------------------------------------------------------
________________
ન સંસ્કાર - ઉક્તિઓ અનુભવી પુરુષોએ ખૂબ વિચારપૂર્વક લખેલી છે. સુખી જીવન માટે સ્વચ્છ, સાત્વિક અને શાકાહારી ભોજન ઘણું જ ઉપકારી છે. આપણા દેશમાં માંસાહારનું પ્રચલન ચિંતાજનક છે અને તેમાં પણ હૂંડિયામણ કમાવા માટે આપણા પશુધનની આડેધડ કતલ કરીને તેની નિકાસ કરવી તે આપણી અહિંસક અને પંચશીલની ભાવનાથી તદન વિપરીત છે. ચાવવા માટેના દાંત, આંતરડાની લંબાઈ વગેરેનો અભ્યાસ સૂચવે છે કે માનવ સ્વાભાવિકપણે શાકાહારી પ્રાણી જ છે. રસલોલુપતા અને ખોટી રૅશનના પ્રવાહમાં ન તણાઈ જઈએ, નવી નવી શાકાહારી વાનગીઓ નવી પેઢીને આપીએ અને ઘરમાં જ સારી વાનગીઓ બનાવીએ તો નવી પેઢીને વિદેશના પ્રભાવવાળી હોટેલોમાં જતી ઓછી કરી શકાય અને સ્વસ્થ, સંસ્કારી અને સગુણ સંપન્ન જીવન પ્રત્યે વળી શકાય. જીવનોપયોગી - સમાજોપયોગી માહિતી ભગવાન, ગુરુ, રાજા, વૈદ્ય અને જ્યોતિષ - આ પાંચને મળવા જવું હોય તો ભેટ અવશ્ય લઈ જવી જોઈએ. હૃદયમાં જેવું છે તેવું વાણીમાં લાવો. જેવું વાણીમાં લાવો
તેવું વર્તનમાં લાવવાનો પ્રયત્ન કરો. ૩. જીવનને ઉન્નત બનાવવા માટે સત્સંગ, સદ્વાચન, સવિચાર
અને સગુણવિકાસ અવશ્ય સેવવાં જોઈએ. ૪. જેની પાસે જે વસ્તુઓ હોય તેની પાસેથી તે વસ્તુઓ પ્રાપ્ત
%
=
જે
IS-4.
Page #17
--------------------------------------------------------------------------
________________
સંસ્કાર
થઈ શકે છે એમ કહેવું તે યુક્તિયુક્ત છે. જ્ઞાનની પ્રાપ્તિ માટે જ્ઞાનીની સમીપ રહીને ઉપાસના કરવી.
ધીરે સે બોલો, પ્રેમ સે બોલો, આદર દેકર બોલો, જરૂરત હોને પર બોલો.” જે મનુષ્ય લોકોથી, સ્વજન-કુટુંબ આદિથી અને અસફળતાથી ડરી જાય તે મહાન કાર્ય કરી શકે નહીં. “ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે” – આ સૂત્રનો જીવનમાં વારંવાર પ્રયોગ કરો. આપણી વાણી તે આપણા અંતરંગ વ્યક્તિત્વનું પ્રતિબિંબ
ગણી શકાય. ૯. આપણા વ્યક્તિત્વના બે અગત્યનાં પાસાં છે; એક વિચારનું
પાસું અને બીજું આચારનું પાસું. આ બન્નેનો એકબીજા ઉપર સ્પષ્ટ પ્રભાવ પડે છે; માટે ત્વરાથી વ્યક્તિત્વવિકાસના ઇચ્છુક
બન્ને પાસાઓને મજબુત કરવાં જોઈએ. ૧૦. સારા મૃત્યુ માટે સારું જીવન જીવવું. ૧૧. સમજીને સુધરે તો જીવન ઉન્નત બને. ૧૨. સમય આપણા હાથમાં નથી, પણ સમયનો સદુપયોગ કરવો
તે આપણા હાથમાં છે. ૧૩. કોઈ પણ કાર્ય કરતી વખતે (૧) પ્રમાદ, (૨) મોડા થવું,
(૩) વચમાં છોડી દેવું, (૪) થાક લાગે ત્યારે છોડી દેવું – આ ચાર દોષ ન આવવા જોઈએ.
s-૬
Page #18
--------------------------------------------------------------------------
________________
( સંસ્કાર - સભ્યતા અને સંસ્કારિતા
સામાન્ય રીતે વિચારીએ તો મનુષ્યના જીવનના બાહ્ય પરિવેશને જે સુશોભિત બનાવે તેને સભ્યતા કહીએ અને માનવજીવનના અંતરંગ વ્યક્તિત્વને જે સુશોભિત કરે તેને સંસ્કાર કહીએ. જોકે સામાન્યપણે તો જીવનને બંને પ્રકારના વ્યક્તિત્વથી સુશોભિત કરવાનું છે, તેથી તે અપેક્ષાએ વિચારતાં સભ્યતા અને સંસ્કારિતા એકબીજા સાથે સંકળાયેલા છે. બીજી રીતે વિચારીએ તો એમ પણ કહી શકાય કે અર્થ અને કામ એ બે પ્રકારના પુરુષાર્થના સર્વતોમુખી વિકાસના સાધનો, પ્રક્રિયાઓ અને પ્રયત્નોનો સમાવેશ મુખ્યપણે સભ્યતાના વિકાસમાં ગણી શકાય. ધર્મ અને મોક્ષ એ બે પુરુષાર્થોને અગ્રિમતા આપીને તેના વિકાસમાં પ્રેરણા, માર્ગદર્શન અને સહકાર આપવાની જેમાં મુખ્યતા હોય તેવા સાધનો, પ્રક્રિયાઓ અને પ્રયત્નો કે જેમના દ્વારા જીવનને સમીચીન અને સ્વપરકલ્યાણકારી બનાવી શકાય તે બધાનો સમાવેશ મુખ્યપણે સંસ્કારિતામાં થાય છે.
પાશ્ચાત્ય વિચારધારામાં અને જીવનશૈલીમાં ચૈતન્યતત્ત્વનો સ્પષ્ટપણે સ્વીકાર નહીં થતો હોવાથી, સામાન્યપણે તેમાં અર્થ અને કામરૂપ પુરુષાર્થોની જ અત્યંત મુખ્યતા જોવામાં આવે છે. જે કાંઈ ધર્મસંબંધી ઉપદેશ જોવામાં આવે છે તેમાં નૈતિકતાના પાલન દ્વારા સમાજોત્થાનની પ્રક્રિયા જ ગર્ભિત છે. આવો અભિગમ કથંચિત્ ઈષ્ટ હોવા છતાં પરમાર્થધર્મ દ્વારા મોક્ષપ્રાપ્તિનો નિર્દેશ કરનારો ન ગણી શકાય. ટૂંકમાં કહીએ તો તે જીવનવિચારધારામાં Social-Welfare ને જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. True Spiritual Progressનો
Page #19
--------------------------------------------------------------------------
________________
[ સંસ્કાર - તેમાં યથાયોગ્ય નિર્દેશ કે અભિગમ દૃષ્ટિગોચર થતો નથી. આમ, શારીરિક સ્વાચ્ય અને ભૌતિક વિજ્ઞાનના બહુમુખી વિકાસ દ્વારા માત્ર શારીરિક સૌદર્ય, જીવનની બાહ્ય સગવડોની ભરમાર, ઈન્દ્રિય વિષયોના ભોગની મુખ્યતા અને ભલામણ, સંપત્તિની વૃદ્ધિના જ અતિશય પ્રયત્નોમાં જીવનની સમગ્ર શક્તિઓ રોકાઈ જવાને લીધે કૌટુંબિક અને નૈતિક પ્રગતિ માટે આવશ્યક એવા સંતતિના સંસ્કારીકરણની, માનસિક શાંતિની અને સ્વજન-મિત્રો સાથેના હુંફાળા પ્રેમ-વિનિમયની ગૌણતા દ્રષ્ટિગોચર થાય છે.
ઉપરોક્ત વિચારધારાથી ઠીક ઠીક જુદી અને કથંચિત્ વિરુદ્ધ એવી આપણા દેશની વિચારધારા અને જીવનશૈલીનો હવે વિચાર કરીએ. જોકે છેલ્લા ચાર-પાંચ દાયકામાં આપણા દેશવાસીઓએ પણ ઉપરોક્ત ભૌતિકવાદને અપનાવીને પાશ્ચાત્ય વિચારધારાનું અતિશય અને અંધ અનુકરણ કરવા માંડ્યું છે તેમ છતાં, આજે પણ ચૈતન્યતત્ત્વની નિત્યતા અને તેના સચ્ચિદાનંદ સ્વરૂપની સ્વીકૃતિ અને તેની સાર-સંભાળ રાખવાના પ્રયત્નો, આપણા ભારતીય સમાજમાં, થોડા ઘણા અંશે પણ ક્યાંક ક્યાંક જરૂર દેખાય છે. અહીં, શારીરિક સ્વાથ્યની યોગસાધના આદિ દ્વારા રક્ષણ કરવાની વાતનો અને સમાજકલ્યાણનો વિચાર તો સ્વીકાર્ય છે જ; પરંતુ તેથી આગળ જઈને સત્ય-દયા-વિશ્વમૈત્રી-સદાચારપાલનક્ષમા-વિનય-સરળતા આદિ ગુણોના વિકાસને સાધીને ચૈતન્યતત્ત્વનો સાક્ષાત્કાર કરવા ભણી પૂરતું લક્ષ આપવામાં આવ્યું છે. ટૂંકમાં વિચારીએ તો આત્મજ્ઞાન-આત્મસમાધિને જીવનનું અંતિમ અને શ્રેષ્ઠ ધ્યેય માનવામાં આવ્યું છે. આવા ઉચ્ચ ધ્યેય પ્રત્યે લઈ જાય
s - ૮
Page #20
--------------------------------------------------------------------------
________________
સંસ્કાર
તેવી શરીરની ક્રિયાઓ, હિત-મિત-પ્રિયવાણી, દર્શનશાસ્ત્રોનો અને ઉત્તમ સાત્ત્વિક ગ્રંથોનો અભ્યાસ, માતાપિતા-વડીલો-ગુરુઓનો વિનય, જીવનમાં વિલાસિતાની જગ્યાએ ‘સાદુ જીવન અને ઉચ્ચ વિચાર' એ સૂત્રની પ્રતિષ્ઠા, સમસ્ત જીવનમાં સૌની સાથે પ્રેમકરૂણામય વર્તન, સહનશીલ સ્વભાવ આદિ આપણી સંસ્કારપરંપરાને અનુરૂપ વિવિધ પાસાઓ સ્પષ્ટપણે આજે પણ અનેક જગ્યાએ દૃષ્ટિગોચર થાય છે.
આ વાત કાંઈ માત્ર પૌરાણિક કે ઐતિહાસિક જ નથી, પણ વર્તમાન યુગમાં પણ મહાત્મા ગાંધીજી, સી. રાજગોપાલાચારી (રાજાજી), જયપ્રકાશ નારાયણ, સંત વિનોબાજી, કાકા કાલેલકર, રવિન્દ્રનાથ ટાગોર, સ્વામી આનંદ, સ્વામી રામતીર્થ, શ્રીમદ્ રાજચંદ્ર, સરદાર વલ્લભભાઈ પટેલ, લાલબહાદુર શાસ્ત્રી, ઍની બેસન્ટ, મોરારજી દેસાઈ, એસ. રાધાકૃષ્ણન આદિ અનેક જાહેર જીવનની વ્યક્તિઓએ આવી જીવનશૈલીને ચરિતાર્થ કરેલી જ છે. આ ઉપરાંત બીજા અનેક સંત-મહાત્મા-વિદ્વાનો અને ધર્માત્માઓએ આ શૈલીને પોતાના જીવનમાં ચરિતાર્થ કરેલી જ હોય એ કહેવાની તો જરૂર જ નથી; કારણ કે આપણી સંસ્કાર પરંપરાને અને સર્વોચ્ચ એવી અધ્યાત્મવિદ્યાને જીવંત રાખવામાં ભારતીય સંતોનો ફાળો અમૂલ્ય, અનુપમ અને અત્યંત મહત્ત્વનો રહ્યો છે. તેમનું ઉચ્ચ કોટિનું ગદ્યપદ્યમય સાહિત્ય, તેમના ચિત્રપટો અને તેમના જીવનપ્રસંગો આજે પણ ઘેર ઘેર સમસ્ત ભારતીય સમાજમાં ખૂબ સન્માનપૂર્વક પૂજાય છે ગવાય છે વંચાય છે.
આવો, હે ભારતવાસીઓ! આપણી ઉદાત્ત સભ્યતા, તેમજ
as Ea
Page #21
--------------------------------------------------------------------------
________________
સંસ્કાર
સંસ્કાર પરંપરાનું જતન કરવા કટીબદ્ધ બનીએ. ખરાખરીનો જંગ ખેલીએ. મહાત્મા ગાંધીજીએ બતાવેલા ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને અનુસરીએ અને બીજા પણ ઉપર કહ્યાં તેવા જીવનમૂલ્યોનું જતન કરીને આપણી અસ્મીતા જાળવીએ. એમ કરવાથી જ આપણને આ જીવનમાં સુયોગ્ય સંપત્તિ, સંતતિ, શાંતિ અને સુયશ, કરૂણા, સમાધાન અને સૌમનસ્ય, તેમ જ અંતે વિશેષ અભ્યુદય સહિત પૂર્ણ મોક્ષની પ્રાપ્તિ થશે; જે ત્રણ કાળ, ત્રણ લોકની સર્વોત્કૃષ્ટ સિદ્ધિ છે એ વાત સુનિશ્ચિત છે.
પરમાત્મા-સદ્ગુરુઓની કૃપાપ્રસાદીથી આપણું આ અભિયાન સફળ થાઓ! સફળ થાઓ!
નારીનું વ્યક્તિત્વ : ભારતીય પરંપરાના સંદર્ભમાં
કોઈ પણ દેશ કે સમાજની ઉન્નતિનો મુખ્ય આધાર તે દેશની નારીના જીવનના અભિગમ ઉપર ખૂબ જ આધારિત છે. આ મૂળભૂત સત્યના કારણનો વિચાર કરીએ ત્યારે જણાય છે કે નારી, માનવજીવનના સર્વ તબક્કાઓ ઉપર અત્યંત ઘનિષ્ટ પ્રભાવ પાડે છે અને તેથી માનવના વિકાસમાં તેનો ફાળો અત્યંત મહત્ત્વનો છે.
આપણે આ અવિન પર અવતાર લઈએ તે પહેલાના લગભગ નવ મહિના સુધી આપણી માતાના ઉદરમાં રહેવાનું હોય છે. ભારતીય મનીષિઓએ પૂરવાર કર્યું છે કે ગર્ભાવસ્થામાં પણ આપણા જીવનનું સંસ્કારીકરણ ચાલુ જ હોય છે અને તેથી સગર્ભાવસ્થાના માતાઓના આચાર-વિચારની બાળકના ભાવિ ઉપર ખૂબ જ અસર પડે છે. આ વાતની સત્યતા ભારતની સંસ્કૃતિ અને ઇતિહાસ,
-S-૧૦ -
Page #22
--------------------------------------------------------------------------
________________
સંસ્કાર
તીર્થકરોના ગર્ભકલ્યાણકો, માતા મદાલસા, સતી સીતા, અભિમન્યુ, શુકદેવજી, કુંદકુંદાચાર્ય, વનરાજ ચાવડો, છત્રપતિ શિવાજી, મહાત્મા ગાંધી, વિનોબા ભાવે આદિ અનેક મહાનુભાવોના જીવનના અભ્યાસથી આપણને સ્પષ્ટપણે ખ્યાલમાં આવી શકે છે.
જન્મ પછીના પાંચ વર્ષો સુધી બાળકોનો જો કોઈની સાથે વધારેમાં વધારે નિકટનો સંબંધ રહેતો હોય તો તે માતા સાથેનો છે; અને તેથી માતાના સમસ્ત વ્યક્તિત્વની તેના પર એક અમીટ છાપ પડે છે. આજના શ્રીમંતો અને શહેરોમાં કામ કરતી બહેનોને મારે ખાસ આ વાત જણાવવી છે કે તેઓ નાના બાળકને રામા, આયાબાઈ કે સામાન્ય નર્સરી - (બેબી સીટીંગ)ના વિશ્વાસે ન મૂકે. નાના બાળકની માતા નોકરી વગેરે ન કરે તેવી અપેક્ષા ઉત્તમ બાળઉછેર માટે આવશ્યક છે – અનિવાર્ય છે. એક ઉત્તમ માતા સો શિક્ષકો બરાબર છે એમ જે કહ્યું છે તે પરમ સત્ય છે. આમ, ભારતીય નારીના જીવનનું સૌથી અગત્યનું પાસું તે તેનું માતૃત્વ છે.
નારી સ્ત્રી પણ છે. પુરુષની તે અર્ધાગિની છે, તેની પ્રેમદા પણ છે, પ્રેરણા પણ છે, વિશ્રાંતિ છે, સહચરી છે, અનુગામિની છે, અંકિતા છે, પરમ મિત્ર છે અને સર્વ સુખ દુઃખની ભાગીદાર છે. તેનું સન્માન, તેનું શિક્ષણ, તેનું સંરક્ષણ, તેને હૂંફ આપવી અને તેની સર્વ સુવિધા પોષી તેને નિશ્ચિત, નિરામય અને નિઃશંક રહે તેમ કરવું એ પુરુષવર્ગની ફરજ છે. જો પુરુષ તેમ કરતો નથી અને તેને માત્ર વિષયસુખનું સાધન જાણે છે તો તે બ્રાંતિમાં છે, ખોટે રસ્તે છે, દુઃખ પામશે. આ બાબતે પુરુષવર્ગ બરાબર જાગૃતિ કેળવી સ્ત્રીઓને સર્વ પ્રકારે પોતાના જીવનમાં મોભાવાળું
v s-૧૧
Page #23
--------------------------------------------------------------------------
________________
ન સંસ્કાર ) અને સુયોગ્ય સ્થાન આપીને પોતાની જીવનસંગિની તરીકે તેની કદર કરવી જોઈએ.
વ્યક્તિગત સ્તરે આ દેહધારી, ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોનો ખાસ હિમાયતી છે; કારણ કે તેવા ઉત્તમ સંસ્કારોની ભૂમિકામાં જ માનવજીવનનું અંતિમ અને શ્રેષ્ઠ લક્ષ-પરમાત્મપ્રાપ્તિ-મોક્ષ સિદ્ધ થઈ શકે છે. તેથી તે સ્પષ્ટપણે સમાજને કહે છે કે સુખ-શાંતિસમૃદ્ધિ-આરોગ્ય-કલ્યાણની ખરેખર ખેવના હોય તો મૂળ ભારતીય પરંપરાના મૂલ્યો-અહિંસા-સત્ય આદિને ન છોડો. દાન-શીલ-તપ
ત્યાગ આદિને અવશ્ય જીવનમાં સ્થાન આપો અને સાચા જ્ઞાન, દિવ્ય આનંદ અને સગુણોની વૃદ્ધિ કરી સમસ્ત જીવસૃષ્ટિ અને માનવમાત્રને અભયદાન આપે એવા ઉત્તમ ધર્મ - આત્મધર્મ - ને આગળ રાખીને જીવન જીવો. આ વાત મારા દેશની માતાઓએ જેટલી સુંદર અને સહજ રીતે સ્વીકારીને આત્મસાત્ કરી છે તેટલી ભાઈઓએ કરી નથી એમ કોઈ અપેક્ષાએ મને કહેવા દો અને તેથી જ આ જગ્યાએ ભારતીય નારીની શ્રેષ્ઠ સંસ્કારિતાનો નિર્દેશ કરેલ છે. વળી અહીં પુરુષવર્ગને યાદ કરાવી જાઉં છું કે આ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ કહેવાય તેવા તીર્થકરો, મહાન અવતારી પુરુષો, આચાર્યો અને ઋષિ-મુનિઓ તથા જીવનના અન્ય ક્ષેત્રે મહાન સિદ્ધિઓ હાંસલ કરનાર બધાય પ્રતાપી અને પ્રતિભાવંત પુરુષોની વિશ્વને ભેટ કરનાર પણ આ મારી માતાઓ જ છે. મારા વ્યક્તિગત જીવનના વિકાસમાંથી મારી માતા, ધર્મપત્ની, બહેન અને અન્ય મહિલાઓએ આપેલો ફાળો બાદ કરું તો એક મોટો શૂન્યાવકાશ ઊભો થાય એમ કહેવામાં હું નાનપ અનુભવતો નથી.
1 s. ૧૨
Page #24
--------------------------------------------------------------------------
________________
સંસ્કાર
આવા શ્રેષ્ઠ માતૃત્વને શોભાવનાર મહિલાવર્ગનું સર્વાંગ શ્રેય સધાય તેમ કરવામાં આપણો સમાજ ઊણો ઉતર્યો છે તે હકીકત છે. આ ભૂલને જલ્દીથી સુધારીને કન્યાઓને તેમ જ માતાઓને વ્યક્તિગત, કૌટુંબિક, સામાજિક, શૈક્ષણિક, આર્થિક, નૈતિક અને સમગ્ર જીવનમાં યોગ્ય સ્થાન મળે તેવો સહિયારો પ્રયત્ન આપણે સૌએ કરવાનો સમય ખરેખર પાકી ગયો છે. કન્યાઓના શિક્ષણ અને સંસ્કારીકરણના કાર્યક્રમને આ બધા કાર્યક્રમોમાં અગ્રિમતા આપવાની વિશેષ જરૂર છે; કારણ કે ભારતના નાગરિકોના જીવનઘડતરની ભાવિ જવાબદારી તેમના શિરે રહેવાની છે.
૧.
૨.
નારીના જીવનનો શણગાર
(ઈ.સ. ૧૯૫૮ની નોંધપોથીમાંથી)
તું ભારતની નારી છો.
ભારતની નારીમાં માતૃત્વની ભાવનાની મુખ્યતા છે.
૩. માતૃત્વની મુખ્યતાને લીધે પ્રેમ, સેવા અને સહનશીલતા તારા જીવનના અવિભાજ્ય અંગ છે.
૪. સીતા, શબરી અને ચંદના, પદ્મિની અને પન્ના, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને સરોજિની નાયડુ જેવાં સ્ત્રીરત્નો તારા પ્રેરક પુરોગામી છે.
૫. લજ્જા તારું શ્રેષ્ઠ આભૂષણ છે.
૬.
આ કારણથી, અતિશય કૃત્રિમ શણગાર સજીશ નહીં અને તુચ્છ વસ્ત્ર પહેરીશ નહીં.
. S-૧3 m
Page #25
--------------------------------------------------------------------------
________________
૭.
૮.
૯.
સંસ્કાર
પતિની સહચારિણી અને સહકારિણી થવાની સાથે સાથે તેની
અનુગામિની પણ થજે.
બાળકને ઉત્તમ સંસ્કાર આપજે.
માત્ર નોકર અને આયાના સંસ્કાર તારા બાળકમાં ન ઉતરે તે માટે પૂરો પ્રયત્ન કરજે.
૧૦. વડીલોની સેવા કરજે.
૧૧. સંપ સાધવા માટે કલહને દૂરથી જ તિલાંજલી આપજે. ૧૨. થોડું ‘જતું કરવાની ભાવના' (Let go policy) આદરજે. ૧૩. મોટી હોય તો છોકરમતથી દોષ કરે છે' એમ વિચારજે. ૧૪. નાની હોય તો ‘મોટાની આજ્ઞા છે' એમ વિચારજે. ૧૫. ઘરને સ્વચ્છ રાખજે. તેમ કરવા સવારે વહેલી ઉઠજે. ૧૬. રસોઈનું કાર્ય સ્વચ્છતાથી કરજે.
૧૭. રસોઈનું કાર્ય સંભાળથી કરજે.
૧૮. સાદો પણ સાત્વિક આહાર બનાવજે. રાંધવાની કળાથી તેવો આહાર પણ સ્વાદિષ્ટ બની શકે છે. ઘરમાં પૂરતો અને વૈવિધ્યપૂર્ણ નાસ્તો તૈયાર રાખજે; જેથી ઘરનાં સભ્યોને જમવા માટે વારંવાર હોટલ કે રેસ્ટોરન્ટમાં જવાનું મન જ ન થાય. ૧૯. ઘરમાં ભગવાનના, સંતોના અને મહાપુરુષોના ફોટા રાખજે. જેથી ઘરમાં શાંતિ અને પવિત્રતાનું વાતાવરણ બની રહેશે.
-S-૧૪ -
Page #26
--------------------------------------------------------------------------
________________
( સંસ્કાર ) ૨૦. ફરનીચર ચોખું, સાદું અને સુદઢ રાખજે. ૨૧. જીવનના દરેક ક્ષેત્રમાં બહુ કૃત્રિમતાથી બચજે. ૨૨. ઘરમાં સુસંસ્કાર પડે તેવા પુસ્તકો વસાવજે. પ્રાર્થના, આરતી
અને બાળકોને પ્રેરક વાર્તાઓ કહેવાનું ભૂલીશ નહીં. ૨૩. સમયે સમયે સુપાત્રને દાન આપવાનું તારા પતિને યાદ
કરાવજે. ૨૪. અતિથિનો સત્કાર અને તીર્થોના દર્શન વિના ભારતીય
ગૃહસ્થાશ્રમ હોતો નથી, હોય તો તે વસ્તી વિનાના ભૂતિયામહેલ જેવો છે.
આ બે ડઝન વાતો છે બહેન! તને માત્ર ઉપદેશબુદ્ધિથી નથી કહી પણ સાચા ભાઈના સંબંધે તારું જીવન આ અણુયુગમાં પણ શાંત, નિર્ભય, પવિત્ર, સુખી અને સૌંદર્યવાન થઈ શકે તે હેતુથી સહજપણે કહી છે. * આપણા સમગ્ર / સમુચ્ચય વ્યક્તિત્વનો વિકાસ
= Totality of our personality
આપણા સમગ્ર સમુચ્ચય વ્યક્તિત્વના વિકાસમાં નીચેના મુદાઓ મુખ્ય છે : ૧. આપણો સામાન્ય સ્વભાવ કેવો છે? ૨. આપણે બીજાને અનુકૂળ થઈને તેમની સાથે કેવો વ્યવહાર
કરીએ છીએ? તેમની સાથે Adapt, Adjust, Accommodate કેટલા પ્રમાણમાં થઈ શકીએ છીએ?
v s-૧૫
Page #27
--------------------------------------------------------------------------
________________
સંસ્કાર
છે,
૩. જીવનનાં કાર્યો નિયમિતતાથી, આળસરહિતપણે અને નિષ્ઠાથી
કરીએ છીએ? ૪. આપણા જીવનમાં પ્રસન્નતા બની રહે છે? ૫. દરેક કાર્ય શક્તિ, સાધન અને સમયનો બરાબર વિચાર
કરીને પછી જ પ્રારંભ કરીએ છીએ? ૬. નિષ્ફળતા મળે તો પણ સમતા રાખીને, ધીરજપૂર્વક સત્કાર્ય
ચાલુ રાખીએ છીએ? જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં - શારીરિક, કૌટુંબિક, સામાજિક, આજીવિકાની પ્રવૃત્તિ અને અન્ય કોઈ પણ વ્યક્તિઓ સાથેના સંબંધોમાં, જે કાંઈ સારું-નરસું બને છે તે વિષે ફરિયાદ કર્યા વિના તે યોગ્ય જ બન્યું છે એમ માનીને જીવીએ
છીએ? * જીવનની ઉન્નતિના બાર મહામંત્રો
પોતાનું કાર્ય સાચી સમજણપૂર્વક, સત્યનિષ્ઠાથી કરો. ખાનદાન અને ઉમદા મનુષ્યોની જ સોબત કરો. જીવનની પ્રત્યેક ક્ષણનો સદુપયોગ કરશો તો સમયના
અભાવનો પ્રશ્ન સ્વયે હલ થઈ જશે. ૪. સંપત્તિનું જતન કરો છો તેટલું જ જતન સંતતિને સંસ્કારિત
બનાવવા માટે કરજો. પ. આવક કરતાં ખર્ચ ઠીકઠીક ઓછો રાખજો; જેથી જીવન
ચિંતામુક્ત અને કરજ વગરનું રહી શકશે.
1 s. ૧૬
Page #28
--------------------------------------------------------------------------
________________
૬.
૭.
૮.
સંસ્કાર
સ્વચ્છતા અને વ્યવસ્થાનો જીવનનાં સર્વ ક્ષેત્રોમાં બરાબર ખ્યાલ રાખશો.
તમારી વાણી ધીમી, સાચી, મીઠી, ખપપૂરતી અને આદર દેવાવાળી રાખજો.
જીવનમાં પ્રભુ પર અતૂટ વિશ્વાસ રાખો. તેની સંપૂર્ણ શરણાગતિ કેળવો.
૯.
ઉત્તમ અને અધિકૃત ગ્રંથોનું વારંવાર નિયમિત વાંચન કરો. ૧૦. શ્રદ્ધા, ધીરજ અને ખંતને કાર્યની સફળતા માટે પાયારૂપે સ્વીકાર કરો.
૧૧. ધ્યેયનિષ્ઠ અને અડગ નિશ્ચયવાળા બનો.
૧૨. પ્રત્યેક પ્રાણીમાત્રમાં પરમાત્માના દર્શન કરો, જેથી વિશ્વમૈત્રી અને ચિત્તની શાંતિનો અનુભવ થવા લાગશે.
તેવી વ્યક્તિને ગુરુ ન માનીએ કે જે ઃ આત્મજ્ઞાની ન હોય.
*
૧.
૨. પરિગ્રહમાં મૂર્છાવાળો હોય.
૩. વિવિધ પ્રકારના આરંભોમાં નિરંતર પ્રવર્તતો હોય.
૪.
આકુળ ચિત્તવાળો હોય.
૫.
લોકરંજનમાં મગ્ન હોય.
૬.
ધનિક શિષ્યોને આધીન હોય.
૭.
શાસ્ત્રના મર્મનો અજાણ હોય.
૮.
અન્ય સંતપુરુષોની નિંદા કરતો હોય.
-૭-૧૭ મ
Page #29
--------------------------------------------------------------------------
________________
સંસ્કાર ૯. દેહાદિમાં તીવ્ર મમતાવાળો હોય. ૧૦. જ્ઞાન-ધ્યાનના અભ્યાસથી રહિત હોય.
ગુરુ ભલે આપણા કુળના હોય, પણ જો તેમનામાં સગુણો ન હોય, જો તેઓ ચારિત્રવાન ન હોય, તો તેવા ગુરુનો આગ્રહ રાખવો એ તત્ત્વદૃષ્ટિ નથી, પણ ઓઘદૃષ્ટિ છે. આવી ખોટી દૃષ્ટિ પરમાર્થપ્રાપ્તિમાં નિયમથી બાધક છે. માટે સપાત્રતા અને સાહસ સહિત સદ્ગુરુની ઓળખાણ કરવી અને તેમનો સર્બોધ અને સાન્નિધ્ય પ્રાપ્ત કરવાં. * નૈતિક મૂલ્યોનું જતન ૧. સજ્જનોએ અને મુમુક્ષુઓએ પોતાના જીવનમાં અમુક
ચોક્કસ ધોરણ મુજબ પોતાના જીવનવ્યવહારમાં વર્તવું જોઈએ. જ્યાં સ્વચ્છેદ અને અનીતિમય વ્યવહાર હોય ત્યાં વ્યક્તિત્વ મલિન હોય છે અને ધર્મની રુચિ થતી નથી, તેમ જ વળી ક્વચિત્ બોધ મળે તો પણ તે પરિણામ પામતો નથી. ધર્મ, શિક્ષણ અને ન્યાય – આ ત્રણ ક્ષેત્રોમાં ધનનું વર્ચસ્વ ગૌણ હોવું જોઈએ. કોઈ પણ સમાજની ઉન્નતિ આ ત્રણ ક્ષેત્રોના પારદર્શક અને ઔચિત્યપૂર્ણ વ્યવહાર પર આધારિત છે. જ્યાં સંત, શિક્ષક અને ન્યાયાધીશને પૈસાથી ખરીદી શકાય છે ત્યાંનો સમાજ જીવનનાં ઉચ્ચ મૂલ્યો પ્રત્યે પ્રયત્નવાન બની શકે નહીં અને તેની પ્રગતિ પણ વિવિધ ક્ષેત્રોમાં રુંધાઈ જાય; જેથી તે સમૃદ્ધ, સુખી, શાંતિમય, બળવાન કે પ્રભાવશાળી બની શકે નહીં.
s-૧૮
Page #30
--------------------------------------------------------------------------
________________
( સંસ્કાર 3. मातृदेवो भव। पितृदेवो भव। आचार्यदेवो भव। अतिथिदेवो
મવા આ ચાર ભારતીય સંસ્કૃતિનાં અગત્યનાં સૂત્રો છે. આ સૂત્રોને સમજીને અનુસરવાથી આપણા જીવનની સર્વાગ
ઉન્નતિ થાય છે. ૪. કોઈ પણ શિષ્ટ સમાજ ધર્મનિરપેક્ષ ન હોઈ શકે; ભલે
સંપ્રદાયનિરપેક્ષપણે તેની રચના હોય; અર્થાત્ તેવા સમાજમાં દરેકને પોતપોતાના ધર્મ પ્રમાણે ઉપાસના કરવાની સ્વતંત્રતા
હોઈ શકે છે. ૫. સર્વ પ્રાણી તેમ જ મનુષ્યોને psycho-somatic entity
ગણી શકાય છે, માટે તેમને પોતાનું જીવન સુખ-શાંતિપૂર્વક નિભાવવા માટે ભોજનની સાથે સાથે પ્રેમ અને હૂંફની પણ જરૂર પડે છે. આ બન્ને દ્વારા અનુક્રમે તેમના શરીરની અને ચિત્તની સ્વસ્થતા જળવાઈ રહે છે. લોકોને આપણી જે ઓળખાણ હોય છે તે ઘણુંખરું આપણા બાહ્ય વ્યક્તિત્વની હોય છે, જેને ખ્યાતિ (fame) કહે છે;
જ્યારે આપણું સાચું વ્યક્તિત્વ તો આપણા અતરંગ ગુણો
અને વર્તન છે, જેને ચારિત્ર (character) કહેવાય છે. ૭. સૃષ્ટિ બદલવી હોય તો પ્રથમ આપણી દૃષ્ટિ બદલવાની
જરૂર છે. ૮. વિદ્યા અર્થાત્ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પહેલાં આપણે
આપણા જીવનમાં નમ્રતા | વિનય લાવવાં જોઈએ.
s- ૧૯
Page #31
--------------------------------------------------------------------------
________________
૯.
સંસ્કાર
મહાપુરુષ જો કોઈને વચન આપે તો પ્રાણના ભોગે પણ તે વચનથી પાછા હઠતા નથી. માટે જ કહ્યું છે :
'रघुकुल रीति सदा चली आई। प्राण जाई अरु बचन न जाई ॥ '
૧૦. શઢ વિનાનું વહાણ, લક્ષ વગરનું નિશાન, ધ્યેય વગરનું જીવન, નમક (લૂણ) વગરનું ભોજન, પ્રેમ વગરનું મિલન, અસંસ્કારીને ઘેર નોકરી, દુર્જનનો સંગ, પરનારીની પ્રીતડી, પરદેશી (અજાણ્યા) સાથેનો પ્રેમ - આ બધાં સ્થાયી સુખ કે સફળતા આપતાં નથી. માટે મારે ‘આ બધામાં ન પ્રવર્તવું' એવો અનુભવી પુરુષોનો મત મને સંમત છે.
૧૧. ખોટો ભપકો ખાનદાનને શોભે નહીં. પૈસો ન પચ્યાનું તે લક્ષણ છે.
૧૨. માનવીની જિંદગી અને બોલવાની શક્તિ મળી છે; માટે આપણે એવું બોલીએ કે સાંભળનારનું ચિત્ત અને જીવન શીતળતાનો અનુભવ કરે.
૧૩. તે મનુષ્ય સૌથી વધારે દુર્ભાગી છે, જે પોતાના હિતાહિતનો વિચાર કરતો નથી.
૧૪. સાચા જ્ઞાનની સ્ફુરણા અંતરમાંથી થાય છે. ગ્રંથ, શિક્ષક, નિશાળ-કૉલેજ વગેરે જરુરી છે, પણ તેઓ જ્ઞાનપ્રાપ્તિના સાક્ષાત્ કારણો નથી. ઇતિહાસ અને જીવનનો અનુભવ આપણને શિખવે છે, કે અભણ જેવાં લાગતાં મનુષ્યોએ અગાધ જ્ઞાનની ભેટ જગતને આપી છે. મહાત્મા કબીરદાસજી,
-૬-૨૦
Page #32
--------------------------------------------------------------------------
________________
સંહાર
ભક્તકવિ નરસિંહ મહેતા, ભક્તકવયિત્રી મીરાંબાઈ, પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી કે રમણ મહર્ષિ જેવા સંતો કે કેટલાંક મોટા ઉદ્યોગપતિઓ કે રાજાઓનું ચીલાચાલુ શિક્ષણ નહીંવત્ હતું. આમ છતાં કોઠાસૂઝ, અંતર્દાન, અનુભવજ્ઞાન, દિવ્યજ્ઞાન કે સરસ્વતીકૃપા થતાં તેઓએ જગતને આપેલી
જ્ઞાનની ભેટ અનુપમ અને અકલ્પનીય છે. ૧૫. ટૂર્તિ, તત્કાળ નિર્ણયશક્તિ, હાજરજવાબીપણું, દઢ સંકલ્પબળ,
સતત દીર્ઘકાલીન પરિશ્રમ, તત્પણ પ્રતિભાવ, કાર્યને તુરત જ હાથમાં લઈને પૂરું કરવું - આ બધાં ગુણો “ચારિત્ર'ની પરિપકવતા અને પ્રૌઢ વ્યક્તિત્વના સૂચક છે. કોઈ પણ ઉત્તમ
પદની પ્રાપ્તિમાં આવા સગુણો બહુ ઉપયોગી છે. * વિષમ વર્તમાનમાંથી ઉજ્જવળ ભાવિ પ્રત્યે ૧. આ યુગ કળીયુગ કહેવાય છે. ૨. અહીં જન્મ લેનાર મનુષ્યાત્માઓ પૂર્વ ભવના સારા સંસ્કારો
લઈને ઘણુંખરું અવતરતા નથી, જેથી શુભ સંસ્કારો ક્વચિત
જ જોવા મળે છે. ૩. મનુષ્ય જડ પદાર્થોના અન્વેષણમાં અને તેની પ્રાપ્તિ તથા
પરિચયમાં જ સમય વ્યતીત કરે છે. આ કારણથી તેની બુદ્ધિ પણ જડ જેવી (અબુધતાવાળી) તેમ જ સંવેદનશીલતાથી
રહિત થઈ ગઈ છે. ૪. તુચ્છ સ્વાર્થ ખાતર માત-પિતાને, પતિ-પત્નીને, સ્વજન
મિત્રોને અને રાષ્ટ્રને પણ છેતરવામાં કે તેનો વિશ્વાસઘાત
v s- ૨૧
Page #33
--------------------------------------------------------------------------
________________
- સંસ્કાર કરવામાં તેને લજ્જા આવતી નથી; તો તેનું પ્રાયશ્ચિત તો
તે કરે જ ક્યાંથી? ૫. કળિયુગના પ્રભાવથી વ્યક્તિગત અને સમષ્ટિગત પાપકાર્યો
કરવામાં તેને કાંઈ અજુગતું લાગતું નથી. ક્લબોમાં, મહેફિલોમાં, રંગરાગની પાર્ટીઓમાં અને આખલાઓના યુદ્ધ
આદિમાં તે મનોરંજન માણે છે! ૬. પ્રાચીનકાળના તીર્થકરો, આચાર્યો, ઋષિ-મુનિઓ, સંત
ધર્માત્માઓ કે પ્રજાવત્સલ સમ્રાટો કે મહારાજાઓનાં ચરિત્રો અને બોધવચનો તેને કલ્યાણકારી લાગતા નથી. તે તેમને
જુના જમાનાના ગણે છે!! ૭. જૂઠું કરવું, મોટી હિંસા, છળ-કપટ-ચોરી અને વ્યસનોના
ગુલામ બનવામાં તેને કાંઈ અજુગતું લાગતું નથી. વધારે ભણેલા તો ઘણી વાર આ બધા ખોટા કામો કરવામાં પોતાની હોશિયારી અને બહાદુરી માને છે. તેમ જ તેને “High
Society”નું પ્રતીક ગણે છે. ૮. આ પરિસ્થિતિ શહેરોમાં વસતા અને નિરંતર અર્થ-કામરૂપી
પુરુષાર્થોમાં જ જીવનની ઇતિશ્રી માનનારા મનુષ્યોની મુખ્યતાથી કહી છે. બધા જ આવા છે એમ નથી; પરંતુ
ઘણી જ મોટી બહુમતિ આ પ્રકારના મનુષ્યોની છે. ૯. હજુ વધારે પડતું મોડું થયું નથી. ગ્રામ્યજનતા અને ભારતીય
નારીઓ તથા સંસ્કારી કુટુંબો આવી અધોગતિમય સ્થિતિથી બચતા રહ્યાં છે.
v s- ૨૨ ,
Page #34
--------------------------------------------------------------------------
________________
સંસ્કાર ) ૧૦. વિવેક મનુષ્યો જાગે અને સરદાર પટેલ અને લાલબહાદુર
શાસ્ત્રીની રાષ્ટ્રભક્તિ લાવે, સંત વિનોબાની સૌમ્યતા લાવે, જયપ્રકાશ નારાયણ અને રવિશંકર દાદાનો સેવાભાવ લાવે તો સુસંસ્કારો આવે અને ધીમે ધીમે આ સ્થિતિમાં સુધારો
થાય.
૧૧. નાસ્તિકતાની, સંસ્કારન્યૂનતાની અને સંસ્કારહીનતાની આવી
કરુણાજનક અને અધોગતિસન્મુખ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો સહિયારો પુરુષાર્થ આપણે સૌએ કરવો રહ્યો. આપણા દેશના પ્રાચીન સાંસ્કૃતિક મૂલ્યોનું જતન બધા જ પ્રયત્નો દ્વારા કરવું એ આપણી સૌની ફરજ છે.
છેલ્લા થોડા વર્ષોમાં આ દિશામાં કંઈક પ્રયત્નો ચાલુ થયા છે. આ મધ્યે વ્યસનમુક્તિ અને બાળસંસ્કારીકરણ માટે સામૂહિક પ્રાર્થના તેમ જ સંપ, સંસ્કાર અને સૌમનસ્યવર્ધક કૌટુંબિક વિચારગોષ્ઠિઓનું વિશાળ ફલક પર લોકપ્રિય આયોજન થઈ રહ્યું છે. આ ઉપરાંત શવાસન આદિ વિવિધ યોગાસનો દ્વારા સ્નાયુઓ તેમ જ જાગૃત અને અવજાગૃત મનમાં રહેલાં તનાવોને ઓછા કરવાની પ્રવૃત્તિઓ પણ આપણા દેશમાં તેમ જ વિદેશોમાં વિજ્ઞાન સમ્મત હોવાને લીધે ઠીક ઠીક લોકપ્રિય થઈ છે, જે આવકારદાયક છે. વળી હળવા વ્યાયામ, મોનીંગ-વૉક, Jogging, બાળકોમાં સ્કાઉટ, વિદ્યાર્થીઓમાં N.C., પ્રૌઢો કે વયસ્કોમાં બગીચામાં કે ચોતરા ઉપર સત્સંગ-સભાઓ, પર્વતારોહણ, Karate, પદયાત્રાઓ અને તીર્થયાત્રાઓ દ્વારા સંસ્કાર જાગરણની પ્રવૃત્તિઓ,
--
-
----
s- ૨૩
Page #35
--------------------------------------------------------------------------
________________
સંસ્કાર
નાની-મોટી રજાઓ દરમિયાન નવરાશના સમયે સહકુટુંબ નિર્દોષ મનોરંજન અર્થે બગીચાઓમાં, સંસ્કારધામોમાં, બાળવાટિકાઓમાં, પ્રાણી સંગ્રહાલયોની મુલાકાતો - એ આદિ પ્રવૃત્તિઓ દ્વારા સમાજની ગતિવિધિઓને સંસ્કારપ્રેરક, સંસ્કારમૂલક અને આરોગ્યવર્ધક દિશામાં લઈ જવાનો અભિગમ વધારે અને વધારે લોકપ્રિય બનતો જાય છે; જે એક સુદઢ અને સભ્ય સમાજરચનાનો શુભ સંકેત આપી રહ્યાં છે.
આ પ્રકારની વિવિધ સુરુચિપૂર્ણ પ્રવૃત્તિઓ અત્યાર સુધી માનવતાવાદી ખાનગી ટ્રસ્ટો અને સંસ્થાઓ દ્વારા થઈ રહી હતી. તેમાં હવે ભારતની કેન્દ્રીય સરકારનાં કેળવણી, આરોગ્ય તેમ જ સાંસ્કૃતિક વિભાગોએ યોગાભ્યાસ આદિ પ્રવૃત્તિઓને વિદ્યાર્થીઓનાં અભ્યાસક્રમમાં સ્વીકારવાનું યોગ્ય ગણેલ છે. વડોદરા વિશ્વવિદ્યાલયે તો આ અભ્યાસક્રમને શાળાકીય સ્તરે સ્વીકારી પણ લીધો છે. બીજી રાજ્ય સરકારો પણ હકારાત્મક દૃષ્ટિકોણથી આ દિશામાં યોગ્ય પગલાંઓ ભરી રહી છે.
આ બધા શુભચિહ્નો હજુ આપણા વિરાટ ભારતીય સમાજને જોતાં પાશેરામાં પહેલી પૂણી જેવા છે. આવી સંસ્કારપ્રેરક અને કલ્યાણદાયી પ્રવૃત્તિઓને વિશેષ વેગ આપવા માટે આપણા શિક્ષકો, ન્યાયાધીશો અને માતાઓએ વધારે ઉદ્યમ કરવો પડશે. આ ઉપરાંત પર્યાવરણરક્ષણ, શાકાહાર, સગુણવિકાસ આદિ અન્ય સાત્ત્વિક પ્રવૃત્તિઓનો વ્યાપ ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચાડવા માટે સમાજસુધારકોનો, ગ્રામ્યસેવકોની તથા યથાયોગ્યપણે સંતોનો પણ સહયોગ લેવો પડશે. આવા બધા બહુઆયામી અને શ્રમસાધ્ય
a s• ૨૪
Page #36
--------------------------------------------------------------------------
________________
સંસ્કાર
સામૂહિક પ્રયત્નો દ્વારા ક્રમે કરીને આપણે ઉપરોક્ત વિષમ પરિસ્થિતિઓમાંથી ઉગરી શકીશું એવો વિધેયાત્મક આશાવાદ અમે સેવીએ છીએ અને સમાજના બધાય વર્ગોને આ મહાભારત કાર્યમાં સહયોગ આપવા અપીલ કરીએ છીએ; જેથી એકવીસમી સદીમાં ભારત આ વિશ્વનું એક સક્ષમ અને પ્રભાવશાળી રાષ્ટ્ર બની શકે. આવી આપણા અંતરની એક ઉદાત્ત ભાવના પ્રભુકૃપાથી સફળ થાઓ! સફળ થાઓ!
ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
ઇS-૨૫
Page #37
--------------------------------------------------------------------------
________________
સંસ્કાર માનવસેવાનું માહાભ્ય (૧) પરોપકારની ભાવના આધ્યાત્મિક જીવનનો પાયો છે. જે સ્વાર્થી છે તેના જીવનમાં સાચી આધ્યાત્મિકતા પ્રગટી શકતી નથી. અન્ય મનુષ્યો અને પ્રાણીઓના દુ:ખને જોઈને, તેઓને થતી પીડા જાણે કે પોતાને જ થતી હોય તેવી કરુણાની ભાવનાથી પ્રેરાઈને, તેને પોતા-તુલ્ય ગણીને, સાધક પોતે અગવડ વેઠીને પણ બીજાને મદદરૂપ થાય છે. ચિત્તની આવી કોમળ અવસ્થા પ્રગટ્યા વિના સદ્ગુરુ-શાસ્ત્રનો બોધ અસર કરી શકતો નથી.
(૨) જ્યાં આપણે રહેતા હોઈએ ત્યાં, આપણા ઘરમાં કે આડોશ-પાડોશમાં સત્સંગનું આયોજન, ભક્તિનું આયોજન, ધર્મવાર્તા વગેરેનું આયોજન કરીને ધાર્મિકતાનું અને સામૂહિક સાધના કરવાનું એક વાતાવરણ ઊભું કરવું એ પણ એક ઉત્તમ પ્રકારનો પરોપકાર ગણી શકાય. આમ કરવું એ મુમુક્ષુનું કર્તવ્ય છે; જેથી બીજાઓને પણ ધર્મ કરવામાં ઉત્સાહ આવે છે અને યોગ્ય સાધન-સામગ્રી અને સગવડો મળી રહે છે.
(૩) જેણે આત્માર્થી થવું હોય તેણે સર્વ વિકારોને મંદ કરવા જોઈએ. દાનથી લોભારૂપી વિકાર મંદ થાય છે. વળી બીજા પ્રાણી, પશુપંખી અને મનુષ્યોને જીવનજરૂરિયાતની ચીજો મળી રહે છે અને તેમને સુખ-શાતા ઉપજે છે. આમ, દાનધર્મ એ પણ પરોપકારનો એક ઉત્તમ પ્રકાર છે.
(૪) નાનું કે મોટું, પરોપકારનું કોઈનું કોઈ કાર્ય દરરોજ કરવું જ એવો મુમુક્ષુએ નિયમ લેવો; અને તેનો દૃઢતાથી અમલ કરવો.
. s. ૨૬ :
Page #38
--------------------------------------------------------------------------
________________
( સંસ્કાર (૫) કેટલા વર્ષ જીવ્યા તે અગત્યનું નથી, પણ જીવનમાં સત્કાર્ય, પરોપકાર અને આત્મશુદ્ધિ કેટલાં પ્રાપ્ત કર્યા તે અગત્યનું છે.
(૬) આજકાલના શહેરી જીવનમાં આપણા નિવાસસ્થાનની આજુબાજુમાં ક્યાંક ને ક્યાંક તો ઝુપડપટ્ટી અથવા દરિદ્ર મનુષ્યોનાં આવાસ હોય છે. અઠવાડિયામાં રવિવારે કે રજાના દિવસે ત્યાં જઈને મમરા, સીંગ, બીસ્કીટ, પૌઆ વગેરે કોઈ પ્રકારની ખાદ્ય સામગ્રી વહેંચીએ તો આપણામાં અનુકંપાનો ગુણ વિકસિત થાય. તેવી જ રીતે હૉસ્પિટલમાં ગરીબ દર્દીઓને ફળ આદિની વહેંચણી અથવા તેમની સેવામાં રહેનાર સગાંઓને ભોજનની વ્યવસ્થામાં સહાયક થવાની પ્રવૃત્તિ એ પણ સેવાનો અનુકરણીય પ્રકાર છે.
અવારનવાર આપણે ઘેર કંઈક કંઈક સારા પ્રસંગો ઉજવાતા હોય છે. આવા પ્રસંગોમાં ઘણીવાર રાંધેલું ભોજન વધતું હોય છે. આવું રાંધેલું ભોજન જુદા જુદા પ્રકારની સેવા કરતી સંસ્થાઓમાં તુરત જ મોકલીએ તો તે ભોજન સામગ્રી નકામી ન જાય અને તેનો સદુપયોગ થઈ જાય.
(૭) આપણા દેશમાં તથા દુનિયાના અન્ય ભાગોમાં અવારનવાર વિવિધ પ્રકારની કુદરતી તેમ જ માનવજન્ય આફતો બનતી જ રહે છે. ક્યાંક પૂર આવે છે તો ક્યાંક વાવાઝોડાતોફાન. વળી ધરતીકંપ આદિ મોટા ઉત્પાતો પણ સર્જાય છે, જેમાં હજારો હજારો લોકો બેઘર બની જાય છે, તેમ જ ઇજાગ્રસ્ત બને છે. ક્યાંક જ્વાળામુખી ફાટે છે તો ક્યાંક વિજળી પડે છે. આ ઉપરાંત વિજ્ઞાનના આ જમાનામાં માનવસર્જિત આફતો પણ કંઈ ઓછી નથી. નાનામોટા યુદ્ધોમાં સેંકડો મરે છે અને નિરાશ્રિતો
v s-૨૦
Page #39
--------------------------------------------------------------------------
________________
સંસ્કાર ) તથા વિધવાઓના અનેક પ્રકારના ગંભીર પ્રશ્નો સર્જાય છે. નવા રાજ્યો કે દેશોની રચના થતા મોટા પાયે નિર્વાસિતોનો પ્રશ્ન ઊભો થાય છે, જેમ કે આપણાં દેશમાં ૧૯૪૭માં બન્યું અને હાલમાં રશિયામાં બની રહ્યું છે. આવા સંજોગોમાં હજારો માણસો જુદા જુદા પ્રકારની આપત્તિઓમાં આવી પડે છે, જેવી કે શારીરિક, માનસિક, આર્થિક, કૌટુંબિક તથા સામાજિક, આપણી શક્તિ અનુસાર, પરંતુ શક્તિ છુપાવ્યા વગર વ્યક્તિગત સ્તરે, સંસ્થાકીય સ્તરે કે રાષ્ટ્રીય સ્તરે તનની સેવાથી, આર્થિક સહયોગથી કે કોઈક કેમ્પ કે હૉસ્પિટલમાં સેવાઓ આપવા જઈએ ત્યારે આપણા હૃદયનો એક ખાસ પ્રકારનો વિકાસ થાય છે; તેમજ માનવ માનવ વચ્ચેના ઇન્સાનિયતના નાતાનો આપણને મહદ્ અંશે અનુભવ થાય છે અને સંત વિનોબાજી જેવા મહાપુરુષોએ આપેલી નવે-નાત તથા વસુંધેવ ટુબ્રમ્ જેવા ભારતીય પરંપરાના અમૂલ્ય સૂત્રોની ભાવનાનું પ્રત્યક્ષીકરણ થાય છે.
(૮) માનવ વિકાસમાં સેવાના યોગદાન વિષે ભગવાન બુદ્ધ, મહાત્મા ગાંધીજી, મધર ટેરેસા તથા રવિશંકર દાદાના જીવનમાંથી આપણને જનસેવા કરવાની ઘણી પ્રેરણા મળે છે. ગુજરાતી ભાષાના આદ્ય ભક્તકવિ શ્રી નરસિંહ મહેતાના વિશ્વપ્રસિદ્ધ પદમાં કહ્યું છે તેમ:
વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે; પરદુ:ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે... વૈષ્ણવ.”
પરની પીડાને દૂર કરવાની વૃત્તિ જાગે ત્યાર પછી જ આપણા જીવનમાં ક્રમશઃ સાચો આધ્યાત્મિક વિકાસ ઉદય પામે
--
--
-
s- ૨૮
Page #40
--------------------------------------------------------------------------
________________
સંસ્કાર
છે. આ વાત ગંભીર અને રહસ્યમય છે. તેથી જ શાસ્ત્રોનું કહેવું પડ્યું કે : ___ "सेवाधर्मो परमगहनो योगीनाम् अपि अगम्यम्"
ત્રણેય પ્રાચીન આર્ય દર્શનો(હિન્દુ, જૈન અને બૌદ્ધ)માં માનવના આધ્યાત્મિક વિકાસની પૂર્વભૂમિકા રૂપે જે ચાર ભાવનાઓનું સર્વસંમત વર્ણન આવે છે, તે ચાર ભાવનાઓમાંથી પહેલી અને ત્રીજી ભાવના મૈત્રી અને કરુણાની છે. આ સાર્વભૌમ સિદ્ધાંત આપણને માનવસેવા દ્વારા આપણા હૃદયને કરુણામય, કોમળ અને સંવેદનશીલ બનાવવાનો નિર્દેશ કરે છે.
i S- ૨૯
Page #41
--------------------------------------------------------------------------
________________
[ સંસ્કાર) પ્રકીર્ણ અને ઉમદા સાહિત્યિક અવતરણો * આત્મજાગૃતિની ભાવના
જનમ જનમ કે સોયે અભાગી, જાગત જાગત જાગેગા; ભ્રમ ભાગત ભાગત ભાગેગા, રંગ લાગત લાગત લાગેગા; પ્રભુ કી ભક્તિ, ગુરુજી કી સેવા, પાવત પાવત પાવેગા; રંગ લાગત લાગત લાગેલા, ભ્રમ ભાગત, ભાગત, ભાગેગા.
(મહાત્મા શ્રી કબીરદાસજી) નિશદિન નયન મેં નીંદ ન આવે;નર તબ હી નારાયણ પાવે.”
(અધ્યાત્મકવિ શ્રી સુંદરદાસજી) સંતશ્રી તુલસીદાસજીએ રામાયણમાં કહ્યું છે કે - ૧. મનથી – અહિંસા જેવો મોટો ધર્મ કોઈ નથી. ૨. વચનથી – સત્ય જેવો મહાન ધર્મ કોઈ નથી. ૩. કાયાથી – પરહિત જેવો શ્રેષ્ઠ ધર્મ કોઈ નથી. ગુજરાતીમાં કહેવત છે : “કર્મે શૂરા તે ધર્મે શૂરા.” સગા દીઠા મેં શાહ આલમના ભીખ માગતાં શેરીએ.”
(અનિત્યભાવના અર્થાત્ વૈરાગ્ય દૃઢ કરવા માટે) સંતોની અનુભવવાણી લોકોને સત્યનું દર્શન કરાવવા, વિવેક વધારવા, કલ્યાણ માર્ગે ચાલવા, વિકારો શાંત કરવા અને રૂડે પ્રકારે તત્ત્વજ્ઞાન પમાડવા માટે સહજપણે ફુરે છે.
(શ્રી જ્ઞાનાર્ણવ ૧૮) • સજ્જન મનુષ્યો (યુદ્ધ દરમિયાન) શરણે આવેલાઓ,
v s- ૩૦
Page #42
--------------------------------------------------------------------------
________________
સંસ્કાર
વિશ્વાસુઓ, નમ્રીભૂત થયેલાઓ, વ્યસનગ્રસ્તો તથા રોગી મનુષ્યો ઉપર પ્રહાર કરતા નથી.
યહ તન વિષ કી વેલડી, ગુરુ અમૃત કી ખાન; શીશ દિયે જો ગુરુ મીલે, તો ભી સસ્તા જાન. (મહાત્મા શ્રી કબીરદાસજી)
અનેક સંશયોને છેદવાવાળું, પરોક્ષ પદાર્થોનું જ્ઞાન કરાવનારું તથા સર્વ મનુષ્યોને ઉપલબ્ધ એવું શાસ્ત્રરૂપી લોચન જેને નથી, તે અંધ જ છે. (હિતોપદેશ) દયાળુતા, દાક્ષિણ્ય, વિનય ને પરોપકારીપણું જ્યાં છે; હિત-મિત પ્રિય ભાષણ આ સર્વે, લક્ષણ શ્રી સદ્ગુરુનાં છે.
તરુવર, સરવર, સંતજન, ચોથા વરસે મેહ; પરમારથ કે કારણે, ચારો ધરિયા દેહ.
લોકોત્તર મહાપુરુષોના ચિત્ત કે જે વજ્રથી પણ કઠોર અને પુષ્પથી પણ કોમળ છે, તેમને જાણવાને કોણ સમર્થ છે? (મહાકવિ ભવભૂતિ) આત્મજ્ઞાનપ્રાપ્તિનું ફળ એ છે કે પરની નિંદા ન થાય, પોતાની સ્તુતિ ન થાય અને સર્વ કર્તવ્યો સમભાવપૂર્વક કરાય. (આત્માવબોધ)
આ વિશ્વમાં જ્ઞાન જેવી પવિત્ર બીજી કોઈ વસ્તુ નથી. (શ્રીમદ્ ભગવદ્ગીતા)
જુદા જુદા પ્રકારનાં કુવિચારો આપણી શાંતિ, સુખ અને સફળતાના ઘોર શત્રુ છે. (સ્વેટ માર્ડન)
૩૭.૩૧
Page #43
--------------------------------------------------------------------------
________________
[ સંસ્કાર
દાન, પશ્ચાતાપ, સંતોષ, સંયમ, દીનતા, સત્ય અને દયાઆ સાત સ્વર્ગના દ્વાર છે. (મહાત્મા ગાંધીજી) શંકાઓની સમાપ્તિથી જ સાચી શાંતિનો પ્રારંભ થાય છે.
(ઇટાલિયન કવિ પેટ્રાર્ક) જે કંઈ મળે તેમાં સંતોષ અને બીજાઓની ઈર્ષા ન કરવી, એ જ શાંતિ પ્રાપ્ત કરવાની કૂંચી છે. (ધમ્મપદ) ધરમ કરત સંસાર સુખ, ધરમ કરત નિર્વાણ; ધરમ-પંથ સાધે બિના, નર તિર્યંચ સમાન. હાટ હાટ હિરા નહીં, કંચન કા ન પહાર; સિંહન કા ટોલા નહીં, સંત વિરલ સંસાર.
(મહાત્મા શ્રી કબીરદાસજી) સારી સંગતિથી અહંકાર ભાગે છે, સત્યનું સિંચન થાય છે, સુયશનો ફેલાવો થાય છે, પાપનો નાશ થાય છે, ચિત્ત પ્રસન્ન થાય છે અને લોકોમાં સમાદર વધે છે.
(રાજર્ષિ ભર્તુહરિ) સંત સમો સંસારમાં, નહીં કોઈ પરમ દયાળ; કહે પ્રીતમ એક પલકમાં, નજરે કરે નિહાલ.
(સંતકવિ પ્રીતમદાસ)
* તિર્યંચ = પશુ
1 s- ૩૨ ૫
Page #44
--------------------------------------------------------------------------
________________
ન સંસ્કાર કે રસપ્રદ જ્ઞાનવર્ધક ઐતિહાસિક માહિતી છેક મહાપુરુષોના અસ્ત્રિો
ભૂમિકા :
આપણી ભવ્ય ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં, છેલ્લા ૨૦૦૦ વર્ષોમાં વિવિધ ક્ષેત્રોમાં અનેક મહાપુરુષોએ ઉન્નત જીવન જીવીને આપણને પણ મહામાનવ બનવાની પ્રેરણા આપી છે. એવા ભિન્ન ભિન્ન ક્ષેત્રોના કેટલાક અર્વાચીન મહાપુરુષોની શુભ નામાવલી અત્રે આપેલ છે. તેમના જીવનચરિત્રો વાંચીને, તેમાંથી પ્રેરણા મેળવીને, પોતાના જીવનને ઉન્નત બનાવવાની વાચકને ભલામણ છે. માત્ર થોડા જ પ્રાચીન અને અર્વાચીન મહાપુરુષો વિષેની તથા અન્ય પણ પ્રેરક અને ઉપયોગી માહિતી સંક્ષિપ્તમાં આ પ્રકરણમાં અન્યત્ર પ્રસ્તુત કરેલ છે, જે વાચકવર્ગને રસપ્રદ અને પ્રેરક બનશે એમ માનીએ છીએ. ૧. મહાત્મા ગાંધીજી ૨. રવિન્દ્રનાથ ટાગોર ૩. સ્વામી વિવેકાનંદ ૪. શ્રી રામકૃષ્ણ પરમહંસ ૫. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ૬. શ્રી રાજગોપાલાચારી ૭. સ્વામી શિવાનંદ સરસ્વતી ૮. શ્રી રવિશંકર દાદા ૯. પૂ. સંતબાલજી ૧૦. શ્રી જયપ્રકાશ નારાયણ ૧૧. દેશભક્ત ભગતસિંહ ૧૨. ચન્દ્રશેખર આઝાદ ૧૩. રવિશંકર રાવળ ૧૪. ઉમાશંકર જોષી ૧૫. સરદાર વલ્લભભાઈ પટેલ ૧૬. શ્રી મોરારજીભાઈ દેસાઈ ૧૭. ઘનશ્યામદાસ બિરલા ૧૮. લાલબહાદુર શાસ્ત્રી
n s- ૩૩
Page #45
--------------------------------------------------------------------------
________________
- સંસ્કાર ૧૯. સંત વિનોબાજી ૨૦. શ્રી જમનાલાલ બજાજ ૨૧. વિજયવલ્લભસૂરિ ૨૨. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ૨૩. ભિક્ષુ અખંડાનંદ ૨૪. હનુમાનપ્રસાદ પોદાર ૨૫. પં. સુખલાલજી ૨૬. રાહુલ સાંકૃત્યાયન ૨૭. અબ્દુલ કલામ આઝાદ ૨૮. પ્રો. ભાંડારકર ૨૯. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ૩૦. સ્વામી દયાનંદ સરસ્વતી ૩૧. વીર સાવરકર
૩૨. લતા મંગેશકર ૩૩. સૅન્ડો રામમૂર્તિ
૩૪. મહર્ષિ કર્વે ૩૫. સર સી.વી. રામન ૩૬. શ્રી રમણ મહર્ષિ ૩૭. આચાર્ય તુલસી ૩૮. શ્રી મૈથિલીશરણ ગુપ્ત ૩૯. શ્રી પ્રેમચંદજી (સાહિત્યકાર) ૪૦. શ્રી હજારીપ્રસાદ દ્વિવેદી ૪૧. વિનુ માંકડ
૪૨. સી. કે. નાયડુ - નિજાનંદમસ્ત યોગીરાજશ્રી આનંદઘનજી : ૧. ૧૭મા સૈકામાં જૈન પરંપરાના મહાન અધ્યાત્મયોગી. ૨. તેઓનું દીક્ષા-અવસ્થાનું નામ લાભાનંદજી હતું. ૩. તેમની જન્મભૂમિ અને કર્મભૂમિ ઉત્તર ગુજરાત અને દક્ષિણ
રાજસ્થાન મુખ્યપણે રહી. ૪. સર્વ પ્રકારના મતમતાતંરોથી મુક્ત થઈ, સાચા હૃદયથી અને
નિર્મળ ભાવ સહિત પરમાત્માની ભક્તિ તેમને પ્રિય હતી. તેમની ચોવીશી અને પદોમાં તેમની અધ્યાત્મ-મસ્તીના દર્શન થાય છે.
s; ૩૪
Page #46
--------------------------------------------------------------------------
________________
સંસ્કાર
૫. શ્રીમદ્ યશોવિજયજી, શ્રી જ્ઞાનવિમળ સૂરિ, શ્રીમદ્ રાજચંદ્રજી
વગેરે અનેક સંતોએ તેમની સાધના અને અનુભવદશા વિષે ઉચ્ચ અભિપ્રાય આપી તેમની સ્તુતિ કરી છે. એકાંતવાસ, મૌન, ઉત્કટ પ્રભુપ્રેમ અને ચિત્તની એકાગ્રતા, યોગસાધના અને આત્મ-અનુભવ તેમને ખૂબ પ્રિય હતાં. પરમાત્માને પોતાના સ્વામી કે મિત્ર તરીકે ભાવીને, પોતાના દોષો દૂર કરીને, દુર્ગાનનો ત્યાગ કરવાથી યોગસાધનામાં આગળ વધી શકાય છે એમ તેઓએ ઉપદેશ્ય. તેમની કૃતિઓ આજે પણ જૈન-જૈનેતર સમસ્ત ધર્મપ્રેમી જનતા ખૂબ
ભક્તિભાવથી ગાય છે અને તેમાંથી પ્રેરણા મેળવે છે. * મહાત્મા કબીરદાસજી :
મધ્યયુગની સંતપરંપરાના એક સીમાસ્તંભરૂપ મહાપુરુષ, જેમના થકી આજ સુધી ઉત્તર અને પશ્ચિમ ભારતમાં કબીરપંથી માન્યતાવાળા અનેક આશ્રમો ચાલે છે. ૧. મહાન ક્રાંતિકારી ધર્માત્મા, બાહ્ય ક્રિયાકાંડ અને કોરા
શાસ્ત્રજ્ઞાનના વિરોધી, હિંદુ-મુસ્લિમ એકતાના હિમાયતી; તેમજ વહેમ, અંધશ્રદ્ધા અને છૂતાછૂતનો નિષેધ કરીને તેમણે ભક્તિ, પ્રભુપ્રેમ, સાદાઈ, નામસ્મરણ, સદાચાર, સરળતા આદિ ગુણોની આવશ્યકતા પર ખાસ ભાર મૂક્યો છે. આજે પણ તેમના પદો ઘણા લોકપ્રિય છે. તેઓશ્રીએ લખેલી સાખી અને દોહાઓ તથા ભજનો ખૂબ
પ્રસિદ્ધ છે, જે અલ્હાબાદથી “કબીર ગ્રંથાવલિ' નામે પ્રકાશિત - થયેલ છે. તત્કાલિન સમાજ પર પણ તેમનો ઘણો પ્રભાવ હતો.
૨.
s-૩૫
Page #47
--------------------------------------------------------------------------
________________
સંસ્કાર
૩. ધર્મના લગભગ બધા જ વિષયો પર તેમણે રચનાઓ કરી
છે. તેઓ ઉચ્ચ કોટિના સંત, કવિ, સાહિત્યકાર અને માનવએકતાના હિમાયતી હતા. મહાન ભક્ત કવયિત્રી મીરાંબાઈ મારવાડના મેડતા ગામમાં વિ.સં. ૧૫૬૦માં જન્મેલી અને પ્રભુપ્રેમમાં જ નાની વયથી લાગી ગયેલી મીરાંબાઈ એક મહાન ભક્ત અને કવયિત્રી થઈ ગયા છે. તેમણે મેવાડનું મહારાણીપદ છોડીને સત્સંગમાં જ મસ્ત રહી પોતાના પ્રિયતમના દર્શન પોતાના હૃદયમાં જ કર્યા છે. તેમના જીવનમાં અનેક ચમત્કારિક ઘટનાઓ બનેલી છે. તેમના લખેલાં પદો આજે પણ ભક્તજનોના હૃદયના તારને ઝણઝણાવી દે છે અને ગામોગામ ગવાતા તે પદો તેમના મહાન વ્યક્તિત્વની આપણને ઝાંખી કરાવે છે. ગુજરાતી ભાષાના આદિકવિ ભક્તપ્રવર
શ્રી નરસિંહ મહેતા (વિ.સં. ૧૪૬૬ થી ૧૫૩૬) ૧. ભાવનગર પાસે તળાજામાં જન્મ્યા, પરંતુ તેમની કર્મભૂમિ
તો જુનાગઢ રહી. જન્મજાત વૈરાગ્યવાન હતા. સતત પ્રભુસ્મરણ, ભજન-કીર્તન અને ભક્તિભાવના ફળરૂપે પરત્માદર્શન પામીને પોતે હરિરસ માણે છે અને પોતાના ભજનાદિ દ્વારા સૌને હરિરસની લ્હાણી
કરે છે. ૩. પ્રભુકૃપાથી તેમના જીવનના બધા પ્રસંગો પાર પડે છે. તેમની
કૃતિઓમાં ઉત્કટ પ્રભુભક્તિ, અંતર્નાન અને સાચા વૈરાગ્યના
જ
ગુજરાતી
s-૩૬
Page #48
--------------------------------------------------------------------------
________________
- સંસ્કાર દર્શન થાય છે. આ કારણથી જ મહાત્મા ગાંધીજી જેવી વિભૂતિ પર તેમના “વૈષ્ણવજન તો...” ભજનની અમીટ છાપ પડે છે. તેઓની ગણતરી ભારતની પ્રથમ પંક્તિના ભક્તોમાં થાય છે. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ : (વિ.સં. ૭૫૭થી ૮૨૭) ભારતીય સંસ્કૃતિના સંવાહક અને જૈનદર્શનના મહાન
જ્યોતિર્ધર અને પ્રતિભાસંપન્ન આચાર્ય. ૨. ચિત્તોડના બ્રાહ્મણ-કુટુંબમાં જન્મ્યા હતા, પરંતુ મહત્તરા
યાકિની નામના સાધ્વીજીથી પ્રભાવિત થઈ જૈનધર્માવલંબી
બન્યા. ૩. તેઓશ્રીએ જિનદત્તસૂરિ પાસે જૈન સાધુની દીક્ષા લીધેલી
એમ માનવામાં આવે છે ૪. યોગ, ન્યાય, સિદ્ધાંત, કથાઓ અને આગમશાસ્ત્રોની ટીકાઓ
લખી તેમણે સાહિત્યની અપૂર્વ ઉપાસના કરી. અનેક મૌલિક ગ્રંથોની પણ રચના કરી. અધ્યાત્મશાસ્ત્રોની રચના દ્વારા તેઓએ એક મહાન યોગી અને કવિ તરીકેની પોતાની પ્રતિભા વિકસાવી અને ષદર્શનસમુચ્ચય'ની રચના કરીને સમસ્ત ભારતીય દર્શનોના ગહન અભ્યાસનો અને પ્રચંડ પાંડિત્યનો પરિચય કરાવ્યો.
જ સમસ્ત ભારતીય સાંસ્કૃતિક પરંપરાઓમાં આવકાર્ય
બન્યો છે.) ૬. અનશનપૂર્વક, શાંત સમાધિમરણ દ્વારા દેહત્યાગ કર્યો.
Ans૩e w
Page #49
--------------------------------------------------------------------------
________________
સંસ્કાર
*
શ્રીમદ્ રાજચંદ્ર : (વિ.સં. ૧૯૨૪ થી ૧૯૫૭) ૧. વીસમી સદીના મહાન તત્ત્વચિંતક અને સત્પુરુષ.
૨.
૩.
૪.
૫.
૬.
વવાણિયામાં જન્મ્યા, મુંબઈમાં શતાવધાન કર્યા અને છતાં વારંવાર મુંબઈ છોડીને ચરોતરના ગામો, ઇડર વગેરે એકાંત સ્થળોમાં સાધના માટે જતા રહેતા.
પોતે જન્મજાત કવિ હતા. નાનપણથી જ તેમની સ્મરણશક્તિ તીવ્ર હતી. સાત વર્ષની ઉંમરે જાતિ સ્મરણજ્ઞાન (પૂર્વભવોનું જ્ઞાન) થયું હતું. બીજા અનેક પ્રકારના અતીન્દ્રિય જ્ઞાન પણ તેમનામાં પ્રગટ થયા હતાં.
પોતે મુંબઈમાં ઝવેરાતનો વેપાર કરતાં પણ તેમનું ચિત્ત તો આત્મદર્શન માટે જ તલસતું અને વિ.સં. ૧૯૪૭માં શુદ્ધ સમક્તિ પ્રાપ્ત કર્યા પછી પણ સતત પોતાની સાધના વધારતા જ. ગયા.
ગુજરાતી ભાષામાં લખેલું તેમનું વિપુલ અને ઉચ્ચ કોટિનું આધ્યાત્મિક સાહિત્ય વર્તમાનમાં પણ ઉપલબ્ધ છે. મોક્ષમાળા, મુમુક્ષુઓ પર લખાયેલાં લગભગ ૧,૦૦૦ પત્રો, શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર, મૂળ મારગ, અપૂર્વ અવસર આદિ અનેક પ્રસિદ્ધ કૃતિઓ છે. તેમના નામ સાથે ‘સંલગ્ન’ અનેક સંસ્થાઓ પણ છે.
તેમણે સ્થાપેલ પરમશ્રુત પ્રભાવક મંડળનું સંચાલન હવે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસ દ્વારા થાય છે. તેમની જન્મ શતાબ્દી સારી રીતે ઉજવાઈ હતી.
aS-3.
Page #50
--------------------------------------------------------------------------
________________
સંસ્કાર
૭. જૈન સમાજના વિવિધ ફિરકાઓ અને ઉપસંપ્રદાયોના
મતમતાંતરોને ગૌણ કરીને, વીતરાગ ભગવાનના મૂળ ઉપદેશને તેમણે વર્તમાનકાળના સૌ મનુષ્યોના કલ્યાણ માટે
સુંદર રીતે રજુ કરીને એક મહાન યુગપ્રધાન કાર્ય કર્યું. ૮. કૃપાળુદેવને (શ્રીમદ્ રાજચન્દ્રને) મનુષ્યનો જન્મ મળ્યો, સાથે
સાથે તેઓ મહામનુષ્ય થવા માટેના સંસ્કાર પણ લઈને આવ્યા હતા; તેથી વિશેષ પુરુષાર્થ કર્યો અને અતિમહાન
બનીને યુગપુરુષ થઈ ગયા. * અપ્રમત્તયોગીશ્વર પૂ. આચાર્યશ્રી કુંદકુંદસ્વામી અને
તેમની રચનાઓ : ૧. શ્રી કુંદકુંદાચાર્યનો જન્મ વિક્રમ સં. ૫ માં આંધ્રપ્રદેશના
ગુન્ટકલ સ્ટેશનથી દક્ષિણ દિશામાં ચાર માઈલના અંતરે કૉનકોંડલ નામના ગામમાં થયેલ એમ માનવામાં આવે છે. (પી.વી. દેસાઈ કૃત Jainism in South India) મદ્રાસથી ૧૨૦ કિ.મી. દૂર પુનુરહિલ છે; તે શ્રી કુંદકુંદાચાર્ય દેવની તપોભૂમિ છે. અહીંથી તેઓ અદ્ભૂત સિદ્ધિના બળે આકાશગમન કરી પરલોકમાં શ્રી સીમંધર સ્વામી પાસે જઈ શ્રુતજ્ઞાન લઈ આવ્યા હતા, એવી પ્રસિદ્ધ કથાન્યાયાનુસારિણી લોકમાન્યતા છે. તેમના મોટા ભાગના સાહિત્યની રચના આ
ભૂમિ પર થયેલ છે. ૩. કુન્દાદ્રિથી (કર્ણાટકમાં ગેરસપ્પાના ધોધની નજીક) તેમણે
સ્વર્ગારોહણ કર્યું હતું.
n = • ૩૯
Page #51
--------------------------------------------------------------------------
________________
૪. વીતરાગદર્શનમાં આચાર્યશ્રી કુંદકુંદદેવનું સ્થાન લગભગ
ગણધર જેવું માનવામાં આવે છે. ૫. શ્રી કુંદકુંદસ્વામીને નાની ઉંમરથી જ અધ્યાત્મમાં રસ હતો.
તેમની માતાનું નામ શ્રીમતિ હતું. નાનપણમાં ૧૧ વર્ષની ઉંમરે જિનચંદ્ર આચાર્યનો ઉપદેશ સાંભળી તેઓએ નિશ્ચય કર્યો કે મારે સર્વસંગ-પરિત્યાગી થઈ નિગ્રંથ થવું છે. પોતાની અલૌકિક પ્રતિભા અને ગુરુકૃપાથી તેઓ અલ્પ કાળમાં સર્વ શાસ્ત્રોમાં તેમ જ આચારોમાં પારંગત થઈ ગયા હતા. ૪૪ વર્ષની ઉંમરે, વિ.સં. ૪૯માં તેમને મૂળ સંઘના આચાર્ય તરીકે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા હતા. તે આચાર્યપદ તેમણે પર વર્ષ સુધી શોભાવ્યું અને લગભગ ૯૫ વર્ષની વયે સમાધિ-મરણની પ્રાપ્તિ કરી. પોતાના જીવન દરમિયાન તેમણે ૭00 વ્યક્તિઓને નિગ્રંથ
દીક્ષા આપી હતી. ૯. તેઓ પાંચ નામથી ઓળખાય છે. કુંદકુંદાચાર્ય, એલાચાર્ય,
વક્રગ્રીવાચાર્ય, ગૃદ્ધપિચ્છાચાર્ય, પદ્મનંદીઆચાર્ય. ૧૦. બધી દિગંબર જૈન મૂર્તિઓની નીચે તેમના નામથી ચાલેલી
આમ્નાયનું નામ અંકિત કરવામાં આવે છે. ૧૧. તેઓ જૈન અધ્યાત્મના ભિષ્મપિતામહ ગણાય છે. તેઓ દ્વારા
પ્રણીત થયેલાં અને વર્તમાનમાં ઉપલબ્ધ ગ્રંથોમાં સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય, નિયમસાર, અષ્ટપાડ, રયણસાર, દ્વાદશ-અનુપ્રેક્ષા અને દશભક્તિ મુખ્ય છે.
s-૪૦
Page #52
--------------------------------------------------------------------------
________________
ન સંસ્કાર ૧૨. તેમની સર્વતોમુખી સાધના મધ્ય, જ્ઞાનસાધના બહુ તીવ્ર હતી.
તેમણે ૮૪ પાહુડની રચના કરી હતી. તેમાંથી હાલમાં
લગભગ ૧૦-૧૨ જેટલા પાહુડ ઉપલબ્ધ છે. ૧૩. પાંચ પરમાગમ (સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય,
નિયમસાર અને અષ્ટપાહુડ)માં સમયસાર તેમની મુખ્ય રચના છે. તેની ૪૧૫ ગાથાઓ છે. તેની રચના તેમણે લગભગ ૮૫ વર્ષની ઉંમરે કરી હતી. તે દૃષ્ટિપ્રધાન ગ્રંથ છે અને ગુરુગમ દ્વારા જ સમજી શકાય છે. નિગ્રંથ મુનિઓ, અને જ્ઞાનીજનો તથા ઉત્તમ કક્ષાના મુમુક્ષુઓ માટે આ ગ્રંથ વિશેષ કરીને ઉપયોગી છે. તેના ઉપર આચાર્યશ્રી અમૃતચંદ્રજીએ આત્મખ્યાતિ નામની ટીકા લખેલી છે, તે સર્વશ્રેષ્ઠ છે અને તેનો જે પદ્યવિભાગ છે તે સમયસારકળશ નામે પ્રખ્યાત છે. ત્યારબાદ જયસેનાચાર્યું અને અનેક વિદ્વાનોએ તે મહાન
ગ્રંથ પર ટીકાઓ લખેલી છે. ૧૪. પ્રવચનસારમાં ર૭૫ ગાથા છે; અને ત્રણ અધ્યાય છે, જેમને
જ્ઞાનતત્ત્વપ્રજ્ઞાપન, શેયતત્ત્વ-પ્રજ્ઞાપન અને ચરણાનુયોગ
ચૂલિકા - એવાં નામ આપેલાં છે. ૧૫. પંચાસ્તિકાયમાં ૧૭૩ ગાથા છે (પાંચ અસ્તિકાયનું વર્ણન છે). ૧૬. અષ્ટપાહુડ આ પ્રમાણે છે: દર્શન, બોધ, લિંગ, ભાવ, ચારિત્ર,
સૂત્ર, મોક્ષ અને ભાવ.
પાહુડ એટલે ભેટ. ભાવપાહુડ સૌથી મોટું છે. ૧૭. રયણસાર ગ્રંથની લગભગ ૧૬ર ગાથા છે. તેમાં વ્યવહાર
અને નિશ્ચય બંને નયોને સાથે રાખીને શ્રાવક અને મુનિના
s-૪૧
Page #53
--------------------------------------------------------------------------
________________
સંસ્કાર
ધર્મ સંબંધી ઉપદેશ છે.
૧૮. બારસ અણુવેખ્ખા (બાર ભાવના) પણ તેમની જ રચના છે. તેની ૯૧ ગાથા છે.
૧૯. શ્રી કુંદકુંદાચાર્યે દશભક્તિ લખેલ છે; જેમાં આચાર્ય ભક્તિ, તીર્થંકર ભક્તિ, સિદ્ધ ભક્તિ, શ્રુતભક્તિ, શાંતિભક્તિ, સમાધિભક્તિ, યોગિભક્તિ, ચારિત્રભક્તિ, પંચગુરુભક્તિ વગેરેનો સમાવેશ થાય છે.
૨૦. શ્રી સમયસારની આત્મખ્યાતિ ટીકામાં ૨૭૮ કળશો છે. ૨૧. સમયસાર, પ્રવચનસાર અને પંચાસ્તિકાય આ ત્રણ ગ્રંથો તે શ્રીકુંદકુંદાચાર્ય-રચિત ગ્રંથોમાં ત્રણ રત્નો' કહેવાય છે. સમયસારમાં દ્રવ્યદૃષ્ટિની મુખ્યતાથી કથન છે. પ્રવચનસારમાં પર્યાયદૃષ્ટિની મુખ્યતાથી કથન છે. પંચાસ્તિકાયમાં, પાંચ અસ્તિકાયનું વર્ણન કરીને, સર્વ પ્રકારના રાગને છોડવાની આજ્ઞા કરી છે.
૨૨. અષ્ટપાહુડ ગ્રંથમાં શ્રીકુંદકુંદાચાર્યદેવે સર્વથી મોટું ભાવપાહુડ લખ્યું છે, જેની ૧૬૫ ગાથાઓ છે.
શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી
-
લગભગ ૮૦ વર્ષ પહેલાં મહેસાણા જિલ્લાના શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી એક પ્રભાવશાળી જૈન સાધુ થઈ ગયા. તેઓ વિજાપુર ગામમાં કણબીના ઘરે જન્મેલા. તેમનો જન્મ મહાશિવરાત્રીના દિવસે થયો હતો. સંત-સમાગમે હૃદયની નિર્મળતા થઈ અને મા સરસ્વતીનો પ્રાદુર્ભાવ થયો. તેઓ કવિ પણ હતા. દીક્ષાપૂર્વે તેમનું
. ૭-૪૨.
Page #54
--------------------------------------------------------------------------
________________
સંસ્કાર
નામ બેચરદાસ હતું. ૧,૫૦૦ વર્ષ પહેલાં આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીએ લખેલ સમાધિશતક નામના આધ્યાત્મિક ગ્રંથની શ્રીમાન્ યશોવિજયજીકૃત ગુજરાતી પદ્યટીકા (ટબા)ના આધારે તેમણે ગુજરાતીમાં સુબોધ ટીકા લખી છે.
પરમ પૂજ્યશ્રી જિનસેનાચાર્ય (પહેલા)
લગભગ ૧,૧૦૦ વર્ષ પહેલાં પરમ પૂજ્યશ્રી જિનસેનાચાર્ય (પહેલા) થઈ ગયા, જેમણે મહાપુરાણ નામનો અતિપ્રસિદ્ધ અને ભારતીય સંસ્કૃતિનાં પ્રતિનિધિરૂપ ગ્રંથ લખેલો છે. તેમના ગુરુ શ્રી વીરસેનાચાર્ય હતા. તેમણે ધવલા જયધવલા નામનો ગ્રંથ રચ્યો છે, જે ખંડાગમ અને કષાયપ્રાભૂત નામના શાસ્ત્રોની ટીકારૂપે છે. તેનું હિંદી ભાષાંતર કરનાર પંડિતોની એક પેઢી પૂરી થઈ તોપણ તેની સમાપ્તિ થઈ શકી નથી. આવા અતિ મહાન અને લોકોત્તર જ્ઞાનવાળા તે આચાર્યો હતા.
અખા ભગત
૧૮મી સદીના ગુજરાતના અગ્રગણ્ય અને ક્રાંતિકારી સંતકવિ હતા અને વેદાંતના ઉચ્ચ કક્ષાના જ્ઞાતા હતા. તેમના લખેલા ‘ચાબખા’ પ્રસિદ્ધ છે.
કેટલાક બહુજનમાન્ય ગ્રંથો :
શ્રી નારદ ભક્તિ સૂત્ર ·
ભક્તિમાર્ગને સર્વાંગી, અધિકૃત અને આધ્યાત્મિક દૃષ્ટિએ રજુ કરતો આ એક નાનો પણ ઉચ્ચ કોટિનો ગ્રંથ છે; જેની રચના મહર્ષિ નારદજીએ ૮૪ સંસ્કૃત સૂત્રોમાં અતિ પ્રાચીન કાળમાં
ES-3
Page #55
--------------------------------------------------------------------------
________________
ન સંસ્કાર છે કરેલી છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ પત્રાંક ૨૧૯માં તે વાંચવાની ભલામણ કરેલી છે. અનુભવપ્રધાન અને સૂત્રાત્મક શૈલીથી લખાયેલો હોવાથી સાધકના હૃદય ઉપર તે ખૂબ ઊંડી અસર કરે છે અને ભક્તિમાર્ગમાં આગળ વધવા માટેનું વ્યાવહારિક માર્ગદર્શન આપે છે. સ્વામી શ્રી શિવાનંદ સરસ્વતીએ તેના ઉપર સુંદર ટકા અંગ્રેજીમાં લખેલી છે. * શ્રી તત્ત્વાર્થસૂત્ર ૧. શ્રીતત્ત્વાર્થસૂત્ર જૈન દર્શનનું સર્વમાન્ય શાસ્ત્ર છે. ૨. મોક્ષશાસ્ત્ર, તત્ત્વાર્થ, તત્ત્વાર્થાધિગમસૂત્ર, સભાખ્યતત્ત્વાર્થસૂત્ર
આદિ અનેક નામોથી તે ઓળખાય છે. લગભગ બીજા સૈકામાં થયેલા આચાર્ય શ્રી ઉમાસ્વામી અથવા
ઉમાસ્વાતિએ તેની રચના કરી છે. ૪. તેમાં દસ અધ્યાય છે અને ૩૫૭ (અથવા માન્યતાભેદે ૩૪૪)
સૂત્રો છે. ૫. સંસ્કૃતમાં રચાયેલું તે પ્રથમ જૈન શાસ્ત્ર છે. ૬. પરંપરા-અધ્યયનમાં તેનું સર્વોચ્ચ સ્થાન છે.
સમસ્ત જૈનદર્શન તેમજ આચારસંહિતાનું તેમાં અધિકૃત અને ચમત્કૃતિપૂર્ણ વર્ણન કરેલું છે. તેનાં પર મોટી સંખ્યામાં ટીકાઓ રચાઈ છે, જેમાં સર્વાર્થસિદ્ધિ, સિદ્ધસેનીય અને તત્ત્વાર્થરાજવાર્તિક અતિ પ્રસિદ્ધ છે.
જે
$
$
Page #56
--------------------------------------------------------------------------
________________
[ સંસ્કાર ) – * શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
જૈન પરંપરાના ઉત્તમ આધ્યાત્મિક શાસ્ત્રોમાંનુ આ એક અતિ મહત્ત્વનું શાસ્ત્ર છે અને તેને મૂળ સૂત્ર માનવામાં આવે છે. તેમાં સંગ્રહીત થયેલો બોધ તે મહાવીર પ્રભુનો છેલ્લો ઉપદેશ માનવામાં આવે છે.
આ સૂત્રના ૩૬ અધ્યયન છે. તેમાં સાધકને ઉપયોગી લગભગ સર્વ પ્રકારનો બોધ ઉપલબ્ધ છે, તેથી સાધકોપયોગી સૂત્રોમાં તેની વધારે લોકપ્રિયતા થઈ છે. પહેલાં વિનય-અધ્યયનની ૪૮ ગાથાઓથી માંડીને ક્રમશઃ એક પછી એક એમ ૩૬ અધ્યયનોમાં એક બાજુ ગંભીર, તત્ત્વલક્ષી અને મુનિચયને ઉપયોગી અધ્યયનો છે તો બીજી બાજુ હરિકેશીય (૧૨મું અધ્યયન) મૃગાપુત્રીય (૧૯મું અધ્યયન) અને રથનેમીય (૨૨મું અધ્યયન) આદિ અધ્યયનમાં કથાનકોના માધ્યમથી સામાન્ય ધર્મજિજ્ઞાસુને માટે પણ રસપ્રદ શૈલીમાં રોચક બોધની રજુઆત કરી છે. જેકોબી આદિ અનેક વિદેશી વિદ્વાનોએ પણ તેની વિસ્તૃત ચર્ચા કરેલી છે.
આમ, અનેકવિધ વિષયોને આવરી લેતું અને દ્રવ્યાનુયોગ, ચરણાનુયોગ અને કથાનુયોગને સમાવી લેતા આ સૂત્રને આપણે ભગવાનના ઉપદેશની સમગ્રતાના સારરૂપ ગણી શકીએ અને તેના સાચા અધ્યયનથી સ્વ-પર કલ્યાણના માર્ગે આગળ વધી શકીએ. - શ્રી સમાધિશતક ૧. આ એક નાનો પણ ઉત્તમ આધ્યાત્મિક ગ્રંથ છે.
ભારતીય સંસ્કૃતિના પ્રતિનિધિ આધ્યાત્મિક ગ્રંથ તરીકે, વડોદરા યુનિવર્સિટી તરફથી, તેની પહેલી ગુજરાતી આવૃત્તિ, ઈ.સ. ૧૮૯૧માં બહાર પડી હતી.
s-૪પ
Page #57
--------------------------------------------------------------------------
________________
સંસ્કાર
૩. પાંચમા સૈકામાં જૈનાચાર્ય શ્રી પૂજ્યપાદ સ્વામીએ તેની રચના ૧૦૫ સંસ્કૃત શ્લોકોમાં કરી. તેરમા સૈકામાં સંસ્કૃત ટીકા અને સત્તરમા સૈકામાં જૂની ગુજરાતીમાં તેની ટીકાઓ રચાઈ. વીસમા સૈકામાં ગુજરાતી અને હિંદીમાં તેના ઉપર અનેક ટીકાઓ થઈ અને પદ્યાનુવાદો પણ થયા.
૪.
આ ગ્રંથનો મુખ્ય બોધ એ છે કે : દેહાત્મબુદ્ધિ તે જ મુખ્ય અજ્ઞાન છે; માટે તેને છોડી, વિવેકી પુરુષે સદ્બોધ, સંયમ અને અભ્યાસથી ચિત્તને સ્થિર કરીને સતત આત્મસ્મરણ દ્વારા, આત્મસમાધિ પ્રાપ્ત કરવી. આમ કરવાથી જીવન્મુક્ત દશા પ્રગટે છે અને અનંત આનંદસ્વરૂપ એવા નિર્વાણની પ્રાપ્તિ થાય છે.
શ્રી પદ્મનંદી પંચવિંશતિ :
આ શાસ્ત્રના ૨૬ અધ્યાયોમાં સર્વજ્ઞપ્રણીત અગત્યના તત્ત્વજ્ઞાનનો (લગભગ ચારે અનુયોગ સહિત) સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં દ્રવ્યાનુયોગ અને ચરણાનુયોગની મુખ્યતા છે. તેની રચના શ્રી પદ્મનંદી આચાર્યદેવે લગભગ ૧૩મા સૈકામાં કરી હતી. પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીએ તેને ‘વનશાસ્ત્ર’ એવું ઉપનામ આપેલું છે અને પર્યુષણ પર્વ દરમિયાન બપોરના બાર વાગ્યા પહેલાં તે વાંચવાની આજ્ઞા કરેલી છે (પત્રાંક ૯૪૫). જ્ઞાન, વૈરાગ્ય અને અધ્યાત્મસાધના માટે તે ખૂબ ઉપયોગી ગ્રંથ છે.
* શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર
ભારતીય ઇતિહાસ આ વાતની સાક્ષી પુરે છે કે જ્યારે જ્યારે આધ્યાત્મિક સાધનાના માર્ગ ઉપર જાળા અને ઝાંખરા બાઝી જાય
=sx.
Page #58
--------------------------------------------------------------------------
________________
ન સંસ્કાર છે છે ત્યારે ત્યારે કોઈ મહાન જ્યોતિર્ધરો, તે સઘળાને દૂર કરીને આત્મજ્ઞાન - આત્મસમાધિ પ્રાપ્ત કરવાના માર્ગનો પ્રકાશ કરતા જ રહે છે.
આવો જ એક અવસર ૧૦૫ વર્ષ પૂર્વે આવ્યો, જ્યારે મતમતાંતરથી રહિતપણે, સાધક-મુમુક્ષુને વિશેષ ઉપકારી એવા માર્ગની પ્રાપ્તિ સરળ અને સંક્ષિપ્ત ગુજરાતી ભાષામાં પદ્યરૂપે પ્રાપ્ત થયો.
સંક્ષિપ્ત પરિચય (૧) રચયિતા : મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક
પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચન્દ્રજી. (૨) રચનાકાળ : વિ.સં. ૧૯૫૨ના આસો વદ એકમને
દિવસે સંધ્યાકાળે. (૩) સ્થળ : ગુજરાતના ચરોતર પ્રદેશના નડિયાદ
નગરમાં. (૪) ભાષા : ગુજરાતી, જેનું હિંદી, અંગ્રેજી, સંસ્કૃતાદિ
ભાષાઓમાં ભાષાંતર થયેલ છે. (૫) પરિમાણ : ૧૪૨ દોહરામાં ગુરુશિષ્યના સંવાદરૂપે.
પ્રારંભ અને ભૂમિકા : મંગળાચરણમાં સદ્દગુરુ ભગવંતને નમસ્કાર કરીને, આત્માર્થીને વિચારવા માટે કરૂણાપૂર્વક તેની રચના કરવામાં આવેલ છે તેમ કહ્યું છે. એકલા શુષ્કજ્ઞાનીને કે ક્રિયાજડને મોક્ષમાર્ગ પ્રાપ્ત થતો નથી. પરંતુ સદ્ગુરુના સમાગમ અને અનુગ્રહથી, જ્યારે ત્યાગ-વૈરાગ્યાદિ ગુણોને ધારણ કરીને વિનયાદિ
s
Page #59
--------------------------------------------------------------------------
________________
—ન સંસ્કાર કે દ્વારા સ્વચ્છંદ અને મતાગ્રહને ત્યજે, ત્યારે જ તેને માર્ગ પ્રાપ્ત થાય છે તેમ કહ્યું છે. આવા વિનયસંપન્નતાદિ ગુણોનો મર્મ કોઈ વિરલા મુમુક્ષુ જ અંતરથી સમજે છે એમ કહીને પછી મતાર્થીના લક્ષણ વર્ણવીને તે છોડવાની પ્રેરણા કરી છે.
મતાર્થીના લક્ષણ છોડીને આત્માર્થી બને તેનામાં કેવા ગુણો હોય તે જણાવીને તેવા ગુણધારકને જ્યારે સગુનો બોધ મળે છે ત્યારે, તે અંતર્મુખી સુવિચારદશાને પામે છે અને તેવા બોધને જીવનમાં આત્મસાત્ કરીને આત્મજ્ઞાન પામીને ક્રમે કરીને પૂર્ણ મોક્ષને પામે છે.
આવો અવિરુદ્ધ મોક્ષમાર્ગ રૂડી રીતે જાણવા માટે નીચેના છ પદોનું ક્રમશઃ વિવેચન કરેલ છે.
(૧) આત્મા છે. (૨) આત્મા નિત્ય છે. (૩) આત્મા કથંચિ કર્તા છે. (૪) આત્મા કથંચિત્ ભોક્તા છે. (૫) મોક્ષ છે. (૬) મોક્ષનો ઉપાય છે.
ક્ષમાદિ ગુણોને પ્રગટ કરવાથી અને આત્માની સાચી શ્રદ્ધા, સાચો લક્ષ અને સાચી અનુભૂતિ કરવાથી મોક્ષ પ્રગટે છે તેમ જણાવી તે દશાની પ્રાપ્તિ માટે પ્રેરણા કરે છે.
સદ્ગના ઉપદેશથી જ્યારે તેવા આત્માર્થીને આત્મજ્ઞાન થાય છે ત્યારે તેને અપૂર્વ પ્રસન્નતા થાય છે અને શ્રીસદ્ગુરુદેવનો અત્યંત ભક્તિભાવપૂર્વક અદ્ભુત શબ્દોમાં પરમ ઉપકાર માને છે.
ઉપસંહારમાં સુંદર અને વૈજ્ઞાનિક ક્રમથી આખા શાસ્ત્રનો અર્થાત્ મોક્ષમાર્ગનો સાર કહ્યો છે. ભારતીય પદર્શનનો સંક્ષેપ
us-જ૮
Page #60
--------------------------------------------------------------------------
________________
સંસ્કાર
અમે અહીં પ્રરૂપ્યો છે એમ કહી દેહાતીત જ્ઞાનીના ચરણોમાં નમસ્કાર કરી શાસ્ત્રની પૂર્ણાહુતિ કરી છે.
* શ્રી વિવેકચૂડામણિ :
૧.
૧.
*
અદ્વૈત-વિચારધારાના મહાન પ્રવર્તક પૂજ્ય આદિ શંકરાચાર્યજી વિવેચિત આ ગ્રંથ, આત્મજ્ઞાનપ્રાપ્તિના જિજ્ઞાસુઓને ખૂબ ઉપયોગી છે.
સાતમી સદીમાં સંસ્કૃતના ૫૮૧ શ્લોકોમાં તેની મૂળ રચના થયેલી છે. ગુરુ-શિષ્યના સંવાદરૂપે તેની રચના વધારે રોચક અને પ્રભાવક બની છે. મનુષ્યભવ, મુમુક્ષુતા અને આત્મનિષ્ઠ ગુરુનું સાનિધ્ય-સેવા-બોધ કેટલા દુર્લભ છે અને કેવા ઉત્તમ ફળને આપે છે તેનું વિસ્તૃત વર્ણન અને શિષ્યના સૂક્ષ્મ અહંકાર અને અજ્ઞાનનું કેવી રીતે વિસર્જન થાય છે તેનું સુંદર આલેખન આ ગ્રંથમાં થયું હોવાથી, તે ગુણગ્રાહક દૃષ્ટિથી જિજ્ઞાસુઓએ વિચારવા યોગ્ય છે.
葵
શ્રી દાસબોધ :
ભારતીય સંસ્કૃતિના સંરક્ષક છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ સમર્થ સ્વામી રામદાસે આ ગ્રંથની રચના ઈ.સ. ૧૬૬૦ની આજુબાજુ કરેલી છે. તેમાં ૨૦૦ અધ્યાય અને ૭૭૪૯ પદ્યો છે. આ ગ્રંથની રચના ગુરુ શિષ્યના સંવાદરૂપે કરવામાં આવી છે.
શ્રીમદ્ાજચંદ્ર પત્રાંક ૭૧૬, ૭૨૯
-S-૪૯ .
Page #61
--------------------------------------------------------------------------
________________
૨.
૩.
૪.
સંસ્કાર
માનવજીવનની ઉન્નતિને સ્પર્શતા ઘણાં વિષયોનું અધિકૃત વર્ણન વેદાંત-પદ્ધતિથી કરેલું છે; પરંતુ તેમાં મહારાષ્ટ્રની તત્કાલિન લોકપરિસ્થિતિને અનુલક્ષીને મુખ્યપણે નિરૂપણ કરેલ છે.
**
વ્યવહા૨, ૫૨માર્થ (ધર્મ), નીતિશાસ્ત્ર, વર્ણાશ્રમધર્મ, રાજ્યનીતિ આદિ અનેક વિષયોનું અધિકૃત વર્ણન છે. ૫રમાર્થ વિષયક અધ્યાયોમાં, દેહ અને આત્માની ભિન્નતારૂપ વિવેક, જગતના મનુષ્યોના ક્રમશઃ બદ્ધ, મુમુક્ષુ, સાધક અને સિદ્ધના લક્ષણોનું વિશદ વિવેચન તથા ભક્તિ, જ્ઞાન અને કર્મયોગની સાધના વિષે પુષ્કળ માર્ગદર્શન આપ્યું છે.
લગભગ ૪૦૦ વર્ષ પછી પણ આ ગ્રંથ ભારતીય સમાજના ભિન્ન ભિન્ન વર્ગના મનુષ્યોને પોતાની યોગ્યતા અને આવશ્યકતા અનુસાર માર્ગદર્શન, બોધ અને પ્રેરણા આપે. છે; તે જ તેમાં રહેલા ઉચ્ચ માનવીય મૂલ્યોની પ્રત્યક્ષ સાબિતી છે. આપણે પણ તેમાંથી સાર ગ્રહણ કરીને સ્વપર-કલ્યાણમાં પ્રયત્નશીલ બનીને મનુષ્યભવને સાર્થક કરવો જોઈએ.
શ્રી શિક્ષાપત્રી
શ્રીસ્વામીનારાયણ સંપ્રદાયના આદ્યપ્રવર્તક, પૂજ્યશ્રી સહજાનંદજી મહારાજે, આ ગ્રંથની રચના મૂળ સંસ્કૃતમાં ૨૧૨ શ્લોકોમાં કરી છે. આ શાસ્ત્રનું બીજું નામ ‘સહજાનંદ સ્મૃતિ’ પણ છે.
શ્રીમદ્ાજચંદ્ર પત્રાંક ૪૮૮, ૪૮૯
**
:
- St. .
Page #62
--------------------------------------------------------------------------
________________
સંસ્કાર
આ ગ્રંથનો રચનાકાળ લગભગ ૧૮૦ વર્ષ પહેલાનો, વિ. સં. ૧૮૮૨નો છે. ગુજરાતના આણંદ પાસેના વડતાલ ગામમાં તેનું આલેખન થયું હતું.
આ ગ્રંથ પર શ્રી શતાનંદ મુનિએ સંસ્કૃતમાં ટીકા લખી છે; બીજા પણ અનેક ગુજરાતી અનુવાદો થયાં છે; પણ “સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય” તરફથી પ્રકાશિત આવૃત્તિ સરળ, સુગમ અને સંક્ષિપ્ત છે.
આ ગ્રંથમાં આપેલો બોધ સામાન્ય મનુષ્ય પણ રોજબરોજના વ્યવહારમાં ચરિતાર્થ કરી શકે તેવો છે. સત્સંગ, ભક્તિ અને સદાચાર દ્વારા માનવજીવનના ઉત્કર્ષની સુંદર રીતરસમો આ ધર્મગ્રંથમાં બતાવી છે. પોતાના કાળમાં જે લોકો અંધશ્રદ્ધા, વહેમ, કુરિવાજો, વ્યસનો, અજ્ઞાન અને દુરાચારમાં ફસાયેલા હતા તેવા સર્વસામાન્ય લોકોને પોતાની આગવી પ્રતિભા, વિસ્તૃત પરિભ્રમણ અને શિષ્ય પરંપરાથી તેમજ પોતાના ઉપદેશના સારરૂપ આ ગ્રંથથી ગ્રંથકર્તા મહાશયે કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના લોકો ઉપર મહાન ઉપકાર કરીને, સમાજને સાચી સમજણ અને સદ્ગુણોના માર્ગે લઈ જવામાં એક વિશિષ્ટ યોગદાન આપ્યું છે.
* વિવિધ ઐતિહાસિક માહિતી ૧. ૨૪ તીર્થકરોમાંથી લગભગ ૧૮ તીર્થંકરોએ પોતાના
જન્મમંગળના દિવસે જ વૈરાગ્ય આવતાં દીક્ષા લીધેલી છે. • શ્રી ઋષભદેવ ભગવાનને નીલાંજના નામની અપ્સરાનું,
નૃત્ય કરતાં કરતાં અકાળ મૃત્યુ જોઈને વૈરાગ્ય આવ્યો.
v s-પ૧
Page #63
--------------------------------------------------------------------------
________________
સંસ્કાર
• શ્રી અજિતનાથને આકાશમાંથી ખરતો તારો જોઈ વૈરાગ્ય આવ્યો. શ્રી પુષ્પદન્ત (સુવિધિનાથ) ભગવાનને વીજળીના ઝબકારાની ચપળતા જોઈ વૈરાગ્ય થયો. • શ્રીશ્રેયાંસનાથને પાનખર ઋતુમાં પાન ખરતાં જોઈ
વૈરાગ્ય આવ્યો. રાજકુમાર શ્રીનેમિનાથને લગ્નની તૈયારી વખતે, બકરાંઘેટાં આદિ પશુઓનો વધ, આહાર માટે કરવાનો છે
તે જાણીને વૈરાગ્ય થયો. એક જ ભવમાં ત્રણ પદવી (ચક્રવર્તી, કામદેવ અને તીર્થકર) મળી હોય તેવા ત્રણ તીર્થકર વર્તમાન ચોવીસીમાં થયા :
(૧) શાંતિનાથ, (૨) કુંથુનાથ અને (૩) અરહનાથ. ૩. મહાવીર ભગવાનના નિર્વાણ પછી ૩ વર્ષ ૮ મહિના અને
૧૫ દિવસ પછી કળિયુગનો પ્રારંભ થયો એમ જૈનદર્શનની
માન્યતા છે. ૪. ૨૪ તીર્થકરનાં ચિહ્નો દર્શાવતો છંદ :
બળદ હાથી ને ઘોડલો, બંદર ચક્વો પક્ષી; સ્વસ્તિક ચંદ્ર ને મગર છે, કલ્પવૃક્ષ ગેંડો ભેંસ; ભુંડ શાહુડી વજ છે, હરણ બકરું મીન; કળશ કાચબો ને કમળ, શંખ સર્પ ને સિંહ. આર્યદર્શનોમાં હિન્દુ, બૌદ્ધ અને જૈન - એમ ત્રણ દર્શનોનો સમાવેશ થાય છે.
s- પર
Page #64
--------------------------------------------------------------------------
________________
સંહાર
પાયારૂપ સગુણોનો વિકાસ
સજન :
૨.
,, ,
ખાનદાની, લજ્જાશીલતા, પ્રસન્નતા, ન્યાયપ્રિયતા, નમ્રતા, કૃતજ્ઞતા અને પરોપકારિતા – આ બધા ગુણો સજ્જનના જીવનમાં સહજપણે વણાઈ ગયેલાં હોય છે. રાત કો ખાઓ પીવો, દિન કો આરામ કરો' એવું માનનારા મનુષ્યો અવિવેકી, નાસ્તિક અને પતિતપરિણામી છે. તેમનું જીવન ચિંતા અને વ્યાધિઓથી ઘેરાઈ જાય છે અને ઘણુંખરું
તેઓ કમોતે જ મરી જાય છે. ૩. આપણા ઘરમાં એવા પુસ્તકો, કેસેટો, સામયિકો અને ફોટાઓ
હોવા જોઈએ કે જેના દ્વારા નવી પેઢી સારું શિક્ષણ અને ઉન્નત સંસ્કારોને સહેજે સહેજે પામી શકે. આ માટે આપણે પોતે જ ખાસ લક્ષપૂર્વક પુરુષાર્થ કરવો પડશે અને સજ્જનતાના હિંચક આવા સાધનો પ્રત્યે રુચિ કેળવી તેમનો ઉપયોગ કરવો પડશે; તો બાળકો પણ તેનું સહજપણે અનુકરણ કરશે. આપણને મળેલી આ જિંદગી ઘણી જ મૂલ્યવાન છે એમ સર્વે મહાત્માઓએ કહ્યું છે. ૨૦ થી ૩૦ વર્ષની વયમાં જ પોતાના જીવનનું કોઈ ઉચ્ચ ધ્યેય નક્કી કરી લેવું અને તે ધ્યેયની સિદ્ધિ માટે પ્રત્યેક મિનિટનો સદુપયોગ કરવો. જોકે આમ કરવા માટે પોતાની આગવી પ્રતિભા અને જીવનપદ્ધતિ કેળવવી પડે, બદલવી પડે, તો પણ તેમ કરવું જ.
s-પ૩ .
Page #65
--------------------------------------------------------------------------
________________
૫.
૬.
*
સંસ્કાર
વિવેકપૂર્વકનો દૃઢ નિશ્ચય, સમયનો સદુપયોગ, કર્તવ્ય-નિષ્ઠા અને મહાપુરુષો પાસેથી સતત પ્રેરણા મેળવતા રહેવાથી, આ મહાન કાર્ય અવશ્ય સિદ્ધ થઈ શકે છે.
છેલ્લા ૫૦ વર્ષોમાં વિજ્ઞાને જે હરણફાળ ભરી છે તે નોંધપાત્ર છે. પરંતુ વિજ્ઞાન અને અધ્યાત્મના સમન્વયની ઘણી જ આવશ્યક્તા ઊભી થઈ છે, કારણ કે ભૌતિક સુખ - સગવડો મનુષ્યને સાચી શાંતિ આપી શકે કે કેમ અને માનવની સાચી પ્રગતિનો માપદંડ બની શકે કે કેમ તે વિશેષપણે વિચારણીય છે. આ બાબતમાં પ્રસિદ્ધ તત્ત્વચિંતક ડૉ. રાધાકૃષ્ણનનું નીચેનું વક્તવ્ય મનનીય છે :
"The soul of progress should be the progress of the soul."
માનવને સાચી પ્રગતિ માટે આધ્યાત્મિક અભિગમ સ્વીકારવો જ પડશે. આ કાર્ય માટે વિશ્વમાં ભારત જે યોગદાન આપી શકે તે બીજો કોઈ દેશ આપી શકે તેમ નથી. ભારતના સાચા સંતો પાસેથી દુનિયા અપેક્ષા રાખે છે કે કરૂણા, પ્રેમ, સાદાઈ, મધ્યસ્થતા અને સાચી યોગસાધના દ્વારા સમતા અને પરમ શાંતિ કેમ પ્રાપ્ત કરવી તેનું સમુચિત અને પ્રયોગલક્ષી માર્ગદર્શન તેઓ આપે.
ગૃહસ્થાશ્રમ :
આર્ય સંસ્કૃતિમાં ગૃહસ્થાશ્રમને બધા આશ્રમોનો આધાર હોવાથી પાયારૂપ અને સામાજિક-સાંસ્કૃતિક દૃષ્ટિએ ખૂબ અગત્યનો ગણ્યો છે. સારી રીતે ગૃહસ્થાશ્રમનું પાલન થઈ
. S - ૫૪ -
Page #66
--------------------------------------------------------------------------
________________
ન સંસ્કાર શકે તે માટે આવશ્યક છે કે સગુરુનો બોધ ભાવપૂર્વક શ્રવણ કરવો, જીવનમાં દરેક કાર્ય વિવેકપૂર્વક કરવું અને ધર્મભાવનાને આગળ રાખવા માટે યોગ્ય ઉપાસના નિયમિતપણે કરવી. ધર્મ, અર્થોપાર્જન (આજીવિકાનો ઉદ્યમ), યોગ્ય રીતે સંતતિ અને સુયશની પ્રાપ્તિનો ઉદ્યમ (કામ) અને પોતાને અજ્ઞાનાદિ બંધનથી રહિત કરવાની દૃષ્ટિ રાખવાથી (મોક્ષ) ગૃહસ્થ પણ કલ્યાણમાર્ગે આગળ વધી શકે છે. સંપ, સ્નેહ, સ્વચ્છતા, સંતોષ, સેવાભાવ, દાન-પરોપકાર અને વ્યસનરહિત જીવન
જીવવાથી ગૃહસ્થાશ્રમ સફળ થાય છે. * સમયના સદુપયોગનો મહિમા ૧. મનુષ્યભવની એક એક ક્ષણ લાખેણી છે. જે ક્ષણ વીતી
ગઈ છે તે ક્ષણ કરોડો ઉપાય કરવાથી પણ પાછી મળી શકતી નથી, માટે પોતાને પ્રાપ્ત થયેલી પ્રત્યેક ક્ષણનો સદુપયોગ કરી લઈ આ જીવનને સાર્થક કરી લેવું. સમય અને સમુદ્રમાં આવતી ભરતી કોઈને માટે પણ રાહ
જોતાં નથી. ૩. અંજલિમાં (હાથમાં) રહેલું પાણી જેમ ધીમે ધીમે ટપકવાથી
ખલાસ થઈ જાય છે તેમ, એક એક ક્ષણ વીતવાથી આખોય મનુષ્યભવ ખલાસ થઈ જાય છે, તેથી જો આત્મકલ્યાણમાં
ધ્યાન ન રહ્યું તો સર્વસ્વ લૂંટાયા જેવો આપણી ઘાટ થશે. ૪. બધી વિપત્તિઓને તે જીતી જાય છે, બધા પુણ્યશાળી પુરુષોમાં
તે અગ્રણી બને છે, મહાન શાસ્ત્રો રચવાનું સામર્થ્ય તેનામાં પ્રગટે છે, વિદ્વજનોની સભામાં તે નવી નવી સુયુક્તિઓ
: . પપ .
Page #67
--------------------------------------------------------------------------
________________
૫.
૬.
૮.
સંસ્કાર
રજુ કરી શકે છે અને કર્મરૂપી મહાન શત્રુઓની સેનામાં તે ભંગાણ પાડવાને સમર્થ બને છે; કે જે પોતાને મળેલી પ્રત્યેક પળને ઘણી જ મૂલ્યવાન જાણી તેના સદુપયોગમાં સાવધાન રહે છે.
૭. પુરુષાર્થ વડે કરીને કાળને જીતવો જોઈએ અને વિનયરૂપ સંપત્તિ વડે વિદ્યાને પ્રાપ્ત કરવી જોઈએ.
૯.
જે કાળની સત્તાને વશ થઈને વર્તવાથી સર્વ વસ્તુઓ માત્ર સ્મૃતિરૂપે જ રહી જાય છે તે મહાકાળને નમસ્કાર હો! કાળ એમ નથી વિચારતો કે આ પુરુષે પોતાનું સુકૃત્ય પૂરું કર્યું કે નહીં; તે તો પોતાના સપાટામાં આવેલા રાજાને, રંકને, મૂર્ખને, પંડિતને કે સર્વ કોઈને કોળિયો કરી જાય છે. માટે કાળનો ભરોસો કરવો તે તો પોતે છેતરાવા જેવું છે.
ઘડિયાળ ટક-ટક-ટક એમ અવાજ કરીને આપણને સૂચવે છે કે તારું આયુષ્ય કટ કટ કટ થઈ રહ્યું છે માટે જે ઉત્તમ કાર્ય તારે કરવું હોય તે જલદીથી કરી લે.
સવારનું કામ સાંજ ઉપર અને સાંજનું કામ કાલ ઉપર જે મુલતવી રાખે છે તેને જ્ઞાનીઓએ આળસુ, દીર્ઘસૂત્રી અને મુદતિયો કહ્યો છે. તેને પોતાના જીવનમાં સફળતા મળતી નથી અને તે નાશ પામે છે.
૧૦. ભગવાન શ્રી મહાવીર, ગૌતમસ્વામી જેવા મહાસમર્થ પુરુષને પણ પ્રત્યેક ક્ષણનો સદુપયોગ કરવાની આજ્ઞા કરતા હતા, તો આપણે પ્રત્યેક ક્ષણે સાવધ ન રહેવું જોઈએ?
=S -૫૬
Page #68
--------------------------------------------------------------------------
________________
- સંસ્કાર છે ૧૧. આત્મકલ્યાણના ઇચ્છુકોએ પઠન-પાઠનમાં, સ્તવનભક્તિમાં,
ધ્યાનમાં, શાસ્ત્રાધ્યયનમાં તથા ગુરુભક્તિમાં પ્રમાદરહિત થઈ
સમયસર વર્તવું જોઈએ. ૧૨. જે સમયને બરબાદ કરે છે તેને સમય બરબાદ કરી નાખે છે.
સુખી જીવનના દસ સોનેરી સૂત્રો ૧. બધાય પ્રાણીઓ, જીવજંતુઓ અને મનુષ્યો મારા મિત્ર છે;
એવી જીવનદષ્ટિ અને પ્રવૃત્તિને જીવનમાં અપનાવીએ. ૨. જ્યારે જે બન્યું તે ઠીક જ છે, તે વિષે મારે કોઈ ફરિયાદ નથી. ૩. જે મારું છે તે જતું નથી અને જે જાય છે તે ખરેખર મારું
નથી, માટે હું નિશ્ચિત છું, નિર્ભય છું. ચિંતા કરવાથી કાર્ય થતું નથી; પરંતુ આપણે તો સમજણપૂર્વક પોતાની ફરજ બજાવવી; બાકી ફળ તો ઈશ્વરેચ્છા પર છોડી
દઈએ. ૫. આમ કરવાથી જીવન હલકું ફુલ જેવું બની જશે; ટેન્શન
રહેશે નહિ અને તેથી હાયપર ટેન્શન, બ્લડ પ્રેશર પણ થશે નહીં! પરમાત્મામાં શ્રદ્ધા, સંતોની સેવા, કુટુંબીજનોમાં સંપ, અતિથિ-સત્કાર, સવાંચનમાં રસ અને સંતોષવૃત્તિ – આવો ગૃહસ્થાશ્રમ ધન્ય છે. મા-બાપોએ માત્ર સંપત્તિ જ વારસામાં આપવાની નથી પણ સાથેસાથે સંસ્કારોનું પણ બાળકોમાં સિંચન કરવાનું છે. સંસ્કારહીન સંપત્તિ સૌથી મોટી વિપત્તિ છે.
૪.
Page #69
--------------------------------------------------------------------------
________________
૮.
૯.
સંસ્કાર
વર્તમાન જીવનને સારી રીતે જીવો, ફવડાવો, અનુકૂળ બનો, ગોઠવાઈ જાઓ, સુમેળ સાધો અને અન્યની સગવડ સાચવો. આમ કરવાથી જીવન નિઃસ્વાર્થ-પરોપકારી અને સુગંધી બનશે.
ભૂતકાળની ભૂલોને વાગોળ્યા ન કરો અને ભવિષ્ય માટે ખોટા હવાઈ કિલ્લા બાંધ્યા વગર સમય-શક્તિ પ્રમાણે હકારાત્મક વલણ અપનાવો. આમ કરવાથી પ્રસન્નતા બની રહેશે.
૧૦. પ્રેમથી અને સમજણથી જીવનમાં સાચી સૌરભ અને સુયશ ફેલાય છે.
* સાંચનની ટેવ
જેવી રીતે તંદુરસ્તી જાળવવા માટે દરરોજ, નિયમિત, પ્રમાણસર અને પૌષ્ટિક ભોજન લઈએ છીએ તેવી જ રીતે મનદુરસ્તી (સ્વસ્થ અને પવિત્ર મનની સ્થિતિ) જાળવવા તેને સારો ખોરાક આપવો જોઈએ. આ માટેનું બહુજનસુલભ સાધન, આ જમાનામાં, સારું વાચન છે. જોકે તેમાં ટી.વી. નવું ઉમેરાયું છે પણ તેના નિયામકો મનને દુરસ્ત રાખવાને બદલે હિંસા, ઘૃણા, તૃષ્ણા અને અશ્લીલતા તરફ લઈ જાય તેવું જ વધારે પડતી માત્રામાં બતાવે છે. આ સંજોગોમાં વિચારશીલ સમાજ અને વ્યક્તિઓએ વાંચનનો પ્રચાર-પ્રસાર થાય તેવો સર્વતોમુખી, સુઆયોજિત અને પ્રબળ પુરુષાર્થ કરવો જરૂરી છે.
વિવિધલક્ષી જ્ઞાન-વિજ્ઞાન, શિષ્ટ મનોરંજન, મહાપુરુષોના પ્રેરક ચરિત્રો, સેવા અને રાષ્ટ્રીયતાની ભાવના વધે તેવા પુસ્તકો
- ૭-૫૮ મ
Page #70
--------------------------------------------------------------------------
________________
સંસ્કાર ) અને તેથી આગળ સત્કાર્યોની પ્રેરણા અને અધ્યાત્મજ્ઞાનની વૃદ્ધિ થાય તેવા અધિકૃત, આકર્ષક, સુઘડ અને જીવનોપયોગી પુસ્તકો, મોટી સંખ્યામાં અને પોષાય તેવી કીમતવાળા, લોકો સુધી પહોંચે તેવી વ્યવસ્થા સુજ્ઞ લેખકોએ, પુસ્તક-પ્રકાશકોએ, શ્રીમંતોએ, ધીમંતોએ, શિક્ષકોએ અને વિશ્વવિદ્યાલયોએ હળીમળીને કરવી પડશે.
આ કાર્ય કઠીન છે. તે માટે તનની, ધનની, બુદ્ધિની, સાહસિકતાની અને લોકકલ્યાણની દઢ ભાવનાની જરૂર પડશે. તેના થોડા ઉપાયો નીચે પ્રમાણે કરીએ : ૧. લેખકો અને પ્રકાશકો માત્ર આર્થિક લાભની દૃષ્ટિ નહીં
રાખતા, તેની સાથે સાથે સમાજકલ્યાણની ભાવના પણ રાખે. ૨. પુસ્તકમેળાઓ અને પુસ્તક-પ્રદર્શનો માટે ખાનગી ક્ષેત્રે અને
સરકારી-ક્ષેત્રે મોટા પાયે પ્રયત્નો થાય. ૩. સરકાર આ માટે ખાસ ભંડોળ ઊભું કરે, જેવું ઈ.સ.
૧૮૮૮માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં ઊભું * કર્યું હતું, તેમાંથી પ્રેરણા લઈને.
મોટાઓ અને પ્રૌઢો નિયમિત વાંચે તો બાળકો તેમનું સહજ
અનુકરણ કરે. ૫. પ્રાથમિક શિક્ષકો અને ગ્રામ્ય વિસ્તારના પુસ્તક-વિક્રેતાઓને
પુસ્તકો રાહત દરે મળે. ૬. દેખાદેખીથી, અંધ-અનુકરણથી, અણસમજણથી, સ્વજન
વગેરેની સ્મૃતિમાં જે ચીલાચાલુ અને કેવળ સાંપ્રદાયિક
Page #71
--------------------------------------------------------------------------
________________
સાહિત્ય મોટી માત્રામાં પ્રગટે છે તે પ્રવૃત્તિને ઘટાડવી. આવા પુસ્તકો કોઈ વાંચતું નથી. બે-ત્રણ મહિનામાં આવું પુષ્કળ સાહિત્ય પસ્તીમાં જ જાય છે. માટે તેને બદલે વંચાય અને ઉપયોગી થાય તેવું સાહિત્ય પ્રકાશિત કરવું.
વ્યક્તિગત જીવનમાં, સવારે અને રાત્રે વાંચનની ટેવ પાડીએ તો તે બની શકે તેમ છે. જો કે ગુજરાતમાં અધ્યયન-અધ્યાપનની રુચિ અને પ્રવૃત્તિ ઓછાં છે, છતાંય સંસ્કાર-સુરક્ષાના હેતુથી તેની આવશ્યકતા છે. ઘરમાં વાચનની સગવડ ઓછી હોય તો પુસ્તકાલયમાં જઈને પણ વાચન કરવું જ અથવા અભ્યાસવર્તુળોની રચના દ્વારા આ પ્રવૃત્તિ વિકસાવવી.
ઉમદા, અધિકૃત અને દિવ્ય પુસ્તકોની સાથે સાચી અને ગાઢ મિત્રતા બાંધવી. તેવા પુસ્તકોના નિયમિત વાંચન અને તેમાંથી નોંધ કરવાની ટેવ પણ પાડવી તેમજ તેના ભાવોને આત્મસાત્ કરવાં. આવો નિષ્ઠાપૂર્વકનો અભ્યાસ જે કરે છે, તેનું જીવન ઊર્ધ્વગામી બને છે, એ અમારા જીવનનો પ્રગાઢ અનુભવ છે. આ કારણથી, આવા વાચનની સૌને – ખાસ કરીને યુવામિત્રોને - અમારી ફરી ફરી ભારપૂર્વકની ભલામણ છે.
* જીવનસાધનામાં પ્રસન્નતા
મનુષ્યજીવનમાં કરવામાં આવતા પુરુષાર્થને મુખ્ય ચાર હેતુથી પ્રેરિત થયેલો જોવામાં આવે છે; ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. જે જે કંઈ કરવામાં આવે છે તેમાં દુઃખ નિવૃત્તિનો અને અંતઃકરણને સમાધાન કે સંતોષ ઊપજે તે જ હેતુ હોય છે, કારણ કે તેમ કરવું તે મનુષ્યનો-જીવમાત્રનો સ્વભાવ છે.
s-૬૦
Page #72
--------------------------------------------------------------------------
________________
સંસ્કાર છે આધ્યાત્મિક જીવનમાં તો ધર્મ અને મોક્ષ એવા બે પુરુષાર્થની જ મુખ્યતા છે. છતાં સામાન્ય મનુષ્યજીવનમાં, જ્યાં અર્થ અને કામની મુખ્યતા જોવામાં આવે છે ત્યાં પણ પ્રસન્નતાની પ્રાપ્તિનું જ ધ્યેય હોય છે. અહીં પણ જ્યાં અવિવેકપૂર્ણ તૃષ્ણાઓને અનુસરવામાં આવે છે ત્યાં સમાધાન કે પ્રસન્નતાને બદલે ઉદ્વેગ, ચિંતા અને અવ્યવસ્થાનો જ અનુભવ થાય છે. માટે સામાન્ય ગૃહસ્થને પણ વિચાર-વિવેક સહિત જીવન જીવવા માટે અને સામાજિક દૃષ્ટિએ પણ અન્યાયપૂર્વકની કહેવાય તેવી કાર્યપદ્ધતિથી નિવૃત્ત થવા માટે અનુભવજ્ઞાની પુરુષોએ પ્રેરણા કરી છે. આ વાત
જ્યાં ભુલાઈ જાય છે અને જે જીવનમાં અસીમ ધનસંચય, વિષયલંપટતાનો અતિરેક અને ખ્યાતિનામ વગેરે પાછળ આંધળી દોટ જોવામાં આવે છે ત્યાં ત્યાં સર્વત્ર તત્કાલીન અને પરંપરીય આકુળતા અને ઉદ્વેગ અનુભવાય છે. આમ બનવા છતાં, શાંતિપૂર્વક જીવન જીવવાથી પોતાને દરેક પ્રકારે લાભ જ છે, એવું પ્રાયે ભૂલી ગયેલો વર્તમાન માનવ પ્રસન્નતા, સ્વસ્થતા, આરોગ્ય, ઊંઘ કે નિરાંતનો અનુભવ કેવી રીતે કરી શકે? આ હાલત છે આજના આપણા સુધરેલા, ભણેલા ગણેલા અને આધુનિક મનુષ્યની!!
જ્યાં સુધી જીવનમાં સાચી સમજણ પ્રાપ્ત કરવામાં નથી આવતી ત્યાં સુધી ગૃહસ્થજીવન હોય કે ત્યાગીજીવન હોય, પ્રસન્નતાનો કે સમાધાનનો અનુભવ નહિ થાય. જે કાર્ય પરિણામે પણ દુઃખનો કે અશાંતિનો અનુભવ કરાવે છે તે કાર્ય કરવાની અને કર્યે રાખવાની ટેવ સાચી સમજણથી, અભ્યાસથી, સત્સંગાદિ સાધનોથી અને પુરુષાર્થથી છોડવી એ પ્રસન્ન જીવન જીવવાનો રાહ છે. લોકોને રાજી કરવાનું જ ધ્યેય નહિ રાખતાં, કઈ રીતે
v s-૬૧
Page #73
--------------------------------------------------------------------------
________________
સંસ્કાર
વર્તવાથી પોતાને નિશ્ચિંતતા, સ્વસ્થતા અને પારિણામિક શાંતિનો લાભ થાય છે; એવી દૃષ્ટિથી જે વ્યક્તિ જીવન જીવવાનો પુરુષાર્થ કરે છે તે ભલે કદાચ દુનિયામાં મહાપુરુષ તરીકે ન ગણાય તોપણ સાચી જીવનસફળતાનો અનુભવ તેને જ થઈ શકે છે.
આધ્યાત્મિક જીવનની સફળતા તો કેવળ વિવેક અને સંયમને જ આધીન છે અને જ્યાં સુધી તેવી દિવ્ય (સમ્યગ્) દૃષ્ટિ જાગી નથી ત્યાં સુધી આધ્યાત્મિક્તાનો અનુભવ થઈ શકતો નથી. ખોટી ખેંચાતાણી પણ ન કરવી પડે અને જરાય પ્રમાદને પણ આધીન થઈને ન વર્તાય એવો સુંદર સમન્વય જ્ઞાની ગુરુના સત્સમાગમથી કે પૂર્વભવના આરાધેલા સમ્યયોગથી કોઈક જ વિરલ પુરુષોને પોતાના જીવનમાં પ્રાપ્ત થઈ શકે છે અને તેવા પુરુષો જ વર્તમાન જીવનમાં પ્રસન્નતા સહિત સ્વ-પર-કલ્યાણને સાધે છે, સ્વાર્થવૃત્તિનો પરાભવ કરે છે; સમાજનું સાહજિક અને સત્યાર્થ ઊર્વીકરણ કરવામાં ઉત્તમ નિમિત્ત બને છે અને અલ્પ કાળમાં પૂર્ણ મોક્ષને પામે છે.
શું આપણને આવું જીવન ખરેખર સમ્મત છે? જો છે તો સત્સમાગમ, વિવેકપૂર્ણ જીવનદૃષ્ટિ અને અસત્પ્રવૃત્તિથી નિવર્તન આ ત્રિપાંખિયા જીવનદૃષ્ટિને આત્મસાત્ કરીએ. આવો જોઈએ, મહાન જીવનસ્રષ્ટાઓ આ બાબત આપણને શું કહે છે તે સાંભળીએ :
*
ચિત્તપ્રસન્ગે રે પૂજનફળ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટરહિત થઈ આતમ અરપણા, આનંદઘનપદ રેખ. ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો.
યોગીરાજ શ્રીઆનંદઘનજી
*
.૭-૬૨
Page #74
--------------------------------------------------------------------------
________________
ન સંસ્કાર -
(તોટક છંદ) નિજ આત્મસ્વરૂપ મુદા પ્રગટે, મન તાપ ઉતાપ તમામ મટે; અતિ નિર્જરતા વણ દામ ગ્રહો, ભજીને ભગવંત ભવંત લહો.
- શ્રીમદ્ રાજચંદ્રજી
ધ્યાન ધારણા આતમપદની, કરતાં ભ્રમણા મિટ જાવે; આત્મતત્ત્વની શ્રદ્ધા હોવે તો, અનહદ આનંદ ઉર આવે. અલખ નિરંજન આતમજ્યોતિ, સંતો તેનું ધ્યાન ધરો; આ રે કાયા - ઘર આતમહીરો, ભૂલી ગયા ભવમાંહિ ફિરો.
- શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ
*
રામ સભામાં અમે રમવાને ગ્યાં'તાં, પસલી ભરીને રસ પીધો, હરિનો રસ પૂરણ પાયો. ભલે મળ્યાં રે મહેતા નરસિંહના સ્વામી, દાસી પરમ સુખ પામી, હરિનો રસ પૂરણ પાયો.
- ભક્તકવિ શ્રી નરસિંહ મહેતા - કર્તવ્યનિષ્ઠા :
કર્તવ્યનિષ્ઠાનું શાસ્ત્રીય સ્વરૂપ એ ચારિત્ર ગણી શકાય. કર્તવ્યનિષ્ઠા એટલે જે સમયે, જે જગ્યાએ, જે રીતે, જે કાર્ય કરવાનું નક્કી થયું હોય તે અવશ્ય તે પ્રકારે ઉત્સાહથી કરવું. અનેક વિઘ્નો આવે તો પણ પાછા ન હઠવું. ધીરજ
૧.
s-૬૩
Page #75
--------------------------------------------------------------------------
________________
સંસ્કાર
તેમ જ ખંત સહિત, કાર્યસિદ્ધિ માટે પોતાનું સર્વસ્વ અર્પણ
કરવું એ કર્તવ્યનિષ્ઠાની ચરમસીમા છે. 2. Duty is Deity. ૩. “વોઃ સુ કૌશલમ્' શ્રીમદ્ભગવદ્ગીતા).
કર્તવ્યનિષ્ઠાનાં અનેક ઉદાહરણો રામાયણમાંથી મળે છે. એક જ રાતમાં રામ રાજાને બદલે વનવાસી થઈ જાય છે, છતાં ચિત્ત પ્રસન્ન રહે છે. પિતાની આજ્ઞા પાળવાની જે કર્તવ્યનિષ્ઠા છે તે અદ્ભુત છે. સુગ્રીવને વચન આપ્યું હતું કે તારું કામ કરીશ; તો સર્વપ્રથમ તો સુગ્રીવને રાજ અપાવ્યું અને ત્યાર પછી જ સીતાજીની શોધના કાર્યમાં તેની સહાય લીધી. વિભીષણને યુદ્ધ પહેલાં જ “લંકેશ' તરીકે ઓળખાવી, તેને માટે જે કંઈ પણ ત્યાગાદિ કરવાં પડે તે સર્વ કર્યા અને માત્ર શરણાગત તરીકે તેને ન ગણતાં, એક યોગ્ય
રાજા તરીકેની મૈત્રી તેની સાથે નિભાવી. * નિયમિત પ્રાર્થના દ્વારા જીવનશુદ્ધિ
ભૂમિકા : ભક્ત માટે પરમાત્માની સાથે અંગત વાતચીત કરવાનું સાધન તે પ્રાર્થના છે. તેનાથી અહંકારનો નાશ થાય છે, ચિત્તની કાલિમા દૂર થાય છે, પાપો ભસ્મીભૂત થઈ જાય છે અને સન્માર્ગમાં આગળ વધવા માટે એક અનેરું બળ પ્રાપ્ત થાય છે. આ કારણોને લીધે, આવા વિપરીત કાળમાં સાચી પ્રાર્થના કરવી એ સાધક માટે આત્મકલ્યાણનું એક શ્રેષ્ઠ સાધન છે. તેથી જ તેને પુરુષાર્થ અને પ્રારબ્ધ વચ્ચેનો સેતુ મહાપુરુષોએ કહ્યો છે તે યોગ્ય જ છે.
s-૬૪
Page #76
--------------------------------------------------------------------------
________________
સંસ્કાર
જીવનના દરેક સ્તરે આપણને પ્રાર્થનાની જરૂર પડે છે. દરેક ધર્મનું હાર્દ એ જ કહે છે. જો તમે પ્રાર્થના કરશો તો તમારો દરેક દિવસ સુંદર બની જશે. તમારા જીવનને ભરપૂરપણે જીવવા, જીવનની ક્ષણેક્ષણનો લહાવો લેવા માટે તમે નીચે લખેલા નિયમોને અનુસરીને પ્રાર્થનાના ચમત્કારને અનુભવી શકશો.
૧. પ્રથમ થોડી મિનિટો માટે તદ્દન શાંત બેસીને એક માત્ર આપનું શરણું તે જ મારું સર્વ બળ છે તેવી ભાવના પોતાના ઇષ્ટદેવ કે સદ્ગુરુ પ્રત્યે વ્યક્ત કરવી.
૨. તેમની સ્તુતિ કે ગુણાનુવાદ જે કાંઈ કરવા હોય તે ભાવપૂર્વક કરવા. આ સ્તુતિ અમુક ચોક્કસ શબ્દોમાં હોવી જ જોઈએ એવો આગ્રહ ન રાખવો. પરંતુ સામાન્ય સાધક કોઈ નિયત પાઠ થોડો સમય માટે બોલે, તો તેને પ્રભુ સાથે તાદાત્મ્ય સાધવામાં સરળતા પડે છે.
૩.
૪.
૫.
૬.
પ્રભુ તો ખરેખર અંતર્યામી છે. તેમને દિલ ખોલીને જે કાંઈ કહેવું હોય તે ભાવપૂર્વક કહેવું. જેટલા પ્રમાણમાં તમારી પ્રાર્થના નિઃસ્વાર્થ અને નિષ્કામ હશે તેટલો તમોને વધુ ફાયદો થશે, કારણ કે તે ઉત્કૃષ્ટપણે ચિત્તશુદ્ધિનું સાધન થશે. કાંઈ પણ માગ્યા વિના ન જ રહી શકાય તો જ્ઞાન, વૈરાગ્ય, ક્ષમા, જાગૃતિ આદિ સદ્ગુણો માગવા.
જગતમાં સૌ પ્રાણીઓ અને મનુષ્યો સર્વ પ્રકારે સુખી થાય અને રોગ, દુષ્કાળ, અશાંતિ, યુદ્ધ આદિ ન થાઓ એવી વિશ્વશાંતિની અને વિશ્વમૈત્રીની ભાવના કરવી.
પોતાનાથી થયેલાં દોષોની કબૂલાત કરીને, તેવા દોષો ફરીથી
- ૭-૬૫.
Page #77
--------------------------------------------------------------------------
________________
૭.
૮.
સંસ્કાર
જીવનમાં ન કરવાની પ્રતિજ્ઞા લેવી તે જ સાચી પ્રાર્થના દ્વારા થતો નિજ સુધારણાનો ઉત્તમ લાભ છે.
પ્રાર્થનામાં થતું પ્રભુસ્મરણ એ ચિત્તશુદ્ધિનો એક શ્રેષ્ઠ ઉપાય છે, માટે તેવું પરમાત્મસ્મરણ દિવસમાં અનેકવાર, દૈનિક કાર્યો કરતી વખતે પણ વચ્ચે વચ્ચે કરવાની ટેવ પાડો. શ્રદ્ધા તે જ પ્રાર્થનાની સફળતાનું રહસ્ય છે. સાચો ભક્ત એમ જરૂર માને છે કે પ્રભુ તેની પ્રાર્થના અવશ્ય સાંભળે જ છે અને તેનું યોગ્ય ફળ પણ અવશ્ય થાય જ છે. પ્રાર્થના તે આ રીતે અધ્યાત્મસાધના અને રોજબરોજના જીવનનું એક ઉત્તમ અને સર્વસુલભ સાધન છે, તેનો ભરપુર સદુપયોગ કરીને મનુષ્યભવ સફળ કરો.
૯.
મારા જીવનમાં જે કાંઈ બની રહ્યું છે તે વિષે મારે કોઈ ફરિયાદ નથી કે બીજી માગણી પણ નથી એમ સમર્પણભાવથી જ્યારે તમે ઈશ્વરની સત્તાનો ખરેખરો સ્વીકાર કરો છો ત્યારે રૂડે પ્રકારે તમે શાંતિ, પ્રસન્નતા અને નિશ્ચિંતતાનો અનુભવ કરી શકો છો.
* તીર્થયાત્રા :
સામૂહિક સાધનાનું આ એક ઉત્તમ સાધન છે. જિજ્ઞાસુ જીવોની સાથે અને કોઈ સંત-મહાત્માના સાન્નિધ્યમાં, આયોજનપૂર્વક આવી તીર્થયાત્રાથી જ્ઞાન વધે છે, દેહાત્મબુદ્ધિ અને મોહમાયા ઘટે છે, દાનની ભાવના વિકસે છે, પૂર્વજોની મહત્તાનું સ્મરણ થાય છે, સામૂહિક જીવન જીવવાની ટેવ પડે છે, સંસ્કાર-પરંપરાઓનું પોષણ થાય છે, પ્રકૃતિમૈયાને ખોળે બેસવાનો અને સ્વાશ્રયી
=S-૬૬.
Page #78
--------------------------------------------------------------------------
________________
સંસ્કાર
બનવાનો લાભ મળે છે અને મહાન પુણ્યના ઉદયથી જો કોઈ સાચા સંતનો યોગ બને તો વિશિષ્ટ લાભનું કારણ થાય છે.
માટે તીર્થયાત્રા કરવી-કરાવવી તે સારું છે; પણ તે મઝા માટેનો પ્રવાસ માત્ર (Picnic for pleasure only) ન બની જાય તે માટે પૂરી સાવચેતી રાખવી. આ માટે માત્ર સ્વજનોસામાન્ય મિત્રોને બદલે જિજ્ઞાસુ-મુમુક્ષુઓની સાથે જવું; જેથી પીકનીકના અંશો પાંગરી શકે નહીં અને સત્સંગ-ભક્તિ-ધૂનનું પવિત્ર વાતાવરણ બન્યું રહે.
આપણા જીવનમૂલ્યો :
જીવનનિર્વાહનું બાહ્ય સાધન જે ધન, તે જ જ્યારે જીવનનું એક માત્ર ધ્યેય અને સર્વસ્વ બની જાય છે ત્યારે તે સમાજ સ્વાર્થી, માયકાંગલો, માયાચારી અને ભ્રષ્ટાચારી બની જાય છે. જીવનના ઉચ્ચ મૂલ્યોને ભૂલીને, ખોટા રસ્તાઓ અને ઉપાયો અજમાવી એક માત્ર જડ વસ્તુઓનો આંધળો સંગ્રહ જ તેનું ધ્યેય બની જાય છે. પ્રેમ, સત્ય, ન્યાય, નીતિ, કરૂણા, સહૃદયતા, વીરતા, ખેલદિલી, રાષ્ટ્રપ્રેમ, સેવાભાવ, સાર્વજનિક હિત અને ‘સૌના સુખમાં મારું સુખ' વગેરે ઉત્તમ ગુણો આવા સમાજમાંથી અદૃશ્ય થઈ જાય છે; તો અધ્યાત્મવિદ્યા અને અધ્યાત્મ-સાધનાની તો વાત જ ક્યાં? સૌ પોતપોતામાં રચ્યુંપચ્યું રહે છે. કુટુંબધર્મ, પાડોશીધર્મ અને નાગરિકધર્મની ભાવનાથી આપણો સમાજ છેલ્લા ૩૦-૪૦ વર્ષોમાં વિમુખ થઈ ગયો છે, એ દીવા જેવા સત્યનો આપણે સ્વીકાર કરવો જ રહ્યો.
તો આવો, આપણે સૌ સહચિંતન કરીને ફરીથી આપણી મૂળ અને ઉન્નત એવી પ્રાચીન સંસ્કાર-પરંપરાને યાદ કરીને,
#S-૬૭.
Page #79
--------------------------------------------------------------------------
________________
- સંસ્કાર નક્કરપણે તે ભણી ડગલા ભરીએ. જેથી વ્યક્તિગત અને સામૂહિક સ્તરે આપણે વધારે સારું અને ઉપયોગી જીવન જીવી શકીશું. કૌટુંબિક-ક્લેશ, લગ્નજીવનનો સુચ્છેદ, નવી-જૂની પેઢી વચ્ચેના ઘર્ષણો, તનાવવાળું જીવન, ઘરડાઘરોની ભરમાર, આત્મહત્યાની . અધિકતા, આતંકવાદક, આંધળા શહેરીકરણ અને ઝૂંપડપટ્ટીઓ આદિના પ્રશ્નો, જંગલોનો આડેધડ વિનાશ, પર્યાવરણ શુદ્ધિના મોટા પ્રશ્નો વગેરે અનેક વિપરીતતાઓ અને મોટી સમસ્યાઓનો ધીમો પણ મક્કમ પ્રતિકાર તે આપણા પ્રાચીન પૂર્વજોના જીવનમૂલ્યોનો, દેશકાળ અનુસાર સ્વીકાર કરવો એ જ દેખાય છે. માત્ર અંધઅનુકરણ અવશ્ય અહિતકર છે એમ અર્થ લેવો. વૈજ્ઞાનિક ઉન્નતિ, અર્વાચીન શોધો અને સગવડવાળું જીવન – આ બધાના વિવેકપૂર્વક અને સંતુલિત સ્વીકારનો અત્રે નિષેધ ન સમજવો. - વિનય ૧. વિનય = Humility = Humbleness. ૨. આપણું હિત કરનાર વ્યક્તિઓ અને પદાર્થોનો આદરબહુમાન કરવાં એ વિનય છે. યથા –
શલ્લેષ માવા વિના' (શ્રીસવાર્થસિદ્ધિ) ૩. જીવનના કોઈ પણ પ્રકારના ઉત્કર્ષ માટે વિનય પરમ
આવશ્યક છે, તેમ જ ઉપકારી છે. ખરેખરા વિનયની ઉપાસનાથી અહંકારનો નાશ થાય છે અને સાચી વિદ્યા પ્રાપ્ત થાય છે. વિદ્યાથી વિવેક અને વિવેકથી ક્રમશઃ જીવનમાં સર્વ પ્રકારની સફળતા પ્રાપ્ત થાય છે. માટે વિનયની ઉપાસના એ સાધનાનું પ્રાથમિક અંગ છે. સંત-સમાગમ અને
v s-૬૮
Page #80
--------------------------------------------------------------------------
________________
૪.
૬.
સંસ્કાર
સંતોની સેવા એ વિનયગુણનો વિકાસ કરવાનાં શ્રેષ્ઠ સાધનો છે, એવો જ્ઞાનીઓનો અનુભવ છે.
વિનય એ આત્માનો પાયારૂપ અને મૂળભૂત ગુણ છે. આત્માના મુખ્ય-મુખ્ય ગુણો મધ્યે તે એક ખૂબ જ અગત્યનો ગુણ છે. તે વિનયગુણ આઠ પ્રકારના મદથી નાશ પામે છે; માટે જ્ઞાન, પૂજા, કુળ, જાતિ, બળ, રિદ્ધિ, તપ અને શરીરનો મદ નહિ કરવાનો આપણે સંકલ્પ કરવો.
ભગવાન મહાવીરની અંતિમ દેશના ઉત્તરાધ્યયન-સૂત્રમાં સંકલિત થયેલી છે. તેનાં ૩૬ અધ્યયનોમાં પહેલું અધ્યયન ‘વિનય’ અધ્યયન છે; જેથી તેની અગત્ય સમજી શકાય છે.
જેમ આંબા પર કેરી લાગે ત્યારે તે વધારે ઝૂકે છે, જેમ વાદળામાં પાણી ભરાય એટલે તે નીચે આવી વરસે છે, તેમ જ્ઞાન પ્રાપ્ત થયા પછી મહાપુરુષો વધુ નમ્ર અને વિનયી બને છે.
જીવનમાં બળની અગત્ય :
વ્યાવહારિક જીવનમાં કે આધ્યાત્મિક જીવનમાં, કોઈ પણ ઉત્તમ કોટિનું કાર્ય કરવા માટે બળની જરૂર પડે છે; માટે દરેક મનુષ્ય જીવનમાં નીચેનાં પાંચ બળ પ્રાપ્ત થાય તેવો ઉદ્યમ કરવો જોઈએ ઃ
૧. શરીરનું બળ ઃ તંદુરસ્ત શરીર એ મનુષ્યના જીવનની પ્રાથમિક જરૂરિયાત છે; માટે આરોગ્ય જાળવવા યોગ્ય આહાર, યોગ્ય પરિશ્રમ, યોગ્ય વિશ્રામ અને યોગ્ય નિદ્રાનો ખપ કરવો.
"S-૬૯
Page #81
--------------------------------------------------------------------------
________________
.
સંસ્કાર ૨. મનનું બળ : સાચા, ઉમદા અને સૌનું હિત થાય તેવા
વિચારો તે મનનું સાચું બળ છે. આવા વિચારો જીવનમાં પ્રાપ્ત કરવા માટે સદ્વાંચન, સત્સંગ અને સદાચારને નિયમિત સેવવા જરૂરી છે. વચનનું બળ : હિતકારી, ખપ પુરતી, મધુરી અને શાંતિ ઉપજાવનારી વાણી એ પણ જીવનનું એક મહાન બળ છે. તેની ઉપાસના કરવી. ધનનું બળ : જીવનવ્યવહાર ચલાવવા માટે સર્વ ક્ષેત્રોમાં ધનની જરૂર પડે છે; માટે યોગ્ય નોકરી, ધંધો, વ્યવસાય, ખેતી, ઉદ્યોગાદિ દ્વારા નીતિન્યાયપૂર્વકની કમાણી કરવાની દરેક ગૃહસ્થની ફરજ છે. આપણા મહર્ષિઓએ તેને અર્થોપાર્જનનો પુરુષાર્થ કહ્યો છે. મનુષ્યની બોતેર કળામાંની મુખ્ય બે કળાઓમાં તેની ગણતરી કરી છે :
કલા બહાર પુરુષક, તામે દો સરદાર;
એક જીવ કી જીવિકા, એક જીવ-ઉદ્ધાર. ૫. આત્માનું બળ ઃ આ આપણું મુખ્ય બળ છે. તે પ્રાપ્ત
કરવા માટે સાચી જિજ્ઞાસા, સાચી શ્રદ્ધા, વૈરાગ્ય, વિવેકજ્ઞાન (સમ્બોધ) સંકલ્પબળ (wil power) અને એકાગ્રતાનો અભ્યાસ જરૂરી છે. આ બધા પ્રકારો પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ સાધનો તે પોતાની સત્પાત્રતા, અંતરનો ભક્તિભાવ અને સદ્ગુરુને બોધ અને સાન્નિધ્ય છે; જે પ્રાપ્ત કરવા વિચારક મનુષ્ય નિરંતર ઉદ્યમ કરવો.
a S - ૧૦
Page #82
--------------------------------------------------------------------------
________________
–ન સંસ્કાર - * વિવેક
વિવેકનો અર્થ ભેદ પાડવો એવો થાય છે. તેની વિચારણા નીચેની ત્રણ શ્રેણિઓ દ્વારા કરી શકાય ? વ્યવહારવિવેક : રોજબરોજના જીવનમાં સારું-નરસું, સત્યઅસત્ય, સ્વધન-પરધન, નાના-મોટા, ભક્ષ્ય-અભક્ષ્ય, દુર્ગુણીસદ્ગણી, સત્સંગ-કુસંગ, સુવિચાર-કુવિચાર આદિનો ભેદ કરીને જ આપણું જીવન સુધારી શકાય છે; માટે જીવનની ઉન્નતિનું મૂળ એ વિવેક જ છે. પરમાર્થવિવેક : એટલે સમ્યકજ્ઞાન, ભેદજ્ઞાન, આત્મજ્ઞાન, આત્મબોધ, વિવેકજ્ઞાન. સાવધાનીથી જીવવું, યત્નાથી જીવવું
એ પણ પરમાર્થવિવેકમાં સમાવેશ પામે છે. ૩. સૂક્ષ્મવિવેક : હું ખરેખર જ્ઞાનસ્વરૂપી આત્મા જ છું. આ
જગતનાં બંગલા, મોટર, ધન-ધાન્ય તથા સ્વજન – મિત્રો તે ખરેખર મારાં નથી; એટલું જ નહીં પણ આ શરીર, અંગ-ઉપાંગો, ઇન્દ્રિયો, વાણી, શ્વાસોચ્છવાસ અને સંકલ્પવિકલ્પો પણ મારું સાચું સ્વરૂપ નથી, એમ વારંવાર વિચારીને, નિર્મળ-અખંડ-જ્ઞાનાનંદસ્વરૂપ નિજાત્માનો લક્ષ કરવો, દૃષ્ટિ કરવી અને સ્થિરતાનો અભ્યાસ કરવો એ સૂક્ષ્મવિવેક છે.
s- ૦૧
Page #83
--------------------------------------------------------------------------
________________
Selected Noble, Inspiring and Informative Thoughts
•
સંસ્કાર
Every man is the maker of his own destiny.
Practice makes a man perfect.
It is good to have a giant's strength, but it is dangerous to use it as he does it.
What is "the original component" of the soul? It is Pure knowledge Pure Consciousness.
――――
Remember God or Guru 21, 31 or 51 times in a day, with intense devotional surrender.
Bhakti is the art and science of Divine Love.
Jain An appropriate spiritual definition J- stands for Justice. (À ucù zals12) A stands for Affection (universal). (lauĤal)
I
stands for Introspection. (સ્વનિરીક્ષણ, આત્મનિરીક્ષણ, self-analysis)
N stands for Nobility. (ll)
I will well utilize every minute of my life.
Forget and forgive is the essence of the teachings of Bhagwan Mahavir
S-62■
Page #84
--------------------------------------------------------------------------
________________
•
ન સંસ્કાર Selflessness is the fundamental requirement for living a true spiritual life. Be a real student by accepting the following dictum: "My mind is always open for correction, improvement and for acquiring further knowledge." There are no Sundays and holidays in spiritual life. The fundamental base of true spiritual life is plain living and high thinking. The days of our youth are the days of our glory. Make the best use of it. When wealth is lost, nothing is lost; When health is lost, something is lost; When character is lost, everything is lost. Everyone will have to work hard for his own salvation, because there is no other alternative for the same. Showmanship (દંભ, દેખાડો) is of no real value in true spiritual progress. Some books are to be tasted, others to be swallowed and a few to be chewed and digested!
(Bacon Francis) Propriety of manners and consideration for others are the two main characteristics of a gentleman.
(Disraeli)
IS-63.
Page #85
--------------------------------------------------------------------------
________________
( સંસ્કાર
Smile is rest to the weary, delight to the discouraged, sunshine to the sad, and nature's best antidote for trouble.
Politeness goes far, yet costs nothing. (Smiles) Prayer is the voice of faith. To be humble
to superiors is duty, to equals is courtesy, to inferiors is nobleness, to all is safety.
(Sir T. Moore) Men have sight, women insight. (Victor Hugo) No failure but low aim is crime. Behaviour is a mirror in which everyone displays his image
(Goethe) Swami Shri Pragnanandji of Ramkrishna Mission was asked during his overseas visit : 'Swamiji, What is true religion in Indian tradition?' He replied : 'True religion in Indian tradition consists of closing the eyes and opening the inner vision.' Enlightened Masters compassionately give us the master-key to the gate of spiritual knowledage.
IS-68
Page #86
--------------------------------------------------------------------------
________________
સંસ્કાર "I am not afraid of anybody and I do not Frighten anybody else." - Such is the unique, fearless and friendly approach of a true saint. Saints do not really get upset, under any adverse circumstances. It is this great and astonishing equanimity which distinguishes them from the rest of the mass.
* A word from the author :
As far as the acquisition of spiritual knowledge is concerned, I am neither a classical scholar nor an academician. I have had no regular institutional training in any of the regular branches of scriptural studies or allied specialities like grammer, languages, logic, phi- . losophy, psychology, literature, oratory, Vedanta, Jainology, Indology or inter-religious studies.
The main sources of spiritual development in this life came from inner, inborn, inherent and intense urge to attain true happiness through God / Self Realization from early childhood. This manifested itself in various forms of sadhana like attending Bhajans and Satsanga, visiting quiet temples and practicing Japa & Meditation with frequent prayers to the Godhood between the years 1939 and 1947 A.D. in Pritamnagar - Nilkantha Mahadev, Yoga Sadhana Ashrama, Sanyasa Ashrama, Samartheshwer Mahadev, Anand - bunglow of late Munsha's Family, Rasala grounds and lakes in Law
-
S-D4 u
Page #87
--------------------------------------------------------------------------
________________
zizsiz
College areas between the years 1943 and 1947 - all in Ahmedabad.
Mantra-Writing, Regular Bhakti-Bhajan-Dhun and Reading the following literature contiuned until 1954:
The Gospel of Shri Ramkrishna, Ekanath Bhagawat, Gnaneshwari Gita, Upanishads and Bhagwat (translated in English and published, as far as I remember from New York Ramakrishna Mission). In addition to this, vast, inspiring and devotional literature of medieval saints like Kabir, Dadudayal, Meera and others was also read.
The above activities were reinforced and enhanced from inspiration imbibed from my respected mother, elder brother Shri Rasikbhai, Smt. Krishna Maiya, Shri Yogacharya Manuvaryaji and satsang sessions with eminent saints like Shivanand Saraswati, Swami Ramdas(Pappaji), Anand-Maiya, Hansrajaji Maharaj. Bindu Maharaj and others.
This is the history upto October 1954 A.D. whence Kundkundacharya's Three Ratna (Gujarat-Vidyapith) was studied, which made an ineffable spiritual impact on my entire being and initiated a new ideological thinking in the direction of achieving the eventual goal of life - Self-Realization. Though it was partly hampered by the M.B.B.S. studies, it was mostly in Bombay J. J. Hospital in Dec. 1956 whence 10-12 hours' Sadhana became
■S-6
Page #88
--------------------------------------------------------------------------
________________
zizsiz
almost routine.
I do feel that an inner and intense urge for SelfRealization, if pursued well, always leads to rapid spiritual progress. Of course, it should be supported by: Appropriate Scriptural Studies
(i)
(ii) Association with noble and virtuous persons (iii) Constant God-remembrance
(v)
Mantra-writing
(vi) Solitude (in Temple or Tirtha) (vii) Mouna (vow of silence) (viii) Practice of concentration
S-66
Page #89
--------------------------------------------------------------------------
________________
Page #90
--------------------------------------------------------------------------
________________
જીવત-વિજ્ઞાન
સમસ્ત આત્માર્થીઓ, જિજ્ઞાસુઓ
અને મુમુક્ષુઓ માટે
જે જે 4 ૪
J- ૬ J- ૧૧ | J. ૨૩
4- ૨૮ J. પ૩
પ્રેમભક્તિને સથવારે સંક્ષિપ્ત બોધવચનો
સંત-સગુરુનું સ્વરૂપ અને માહાભ્ય ૪. તીર્થયાત્રાઃ એક આધ્યાત્મિક માર્ગદર્શન
પ્રકીર્ણ બોધ જ્ઞાનની કેડીએ ઉપયોગી વ્યાખ્યાઓ ધ્યાનયોગની સાધના (એકાગ્રતાનું વિજ્ઞાન અને પ્રયોગ) શાસ્ત્ર આધારિત પ્રેરણાનાં પીયૂષ
શ્રીમદ્ રાજચંદ્ર આધારિત બોધ ૧૧. કર્મ સિદ્ધાંત
4. ૬૦
J - ૬૪
J -
૯
J-
5
- ૯૯
Page #91
--------------------------------------------------------------------------
________________
Page #92
--------------------------------------------------------------------------
________________
જીવત-વિજ્ઞાત પ્રેમભક્તિને સથવારે પ્રેમભક્તિનો ઉત્કૃષ્ટ ભાવ જોકે ખરેખર તો અનુભવગમ્ય છે; પણ તેની શબ્દવ્યાખ્યા કંઈક આ પ્રમાણે કરી શકાય : પ્રેમભક્તિ એટલે પ્રભુ પ્રત્યે સંપૂર્ણ, એકતરફી, બિનશરતી અને સમજણપૂર્વકની શરણાગતિ. પરમાત્મા-સદ્ગુરુ-સંત-શાસ્ત્રો પ્રત્યેની પ્રેમભક્તિ પ્રશસ્ત ભાવ છે, દિવ્ય પ્રેમ છે અને મુમુક્ષુએ તે પ્રેમ કેળવવો અનિવાર્ય છે. તે બધાનું યથાયોગ્ય અવલંબન લેવાથી ચિત્તશુદ્ધિ થાય છે અને સદ્ગુરુ દ્વારા આત્મલક્ષ કરવાની કળા ધીમે ધીમે હસ્તગત થાય છે. તેમાં પણ પરિપક્વતા આવતાં ચિત્ત શાંત, પવિત્ર અને એકાગ્ર બને છે અને પોતાના જ હૃદયમંદિરમાં ભગવાન આત્માનાં દર્શન થતાં સંશયોનો વિલય, નિજાનંદની અનુભૂતિ અને અજ્ઞાન-અંધકારનો નાશ થતાં જીવનમાં આમૂલ દિવ્ય પરિવર્તન આવે છે અને માનવભવની સાચી સાર્થકતાનો અનુભવ થાય છે. સાધનાની સિદ્ધિ માટેનો ઉપાસના-ક્રમ (ભક્તિમાર્ગની મુખ્યતાથી) : “ઉદાસીડહમ્ – દાસીડહમ્ – સોડહમ્ અહમ્” ૧. ઉદાસીડહમ્ અર્થાત્ જેણે દુનિયાની વસ્તુઓ અને
પરિસ્થિતિઓ પ્રત્યે સાચી ઉદાસીનતા (અનાસક્તિ) પ્રગટ
કરી છે. ૨. દાસીડહમ્ અર્થાત્ હું સર્વ જીવોનો અને તેમાં પણ
મુમુક્ષુઓનો અને જ્ઞાનીઓનો દાસ છું એવો અંતરનો
J- ૧
Page #93
--------------------------------------------------------------------------
________________
{ જીવત-વિજ્ઞાન ) પ્રામાણિક ભાવ જેણે પ્રગટ કર્યો છે તે. કોઈ સાચા સંતના ચરણમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરવાથી વિનય અને નમ્રતા
સહેલાઈથી પ્રગટે છે. ૩. સોડહમ્ અર્થાત્ જેવા મારા સ્વામી (પરમાત્મા) છે તેવો
જ શક્તિ-અપેક્ષાએ હું પણ છું, એવો નિર્મળ ભાવ જેણે
પ્રગટ કર્યો છે તે. ૪. “સાચો અહમ' અર્થાત્ 'TRUE SELF' = બ્રહ્મ =
શુદ્ધાત્મા; એટલે કે તેને ચૈતન્યતત્ત્વ સ્વાનુભવરૂપે પ્રગટતાં મોક્ષમાર્ગની સિદ્ધિ થઈ જાય છે; જે દશા શબ્દથી, મનથી,
બુદ્ધિથી પાર છે, માત્ર સાચા સ્વસંવેદનથી પ્રગટે છે. પર્યાયની પામરતા અને દ્રવ્યની પ્રભુતા જો અંતરમાં યથાયોગ્યપણે સ્વીકારીએ તો જ ભક્તિમાર્ગમાં ખરેખરો પુરુષાર્થ ઊપડે. હું આત્મા છું' એવો નિશ્ચય સામાન્ય માણસ કરી શકતો નથી; માટે “આપનો સેવક છું – સંત, સદ્ગ આદિનો સેવક છું - આવા ભાવથી ક્રમે ક્રમે યથાર્થ વિનય અને મૈત્રી પ્રગટે છે. જેણે મોક્ષ પ્રાપ્ત કરવો હોય તેણે પરમાત્માના અને જ્ઞાનીપુરુષના સાચા દાસ થયા વિના બીજો કોઈ ઉપાય નથી, કારણ કે તેમ કર્યા વિના સ્થળ અને સૂક્ષ્મ અહંકારનો નાશ થઈ શકતો નથી; અને અહંકારના નાશ વિના બોધ પરિણામ પામતો નથી, તો આત્મદર્શન કેવી રીતે થાય? આત્માના ગુણો પ્રગટાવવા માટે દશ લક્ષણની (ક્ષમા, વિનયાદિ ગુણોની) સાચી ભક્તિ કરવાની ભગવાનની આજ્ઞા છે.
4-૨
Page #94
--------------------------------------------------------------------------
________________
નજીવન-વિજ્ઞાન - ભગવાન થવું હોય તો ભગવાનના સાચા દાસ બનવું; કારણ કે તે દાસત્વની સાધનાથી ધીમે ધીમે સાચું સ્વામિત્વ (સ્વામી જેવા મહાન ગુણો) પ્રગટે છે. ભગવાનનાં સાચાં દર્શન કરવા હોય તો સતત તેમનું રટણ કરતા રહેવું. માળાના મણકાની સાથે સાથે મનના મણકા પણ ફેરવીએ
તો ચિત્ત શુદ્ધ થાય અને આપણું હૃદય સાચું મંદિર બની જાય. • જેમ મીઠા વગરની રસોઈ નીરસ હોય છે, તેમ સાચા પ્રેમ વિના
કરેલી ઘણાં પ્રકારની ભક્તિ યોગ્ય ફળ આપતી નથી. ભગવાન પ્રત્યે પ્રેમ વધારવાના ઉપાયો : - ૧. દુનિયાના બીજા પદાર્થોમાંથી પ્રેમ ઓછો કરવો. ૨. સંત અને સદ્ગુરુની વાણીમાં વિશ્વાસ અને પ્રેમ રાખવો. ૩. ભગવાનના અને સંતોના ગુણોને સાચી રીતે ઓળખવા. ૪. જેમને તેવો પરમ પ્રેમ પ્રગટ્યો છે તેમનો વારંવાર અને
ભાવપૂર્વક સાચી જિજ્ઞાસાથી સત્સંગ કરતા જ રહેવું. આ બધાં સાધનોમાં પરિપક્વતા થતાં પરમાર્થભક્તિ પ્રગટે છે, જે ભક્તિ સર્વોત્તમ સિદ્ધિને અપાવે છે. જેટલા સાચા ભક્તિભાવપૂર્વક આપણે ભગવાનનું નામ લઈએ તેટલા પ્રમાણમાં, સામાન્યપણે, તે જ વખતે સાત્ત્વિક આનંદનો અનુભવ આપણને થઈ શકે છે. ભક્ત અને ભગવાનને જોડનાર સેતુ (bridge) એ “સ્મરણ” છે. યોગીઓ તેને ધ્યાન કે સુરતા પણ કહે છે.
4- ૩
Page #95
--------------------------------------------------------------------------
________________
( જીવત-વિજ્ઞાન ) આપણે ભક્તિ કરીએ છીએ તે ભગવાનના ગુણોના અંશોને પ્રાપ્ત કરવા માટે, તેમ જ આપણા સ્થળ અને સૂક્ષ્મ અહંકારના ચૂરેચૂરા કરી નાખવા માટે કરવાની છે. ગુરુભક્તિ બાબતે પણ એમ જ સમજવું. ભગવાનને યાદ કરતાં કરતાં તેમના ઉત્તમ ગુણોનું ચિંતન કરવું જોઈએ; તો જ તે સાચી ભક્તિ અથવા ભાવ-ભક્તિ કહેવાય. તેવા ભાવ વિનાની ભક્તિને માત્ર નામની ભક્તિ કહેવાય. ભક્તિની લાંબી બેઠક દરમ્યાન, ચિત્તને નિર્મળ રાખવાનો ઉપાય એ છે કે ભગવાન તથા સદ્ગુરુ-સંતોના નામ, રૂપ (મુદ્રા), ગુણો અને ચારિત્રના પ્રસંગોને વારંવાર યાદ કરવા. ભક્તિ એટલે દિવ્ય પ્રેમ સહિત પ્રભુ, ગુરુ અથવા સંત પ્રત્યે સાચો સમર્પણભાવ. પ્રાર્થના એ પ્રારબ્ધ અને પુરુષાર્થ વચ્ચેનો ઉપયોગી સેતુ છે, જેનો આશ્રય લગભગ દરેક સાધકે, કોઈ ને કોઈ સમયે લેવો પડે છે. સાધનાનું સાદું, સરળ અને સર્વોપયોગી સાધન
હોવાથી, તેને પોતાના નિત્યક્રમમાં વણી લેવું. • પ્રભુ સાથેના ભક્તના વ્યવહારની જે સમગ્રતા, તેને પ્રાર્થના
કહી શકાય. તે માનસિક, વાચિક કે શારીરિક - ગમે તે રૂપમાં હોય, પરંતુ તેમાં સાચી શરણાગતિ હોવાથી તે દિવ્ય છે, પ્રેરક છે, વ્યક્તિગત છે, અત્યંત પ્રભાવશાળી અને પ્રભુદર્શન માટે પરમ ઉપકારી છે એવો અમારો પ્રગાઢ અનુભવ છે.
J -૪
Page #96
--------------------------------------------------------------------------
________________
*
*
*
ન જીવત-વિજ્ઞાન પ્રભુજીના દર્શનનો ભાવ થયો તે સારો છે. પ્રભુજીના દર્શન કરવા મંદિરે ગયો તે વધારે સારું છે.
પ્રભુજીને વિધિવત્ પ્રણામ કર્યા તે વળી વિશેષ સારું છે. * પ્રભુજીનું ભાવપૂર્વક સ્મરણ કર્યું છે તેથી પણ શ્રેષ્ઠ છે. * પ્રભુજીના ગુણો પ્રત્યેના અહોભાવથી તેમાં તન્મય
બન્યો તે સર્વશ્રેષ્ઠ છે. પ્રત્યેક વિચારવાન ગૃહસ્થના ઘરમાં પરમાત્મા - સદ્ગુરુ - સંતોના ફોટાની અને પૂજાના-રૂમની (અથવા સ્થળની) વ્યવસ્થા હોવી જરૂરી છે, જેથી શાંત, પવિત્ર વાતાવરણ અને યોગ્ય અવલંબન મળી શકે અને પ્રભુસ્મરણ - ભક્તિ – પ્રાર્થના આરતી નિશ્ચિતપણે કરી શકાય. ઝબકી ઝબકીને જાગી જવાય અને પરમાત્મા યાદ આવે ત્યારે જાણવું કે હવે ભગવાન મને મળી ગયા છે અને કાંતો મળવાની તૈયારી છે. ભગવાનની અને સંતોની શાંત મુદ્રા જોવા છતાં અને તેમની અપૂર્વ વાણી સાંભળવા છતાં જે જીવ રોમાંચિત, ગદ્ગદિત થતો નથી તેનું ભાવિ અંધકારમય છે.
જેણે ભજન સારું કરવું હોય તેણે ભોજન સાદુ કરવું. • કળિયુગમાં, પરમાત્માનું વારંવાર સ્મરણ એ પરમાત્મદર્શનની
પ્રાપ્તિનો સરળ અને શ્રેષ્ઠ ઉપાય છે.
J૫
WWW.jainelibrary.org
Page #97
--------------------------------------------------------------------------
________________
રહે.
જીવત-વિજ્ઞાન - સંક્ષિપ્ત બોધવચનો
* સાધકનું પાથેય ૧. તારી વાણી પ્રત્યે સચેત રહે. ૧૩. નિર્ભય રહે. ૨. તારા કૃત્યો પ્રત્યે જવાબદાર ૧૪. કર્તવ્યનિષ્ઠ રહે.
૧૫. જેનાથી જીવનમાં દુર્બળતા ૩. તારા વિચારોની બરાબર આવે તે ત્વરાથી અને ચોકી કર.
બળપૂર્વક છોડી દે, ૪. તારા ચારિત્રને નિષ્કલંક ૧૬. પવિત્રતા અને જ્ઞાનની વૃદ્ધિ રહેવા દે.
કરીને સત્યના માર્ગે ચાલ. ૫. તારી કુટેવોનો ત્યાગ કરી ૧૭. સત્યના અનુસરણથી ઉત્સાહ સારી ટેવો પાડ.
અને બળ વધે છે. ૬. જીવન ચિંતારહિત થઈને ૧૮. ઉત્સાહ-બળ વધતાં પૌરુષનું જીવ.
નિર્માણ થાય છે. ૭. હંમેશાં પ્રસન્ન અને આનંદિત ૧૯, પૌરુષ વડે સર્વ દોષનો અને
કર્મોનો વિલય થાય છે. ૮. સંસારને રંગમંચ સમજી ૨૦. દોષ અને કર્મના ક્ષયથી
મધ્યસ્થપણે વર્યો જા. આત્મગુણોનો પૂર્ણ પ્રકાશ ૯. સત્કાર્ય કરવામાં પ્રમાદી ન થા. થાય છે. ૧૦. સહન કરતાં શીખ, બીજાનો ૨૧. ભાઈ! આવા ક્રમની ઉપકાર કર.
આરાધનાથી અધ્યાત્મવિકાસ ૧૧. ખોટો દેખાવ છોડી દે. કેમ ન થાય? જરૂર થાય. તો ૧૨. વિલાસીતાને દૂર કર. હવે તેને અંગીકાર કર.
રહે.
Page #98
--------------------------------------------------------------------------
________________
જીવત-વિજ્ઞાન
* સર્વોત્કૃષ્ટ શું છે?
૧. સર્વ પદાર્થોમાં ઉત્તમ આત્મા. ૧૧. સૌના સુખ કરતાં સિદ્ધનું
૨. સર્વ વ્રતોમાં બ્રહ્મચર્ય.
સુખ.
૧૨. સર્વ દેવોમાં વીતરાગદેવ.
૩. સર્વ વિદ્યાઓમાં અધ્યાત્મ
વિદ્યા.
૧૩. કથનપદ્ધતિમાં અનેકાંત.
૪. સર્વ આત્માઓમાં પરમાત્મા.
૧૪. બધા જ્ઞાન કરતાં ઉત્તમ કેવળજ્ઞાન.
૫. સર્વ તપમાં ધ્યાન.
૬. સર્વ કર્મોમાં મોહનીય.
૭. સર્વ કષાયોમાં લોભ.
૧૭. સર્વ ચિંતનોમાં આત્મચિંતન.
૯.
૮. સર્વ નોકષાયોમાં કામ (વેદ). ૧૮. સર્વ ધ્યાનમાં શુકલધ્યાન. ૧૯. ત્રણ ઉપયોગમાં શુદ્ધોપયોગ. ૧૦. ત્રણ ગુપ્તિઓમાં મનોગુપ્તિ. ૨૦, પાંચ ગતિઓમાં પંચમગતિ,
દસ ધર્મોમાં ક્ષમા.
* સંક્ષિપ્ત પ્રકીર્ણ બોધ
૧. તત્ત્વનો વિરોધ કરીશ નહીં. ૬.
૨. જ્ઞાનનો વિરોધ કરીશ નહીં. ૩. સંયમનો વિરોધ કરીશ નહીં.
૪. સંયમીનો વિરોધ કરીશ નહીં.
વ્રત પ્રત્યે દ્વેષભાવ આણીશ
નહીં.
૫.
૧૫. ગુરુઓમાં આત્મજ્ઞાની ગુરુ.
૧૬. શિષ્યોમાં વિનયી શિષ્ય.
૭.
૮.
---
દેહ પ્રત્યે મમતા કરીશ નહીં.
દેહાધીન બુદ્ધિવાળાને જ્ઞાની માનીશ નહીં.
કપટીના સર્વગુણો નષ્ટ થતા હોવાથી કપટી કદાપિ થઈશ
નહીં.
Page #99
--------------------------------------------------------------------------
________________
ન જીવત-વિજ્ઞાન - ૯. આત્માનો પરમાર્થધર્મ ૧૬. લોકદષ્ટિ કરીશ નહીં.
પરાધીન માનીશ નહી. ૧૭. એકાંતવાસની ભાવના છોડીશ ૧૦. પરાધીન બુદ્ધિવાળો થઈશ નહીં. નહીં.
૧૮. તેના અભાવમાં સન્શાસ્ત્ર વા ૧૧. જ્ઞાનીનાં વચનોમાં શંકા -
સત્સંગને છોડીશ નહીં. આણીશ નહીં. ૧૨. તારી સમજમાં ન આવે તેથી
0.50 ૧૯. અનાત્મભાવમાં રાચીશ નહીં. અસત્ય છે એમ માનીશ ૨૦. આત્મવિશ્વાસને છોડીશ નહીં. નહીં, કારણ તે વચનોની ૨૧. ધ્યેયનું વિસ્મરણ કરીશ નહીં. અપેક્ષાથી તું અજાણ છો..
૨૨. ગુણીના ગુણોને અવગણીશ ૧૩. વાચાજ્ઞાનથી સંતુષ્ટ થઈશ નહીં.
૨૩. અવિનયી થઈશ નહીં. ૧૪. ઉપયોગશૂન્ય ક્રિયાથી સંતુષ્ટ થઈશ નહીં.
- ૨૪. આડંબરી થઈશ નહીં. ૧૫. સાધનામાં વીર્ય ગોપવીશ ૨૫. અહંકારી થઈ પોતાને નહીં.
સર્વોત્કૃષ્ટ માનીશ નહીં.
સૂત્રાત્મક બોધવચનો ૧. જ્ઞાન પામ.
૭. અપધ્યાન વાર. ૨. શ્રદ્ધા ધાર.
૮. દઢતા ધાર. ૩. મમતા માર.
૯. આત્મા સાચ. ૪. ધીરજ રાખ.
૧૦. મોહને વિદાર. ૫. સમતા સાર.
૧૧. આશા ત્યાગ. ૬. માનને ભાંગ.
૧૨. સ્વાધ્યાયમાં લાગ.
નહીં.
J- ૮
Page #100
--------------------------------------------------------------------------
________________
( જીવત-વિજ્ઞાન ૧૩. આત્મામાં રાગ. ૨૬. પ્રજ્ઞાને ધાર. ૧૪. પરદ્રવ્યોથી વિરાગ. ૨૭. પરમાત્માને પામ. ૩૪. અસંયમથી લાજ. ૨૮. મોટો શત્રુ છે કામ. ૧૫. મદનને માર.
૨૯. નિજસ્વરૂપમાં વિરામ. ૧૬. મોક્ષમાર્ગમાં ચાલ. ૩૦. શુદ્ધાત્મા સુખનું ધામ. ૧૭. તત્ત્વમાં રાચ.
૩૧. સત્સંગ તે જ ઠામ. ૧૮. આળસને ત્યાગ. ૩૨. તત્ત્વદૃષ્ટિને પામ. ૧૯. કુબુદ્ધિને કાપ.
૩૩. સ્વરૂપશુદ્ધિ તે જ કાજ. ૨૦. મનને આત્મામાં સ્થાપ. ૩૫. અજ્ઞાનમાં દીવાસળી ચાંપ. ૨૧. ધર્મારાધનામાં ગાજ. ૩૬. અવિવેક તે જ પાપ. ૨૨. નિજસ્વરૂપ જ સાચ. ૩૭. આપ્ત તે જ બાપ. ૨૩. નિજદોષને માપ. ૩૮. આત્મવીર્યને ઉછાળ. ૨૪. પરદોષને વિસાર. ૩૯. આત્માને જ પોતાનો જાણ. ૨૫. સંયમથી સાજ. ૪૦. બોધિ-સમાધિ તે જ મારું રાજ.
* સાધકોપયોગી વચનમૌક્તિકો ૧. સદ્ગુરુની મુદ્રામાંથી પ્રવહતી ૬. રૂડી રીતે ધર્મ કરવાનો કાળપવિત્રતાને અવધારો.
યુવાવસ્થા. ૨. ઘડીએ ઘડીએ પ્રભુ-ગુરુ-સંતનું ૭. મોક્ષમંદિરનું દ્વાર વિનય છે. સ્મરણ કરો.
૮. જગત-ભગતની દૃષ્ટિ ભિન્ન ૩. મારું મારું (મમત્વ) કરે, ભિન્ન હોય છે. તે મરે.
૯, “અતિબુદ્ધિ' એ કુબુદ્ધિનો જ ૪. તારું તારું (પ્રભુનું) કરે, તે તરે. એક પ્રકાર છે. ૫. ભક્તિના બે પુત્રો-જ્ઞાન અને ૧૦. તેવી બુદ્ધિ મોક્ષમાર્ગ અવરોધક વૈરાગ્ય.
છે.
Page #101
--------------------------------------------------------------------------
________________
જીવત-વિજ્ઞાન
થાય.
૧૧. માગે તેની આઘે, ત્યાગે તેની ૨૧. સંગ તેવો રંગ પાસે.
૨૨. લોકને મૂકવા દે પોક. ૧૨. સાધકના ત્રણ શત્રુ : વેર, પાપ ૨૩. ઉપવાસનું અજીર્ણ તે ક્રોધ છે. અને અભિમાન.
૨૪. જ્ઞાનનું અજીર્ણ તે ૧૩. વ્રત-તપનો રાજા બ્રહ્મચર્ય છે. અભિમાન છે.
* ૨૫. ચિંતા ચિતા સમાન છે. ૧૪. કમ ખાના, ગમ ખાના, નમ રદ ચિંતન સ્વર્ગ-મોક્ષનું દ્વાર છે.
જાના, અપને મેં મસ્ત રહેના, ૨ ૭ ચિંતા કરવાથી કર્મનો બંધ
સબસે પ્રેમ કરના. ૧૫. નિર્મળ થયેલું જ્ઞાન જ્યારે સ્થિર ૨૮. ચિંતન કરવાથી ચિત્તશુદ્ધિ થાય. થઈ જાય ત્યારે તેને ધ્યાન કહે ૨૯, બોધ સુપાત્રે સફળ થાય.
૩૦. આત્મજ્ઞાન તે જ સાચું ૧૬. કૃતઘતા જેવું બીજું કોઈ પાપ જ્ઞાન છે. નથી.
૩૧. જે આત્માને જાણે છે તે સમસ્ત ૧૭. દૃષ્ટિ તેવી સૃષ્ટિ
વિશ્વને પણ ગૌણપણે જાણે છે.
૩૨. “મેરા હૈ સો જાવે નહીં, ઔર ૧૮. ભાવ તેવાં ભવ
જો જાવે સો મેરા નહીં.' ૧૯. મતિ તેવી ગતિ
૩૩. અપાત્ર જીવને આપેલો બોધ ૨૦. ઘરાક જોઈને માલ દેખાડાય પ્રાય: વ્યર્થ જાય છે.
તેમ પાત્રતા જોઈને બોધ ૩૪. સગુણો એ જ મહાત્માઓનું અપાય.
સાચું ધન છે.
i J. ૧૦
Page #102
--------------------------------------------------------------------------
________________
{ જીવત-વિજ્ઞાન - સંત-સષ્ણુનું સ્વરૂપ અને માહાભ્યા
* સાચા સંતનું સ્વરૂપ ૧. સંત સંત જ છે. ૧૪. સંત શાંતિ અને સમાધાનના ૨. સંત સાદા છે, સંતોષી છે. પુરસ્કર્તા છે. ૩. સંત સહજ છે, સરળ છે. ૧૫. સંત સજ્જનોના ૪. સંત સુપ્રતીતવંત છે. શિરોમણિ છે. ૫. સંત સ્વાનુભૂતિ સહિત છે. ૧૬. સંત ક્રમશઃ સમસ્ત વિશ્વના ૬. સંત નિઃસ્પૃહી છે.
શિરોમણિ (સિદ્ધ) બની ૭. સંત સમતાના ધારક છે. જાય છે. ૮. સંત સામાન્ય સાધકોને ૧૭. સંતની સંપૂર્ણ અને સાચી શરણરૂપ છે.
ઓળખાણ થવા માટે સંતમાં સજજનતા સાતિશય સપુરુષાર્થ જોઈએ. સ્વાભાવિક છે.
૧૮. સતમાં નિષ્ઠા, સજ્જનસંગતિ, ૧૦. સંતને સર્વાત્મમાં
સબોધ, સશ્રદ્ધા, સદ્વિચાર સમદષ્ટિ છે.
અને સ્થિરતાના અભ્યાસથી ૧૧. સંતને સદબોધમાં સંત થઈ શકાય છે. સ્થિરતા છે.
૧૯, સાંત સંસારદશાવાળા, ૧૨. સંત શાંતસ્વભાવી છે,
સાતિશય-ગુણસંપન, શાંતિપ્રિય છે.
સમાધિના સ્વામી ૧૩. સંત સાચા સાધકોની એવા સંતનું સાચું શરણું ચરણરજ છે!!
અમને પ્રાપ્ત થાઓ.
* સાંત = આસભવ્ય = અલ્પ સંસારી
Page #103
--------------------------------------------------------------------------
________________
{ જીવત-વિજ્ઞાન) * નમસ્કાર હો તત્ત્વજ્ઞાનીઓને ! [હાથનોંધના આધારે)
નમસ્કાર હો સંયમતપધર શ્રી ગુરુઓને!
વિવિધ વિચિત્રતાથી વ્યાપ્ત એવા આ જગતને જેઓએ પોતાની દૃષ્ટિમાંથી અદશ્ય કર્યું અને ઇન્દ્રિયો તથા મન વડે અગમ્ય એવા આત્મતત્ત્વને જેઓએ નિજ સામર્થ્યથી પ્રગટ કર્યું તેવા આ મહાસત્ત્વશાળી સપુરુષોના પુરુષાર્થનું માહાભ્ય વર્ણવનાર અમે તે કોણ? જયવંત હો તે સત્પરુષો જેઓનાં જીવનચરિત્રો ભવિષ્યના ભવ્ય આત્માઓને પરમ પ્રેરણાદાયી થયાં છે.
જ્ઞાનીનું અલૌકિક સ્વરૂપ (હાથનોંધના આધારે, સ્વગત
શૈલીથી લખાયેલ છે) ૧. “આ જ્ઞાની છે', (તેણે મોહનો નાશ કર્યો છે.) ૨. તે જ્ઞાનવાળો છે, જ્ઞાનસહિત છે, તેથી જ્ઞાની છે”. ૩. સામાન્ય કથન કરીએ તો સર્વ જીવો જ્ઞાનગુણના ધારણ કરનારા
હોવાથી જ્ઞાની છે, પરંતુ અહીં તો સમ્યગૂ શ્રુતજ્ઞાનપૂર્વક સ્વસંવેદન જ્ઞાનથી જેઓએ આત્મજ્ઞાન પ્રગટ કર્યું છે તેઓને જ્ઞાની
કહીએ છીએ. ૪. તે નિજાત્મા સાથે પ્રીતિ કરે છે – વિકલ્પવાળી દશામાં. ૫. તે આત્મા સાથે અભેદ ઉપયોગરૂપે થઈ આત્મસુખનું વેદન કરે
છે - ધ્યાનસમય દરમ્યાન નિર્વિકલ્પ દશામાં. ૬. તે પોતાના સચ્ચિદાનંદ સ્વભાવનો દઢ શ્રદ્ધાની છે. ૭. તે દેહમાં એકત્વબુદ્ધિ કરતો નથી.
4-૧૨
Page #104
--------------------------------------------------------------------------
________________
જીવત-વિજ્ઞાન
૮. તે સર્વ અન્ય દૈવ્યોથી જુદા, જ્ઞાનાનંદસ્વભાવી પોતાના સ્વરૂપને વારંવાર નિજ ઉપયોગમાં ભાવે છે.
૯. તે, મનમાં જે ચંચળ તરંગો ઊઠે છે તેમને પોતાનું પરમાર્થસ્વરૂપ માનતો નહીં હોવાથી, તે તરંગો અનુસાર વચન અને કાયાની પ્રવૃત્તિ પ્રાયે આદરતો નથી.
૧૦. તે શ્રદ્ધામાં કિંચિત્ માત્ર પણ રાગનો અભિલાષી નથી. ૧૧. તે સતત આત્મસ્મરણનો અભ્યાસ કરે છે.
૧૨. તે અંતર જાગૃતિને પ્રાયે ચૂકતો નથી.
૧૩. તે સર્વ શક્તિ વડે રાગના પ્રસંગોથી નિવૃત્ત થાય છે.
૧૪. તે વારંવાર ઉપયોગને અંતરમાં લઈ જાય છે અને નિજસ્વરૂપને વિષે સ્થિર કરે છે.
૧૫. તે મિતાહારી છે.
૧૬. તે પ્રયોજન વિના બોલતો નથી. હિત-મિત-મધુરસત્યભાષી છે.
૧૭. તે અહિંસાદિ વ્રતોમાં નિષ્ઠાવાળો છે.
૧૮. તે યથાશક્તિ ઉપવાસાદિ તપમાં પ્રવૃત્ત થાય છે.
૧૯. તે અધિક ગુણીના ગુણોમાં અનુરક્ત થાય છે પરંતુ દુર્ગુણોને દેખી કોઈના અવર્ણવાદ (નિંદા) કરતો નથી.
૨૦. તે ક્ષમાધારક છે.
૨૧. તે પોતાના સ્વરૂપને બરાબર જાણે છે. પર એવા અચેતન પદાર્થોને પોતાનાથી ભિન્ન જાણી, ભિન્ન માની, ભિન્ન રૂપે
J-૧૩.
Page #105
--------------------------------------------------------------------------
________________
જીવત-વિજ્ઞાત
જ શ્રદ્ધે છે અને તેથી પરપદાર્થોમાં રાગ વડે એકાકાર થઈ જતો નથી.
૨૨. તે આવો ‘સ્વ' એટલે શુદ્ધાત્મ સ્વભાવ અને ‘પર' એટલે અચેતન લક્ષણવાળો સમસ્ત પદાર્થસમૂહ તેને ભિન્ન ભિન્ન જાણતો થકો, ભેદજ્ઞાનના બળ વડે શુદ્ધાત્મ સ્વભાવમાં પોતાની શ્રદ્ધાને અને પોતાના ઉપયોગને જોડવાના નિરંતર અભ્યાસ વડે આત્મભાવનાને અત્યંત પુષ્ટ કરે છે.
૨૩. તે ધૈર્યવાન છે, ધર્મઆરાધનામાં ઉત્સાહી છે અને શાસ્ત્રનો દૃઢ શ્રદ્ધાની છે, કારણ આ અને પૂર્વોક્ત ગુણો વગર ધ્યાનની સિદ્ધિ પ્રાપ્ત ન થાય તો આનંદનો અનુભવ થતો નથી; અને આનંદની સિદ્ધિ અર્થે તો જ્ઞાનીએ પોતાનું જીવન અર્પણ કર્યું છે, તેથી તે ક્રમે કરીને યથાશક્તિ ધ્યાનની સિદ્ધિ વડે આત્માનંદને સિદ્ધ કરીને જ જંપે છે.
* વર્તમાનકાળના સંતો (સાધકોપયોગી એક વ્યવહારુ વિશ્લેષણ) છેલ્લા સો વર્ષોમાં અને આગામી સો વર્ષોમાં આ દુનિયામાં સંતો તરીકે ઓળખાતી વ્યક્તિઓને મુખ્યપણે ઉત્તરોત્તર ઊંચી એવી નીચેની ચાર શ્રેણિઓમાં વિભાજિત કરી શકાય :
૧. સંતાભાસી સંતો ઃ આ વ્યક્તિઓ ખરેખર તો સંત છે જ નહીં; પરંતુ તેઓએ તો પેટ ભરવા માટે લોકોને ફોસલાવીને ઢોંગપૂર્વક વેશ ધારણ કરેલ છે. આવી વ્યક્તિઓ પોતાને ચાલાક માને છે અને કોઈ વખતે મોટી શિષ્યસંખ્યા પણ ધરાવે છે; પરંતુ પોતે ભવસાગરમાં ડૂબે છે અને બીજાને પણ ડૂબાડે છે; કારણ કે તેમનામાં સામાન્ય સજ્જનતાના ગુણો પણ નથી. તેમનું આખું
-૩-૧૪ -
Page #106
--------------------------------------------------------------------------
________________
ન જીવત-વિજ્ઞાન ) વ્યક્તિત્વ પાપમય જ હોય છે! અભણ, અંધશ્રદ્ધાળુ અને મુખ્યપણે ગ્રામ્યજનતાને તેઓ અનેક પ્રકારના ખોટાં વહેમો, મંત્રતંત્રો આદિથી અજ્ઞાનમય અને ભયભીત કરીને પોતાના સકંજામાં એવી રીતે જકડી લે છે કે જેથી તેઓ સામાન્યપણે તેમાંથી છટકી શકતા જ નથી. આવા તથાકથિત સંતો દેશના, સમાજના અને ધર્મના વિદ્રોહીઓ અને દુશ્મનો છે. આવા ઢોંગી ધુતારાઓને કાયમી જાકારો આપવા માટે શિક્ષણ, સંસ્કાર અને સેવામય સમાજસુધારકોની આપણને તાતી જરૂર છે. આપણે સૌ આવા પ્રયત્નોમાં અવશ્ય સહભાગી, સહયોગી અને જાગૃતપણે પ્રેરક બનીએ. લોકસંતો આ શ્રેણિના સંતોમાં થોડા ઘણા અંશોમાં દયા, ક્ષમા, સત્ય, પ્રેમમય વ્યવહાર આદિ ગુણો હોય છે. તેઓ લોકસેવા અને ધર્મપ્રચારના કાર્યો પણ કરે છે. પરંતુ તેઓને હજુ શુદ્ધ ચૈતન્યનો બોધ પ્રાપ્ત થયો નથી; જેથી કરીને દેહથી ભિન્ન એવા પરમતત્ત્વની સાધના તેમના જીવનમાં ઉદય પામી શકતી નથી. તેઓ થોડો ઘણો પુણ્યસંચય કરે છે અને તેમના આશ્રિતો પણ કંઈક શુભ ગતિને પામે છે. આ સંતોમાં મતાગ્રહી અને સાંપ્રદાયિક સંતોનો પણ સમાવેશ થાય છે. આમાંના ઘણા સંતો પોતાના સંપર્કમાં આવતા તત્ત્વજિજ્ઞાસુઓને સાચા સંતો પાસે જતા રોકે છે, જે જાણતા કે અજાણતાં તેમને પોતાને તથા તે
જિજ્ઞાસુઓને મોટા ગેરલાભનું કારણ બને છે. ૩. સાધક-સંતો : આ મહાત્માઓમાં ઉપર કહ્યા તેવા અનેક
સગુણો વિશેષ માત્રામાં હોય છે. વળી તેઓને શુદ્ધ આત્મતત્ત્વના બોધનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું હોય છે. તેઓ
i J. ૧૫
Page #107
--------------------------------------------------------------------------
________________
જીવત-વિજ્ઞાન
૪.
પ્રમાણિકપણે, વારંવાર આત્મ-અનુસંધાનનો અભ્યાસ પણ કરે છે. પરંતુ હજુ તેમની સમુચ્ચય ક્ષમતા એટલી પરિપક્વ થઈ નથી કે જેથી તેઓ મોહગ્રંથિનો ભેદ કરી શકે. જો તેઓ પોતાની આવી સાચી દિશાની સાધના ચાલુ રાખી શકે તો તેઓને હવે પછીની ઉત્તમ એવી ચોથી શ્રેણિમાં થોડા કાળમાં અવશ્ય પ્રવેશ મળી શકે છે. સિદ્ધ’ સંતો : આ આત્મસાક્ષાત્કાર-સંપન્ન મહાન ધર્માત્માઓ. છે. નિઃશંકતા, નિર્ભયતા, વિશ્વપ્રેમ, નિઃસ્પૃહતા, સહજ પ્રસન્નતા અને અવારનવાર અંતર્મુખ વૃત્તિ તેમના જીવનમાં પ્રગટે છે. આમાં વળી જો તેમને સુયોગ્ય વાણીનો યોગ બન્યો હોય તો અપૂર્વ, પ્રભાવશાળી અને સુયોગ્ય શિષ્યોના હૃદયને પુલકિત કરી તેમના અજ્ઞાન-અંધકારનો નાશ કરવાની ક્ષમતાવાળી અનુભવવાણીનો પ્રવાહ તેમના વ્યક્તિત્વમાંથી નીપજે છે. સુયોગ્ય સાધકો તેવા નિર્મોહી, મહાજ્ઞાની અને યોગીના સાન્નિધ્યથી વિશિષ્ટપણે લાભાન્વિત થાય છે. આવા સંતો આ સૃષ્ટિનું ઉત્તમોત્તમ ભૂષણ છે; અને પુણ્યવંત સાધકોને પરમ શરણરૂપ છે. આ શ્રેણિને પ્રાપ્ત થયેલા સંતો, આ દુનિયામાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ હોય છે. તેમને અંતઃકરણપૂર્વકના નમસ્કાર હો! નમસ્કાર હો!
ક વિવિધલક્ષી સ્વતંત્ર મુદાઓ
મોક્ષમાર્ગમાં, ઉપદેશ માત્ર સાંભળવા કરતા પ્રત્યક્ષ સપુરુષના જીવનમાંથી વધુ બોધ મળે છે. પરમાર્થ પામવા માટે તે પ્રેરક અને વધારે ઉપયોગી છે.
J-૧૬
Page #108
--------------------------------------------------------------------------
________________
( જીવત-વિજ્ઞાન ) સદ્ગુરુ આત્મજ્ઞાની તો હોય જ. ઉપરાંત તેઓ ઘણુંખરું મહાજ્ઞાની, લોકોત્તર અને સંયમી મહાપુરુષ હોય છે. હૃદય પવિત્ર નથી એટલે પુરુષના ગુણોની ઓળખાણ થતી નથી; અને ઓળખાણ ન થવાથી આશ્રય થતો નથી. સાધકે સપુરુષનો નિશ્ચય અને આશ્રય બન્ને કરવા માટે, અવશ્ય
સત્પાત્રતા પ્રાપ્ત કરવી જોઈએ. - સત્પષનો “આશ્રય' કરવા માટે ચારિત્રગુણના વિકાસની
મુખ્યતા કહી છે; જયારે પુરુષના નિશ્ચયમાં જ્ઞાન અને શ્રદ્ધા ગુણના વિકાસની મુખ્યતા કહી છે. અનેક વિદ્યાઓના જેઓ જાણનાર છે, અધ્યાત્મવિદ્યાના જેઓ પારગામી છે, અનેક સદ્ગણોના જેઓ ભંડાર છે અને છતાં સર્વ જીવો અને ખાસ કરીને ધર્મપ્રેમી જીવોના જેઓ ‘દાસ’ છે તેવા અલૌકિક મહાપુરુષો, આપણા અજ્ઞાન-અંધકારને ટાળીને આપણને સમગ્ર જીવનના તેમજ અધ્યાત્મના સાચા પંથે પ્રયાણ કરાવો! તેમને ફરી ફરી નમસ્કાર હો!! સદ્ગુરુની ઓળખાણ, સદ્ગુરુનો બોધ અને સદ્ગુરુનું સાન્નિધ્ય - આ બધાં મુમુક્ષુના કલ્યાણ માટેનાં સર્વોત્તમ સાધનો છે; એમ જ્ઞાની પુરુષોએ પોતાના અનુભવથી કહ્યું છે. સંતો ભગવાનના સાચા સંદેશવાહક “ટપાલી છે. તેઓએ અહંનો નાશ કરી પ્રભુનું દાસત્વ અંગીકાર કર્યું છે, જેથી તેઓ સાચી પ્રભુતા પામ્યા છે. આ કારણથી શાસ્ત્રોમાં તેમને ભગવાનના લઘુનંદન કહ્યા છે. '
. - ૧૦
Page #109
--------------------------------------------------------------------------
________________
જીવત-વિજ્ઞાત
દોષ સ્ત્રીમાં નથી, પણ આપણી દૃષ્ટિમાં છે. સદ્ગુરુવચનના બોધરૂપી અંજનને જે બરાબર આંજે, તેને સર્વમાં ૫૨માત્મા જ દેખાય છે અને દેહદષ્ટિ અને વિષમદૃષ્ટિનો ક્રમે ક્રમે નાશ થઈ જાય છે.
-
વ્યવહાર – ગુરુગમની પ્રાપ્તિ શ્રુતજ્ઞાન દ્વારા, સદ્ગુરુબોધ દ્વારા અને સદ્ગુરુનિશ્રા દ્વારા એમ અનેક પ્રકારે થઈ શકે છે. સામાન્ય નિશ્ચય ગુરુગમ, એ આત્મજ્ઞાની ગુરુ દ્વારા બતાવેલ શુદ્ધાત્મા-જ્ઞાયકના લક્ષરૂપ છે અને તે સ્વયં તો સવિકલ્પ છે; પરંતુ તેના અભ્યાસની પરિપક્વતાથી, અનુભવ પ્રાપ્ત થતાં જે નિર્વિકલ્પ સમાધિ પ્રગટે છે તે સાક્ષાત્ ૫૨માર્થ-ગુરુગમ છે; જેને નિર્વિકલ્પ ભાવસુધારસ પણ કહી શકાય છે.
સાચા સંતના જીવનમાં અભિમાન હોતું નથી. નમ્રતારૂપી ગુણના ૫રમાર્થ-પ્રાગટ્યથી સાચા સુખનો તેને અનુભવ હોય છે, જેને ઉત્તમ વિનય અથવા પરમ વિનય કહે છે.
♦ સંત-સદ્ગુરુ અને પરમાત્મા પ્રત્યે કથંચિત્ એકસરખી બુદ્ધિ રાખવી જોઈએ; કારણ કે તે બધામાં શુદ્ધત્વ તો પ્રગટ્યું જ છે. આવી, રૂડા સાધકની માન્યતા અને પ્રયત્ન હોય છે.
યથા
(i) પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એજ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દૃઢતા કરી દે જ.
શ્રીમદ્ રાજચન્દ્ર
.J-૧૮.
Page #110
--------------------------------------------------------------------------
________________
જીવન-વિજ્ઞાત
(ii) ‘સાહિબ સંત કછુ અંતર નાહી;
સાહિબ કા ઘર સંતન માંહી.’ * (મહાત્માશ્રી કબીરદાસજી)
મહાપુરુષના જીવનમાં માત્ર શાસ્ત્રજ્ઞાનની મુખ્યતા હોતી નથી; પરંતુ અનુભવજ્ઞાનની મુખ્યતા હોય છે. તેમની દિવ્ય અને પ્રેરણાદાયક વાણી સામાન્ય પાત્રતાવાળા જીવને પણ જગાડી દે છે; તે તેમના વ્યક્તિત્વના ઊંડાણમાંથી સહજપણે સ્ફુરે છે અને શાસ્ત્રનાં ગૂઢ રહસ્યોનું પણ સર્વાંગ સમાધાન કરવામાં સામર્થ્યવાળી હોય છે.
આત્મત્વપ્રાપ્ત પુરુષોને, તેમની મુદ્રાને અને તેમના ચારિત્રના પ્રસંગોને વારંવાર અપૂર્વતા લાવીને યાદ કરવાં.
સંતનાં મુખ્ય લક્ષણો પાંચ ગણી શકાય :
(૧) નિઃસ્પૃહ, નિષ્પાપ અને નિર્ભય, (૨) આત્મજ્ઞાની (૩) વિશ્વપ્રેમી, (૪) પરોપકારી અને (૫) અપૂર્વ શાંતિવાળા.
♦ સંતં સુશાંત સતતં સ્મરામિ; ભવાબ્ધિ પોતેં શરણં વ્રજામિ.
સત્સંગની ઉપાસના દરમિયાન, દૃષ્ટિવાન સાધકને સદ્ગુરુના બોધમાંથી જેટલી પ્રેરણા અને માર્ગદર્શન મળે, તેના કરતાં અનેકગણું માર્ગદર્શન તેમના સમાગમથી, તેમની સમસ્ત જીવનચર્યાનું અવલોકન કરવાથી મળે છે. માટે તેમના બોધ કરતાં તેમના સાન્નિધ્યનો વધુ ખપ કરવો.
- ૧૯.
Page #111
--------------------------------------------------------------------------
________________
ન જીવત-વિજ્ઞાન જ્ઞાની પુરુષનાં વ્યક્તિત્વના અનેક સુદઢ પાસા છે; છતાં તેમનું સૌથી બળવાન પાસુ છે તેમનો અખંડ સમતાભાવ, સમતામાં રહેવાનો તેમનો આશ્ચર્યકારક સતત ઉદ્યમ. જ્ઞાનીઓ દુનિયાની વૈભવશાળી વસ્તુઓની ઝાકમઝોળથી પ્રભાવિત થતા નથી. ભગવાનની નાની કોપી – નાનું સ્વરૂપ - તે સંત અને સદ્ગુરુ છે. તેમને ભગવાનના લઘુનંદન - miniature copy – કહે છે. યુગપ્રધાન આચાર્યો, સદ્ગુરુઓ અને તેવા મહાપુરુષોનું વ્યક્તિત્વ બહુમુખી હોય છે; અર્થાત્ તેઓ જ્ઞાની છે, ભક્ત છે, યોગી છે, વિદ્વાન છે, કવિ છે અને સમાજ પર અત્યંત પ્રભાવ પાડનારા પણ છે. ગુણગણના ભંડાર છે. સંતોનું જીવન સહજ, સરળ અને સાદું હોય છે. તેમના પુણ્યપ્રભાવથી જે કાંઈ દાનાદિ આવે છે, તે સમાજના અને ધર્મના ઉત્થાન માટે જ વપરાય છે. માટે સંતો, વિશેષ પ્રયત્ન કર્યા વગર પણ ઉત્તમ અને પરોપકારના કાર્યોનું સહજપણે નિમિત્ત બને છે; કારણ કે તેમના જીવનમાં સ્વાર્થનો અભાવ
હોય છે અને સત્યનું જ અનુસરણ હોય છે. - આત્મસાધના
સત્સંગની ઉપાસના અને ભક્તિ - આ બન્નેને આત્મકલ્યાણના શ્રેષ્ઠ સાધનો ગણી શકાય એમ ભારતીય સાંસ્કૃતિક સાહિત્યના અવલોકનથી નક્કી થઈ શકે છે. “કરિષ્ય વચનં તવ” એ પ્રમાણે
Page #112
--------------------------------------------------------------------------
________________
જીવત-વિજ્ઞાન
અર્જુનની માફક ‘તમારાં કહ્યા મુજબ જ હું મારું જીવન હવે જીવીશ’ એમ જો સાધક કરી શકે તો જ તેનું ખરું કલ્યાણ થઈ શકે. જેમ જેમ સુપાત્ર શિષ્ય સદ્ગુરુના તત્ત્વ બોધરૂપી બાણોથી વીંધાતો રહી તેને આત્મસાત્ કરતો જાય છે, કુસંસ્કારોનો નાશ કરીને સુસંસ્કારોને સંસ્થાપિત કરતો જાય છે અને તેમના દિવ્ય સાન્નિધ્યથી પ્રભાવિત થતો જાય છે તેમ તેમ તેના મોહરૂપી બંધનો તૂટતા જાય છે, સ્વમતિકલ્પનાનો વિનાશ થઈ જાય છે, અપૂર્વ આજ્ઞાધીનપણું પ્રગટે છે અને કોઈ એક દિવ્ય પળે તેમની પૂર્ણ કૃપાનું અવતરણ થતાં તેની મોહગ્રંથિનો વ્યુચ્છેદ થઈ જાય છે અને તે ધન્ય ધન્ય બની જાય છે. અલબત્ત, આ લાંબા સમય દરમ્યાન તેના સત્યનિષ્ઠા, શ્રદ્ધા, ધીરજ, વિવેક, એકાગ્રતા અને આજ્ઞાપાલનની અનેક કસોટીઓ થાય છે. આવી અનેક પ્રતિકૂળતાઓને પાર કરીને આ બધા ગુણો ‘વર્ધમાન’
થઈ તેને ઉત્તમ ફળ આપે છે.
ગુરુ-શિષ્યના અદ્ભુત, અલૌકિક અને પવિત્ર સંબંધની જો યથાયોગ્ય ઉપાસના કરવામાં આવે તો તે શિષ્યને અલ્પકાળમાં ઉન્નત પદની પ્રાપ્તિ થઈ શકે છે.
થોડાં પૌરાણિક અને ઐતિહાસિક દૃષ્ટાંતોનું સંસ્મરણ કરવાથી આ વાત પાકી થઈ જશે.
રામ.
અર્જુન
શબરી અને હનુમાન .....
વ્યાસ
J-૨૧.
વસિષ્ઠ
શ્રીકૃષ્ણ
શ્રીરામ
નારદ
Page #113
--------------------------------------------------------------------------
________________
જીવત-વિજ્ઞાન
જનક ................ .............. અષ્ટાવક પરીક્ષિત ........................................... શુકદેવ ગૌતમ સ્વામી............................ મહાવીર ભગવાન મહાદેવ દેસાઈ... ................... મહાત્મા ગાંધીજી છત્રપતિ શિવાજી............................. સમર્થ સ્વામી રામદાસ મહારાજા કુમારપાળ ...................... આચાર્ય હેમચંદ્રાચાર્ય વિવેકાનંદ
...........શ્રી રામકૃષ્ણ પરમહંસ લઘુરાજસ્વામી...................... શ્રીમદ્ રાજચંદ્ર સ્વામી ચિદાનંદ .................. સ્વામી શિવાનંદ
-
- - - -
-
-
-
-
- - 1
J- Res
Page #114
--------------------------------------------------------------------------
________________
-ન જીવત-વિજ્ઞાન કે તીર્થયાત્રા : એક આધ્યાત્મિક માર્ગદર્શન ભૂમિકા :
તીર્થ અને તીર્થયાત્રાનું મહત્ત્વ જગતની બધી સાંસ્કૃતિક પરંપરાઓમાં જોવા મળે છે, પરંતુ ભારતીય પરંપરાઓમાં તેનું વિશેષ માહાભ્ય છે. આપણા દેશના દરેકે દરેક ખૂણામાં પથરાયેલાં મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારાઓ અને પ્રાચીન, ઉત્તેગ પ્રતિમાઓ આ વાતની પ્રત્યક્ષ સાક્ષી પૂરે છે.
તીર્થ શબ્દની ઉત્પત્તિ તૂ ધાતુ ઉપરથી થયેલી છે અને જેના વડે સંસારસાગર તરીએ તેનું નામ તીર્થ એમ વ્યુત્પત્તિથી અર્થ થાય છે; યથા - તીર્ચત મન વા. જોકે સંસારસાગર તરવાનું નિશ્ચયસાધન તો આત્મજ્ઞાન અને આત્મસંયમની સાધના જ છે; તો પણ આવા શુદ્ધ ભાવ ઉત્પન્ન થવા માટે જ્ઞાની પુરુષોએ યોગ્ય દ્રવ્ય – ક્ષેત્ર – કાળ અને ભાવની સામગ્રીને માત્ર સહકારી જ નહીં પણ પ્રેરક અને પ્રત્યક્ષપણે ઉપકારી માની છે. આ સિદ્ધાંતને ધ્યાનમાં લઈને પૂર્વે થયેલા દૃષ્ટિવાન આચાર્યોએ તીર્થક્ષેત્રોના નિર્માણ અને સુવ્યવસ્થા દ્વારા સામાન્ય સાધકને પણ નવીનતા, શાંતિ, પ્રાકૃતિક સૌંદર્ય અને પવિત્રતાને પમાડવામાં મદદ કરી છે. તીર્થોનો મહિમા :
આદિપુરાણ, નિર્વાણભક્તિ, જ્ઞાનાર્ણવ, ગોમટ્ટસાર, કલ્પસૂત્ર, આવશ્યક નિર્યુક્તિ વગેરે અનેક પ્રાચીન શાસ્ત્રોમાં વિવિધ રીતે તીર્થક્ષેત્રોનો મહિમા બતાવ્યો છે. જોકે કોઈ ભૂમિ પોતે તો પવિત્ર હોતી નથી, પરંતુ જ્યાં જ્યાં તીર્થકરો, ઋષિ-મુનિઓ, નિગ્રંથ
Page #115
--------------------------------------------------------------------------
________________
(જીવન-વિજ્ઞાન આચાર્યો અને તપસ્વી પુરુષોએ જન્મ ધારણ કર્યો, દીક્ષા લીધી, જ્ઞાન - ધ્યાન - તપ - સમાધિ - યોગાદિ વડે પોતાના આત્માને પરમ પવિત્ર બનાવ્યો, તે તે સર્વ સ્થાનો તેમના સંસર્ગથી પવિત્ર થયેલાં હોય છે. આવાં પુનિત સ્થાનોમાં જવાથી અને સાધના કરવાથી ત્યાંના પવિત્ર પરમાણુઓની આપણા ઉપર અસર થયા વિના રહેતી નથી. જેવી રીતે હોટલ-સિનેમા-નાટક વગેરે સ્થાનોમાં જવાથી રંગ-રાગખાન-પાનના વિચારો આવે છે તેમ દષ્ટિવાન વિવેકી પુરુષોને આવાં તીર્થોમાં જવાથી ત્યાં જેમણે સાધના કરી છે તેવા પવિત્ર પુરુષોનાં પાવન ચરિત્રોનું સ્મરણ થાય છે અને તેમની જ્ઞાન-ધ્યાનની દઢતાનું, તેમની સહનશીલતાનું, તેમના પરમ સમાધિભાવનું અને અલૌકિક આત્મપરાક્રમનું માહાભ્ય દૃષ્ટિમાં આવતાં તેમના પ્રત્યે પરમ ઉલ્લાસભાવ આવે છે. આમ, પુરાણપુરુષોના પાવન પાદારવિંદમાં સાચી ભક્તિ પ્રગટ થવાથી સાત્ત્વિક ગુણો આવિર્ભાવ પામે છે અને વિશિષ્ટ પુણ્યસંચય સ્વયં થાય છે. તીર્થયાત્રા કરવાની યથાર્થ દૃષ્ટિ અને વિધિ :
જોકે દરેક આસ્તિક જિજ્ઞાસુ વ્યક્તિને તીર્થયાત્રા કરવાનો એકસરખો અધિકાર છે છતાં જેનામાં પરમાત્મા પ્રત્યે વિશિષ્ટ ભક્તિ હોય અને સ્પષ્ટપણે પોતાના આત્મકલ્યાણની વિશિષ્ટ દૃષ્ટિ હોય તેવા પુરુષોને તીર્થયાત્રાથી ઘણો જ લાભ થાય છે.
સરખા વિચારની ૩૦-૪૦ વ્યક્તિઓ, મોટર-બસ દ્વારા નક્કી કરેલા ક્રમે, કોઈ વિશેષ સંત-ભક્તના સમાગમમાં યાત્રા કરે તો તેમાં પવિત્ર ભાવોનો સવિશેષ અનુભવ થાય છે. ઓછો સામાન, સાદું ભોજન, વસ્તુ વિના ચલાવી લેવાની તૈયારી, આ બધું સફળ
1 4- ૨૪
Page #116
--------------------------------------------------------------------------
________________
ન જીવત-વિજ્ઞાન ) યાત્રા પ્રવાસ માટે આવશ્યક છે. બેટરી, લોટ, ચપ્પ, દોરી તથા તૈયાર સૂકો નાસ્તો સાથે રાખવાથી સમયનો બચાવ થાય છે, ચોખ્ખાઈ જળવાય છે અને રાત્રિ-ભોજનત્યાગનો ક્રમ સચવાય છે.
આપણાં તીર્થો સ્વચ્છ રાખવા માટે આપણે અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ. ગંદકી ન થાય એની ખાસ કાળજી રાખવી જોઈએ. તીર્થના વ્યવસ્થાપકો અને કર્મચારીગણ સાથે આત્મીય, ઉદાર અને વિનયવિવેકપૂર્વકનું વર્તન રાખવાથી સર્વત્ર શાંતિ, સંપ અને પ્રેમમય વાતાવરણ સર્જાય છે અને સાધનામાં ગતિ મળે છે.
દૈનિક આરાધનાક્રમમાં દરેકે મોડામાં મોડું પ-૩૦ વાગ્યે પ્રાતઃપ્રાર્થનામાં જોડાવું જોઈએ. નિત્ય દર્શન-પૂજન-સત્સંગ સવારે નિયમિત કરવા અને બપોરે સ્વાધ્યાય તથા સાંજે સાયંકાળ - વન્દનમાં હાજર થઈ જવું. આ ઉપરાંત, ચાલતી બસે ભજન – ધૂન - પારાયણ વગેરેનું એવી રીતે આયોજન કરવું કે આરામના અમુક સમય સિવાય મોટા ભાગનો સમય આરાધનામાં વીતે. અર્ધો કે એક કલાક સામૂહિક મૌન અને ધાર્મિક પદોની અંતકડીનું આયોજન કરવાથી સમયનો સુંદર રીતે સદુપયોગ કરી શકાય છે.
જે તીર્થોમાં ભગવાનનાં અનેક દર્શન કરવાનાં હોય ત્યાં દર્શન માટે એક કે બે સમૂહમાં (Groupમાં) જવું, જેથી કોઈ અગત્યના દર્શન છૂટી ન જાય. તીર્થ વિષે પહેલેથી સાંસ્કૃતિક કે ઐતિહાસિક માહિતી મેળવેલી હોય તો સૌને દર્શન કરતી વખતે તે માહિતી આપતા જવું જેથી તે તે મહાત્માઓ, મુનીશ્વરો કે તીર્થકરોના ચારિત્રનું સ્મરણ થવાથી અને માહાત્ય સમજાવાથી ભાવો ઉલ્લલીત પરિણામવાળા થાય.
J - ૨૫
Page #117
--------------------------------------------------------------------------
________________
(જીવન-વિજ્ઞાન ) ઘણાં તીર્થોની યાત્રા જલદી કરી લેવી એવું ધ્યેય રાખવાની જરૂર નથી. ભલે થોડાં તીર્થોની યાત્રા થાય પણ શાંતિ અને ભાવવિશુદ્ધિ જળવાય એ હેતુ લક્ષ્યમાં રાખવો. લૌકિક દૃષ્ટિએ યાત્રાનું કદ અને સિંખ્યા અગત્યનાં છે, તાત્ત્વિક દૃષ્ટિએ સર્વતોમુખી આત્મકલ્યાણ સધાય એ ધ્યેયની મુખ્યતા છે.
વિશુદ્ધ અને અનન્ય ભાવો સહિત પ્રભુની ભક્તિ કરવાથી, વિવેકી પુરુષોને આત્મવિશુદ્ધિનો અમૂલ્ય અવસર આવી યાત્રાઓમાં અવશ્ય મળે છે. તેથી આલોક-પરલોકની ઇચ્છાઓથી રહિત થઈને મરણસ્તવનનો અભ્યાસ મુમુક્ષુઓ યાત્રા દરમિયાન વારંવાર કરે છે. ઉદેશ્ય અને ફળશ્રુતિ ઃ .
શુદ્ધરત્નત્રયરૂપ તીર્થને પ્રાપ્ત કરવું એ તીર્થયાત્રાનો ઉદેશ્ય છે. ધાંધલિયા અને વ્યસ્ત શહેરી જીવનમાં રહીને શાંતભાવ પ્રાપ્ત કરવો વિકટ છે. તેથી વિવેકી સાધકો શાંતિની પ્રાપ્તિ માટે અવારનવાર તીર્થયાત્રા યોજે છે અને નીચેના મુદાઓને ધ્યાનમાં રાખ્યા કરે છે : ૧. વ્યસ્ત વ્યાવહારિક જીવનક્રમથી દૂર થવું. ૨. ધનનો લોભ ઘટાડવો. ૩. દાનધર્મમાં પ્રવર્તવું. ૪. સંત-મહાત્માઓનો પરિચય પ્રાપ્ત કરીને તેમના જીવનમાંથી
દિવ્ય જીવન જીવવા માટે પ્રેરણા મેળવવી. ૫. શારીરિક અગવડ વેઠવાનો અભ્યાસ કરવો. ૬. ઘનિષ્ઠ ધર્મમય જીવન જીવવા માટેની પૂર્વતૈયારી કરવી. ૭. એકાંત શાંત વાતાવરણમાં ભક્તિ-ચિંતન-મનન ભાવના કરવાં.
i J૨૬
Page #118
--------------------------------------------------------------------------
________________
(જીવન-વિજ્ઞાન ) ૮. મૈત્રી વગેરે ભાવનાનું પોષણ રાખવું અને નિંદા ઈર્ષાને
તિલાંજલિ આપવી. ૯. ખોટી ટેવો છોડીને ઉપયોગી નિયમો ગ્રહણ કરવા, જેથી જીવન
વ્યવસ્થિત અને નિયમિત બને.
આમ, જ્યારે આપણે તીર્થયાત્રામાં જોડાઈએ ત્યારે આવાં તીર્થભ્રમણથી ભવભ્રમણ મટે છે, તીર્થની રજથી કર્મની રજ ઊડી જાય છે, તીર્થમાં સંપત્તિ વાપરવાથી આત્માની અખૂટ સંપત્તિ ઉત્પન્ન થાય છે અને પ્રભુના પગની સાચી પૂજાથી જગતના જીવો વડે પૂજ્ય બની જવાય છે, એમ પૂર્વાચાર્યોએ કહ્યું છે. શું આપણે આવું ઉત્તમ ફળ નથી ઇચ્છતા? અર્થાત્ આવું ફળ જો ઇષ્ટ છે તો અવશ્ય તીર્થયાત્રા વિવેકપૂર્વક કરવાનો નિયમ લઈએ. ૐ શાંતિઃ
J- ૨૦
Page #119
--------------------------------------------------------------------------
________________
જીવત-વિજ્ઞાન -
પ્રકીર્ણ બોધ * ધર્મઆરાધનાની ભાવના (હાથનોંધના આધારે-સ્વગત) ૧. આત્મજ્ઞાની મહાત્માઓના સત્સંગને ઇચ્છું છું, એવું છું. છાપાથી
કે મંદિરમાંથી કે પત્રિકા દ્વારા, સપુરુષના આગમનની જાણકારી મેળવી તેમનાં પ્રવચન-સ્વાધ્યાય ભક્તિનો લાભ લેવા માટે નોકરી-ધંધા, અભ્યાસ આદિ કાર્યોના સમયને પણ અનુકૂળ
બનાવું છું; એટલે કે I Adjust Myself to Their Timings. ૨. સ્વાધ્યાયનો નિયમ રાખું છું – ઓછામાં ઓછી ૧૫ મિનિટનો. ૩. બને ત્યાં સુધી ભગવાનના દર્શનનો લાભ લઈ મનને તેમના
ગુણોના સ્મરણથી પવિત્ર બનાવું છું. ૪. અવકાશના સમયે પુસ્તકાલયમાં વાંચું છું. ૫. રવિવારનો (રજાનો) સવારનો ૧૧-૦૦ વાગ્યા સુધીનો અને
૨-૦૦થી ૪-૦૦ સુધીના બપોરના સમયનો જીવનધ્યેયની સિદ્ધિ
અર્થે અવશ્ય ઉપયોગ કરું. ૬. રવિવારે મોડો ઊઠું નહીં. ૭. હું દેહથી યુવાન છું તેમ જીવનધ્યેયની સાધનામાં પણ યુવાન
છું. આરામ કે આળસને આધીન થઈ મારા પુરુષાર્થમાં મંદતા
આણું નહીં. ૮. જીવનમાં સર્વત્ર સાદગી અપનાવું છું - આહારમાં, વસ્ત્રમાં,
કોલેજમાં, દુકાનમાં, પગરખામાં, વાળ ઓળવામાં. ભપકાદાર ખર્ચાળ શ્રીમંત મિત્રોથી અંજાઈ જાઉં નહીં. અતિવાચાળ,
.- ૨૮
Page #120
--------------------------------------------------------------------------
________________
ન જીવત-વિજ્ઞાન ) વિલાસપ્રિય અને બણગા ફૂંકનારની મિત્રતાને આદરૂં નહિ. તેનો સંબંધ ધીમે ધીમે ઓછો કરી નાખું. ગાંધીજી, શ્રીમદ્
રાજચંદ્ર અને રવિશંકર મહારાજની સાદગીને સ્વીકારું છું. ૯. બધાય સમયનો સદુપયોગ કરું. વેકેશનના દિવસોનો ઉપયોગ
કેવી રીતે કરવો તેનું ક્રમબદ્ધ ટાઈમ-ટેબલ બનાવું. જે વડે મારામાં સદાચાર, વિનય, પરોપકાર, દયા, ધર્ય, શિસ્ત, તત્ત્વજ્ઞાન અને સહનશીલતાનો ઉદય થાય તે પ્રકારે મારા
ફાજલ સમયનો ઉપયોગ કરું. ૧૦. બસમાં, રીક્ષામાં, રેલગાડીમાં, બસસ્ટોપ ઉપર, મળવા
જનારના વેઇટીંગ રૂમમાં, જ્યારે એકલો ફરવા જઉં ત્યારે, રસ્તામાં ચાલતી વેળાએ, સાંજના વખતે, લોકો પોળ કે શેરીના નાકે ગામના ગપાટા મારતા હોય ત્યારે, એમ બને તેટલા
બધા સમયનો સદ્ધપયોગ કરું. ૧૧. સામાજિક કારણ કે એવા ખાસ પ્રસંગ વિના સિનેમા-નાટક
જોઉં નહીં. ૧૨. જીવન-ઘડતરની, જીવન નિર્માણની અને ઉચ્ચ આદર્શ પ્રમાણે
જીવવાની પ્રેરણા મળે તેવા પ્રસંગોમાં - સત્સંગ - પ્રવચન - ભજન - સંકીર્તન - ભાવના - પૂજા વગેરેમાં વખતોવખત જાઉં. જ્યાં આત્મકલ્યાણનો સ્પષ્ટ માર્ગ બતાવવામાં આવે અને મન નિર્મળ થઈ પ્રભુપ્રેમમાં દ્રવે, અથુપાત થાય, સ્વર અવરોધ થઈ જાય, રોમાંચ થાય – આવી જગ્યાઓએ અને પ્રસંગોએ નિયમિત હાજરી આપી તે ભક્તિ-સ્વાધ્યાયમાં અવશ્ય મનને જોડું. આવું સ્થાનક દૂર હોય અને બસના પૈસાની કે સાયકલની
i J. ૨૯ :
Page #121
--------------------------------------------------------------------------
________________
જીવત-વિજ્ઞાન સગવડ ના હોય તો અર્ધો કલાક વહેલો નીકળીને ચાલતો જાઉં.
વારંવાર જીવનધ્યેયને નજર સમક્ષ લાવું છું; જેથી જીવનની ચર્યા તે ધ્યેયને અનુરૂપ બની રહે. * વૈવિધ્યપૂર્ણ સ્વતંત્ર મુદ્દાઓ
જગતના મનુષ્યોને દુઃખ અને દુર્ગતિમાં પડતા બચાવીને, સુખશાંતિ અને સુગતિમાં લઈ જાય તેનું નામ ધર્મ છે. માતાની જેમ તે હંમેશાં આપણું રક્ષણ કરે છે. બાકી બીજા બધા માત્ર બાહ્ય લક્ષણોથી ઓળખાતા – હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, જૈન, પારસી, શીખ આદિ – તો સંપ્રદાય છે. સામાજિક સંગઠન, સુવ્યવસ્થા અને નૈતિક મૂલ્યોની જાળવણી માટે તે બધા ઉપયોગી બની શકે; પણ ત્યારે જ કે જ્યારે તેમનો સ્વીકાર ઉદારતાથી અને અનાગ્રહપણે કરવામાં આવે ત્યારે. જો તેમનું ગ્રહણ દુરાગ્રહપણે અને ઝનૂન સહિત સંકીર્ણતાથી થાય તો, તેઓ સાચી આધ્યાત્મિક ઉન્નતિ કરવામાં ઉપયોગી થઈ શકતા નથી; બબ્બે વ્યક્તિગત અને સામૂહિક સ્તરે વેર-ઝેર અને અરાજકતાનું કારણ બને છે. ચાતુર્માસ દરમ્યાન, સાધુ-સંતો સ્થિરવાસ કરે છે. તેઓ એક જ સ્થળે રહે તો તેમના સત્સંગનો સતત લાભ સ્થાનિક લોકોને મળી શકે છે. આ કારણથી ચાતુર્માસ દરમ્યાન તેમજ અન્ય સમયે પર્વોનું આયોજન કરીને સત્સંગ, વાંચન, ભક્તિ-પૂજા, નિયમ-વ્રતોનું ગ્રહણ કરીને ભાવપૂર્વકની ઉપાસના દ્વારા માનવભવની સાચી સફળતાનો વિશેષ પુરુષાર્થ કરવો જોઈએ.
- ૩૦
Page #122
--------------------------------------------------------------------------
________________
જીવત-વિજ્ઞાત
• દરેક આત્માર્થી જીવને ગુણો પ્રત્યે બહુમાન હોવું જરૂરી છે. અન્ય સત્પુરુષોના પ્રગટ થયેલા ગુણો પ્રત્યે પ્રમોદ અને બહુમાનની ભાવના જેને પ્રગટ થતી નથી, તે ખરેખર ગુણોનો ચાહક છે કે નહિ તેમ તેણે પોતે જ પોતાના આત્માને પૂછવું. વિનયવાન થઈ ગુણી સત્પુરુષોનો સંગ કરવો યોગ્ય છે. જેથી ક્રમે કરીને પોતાને પણ તેવા ગુણ પ્રગટે. યથા
मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृताम् । ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये ॥ ♦ સર્વ જ્ઞાની પુરુષોનો કહેવાનો અભિપ્રાય એક છે અને સર્વ અજ્ઞાની પુરુષોનો કહેવાનો અભિપ્રાય ભિન્ન ભિન્ન છે; કારણ કે પહેલાને વસ્તુના નિર્ણય સહિત સ્વાત્માનુભૂતિ છે, જ્યારે બીજાને તે બંનેનો અભાવ છે.
-
♦ પરમપ્રજ્ઞાવંત, મહામહિમાવંન આચાર્યોએ જ્યાં એમ ઉપદેશ્યું કે જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે ત્યાં, તે જ્ઞાનથી અભિપ્રાય છે કે જે જ્ઞાન કર્મબંધનાં કારણોને અપવિત્ર, આત્મસ્વભાવથી વિપરીત અને દુઃખનાં કારણોરૂપ જાણી તેનાથી નિવર્તે છે.
આથી એમ સિદ્ધ થયું કે ‘જ્ઞાનક્રિયાન્મ્યાં મોક્ષઃ' એ શાસ્ત્રવચનને જ અત્રે આસ્રવોથી નિવર્તવાને સમર્થ એવા જ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું. જે જ્ઞાન આસ્રવોથી નિવર્તતું નથી તે જ્ઞાનને સત્પુરુષોએ પરમાર્થ જ્ઞાન કહ્યું નથી એમ જાણીએ છીએ.
સત્પુરુષની ઓળખાણ ન થવામાં નીચેનાં કારણો મુખ્યપણે ગણી
શકાય :
---૩૧
Page #123
--------------------------------------------------------------------------
________________
જીવત-વિજ્ઞાન
૧. સાધકમાં હજી તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન થઈ નથી.
૨. મોહનીય કર્મની બહુલતાને લીધે સુસંસ્કારોની અને સત્પાત્રતાની ઓછપ છે.
૩. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં ઘણી આસક્તિ છે અને તેવી આસક્તિવાળું જીવન જીવી રહ્યો છે.
પ્રશ્ન : સત્પુરુષની ઓળખાણ થયે, તેમની આજ્ઞાનું પાલન કેમ નહીં થઈ શકતું હોય?
ઉત્તર ઃ આના કારણો સામાન્યપણે નીચે પ્રકારે સમજી શકાય છે ઃ
૧. પ્રમાદને આધીન થઈ જઈને ઊંઘ, આળસ, ધર્મ પ્રત્યે અનાદરબુદ્ધિ સેવે છે અને દુનિયાના કામો ઘટાડતો નથી. રાબેતા મુજબના જીવનની ટેવોમાં ઢસડાતો રહે છે.
૨. પાંચ ઇન્દ્રિયોના વિષયની લોલુપતામાં રહ્યા કરે છે અને વૈરાગ્યભાવ કેળવતો નથી.
૩. પોતાના દોષોને નિષ્પક્ષપણે તપાસતો નથી, કબૂલતો નથી અને કાઢતો નથી તો સુધારણા કેવી રીતે થાય?
૪. દ્રઢ મનોબળ કેળવ્યું નથી અને પરાક્રમમાં પ્રવર્તતો નથી, જેથી અપૂર્વ અને અમૂલ્ય પુણ્યયોગ વીતી રહ્યો છે તેનું ભાન પણ રહેતું નથી.
૫. પોતાની સમુચ્ચય યોગ્યતાની ન્યૂનતા; જે સૈદ્ધાંતિક સત્યો તેમજ ગુરુગમ દ્વારા સમજવા યોગ્ય છે.
.J-૩૨ –
Page #124
--------------------------------------------------------------------------
________________
(જીવન-વિજ્ઞાન ) આત્મા એટલે દિવ્ય જ્ઞાન, શાશ્વત આનંદ આદિ અનેક ગુણોના સમૂહરૂપ એક ચેતનમય અરૂપી પદાર્થ. બહુઆરંભ (અશુભ) અને પરિગ્રહવાળી પ્રવૃત્તિ જે કરે છે તે નિયમથી નરકમાં જાય છે. જે જીવ ધર્માત્માના દોષો જગતમાં જાહેરપણે પ્રગટ કરે છે તે સમ્યગદષ્ટિ હોતો નથી. જ્ઞાની ભગવંતોની અનુભવવાણી આ જગતમાં શ્રેય કરનાર એક ઉત્તમ વસ્તુ છે, એમ અમે જાણીએ છીએ. જે જીવ વારંવાર હું “હું કરતો હોય તે જીવ ઘણુંખરું અજ્ઞાની હોય છે. ગૃહસ્થની સાધક અવસ્થાને કથંચિત્ પરાધીન ગણવામાં આવી
રામે સમ્યક્ પ્રકારે અન્યાયનો પ્રતિકાર કર્યો છે, રાવણને માર્યો નથી.' - એમ તત્ત્વદૃષ્ટિથી જાણો. જેમાં રુચિ રહેતી નથી તેમાં ઘણું કરીને લાંબો સમય પ્રવૃત્તિ
કે સ્થિતિ ટકી શકતી નથી. • વેદાંત આત્માને નિત્ય માને છે.
બૌદ્ધદર્શન આત્માને ક્ષણિક માને છે. વીતરાગ અથવા નિગ્રંથદર્શન આત્માને નિત્યાનિત્ય માને છે. આ દુનિયામાં એક જ શેઠ (પ્રભુ) એવા છે કે જેના શરણે જતા જીવોને તેઓ પોતાના જેવા જ બનાવે છે.
J- ૩૩
Page #125
--------------------------------------------------------------------------
________________
{ જીવત-વિજ્ઞાત અમુક હદ સુધી દરેક ધર્મમાં સત્યાંશો કહ્યાં છે, પરંતુ આગળ જતાં અનેક પ્રકારનાં દાર્શનિક મતભેદો માલૂમ પડે છે. અધ્યાત્મશૈલી અને સિદ્ધાંતશૈલી એકબીજાની પૂરક છે; તેથી તેમને એ રીતે જ સમજવી જોઈએ. જગતના જીવોને આ શરીર પોતાનું લાગે છે, કારણ કે અનાદિ કાળના તેવા વિપરીત સંસ્કાર છે અને સત્સંગ, સબોધ તેમ જ તત્ત્વદષ્ટિનો અભાવ છે. વીતરાગતા' એ નિષેધાત્મક શબ્દ છે; “સમતા' તે એનું વિધેયાત્મક સ્વરૂપ છે. આત્માને ઓળખવાની જે બાહ્ય નિશાની છે તેનું નામ ઇન્દ્રિય કહેવાય છે. (આત્મા = ઈન્દ્ર) વ્યવહારથી જિનેશ્વર દેવ છે અને નિશ્ચયથી નિજેશ્વર (પોતાનો શુદ્ધ આત્મા) દેવ છે. જેને વ્યવહાર-વિવેક પ્રગટ્યો નથી તેને નિશ્ચય વિવેક પ્રગટતો નથી. જે હઠાગ્રહી હોય તે જ્ઞાની હોતી નથીકારણ કે હઠાગ્રહ કરવામાં કષાય તીવ્ર કરવા પડે છે, જ્યારે જ્ઞાનીને એવા તીવ્ર કષાયનો સદ્ભાવ હોતો નથી. આપણે બુદ્ધિપૂર્વક ધન આદિ જડ પદાર્થો સાથે અતિસંબંધ રાખ્યો
છે અને તેથી જડ જેવા થઈ ગયા છીએ! • “સમતા' શબ્દને ઉલટાવીએ તો “તામસ થાય. માટે તામસને
છોડીએ તો સમતાની ભૂમિકા પ્રાપ્ત થાય.
i J. ૩૪
Page #126
--------------------------------------------------------------------------
________________
જીવન-વિજ્ઞાન
રાગ-દ્વેષ અને મોહને એકબીજા સાથે ગાઢ સંબંધ છે, તેઓ પરસ્પર એકબીજા ઉ૫૨ આશ્રિત છે. મોહ ઘટે તો રાગદ્વેષ ઢીલા થાય અને રાગ-દ્વેષ ઘટાડીએ તો મોહનું જોર ઓછું થઈ જાય.
૫રમાર્થથી વિચારતાં, જે કાળમાં મુમુક્ષુઓ અત્યંત ઓછા હોય અને સત્પુરુષોનો દુષ્કાળ હોય તે કાળને કલિયુગ કહ્યો છે. • જો જીવનમાં દુ:ખ, અશાંતિ, ભય, શોક આ બધાંનો ગણનાપાત્ર અનુભવ થતો હોય તો જાણવું કે હજુ આપણા જીવનમાં સાચો ધર્મ પ્રગટ્યો નથી.
• દુનિયાના મનુષ્યો બહારની સૃષ્ટિ બદલવા ઉપર બહુ જ ભાર મૂકે છે; જ્યારે જ્ઞાનીપુરુષ મુખ્યપણે અંતરની દૃષ્ટિ બદલવાનું કહે છે, જે સિદ્ધ થતાં ક્રમે ક્રમે સૃષ્ટિ તેને અનુરૂપ થઈ જાય છે. • જેટલો ઉત્સાહ અને તૈયારી વ્યાવહારિક મંગળ-પ્રસંગોમાં હોય છે તેટલો ઉત્સાહ અને તૈયારી મૃત્યુ વેળા રાખી શકે છે, તેવા જ્ઞાનીને મૃત્યુ-મહોત્સવ / સમાધિ-મરણની પ્રાપ્તિ થઈ શકે છે.
• જેમ ઘુવડોની સભામાં સૂર્ય દેખનાર કોઈ હોતું નથી, તેમ તથાકથિત સત્સંગમાં પણ સાચા ભાવરૂપી નેત્રોના અભાવને લીધે, યથાર્થ ફળની પ્રાપ્તિ વક્તાને કે શ્રોતાને - કોઈને પણ થતી નથી.
-
કાંચન અને કામિની છોડનાર મહાપુરુષ છે; પણ કીર્તિનો મોહ છોડવો એ તેનાથી પણ વધારે વિકટ છે; કારણ કે
J-૩૫ -
Page #127
--------------------------------------------------------------------------
________________
(જીવન-વિજ્ઞાન - તે તો આંખોથી દેખી શકાતી પણ નથી. તેની જાળમાં ભલભલા ફસાઈ જાય છે. એને જીતવા માટેનો સરળ ઉપાય સગુરુના ચરણ સમીપ રહીને સાધના કરવી તે છે; જેથી વિનયોપાસના સહેજે સહેજે સિદ્ધ થાય છે અને લોકેષણા ફરકી પણ શકતી નથી, એમ જ્ઞાનીઓ કહે છે. સંતોએ અને ભગવાને મનુષ્યની જાતિ જન્મથી નહીં પણ કર્મથી નક્કી થાય છે, એમ કહ્યું છે. નીચા કુળમાં જન્મેલો મનુષ્ય પણ ઉત્તમ કાર્યો કરવાથી પૂજ્ય પદને પામી શકે છે. આમ, જન્મથી નહીં પણ કર્મથી જાતિ નક્કી કરવી. જેમ કોઈ પચાસ લાખનો હીરો ભીલના હાથમાં આવતાં, તે કાગડાને ઉડાડવામાં તેને ફેંકી દે છે; પણ તેથી કરીને તે હીરાની કિંમત કંઈ ઓછી થઈ જતી નથી. તે જ હીરો કોઈ ઝવેરીના હાથમાં આવવાથી તેની યથાર્થ કિંમત અંકાય છે. આ જ પ્રકારે જગતના સામાન્ય મનુષ્યો ભગવાનના ધર્મને ઓળખતા નથી, તોપણ તેની શ્રેષ્ઠતા તો બની જ રહે છે. ભગવાનની અને સંતોની કહેલી સર્વ વાતો સત્ય અને પરમ ઉપકારી છે, એમ આસ્તિક્યવાન અને વિચારક પુરુષો દઢપણે માને છે. આમ કરવાથી તેમને અનેક કલ્યાણપરંપરાઓની પ્રાપ્તિ થાય છે. સ્યાદ્વાદ વિદ્યા (અનેકાન્ત – પારમેશ્વરી વિદ્યા, સાપેક્ષવાદ) વૈચારિક ઉદારતાની દ્યોતક છે. તેથી તેને ખરેખર ધારણ કરનાર મનુષ્યો પણ વિશાળ અને ઉદાર વિચારધારાવાળા હોવા જોઈએ. આમ હોય તો જ તેમને સાચા સ્યાદ્વાદી
n 4 - ૩૬ 1
Page #128
--------------------------------------------------------------------------
________________
જીવત-વિજ્ઞાત
ગણી શકાય. ઉદારમતવાદીપણું, એ અનેકાંતવાદી હોવાની અનિવાર્ય પૂર્વશરત છે.
સાચી અનેકાંતદૃષ્ટિવાળો મનુષ્ય કેવો હોય? તેનો જવાબ એમ છે કે, પોતાના દુશ્મનના વિચારોને પણ સમતાપૂર્વક અને ધીરજથી સાંભળીને તેમાં રહેલું સત્ય અંગીકાર કરવાની જેનામાં ક્ષમતા હોય તેને સાચો અનેકાંતનો ઉપાસક ગણી શકાય.
સમજ્યા વગરનો ધર્મ કરે તો અલ્પ સામાન્ય પુણ્ય બંધાય, પરંતુ ધર્મને નામે અધર્મ કરે તો ઘણું પાપ લાગે છે (માયાચાર, લોભ અને અયોગ્ય-અશિષ્ટ વર્તનને લીધે).
જેઓ આત્મદૃષ્ટિવાળા છે તેઓ પ્રબુદ્ધ અને પ્રજ્ઞાવાન છે અને જેઓ દેહાત્મબુદ્ધિવાળા છે તેઓ મૂઢ અને અજ્ઞાની છે. વિષય, કષાય અને આહાર આ ત્રણના ત્યાગને પારમાર્થિક ઉપવાસ કહેવાય છે.
ધર્મ અને મોક્ષની સિદ્ધિ માટે પુરુષાર્થ મુખ્ય છે તથા અર્થ અને કામની સિદ્ધિ માટે પ્રારબ્ધની મુખ્યતા છે. વિવેકી ગૃહસ્થ ચારેયને અવિરુદ્ધપણે સાધીને શ્રેયમાર્ગે આગળ વધે છે.
સૌથી સરળ વસ્તુ બીજાને સલાહ આપવી તે છે; અને સૌથી અઘરી વસ્તુ પોતાના દોષોને નિખાલસતાથી કબૂલ ક૨ીને દૂર કરવા તે છે.
ચાર વસ્તુઓનો નિરંતર ખ્યાલ રાખવો ઃ આરોગ્ય, ફરજ, મહત્તા અને પવિત્રતા. (શ્રીમદ્ રાજચંદ્ર-પ્રણીત - પુષ્પમાળા)
. J-3 -
Page #129
--------------------------------------------------------------------------
________________
જીવત-વિજ્ઞાન
મરણના પ્રકારો
જગતના જીવોને બાલ-મરણ હોય છે.
મુનિને પંડિત-મરણ હોય છે.
ભગવાનને પંડિત પંડિત મરણ કહેવાય છે. હકીકતમાં ભગવાનને નિર્વાણગમન હોય છે.
ભગવાનની વાણી ખરેખર સમજવા માટે વિશેષ દૃષ્ટિ અને સૂક્ષ્મ પ્રજ્ઞા જોઈએ. આ બન્ને પ્રાપ્ત કરવા માટે સત્સંગની સમીચીન ઉપાસના દ્વારા પાયારૂપ સદ્ગુણો અને ગુરુગમની આવશ્યક્તા છે.
‘ઉપચાર' - એ દ્વારા થતું કથન મુખ્યપણે, લોકપ્રણાલિકાને અનુસરીને કરવામાં આવે છે.
♦ શુષ્કજ્ઞાની, કોરા પોથીપંડિત (નિશ્ચયાભાસી) કેવા હોય છે? ૧. પોતાના આત્માને સર્વથા સિદ્ધ સમાન માને છે.
૨. કેવળજ્ઞાન આદિનો પોતાનામાં, વર્તમાનમાં સદ્ભાવ માને છે!
૩. રાગાદિની ઉત્પત્તિમાં પરદ્રવ્યનું સર્વથા અંકિચિત્ક૨૫ણું માને છે.
૪. કર્મોનો બંધ-સંબંધ (કર્તૃત્વ, કારણપણું) હોવા છતાં આત્માને નિબંધ માને છે.
૫. પોતાના અભિપ્રાયથી, નિશ્ચયનયની મુખ્યતાથી જે કથન કર્યું હોય તેને જ માત્ર ગ્રહણ કરીને, પરમાર્થપ્રેરક
■ J-36■
Page #130
--------------------------------------------------------------------------
________________
(જીવન-વિજ્ઞાન ) સર્વ્યવહારને સ્વીકારતા નથી. દ્રવ્યાનુયોગ સિવાયના અન્ય અનુયોગો (શાસ્ત્રો)ની અરુચિ હોવાથી તેઓને સાચી આધ્યાત્મિક્તાની પ્રાપ્તિ
થતી નથી. • જીવના વિકાસમાં ઇન્દ્રિઓનો ક્રમ નીચે પ્રમાણે હોય છે :
પ્રથમ સ્પર્શેન્દ્રિય, પછી રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુ-ઇન્દ્રિય અને કર્મેન્દ્રિય. રાગ-દ્વેષ રહિત પરિણતિનું નામ ભાવ-અધ્યાત્મ છે. તેનો મહિમા અને પ્રાપ્તિનો ક્રમ જેમાં છે તેવાં શાસ્ત્રોને આધ્યાત્મિક શાસ્ત્રો કહે છે. તેમાં જેને સાચી રુચિ હોય તે ખરા જિજ્ઞાસુ છે. શિષ્યની બુદ્ધિની શ્રેણીઓ ત્રણ કહી છે : (૧) કુશાગ્ર, (૨) મધ્યમ અને (૩) હીન. તેને અનુરૂપ તે તત્ત્વને સમજીને, પોતાની યોગ્યતા મુજબ ગ્રહણ કરી શકે છે. મિથ્યાત્વ(અજ્ઞાન)ને મોળું પાડવા માટે “જગતના કોઈ પદાર્થનો હું માલિક નથીએમ ભાવવું અને તેને અનુરૂપ વર્તન કરવું. નયનું સાચું જ્ઞાન જેને પ્રાપ્ત થાય છે તેને વિરોધ આવતો નથી. જે ફક્ત શબ્દને જ પકડીને ચાલે છે તેનું જ્ઞાન સમ્યકુ
થતું નથી. • કોઈ ક્રોધ કરે ત્યારે તેનાં પરિણામ ખરાબ થયાં, તે કર્મને
તાબે થઈ ગયો, તેમાં આપણું શું બગડ્યું? – એમ વિચારી ક્ષોભિત ન થવું.
Page #131
--------------------------------------------------------------------------
________________
જીવત-વિજ્ઞાન
મોહમાંથી સ્વાર્થ કાઢી નાખીએ એટલે જે રહે તે પ્રેમ. પ્રભુગુરુનો પ્રેમ તો સાધુના જીવનમાં પણ આવશ્યક ગણ્યો છે; તેના વિના ગુરુ અને વડીલ ગુરુ-ભાઈઓની સેવા-શુશ્રૂષા સ્પષ્ટ રીતે થઈ શકે નહીં.
જેને જગતની કોઈ પણ તીવ્ર લાલસા હોય તેને ધર્મ પરિણામ પામતો નથી.
સાચા જ્ઞાન અને ભાન વિના જીવનમાં ખરેખર સુખી થઈ શકાય નહીં.
♦ ધર્મનાં દશ લક્ષણો (ક્ષમા, વિનય, સરળતા, સત્ય, સંતોષ, સંયમ, તપ, ત્યાગ, આર્કિચન્ય અને બ્રહ્મચર્ય) જીવનમાં ખરેખર પ્રગટ કરીએ તો ત્વરાથી આધ્યાત્મિક વિકાસ થાય છે.
આપણને કોઈ બહારની વસ્તુ બાંધતી નથી; પરંતુ આપણે આપણા અજ્ઞાન અને વિકારથી બંધાઈએ છીએ એમ પરમાર્થથી જાણો.
જે વસ્તુ શ્રદ્ધામાં કે સ્મરણમાં ન આવી હોય તે અનુભવમાં આવી શકે નહીં.
જેવી રીતે એક જ પુરુષમાં પિતૃત્વ, પુત્રત્વ, કાકાપણું, મામાપણું વગેરે અનેક ધર્મો ભિન્નભિન્ન અપેક્ષાએ રહે છે તથા અપેક્ષાકૃત હોવાથી તેમનામાં પરસ્પર કોઈ પ્રકારનો વિરોધ પણ આવતો નથી; તેવી રીતે પદાર્થમાં અનેક ધર્મો રહી શકે છે એમ માનવું તે અનેકાંતદૃષ્ટિ છે.
-J-૪૦ મ
Page #132
--------------------------------------------------------------------------
________________
– જીવત-વિજ્ઞાન ) વિશ્વમાં એક જ દ્રવ્યમાં આનંદ નામનો ગુણ છે અને તે છે “જીવ’ દ્રવ્ય; જે આપણે પોતે જ છીએ. તેને આત્મા પણ કહે છે. ભગવાને મનુષ્યના શરીરના એક રોમમાં પોણા બે રોગ પોતાના જ્ઞાનમાં જોયા છે; એટલે આપણા શરીરમાં કુલ ૫,૬૮,૯૯,૫૮૪ રોગ સત્તારૂપે હોય છે એમ શાસ્ત્રની આજ્ઞાથી જાણવા યોગ્ય છે. સાધના કરવા માટે અને નિર્વિકલ્પ થવા માટે અધ્યાત્મશૈલીનું અનુસરણ મુખ્ય છે; જ્યારે વસ્તુનું સર્વાગ વાસ્તવિક જ્ઞાન કરવા માટે અને તેના ભેદ-પ્રભેદો સમજવા માટે સિદ્ધાંતશૈલી મુખ્યપણે ઉપકારી છે. આમ છતાં પોતપોતાના સંસ્કાર, ગુરુપરંપરા, ક્ષમતા, રુચિ અને પરિપક્વતા પ્રમાણે, બંને શૈલીઓનો સમન્વય કરીને, જેમ પોતાનું અને પોતાના પરિચિતોનું સર્વાગ હિત સધાય તેમ કરવું, એ વિવેકી મનુષ્યનું કર્તવ્ય છે. સમુચ્ચય યોગ્યતાની અને વર્તમાન સન્દુરુષાર્થની ન્યૂનતા - આ બન્ને કારણોથી સાધનામાં ગતિ, ફુર્તિ અને પ્રસન્નતા આવતાં નથી. જેવી રીતે શરાબી પોતાને દુનિયાનો રાજા માને છે, તેમ મોહરૂપી મદિરા પીને જગતના મનુષ્યો પણ સાધારણ શક્તિ, સુયશ, સંપત્તિ, સગવડ અને સાધનોની વિપુલતા મળવાથી પોતાને સર્વોચ્ચ માને છે!! સાચો આધ્યાત્મિક સાધક હોય તે જાતિનો, લિંગનો કે શાસ્ત્રનો
1 4-૪૧ :
Page #133
--------------------------------------------------------------------------
________________
જીવન-વિજ્ઞાન
આગ્રહ કરે નહીં. રોગી મનુષ્યને સુંદર, સાત્ત્વિક અને પૌષ્ટિક ભોજન પણ કડવું લાગે છે તેમ ભગવાન અને સંતોની ઉત્તમોત્તમ અનુભવવાણી પણ, અજ્ઞાની અને ભટકી ગયેલા મનુષ્યોને અરુચિકર અને અસત્ય લાગે છે!! દુનિયામાં એક જ શેઠ (પરમાત્મા) એવા છે કે જેમને ઘેર નોકરી કરનાર, શેઠ જેટલો જ સંપત્તિવાન થઈ જાય!! બીજા કોઈ પણ શેઠ આટલા બધા ઉદાર છે નહીં. આત્માની પ્રવૃત્તિને કથંચિત્ ત્રણ શ્રેણિઓમાં વહેંચી શકાય. (૧) અભિપ્રાય, જે શ્રદ્ધાસૂચક છે. (૨) વિચારધારા, જે જ્ઞાનસૂચક છે. (૩) તન્મયતા, જે ચારિત્રસૂચક છે. સંતોની કૃપા થવી એ વાત કાંઈ કાલ્પનિક નથી. સંતની કૃપા એ કોઈ પક્ષાપક્ષીની કે વ્યક્તિગત વાત નથી. કોઈ ઉત્તમ સુપાત્ર જીવ પર સંત-પુરુષની કૃપા ઊતરે છે; તેનું આખું વિજ્ઞાન છે, જેને આભામંડળ અથવા AURA કહે છે. “શક્તિપાતની વાત સાચી છે, પણ તે રહસ્યમય છે; ગુરુગમ દ્વારા ક્રમે ક્રમે પોતાની પાત્રતા પ્રમાણે સમજી શકાય છે. જેના હૃદયમાં પ્રેમ, મૈત્રી અને વાત્સલ્યભાવ નથી તેને
આત્મદર્શન થતું નથી. • ધર્મી જીવને તો ધર્મી જીવો સાથે વધારે પ્રેમ સંબંધ હોય.
જેને દુનિયાના પદાર્થો, સગાવહાલાં સાથે બહુ મોહાસક્તિ હોય, તે પ્રભુના માર્ગે જલ્દીથી આગળ વધી શકે નહીં.
1 4-૪૨ |
Page #134
--------------------------------------------------------------------------
________________
જીવત-વિજ્ઞાન
જગતના જડ પદાર્થોની હેરફેરમાં જ જો જીવનનો મોટો ભાગ વીતી ગયો, તો હું મનુષ્યભવ હારી ગયો છું એમ નક્કી કરવું.
કલ્યાણની પ્રાપ્તિ થવી તે અત્યંત દુર્લભ થઈ ગઈ છે કારણ કે મનુષ્યો કુસંસ્કાર, અજ્ઞાન, અસત્પ્રસંગ અને જડ પદાર્થોથી ઘેરાઈ પણ ગયા છે અને તેમાં મૂંઝાઈ પણ ગયા છે. મોક્ષમાર્ગમાં ત્રણ મોટી રુકાવટ છે : વેર, પાપ અને અભિમાન. ♦ સામાન્યપણે, દેવ-શાસ્ર-ગુરુની પૂજારૂપ ધર્મ-પ્રવૃત્તિ વડે પુણ્યનું ઉપાર્જન થાય છે.
જેની વૈચારિક ઉદારતા જેટલી વિશાળ, તેટલી ઉચ્ચ કક્ષા તેના જ્ઞાનની સમજવી.
ચિત્તમાં સ્વતંત્રપણે ચિંતન કરવાની શક્તિ નથી. આ ચિત્તને ચિંતન કરવાની શક્તિ જે પ્રદાન કરે છે તે અલૌકિક ચૈતન્યશક્તિવાળું, અનુપમ, જ્ઞાનાનંદમય જે તત્ત્વ, તે જ આપણું સાચું સ્વરૂપ છે.
લોભને ઘટાડવાના બે ઉપાય છેઃ (અ) ધન આદિના ત્યાગ રૂપ ઉપાય. (બ) આ વિશ્વનો કોઈ પદાર્થ ખરેખર મારો છે જ નહીં એવી ભાવના કરવારૂપ આર્કિચન્યધર્મ.
ૐ મહાપુરુષોનો વિવિધ કક્ષાનો બોધ :
મોક્ષમાર્ગની પ્રાપ્તિમાં લાગેલા મહાપુરુષોનો બોધ નીચે પ્રકારની તેમની ભિન્ન ભિન્ન અને ઉત્તરોત્તર વધતી જ્ઞાનદશામાંથી પ્રવહે છે :
.૪૩.
Page #135
--------------------------------------------------------------------------
________________
{ જીવત-વિજ્ઞાન છે ૧. પોતાની સાધના શ્રીસરુની આજ્ઞા પ્રમાણે વધારતા જાય
છે, પરંતુ હજુ મોહગ્રંથિનો ભેદ થયો નથી. આવી સ્થિતિમાં સ્વદશાની વૃદ્ધિ માટે અને જગતના જીવોની સામાજિક, નૈતિક અને ભક્તિ-વૈરાગ્ય વિષયક દશાની વૃદ્ધિ થાય તે અર્થે તેમની સાધના હોય છે. મોહગ્રંથિનો ભેદ થતાં પોતાને પ્રાપ્ત થયેલ અપરોક્ષ અનુભૂતિના આનંદની સહજ અભિવ્યક્તિરૂપ, જેમાં દિવ્ય
જ્ઞાન-આનંદની વૃદ્ધિની મુખ્યતા હોય છે. ૩. મોહગ્રંથિના ભેદ પછી પણ આગળની ઊંડી ચિંતનદશા -
સવિકલ્પ સમાધિમાંથી ઉદ્ભવેલો હોય છે. આ બોધ ઘણુંખરું મધ્યમ કે વિસ્તૃત હોય છે અને મોક્ષમાર્ગના વિવિધ સાધનો, દશાઓ, અનુષ્ઠાન, વિધિઓ કે સગુણસંપન્નતાની વ્યાવહારિક શ્રેણિઓ ઉપર પ્રકાશ પાડે છે. સાતિશય, નિર્વિકલ્પ, આત્માનુભૂતિમાંથી બહાર આવીને આલેખાયેલો હોય તેવો. આવો બોધ જ્ઞાન-ધ્યાન-સંયમસમાધિની સાધના વધારવા માટે અત્યંત પ્રબળ અને વીર્ષોલ્લાસપૂર્વકનો હોય છે; જે ઉત્તમ મુમુક્ષુઓ કે જ્ઞાનીજનોના હદય પર અભૂતપૂર્વ અસર કરીને તેમની સૂક્ષ્મ અને રહસ્યમય મોક્ષસાધનાને આત્યંતિક બળ પૂરું પાડીને, જાણે કે તેમને નિર્વિકલ્પ-સમાધિ-પ્રાપ્તિની દિશામાં જોરદાર ધક્કો મારનારો
નીવડે છે. ૫. છેલ્લો બોધ તે કેવલ્યની પૂર્ણ દશા પ્રાપ્ત થયા પછી, વિના
ઇચ્છા કે પ્રયત્ન, ઉત્તમ ભવ્ય સાધકોના પરમ કલ્યાણ અર્થે
J-
૪
Page #136
--------------------------------------------------------------------------
________________
( જીવત-વિજ્ઞાત અને તેમના પુણ્યોદયથી સહજપણે પ્રવહે છે. તે પૂર્ણ પરમાત્માનો બોધ સહજ છે, સૂક્ષ્મ છે, સંપૂર્ણ છે, સર્વજીવહિતકારી છે. તેનો પ્રત્યક્ષ યોગ આ કાળે, અહીં આપણને પ્રાપ્ત નથી. તે બોધ અવર્ણનીય, સમસ્ત લોકાલોકનો પ્રકાશક, સૂક્ષ્મ, સંપૂર્ણ વૈજ્ઞાનિક અને સર્વોત્તમ છે.
- સહજવાણી [હાથનોંધના આધારે)
સપુરુષો પાસેથી મળેલી નીચે પ્રમાણેની પ્રસાદીને આ દેહધારી જીવે ઉપકારવશ થઈ વિનયસહિત સ્વીકારી :
૧. તત્ત્વદૃષ્ટિ ૨. મધ્યસ્થતા-નિષ્પક્ષતા ૩. સાપેક્ષ સમજણ દૃષ્ટિ ૪. સ્વાધ્યાયમાં નિષ્ઠા ૫. ભક્તિવાનપણું અને તેનું ફળ એવો પરમ વિનય ૬. ગુણગ્રાહીપણું ૭. પૂર્ણપદનો લક્ષ.
તત્ત્વદૃષ્ટિ તત્ત્વદૃષ્ટિ એટલે સૂક્ષ્મ દૃષ્ટિ, સત્યદૃષ્ટિ, પારમાર્થિક દૃષ્ટિ. જે દૃષ્ટિને ખરેખર પ્રાપ્ત થવાથી જીવ અનંત શાશ્વત સુખને અવશ્યપણે પામે તેને તત્ત્વદષ્ટિ કહે છે. તત્ત્વદષ્ટિ જેને થાય તેને શુદ્ધ એવું જે આત્મપદ તે – ઉપાદેય રૂપે નક્કી થાય. તેને આત્માની વિકારી અવસ્થા અને તેના કારણો હેયરૂપે નક્કી થાય અને બાકીના સમસ્ત વિશ્વના પદાર્થો માત્ર શેયરૂપે નક્કી થાય.
J-૪૫
Page #137
--------------------------------------------------------------------------
________________
જીવત-વિજ્ઞાન
મધ્યસ્થતા ઃ “સાચું તે મારું' એવી જે દૃષ્ટિ સાધક જીવને પ્રાપ્ત થવી અને તે હિતરૂપ સત્ય, કોઈની પણ પાસેથી અંગીકાર કરતાં આત્મામાં રાગ કે દ્વેષને વશ થવાને લીધે સંકોચ ભાવ ન રાખવો અને તે હિતરૂપ સત્યને અંગીકાર કરવું તે મધ્યસ્થતા.
સાપેક્ષ સમજણદૃષ્ટિ : વક્તાનો કહેવાનો આશય તે રૂપે જ સમજી તે રૂપે તેને અંગીકાર કરવાની વિચક્ષણતા. જે અપેક્ષાથી જે કહેવાય તે અપેક્ષાથી તે સમજવું અને દુરાગ્રહ છોડી દેવો તે સાપેક્ષદષ્ટિ. ઉપર્યુક્ત ગુણોના અંગીકારપણા વિના આ ગુણ સંપ્રાપ્ત થવો કઠણ છે.
સ્વાધ્યાયનિષ્ઠા પૂર્વે થયેલા મહાત્માઓના ધર્મ-મોક્ષ નિર્દેશક વચનોને પોતાના આત્માની શુદ્ધિ સાધવા માટે એકાગ્ર ચિત્તથી નિયમિતપણે ઉપાસવા તે સ્વાધ્યાયનિષ્ઠા. આ કાર્ય સામાન્યપણે આત્માનુભવી ગુરુના સાન્નિધ્યમાં સરળતાથી અને ત્વરાથી બની શકે છે. સ્વ + અપિ + આય + નિષ્ઠા. આમાં નિષ્ઠા શબ્દ નિયમિતપણે સ્વાધ્યાયરૂપી તપમાં આરૂઢપણું સૂચવે છે.
ભકિતવાનપણું : પૂર્વોક્ત ગુણોના આરાધક જીવ વિશિષ્ટ મહત્તાને પામે છે રવાભાવિક છે. તે મહત્તા પામતાં પોતે અભિમાની કે ઉન્મત ન થાય તે અર્થે પૂર્વે થયેલાં અત્યંત સામર્થ્યવાન
અને પૂર્ણ પદને પામેલા પરમાત્માઓ પ્રત્યે નવધા પ્રકારે ભોક્ત ઉપજાવવી જરૂરી છે, જેથી જીવમાં પરમ વિનય ઉપજે અને માન-પૂજા-સત્કારથી પરાજિત થયા વિના તે આરાધક જીવ શુદ્ધ આત્મપદને સાધે.
ગુણગ્રાહીપણું : આ ગુણના આરાધન વિના મુમુક્ષુપણું હોતું
Page #138
--------------------------------------------------------------------------
________________
(જીવન-વિજ્ઞાન - નથી. જ્યાં જ્યાં મોક્ષમાર્ગમાં આંતર્બાહ્ય રીતે ઉપયોગી એવા સગુણો વર્તે ત્યાં ત્યાં તે તે ગુણોને અંગીકાર કરવાથી પોતાનો આત્મા, ગુણ પ્રકર્ષતાને પામે. અન્ય મહાત્માઓના ગુણો જોઈ પ્રમોદ ન પામવું અને તેનો યથાયોગ્યપણે સ્વીકાર ન કરવો, તે સાધકની સંનિષ્ઠામાં શંકાપદને ઉપજાવનાર છે.
પૂર્ણપદનો લક્ષ : વર્તમાનમાં આ ક્ષેત્રે, મહાજ્ઞાનીઓનો પ્રાય: અભાવ છે. આવા વખતે પોતાના આત્માને વિશે વિશિષ્ટ ગુણોનું પ્રકૃષ્ટપણે પ્રકાશવું થાય તો પણ પોતે તેમાં સંતુષ્ટ ન થઈ જઈ, પૂર્ણ એવું જે સિદ્ધપદ તેને વિષે જ સંનિષ્ઠાપૂર્વક આરાધકપણે વર્તવું એ સાધક જીવને આ લોક અને પરલોકમાં અભ્યદયનું કારણ થાય છે. * ધર્મને ધારણ કર.... (હાથનોંધના આધારે)
શાસ્ત્રગમ્ય, જ્ઞાનીવચનગમ્ય અને અનુભવગમ્ય એવું કાળનું દુષમપણે વર્તી રહ્યું છે. આમ હોવા છતાં પણ, અવળા વહેણ સામે જેવી રીતે કુશળ તરવૈયો બળ વડે કે કળા વડે યથાશક્તિ તરે તેવી રીતે ઉગ્રપુરુષાર્થી મુમુક્ષુઓ આ કાળને વિષે પણ યથાશક્તિ મોક્ષમાર્ગમાં પ્રવર્તન કરી ઓછેવત્તે અંશે નિજશક્તિ અનુસાર આત્મવૈભવને પ્રગટ કરી અતીન્દ્રિય આનંદને અનુભવે છે."
અન્ય જીવો પ્રત્યે દૃષ્ટિ કરતા, જ્ઞાનીને પણ કરૂણા સહિત કિંચિત્ દુઃખનો અનુભવ થાય તેવું છે. ધર્મ જેનો પ્રાણ છે એવી આ ભૂમિ પણ આંગ્લદેશોના અંધ અનુકરણ વડે દોરાતી થકી પોતાના મૂળ નિધાનોને વિસરી રહી છે.
તત્ત્વનું શ્રવણ દુર્લભ છે. સમર્થ ગુરુઓનું લગભગ અવિદ્યમાનપણું છે. પવિત્ર અને ઉત્કૃષ્ટ એવો જે ધર્મ તેનું શ્રવણ કરવાને પણ
J-૪s
Page #139
--------------------------------------------------------------------------
________________
{ જીવત-વિજ્ઞાન ) અલ્પપુણ્યવાન જીવો ચાહતા નથી. કિંચિત્ પૂર્વપુણ્યોપાર્જિત આ ક્ષણભંગુર ધનવૈભવને પામી ઇન્દ્રિયસુખમાં લુબ્ધ થયેલા તેઓ પોતાને તેનાથી ધન્ય માને છે. પરંતુ તે બધું અશરણમય છે. કાળનો હાથ લાગતા વા પુણ્યનો ઉદય ફરતાં ચાલ્યું જવા યોગ્ય છે, એમ હે જીવ! તું નિર્ધાર કરજે. સદાય તારી સાથે રહેનાર એવો તારો એક મિત્ર તો ધર્મ જ છે. સર્વ ઉપાયે તેને ધારવામાં જ તારું કલ્યાણ છે એમ સમજી અવિલંબપૂર્વક તેનો ઉગ્ર આશ્રય કર. - પરમાર્થપ્રેરક વ્યવહારધર્મનો બોધ (હાથનોંધના આધારે,
સ્વગત સંવાદરૂપ) તમો ધર્મરૂપ થઈ રહ્યા છો તે જાણી અને આનંદ પામીએ છીએ. તે તમોને કેવી રીતે ખબર પડી?
કેમ વળી? તમો મંદિરે જાઓ છો, ઉપવાસાદિમાં પ્રવર્તે , સાધુ સંતો પાસે જાઓ છો અને દાનાદિમાં પ્રવર્તે છો, એટલે અમે જાણીએ છીએ કે તમો ધર્મરૂપ થયા છો.
આટલાથી જ અમો ધર્મરૂપ થઈ રહ્યા છીએ તેમ તમો માનો છો કે તેથી કાંઈ વિશેષ? '
તેથી વિશેષ વળી બીજું શું? એટલાથી જ.
તો તમારી દૃષ્ટિ યથાર્થ નથી. અમે તો તેથી આગળની અને તેના સહકારીપણાથી પ્રાપ્ત થવા યોગ્ય આત્મસ્વરૂપની શ્રદ્ધા – તેનું જ સ્મરણ, તેનો જ લક્ષ, તેમાં જ રૂચિ, તેમાં જ તન્મયતા, તેમાં જ એકાગ્રતા, તેમાં જ ચિત્તવૃત્તિના જોડાણનો પ્રયત્ન, તેમાં જ નિષ્ઠા, તેમાં જે પરમપ્રેમ, તેમાં જ અનન્ય ભક્તિ-ને ધર્મનું
J-૪૮
Page #140
--------------------------------------------------------------------------
________________
ન જીવત-વિજ્ઞાન સાચું સ્વરૂપ માનીએ છીએ અને તે સાધ્ય કરવામાં જ અમારો પુરુષાર્થ વર્તી રહ્યો છે. ધર્મરૂપ થવાનો માર્ગ મુખ્યપણે અંતરનો છે અને તે આત્માના પરિણામની શુદ્ધતા ઉપર નિર્ભર છે, તેથી એમ તાત્પર્ય જાણો કે ઉપર કહ્યાં તે અથવા બીજા વિવિધ ઉપાયો જયાં સુધી આત્માની શુદ્ધિમાં સહાયભૂત થાય ત્યાં સુધી તો તે વખતે તે સર્વ કાર્યકારી છે પરંતુ આત્મશુદ્ધિ સાધ્યા વિના અથવા આત્મલક્ષ વિના તે તે સાધનો ખરેખર મોક્ષને સાધવામાં સફળ થઈ શકે નહીં.
અહો! અંતરમાં વિચારતાં તમોએ કહેલું, સર્વ શાસ્ત્રસંમત અને પૂર્વાપર વિરોધ રહિતપણે આત્માનું સાચું હિત કરનારું અમોને લાગે છે, તેથી હવે અમો તે સર્વ અનુષ્ઠાન અંતરદષ્ટિસહિત માત્ર નિજહિતાર્થે કરીશું. તમોએ અમોને આપેલી દૃષ્ટિ, નિરંતર અમારા ઉપયોગમાં રહે અને સર્વ ધર્મસાધનોને અમે આત્મશુદ્ધિ અર્થે અંગિકાર કરીએ એવી અમે જાગૃતિ રાખીશું અને તમોએ કરેલા ઉપકાર બદલ વારંવાર આપના ગુણાનુવાદ કરીશું. * સામ્યભાવરૂપ ધર્મનો જય હો! (હાથનોંધના આધારે)
અસહિષ્ણુ જીવ ધર્મી નથી. અન્યના દૃષ્ટિકોણને સાંભળવાને અથવા વિચારવાને પણ જે ચાહતો નથી તેમ જ વળી સ્વપ્રતિપાદિત સિદ્ધાંતને જ સર્વ જીવો સર્વથા અનુસરો એવો જેનો હઠાગ્રહ છે તેનામાં માધ્યસ્થતા, સમભાવ, વૈર્ય, ઉદારતા ઇત્યાદિ ગુણોનો સદ્ભાવ નથી. જે જે અપેક્ષાએ જે વસ્તુનું કથન કરવામાં આવે તે તે અપેક્ષાએ તે તે વસ્તુને સાપેક્ષપણે સમજતાં સર્વ વસ્તુ અવિરોધ ભાસે છે અને સર્વ અપેક્ષાઓને લઈને જે જ્ઞાન થયું તે જ્ઞાનને પ્રમાણજ્ઞાન કહેવામાં આવે છે.
J-૪૯,
Page #141
--------------------------------------------------------------------------
________________
ન જીવન-વિજ્ઞાત) જ્ઞાનીઓ હઠાગ્રહી હોતા નથી, પરંતુ દૃઢ નિશ્ચયી જરૂર હોય છે. આત્મજ્ઞાન અને આત્મસંયમની અવિરત અને વિકટ સાધના વડે ક્રમ કરીને પ્રાપ્ત થવા યોગ્ય આત્માની અતિશય શુદ્ધ આહ્વાદમય સમાધિદશાને જે સાધે નહીં તેને જ્ઞાનીઓ કેવી રીતે માન્ય કરે? બાહ્ય વેશ અને ક્રિયાદિને ગૌણ કરી તે પ્રકાર ભજવા યોગ્ય છે જે વડે દુષ્ટ મોહગ્રંથિનો છેદ થઈ સમ્યગુધર્મમાં પ્રવર્તન થાય. * અરહ-ધર્મ ૧. આ ધર્મ વર્તમાનકાળમાં જૈન ધર્મ તરીકે ઓળખાય છે. ૨. આ ધર્મના વર્તમાનકાળના પ્રવર્તક ભગવાન મહાવીર અથવા
વર્ધમાન સ્વામી છે; જેઓને નિર્વાણ પધાર્યાને ૨૫૨૭ વર્ષ થયાં. ૩. આ ધર્મ અત્યંત સૂક્ષ્મ, વૈજ્ઞાનિક, અદ્ભુત અને સર્વજન
હિતકારી છે. ૪. તત્ત્વને સર્વાગ સમજાવવાની સાપેક્ષ દ્રષ્ટિ આપનારી અનેકાંત | વિદ્યા તે આ ધર્મની માનવસમાજને સૌથી મોટી, વિરલ અને
અનન્ય દેન છે. પ. આ ધર્મની અત્યંત સૂક્ષ્મતા અને અલૌકિકતાના દ્યોતક તેના
અહિંસાના, કર્મસિદ્ધાંતના, ક્ષમાપનાના અને પ્રાયશ્ચિતના સિદ્ધાંતો છે; જ્યારે બીજી બાજુ નાત, જાત, દેશ, વેશ, ભાષા કે અન્ય બાહ્યસંયોગોથી નિરપેક્ષપણે માનવમાત્ર (જીવમાત્ર) તેનો સાચો આશ્રય લઈને પોતાનું અને અન્યનું બહુમુખી
કલ્યાણ કરી શકે છે. ૬. પરમાર્થદષ્ટિએ વિચારતા અને પરીક્ષા કરતાં, આ ધર્મ - જ્ઞાનમૂલક અર્થાત્ વિવેકમૂલક (શ્રદ્ધાજ્ઞાનપ્રધાન) છે.
: J-૫૦
Page #142
--------------------------------------------------------------------------
________________
જીવત-વિજ્ઞાન
૭. આ દુનિયામાં પોતાને જૈનધર્માવલંબી કહેનાર મનુષ્યોની સંખ્યા હાલમાં લગભગ એક કરોડની છે.
૮. આ સમાજના મનુષ્યો મોટે ભાગે વ્યાપારી વર્ગના છે અને તેથી તેમની જીવનદૃષ્ટિ મુખ્યપણે અર્થપ્રધાન અને કૌટુંબિકસામાજિક જોવામાં આવે છે.
૯. આ ધર્મના વર્તમાન અગ્રેસરો, તેને તપ-ત્યાગપ્રધાન માને છે અને મનાવે છે; જે માત્ર આંશિક સત્ય છે.
૧૦. તેનું આ મૂળ-અસલી પારમાર્થિક સ્વરૂપ તેના સામાન્ય આરાધકોમાં તો નથી; પણ તેના ધર્મનેતાઓ, ઉપદેશકો અને સમાજમાન્ય અગ્રેસરોમાં પણ તે લુપ્તપ્રાયઃ થયેલું જોવામાં આવે છે.
૧૧. આવી ઉપરોક્ત દુઃખદ, શોચનીય અને દિશાશૂન્ય અવસ્થા થઈ જવાના મુખ્ય કારણો નીચે પ્રમાણે સમજી શકાય છે ઃ (અ) પૂર્વભવોની આરાધનાની ન્યૂનતા
(બ) બ્રાહ્મણ અને ક્ષત્રિય જ્ઞાતિઓના મનુષ્યોનું તે ધર્મમાં જૂજપણું થઈ ગયું હોવાને લીધે, તેને સાચા સ્વરૂપને સમજવા માટે જરૂરી એવું વિદ્યાવ્યાસંગીપણું, સંતોષીસ્વભાવ અને ઉચ્ચકક્ષાના સાહસ-શૌર્ય-પરાક્રમની અત્યંત ઓછપ.
(ક) શ્રાવકો અને સાધુઓમાં નાની નાની બાબતોમાં મતભેદો. (ડ) તત્ત્વજ્ઞાનની ન્યૂનતાને લીધે શરીર, વાણી અને ઉપકરણોને પોતાના માનીને તેમાં જ પરમાર્થ છે તેમ માનવારૂપ મોટી ભૂલ. (ક્રિયાજડત્વ)
J-૫૧
Page #143
--------------------------------------------------------------------------
________________
જીવન-વિજ્ઞાન
(ઇ) બુદ્ધિના પ્રભાવ વડે ભાષાજ્ઞાન, શાસ્ત્રજ્ઞાન, જ્યોતિષજ્ઞાન, મંત્રતંત્રજ્ઞાન, શિલ્પશાસ્ત્રજ્ઞાન, ન્યાયશાસ્ત્ર-વ્યાકરણશાસ્ત્ર, ચિકિત્સાશાસ્ત્ર-વક્તૃત્વકળા કે અર્વાચીન વિદ્યાઓના જ્ઞાનને મુખ્ય જ્ઞાન માની, તે બધા પ્રકારના જાણકારોને સાચા જ્ઞાની માની લેવારૂપ મોટી ભૂલ (શબ્દજ્ઞાનમૂઢતા). (ઈ) તથારૂપ સાચા જ્ઞાની ધર્માત્માઓ અને મહાન ઉપદેશકોની ન્યૂનતા તથા જે કોઈ વિરલ હોય તેને ઓળખવાની યોગ્યતાની ન્યૂનતા.
(ઉ) આ દર્શન પોતે જ સૂક્ષ્મ અને વૈજ્ઞાનિક હોવાથી તેને ખરેખર સમજવા અને પચાવવા માટે જરૂરી ઉત્કૃષ્ટતત્ત્વજિજ્ઞાસા, મહાજ્ઞાની-નિઃસ્પૃહી સદ્ગુરુના સમાગમસેવા-બોધ અને અનુગ્રહ, વિશાળ-મધ્યસ્થ અનેકાંતગુણગ્રાહક દૃષ્ટિ, નિરંતર ઉદ્યમશીલતા, અંતરંગ વૈરાગ્ય, શાંત-પવિત્ર ધર્મસ્થાનકોમાં વિવેક-જાગૃતિ-ખંતપૂર્વકની સાધના – આ બધા ઉપયોગી, ઉપકારક અને અનિવાર્ય સાધનોની અત્યંત દુર્લભતા.
(ઊ) ૫૨માર્થધર્મને પામવાની સમુચ્ચય યોગ્યતાની (બોધિદુર્લભપણાને લીધે) ન્યૂનતા.
(એ) પંચમકાળ કે કળિકાળના પ્રભાવમાં તણાઈ જવું.
---પર
Page #144
--------------------------------------------------------------------------
________________
જીવત-વિજ્ઞાન
જ્ઞાનની કેડીએ
* સાચું જ્ઞાન (હાથનોંધના આધારે-સ્વગત)
જે જ્ઞાનનો પોતાના જીવન સાથે સાક્ષાત્ કે પરંપરારૂપપણે સીધો સંબંધ નથી અને જે જ્ઞાન માત્ર આજીવિકાનું અથવા લોકપ્રદર્શનનું જ સાધન છે, તે જ્ઞાનને મહાત્માઓએ નિષ્ફળ કહ્યું છે. તેવા જ્ઞાનનો વિવેકી પુરુષ આદર કરતા નથી. પરંતુ જે વડે વિવેક-વૈરાગ્યની વૃદ્ધિ થાય, વૃત્તિ આત્મસન્મુખ થાય અને સમતાભાવની સિદ્ધિ થાય તે જ્ઞાનને મહાત્માઓએ પ્રશંસ્યુ છે અને તેની પ્રાપ્તિ માટે સર્વ પ્રકારની અગવડ વેઠીને પણ મહાન ઉદ્યમ કરવો એવી પ્રેરણા કરી છે. તેથી અમે પણ જ્ઞાનની આરાધનામાં લાગીએ છીએ અને જેમ તે જ્ઞાનનું આત્મામાં પ્રબળપણે પ્રતિષ્ઠાપન થાય તેવા પ્રયત્નમાં રહ્યાં થકાં તે મહાજ્ઞાનીઓને વંદન કરીએ છીએ; કારણ કે અમારા સમાધિસુખનું સાધન પણ તેવું જયવંત સત્ય જ્ઞાન જ છે.
* મુમુક્ષુનો વિવેક
મુમુક્ષુનું ધ્યેય આત્માની પ્રસિદ્ધિ સિવાય બીજું કશું પણ નથી, એમ જ્ઞાનીઓએ કહ્યું છે. આમ હોવાથી આત્મજ્ઞાન અને આત્મસંયમ વડે ક્રમે કરીને પ્રાપ્ત થવા યોગ્ય એવી આત્માની આનંદસ્વરૂપ સમાધિદશા જે સાધન દ્વારા સાક્ષાત્ વા પરંપરાથી પ્રાપ્ત ન થાય તેને મુમુક્ષુ માન્ય ન જ કરે.
હવે આ પ્રકારની સાધનામાં પોતાના જીવનને કેવી રીતે જોડવું તે પણ વિચારવા યોગ્ય છે. ઉપર કહ્યો તેવો સર્વોત્કૃષ્ટ પુરુષાર્થ થાય તે તો પરમ પ્રશંસનીય જ છે; પરંતુ તે દશાને ન પહોંચી
-J-૫૩.
Page #145
--------------------------------------------------------------------------
________________
ન જીવત-વિજ્ઞાત શકાય ત્યારે દેવ-ગુરુ-ધર્મ અને સત્શાસ્ત્રોની પ્રભાવનામાં જો મુમુક્ષુ પ્રવર્તે તો, તેની પ્રવૃત્તિ જોકે સાક્ષાત્ આત્મધર્મમાં પ્રવેશ કરાવનાર નથી તો પણ કોઈ અપેક્ષાએ યોગ્ય છે.
તેથી એ જ વિજ્ઞપ્તિ કે જ્યાં જ્યાં જે જે યોગ્ય લાગે ત્યાં ત્યાં તે તે પ્રકાર ભજ'; ક્રમે કરીને આરંભ પરિગ્રહને સંક્ષેપતો થકો આત્મભાનપૂર્વક, તીવ્ર પુરુષાર્થથી આત્મામાં વિશેષ વિશેષ વિશ્રાંતિ પામ; કારણ તે જ એક શાશ્વત સુખનો ઉપાય છે, અન્ય કોઈ ઉપાય જ્ઞાનીઓએ કહ્યો નથી. * આધ્યાત્મિક વચનોનું માહાભ્યા
આત્માનંદમાં મગ્ન રહેતા જ્ઞાનીઓની કરુણામાંથી ઉદ્ભવેલા, તુચ્છ વિષયાનંદી જીવોની મોહજનિત દુઃખમય અવસ્થાને દૂર કરવામાં પરમનિમિત્તભૂત આ સત્ય વચનો જયવંત વર્તા! જેને પુનઃ પુનઃ વાંચતા, જેને પુનઃ પુનઃ વિચારતા અને જેનું ઊંડું મનન કરતાં, અનાદિથી ઉત્પન્ન થયેલી જીવની મોહદશા ક્રમે કરીને ક્ષીણ થઈ જ્ઞાનદશા ઉત્પન્ન થવા યોગ્ય છે અને જે જ્ઞાનનો આનંદ સાથે અવિનાભાવી સંબંધ હોવાથી, જે વડે જીવની આનંદદશા પ્રગટ થવા યોગ્ય છે તે જ્ઞાનીના વચનોનું માહાસ્ય વાણીથી વ્યક્ત કરવાને કોણ સમર્થ છે? અનિર્વચનીય નિત્યાનંદના દાતા તે તે સત્વચનો ખરેખર અનિર્વચનીય માહાભ્યવાળા જ જાણીએ છીએ. કક અનુભવજ્ઞાનનો મહિમા (હાથનોંધના આધારે-સ્વગત) ૧. આત્માના જાણવા માત્રથી સંતુષ્ટ ન થાઓ. ૨. આત્મા માત્ર સ્વાનુભવગમ્ય છે. તેથી તેની પ્રસિદ્ધિ અર્થે
મુમુક્ષુએ અંતર્મુખ થઈ આત્માનું, આત્માના ગુણોનું ચિંતવન
i J-૫૪
Page #146
--------------------------------------------------------------------------
________________
જીવન-વિજ્ઞાન
કરવું જોઈએ. ૩. વાણીવિલાસથી વિરામ પામ. ૪. અતિચર્યાથી બસ થાઓ. ૫. સંયમ પ્રત્યે દ્વેષભાવ ન આણ. ૬. મલિન આત્મામાં પરમાત્મતત્ત્વનું પ્રતિબિંબ પડતું નથી. ૭. પરમાત્મદર્શનની વિધિ
सर्वेन्द्रियाणि संयम्य स्तिमितेनान्तरात्मना। यत्क्षणं पश्यतो भाति तत्तत्त्वं परमात्मनः॥
– શ્રી સમાધિશતક / ૩૦ ૮. આત્મા સાથે દૃઢ પ્રીતિ કર્યા વિના બીજેથી પ્રીતિ તૂટશે નહીં.
અનાદિથી અભ્યાસ નહીં કરેલો હોવાથી આત્મામાં પ્રીતિ કરવી દુર્લભ લાગે તોપણ સર્વ ઉપાયે તે જ કર્તવ્ય છે અને તેની પ્રાપ્તિ આત્મભાવના અને આત્મસ્મરણ વડે થાય છે; જેમ લૌકિકમાં જેની
સાથે પ્રીતિ કરે તેનું સ્મરણ સતત કરે છે તેમ. - વિદ્વાન અને સાચા ધર્માત્મા
સામાન્ય રીતે જેને લોકો પંડિત અથવા વિદ્વાન કહે છે તે વ્યક્તિત્વ અને સાચા સંતનું વ્યક્તિત્વ - આ બે જુદા જુદા છે. ગ્રંથો અને શાસ્ત્રોના વાંચનથી, વિશેષ બુદ્ધિમત્તાથી અને નિયમિત, પદ્ધતિસરના સંસ્થાકીય અભ્યાસક્રમ દ્વારા પંડિતાઈ પ્રાપ્ત થઈ શકે છે; જે કોઈ અપેક્ષાએ સાત્ત્વિક પ્રવૃત્તિ હોવાથી
કથંચિત્ પ્રશંસનીય છે. • જ્યારે માત્ર બૌદ્ધિક સ્તરે પ્રાપ્ત કરેલ વિસ્તૃત અને વિપુલ
જ્ઞાન, કે જે ખરેખર તો માહિતીરૂપ છે તેને જ આત્મજ્ઞાન
1 4 -પ૫ ,
Page #147
--------------------------------------------------------------------------
________________
(જીવન-વિજ્ઞાન કે પરમાર્થજ્ઞાન માની લેવાની ભૂલ કરવામાં આવે છે ત્યારે
ખોટી માન્યતાની સ્થાપના, પ્રચાર અને પ્રસાર થાય છે. • આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે મુખ્ય જરૂરિયાત પરમાર્થ-સત્સંગની
યથાયોગ્ય ઉપાસના તેમજ પોતાના નિર્મળ, નિષ્કપટ અને નિઃસ્પૃહ જિજ્ઞાસુ-હૃદયની છે. આવી ઉપાસના દ્વારા ક્રમે ક્રમે સાધકનો મોહ નષ્ટ થાય છે અને આ ક્ષણોમાં આત્યંતિક આનંદાનુભૂતિનો આવિર્ભાવ થાય છે. આ બધાના ફળરૂપે તે ધર્માત્માના જીવનમાં વિશ્વમૈત્રી, નિઃશંકતા, નિર્ભયતા અને આત્મનિષ્ઠા સહિતનું નિર્મળ, દિવ્ય, અતિન્દ્રિય, સહજ જ્ઞાન ઉદય પામે છે. આમ, આત્મજ્ઞાનની પ્રાપ્તિ તીવ્ર સપુરુષાર્થ, સદ્ધોધનું સાતત્ય અને સંતકૃપાના ત્રિવેણીસંગમ દ્વારા જ શક્ય બને છે. વર્તમાનકાળમાં તીવ્રજિજ્ઞાસા, સાચા સત્સંગ અને સમ્બોધનો યોગ, શ્રદ્ધા-સબૂરી, જ્ઞાનગર્ભિત વૈરાગ્યની દુર્લભતા, પૂર્વઆરાધનાની અને પરાક્રમ કરવાની ન્યૂનતા અને પરમાર્થસાધનાને પોષણ આપનાર પરિબળોની ઓછપને લીધે મોહગ્રંથિના ભેદ સહિતનો શુદ્ધાત્મજ્ઞાનપ્રકાશ આ દુનિયામાં કોઈક જ જગ્યાએ દૃષ્ટિગોચર થાય છે. આમ છતાં વિશ્વની એ સર્વોત્કૃષ્ટ સિદ્ધિ હોવાથી સાચા અને પરમ જિજ્ઞાસુએ તેને પ્રાપ્ત કરીને જ જંપવાની પ્રતિજ્ઞા કરવી યોગ્ય છે. તે પ્રાપ્ત કરવામાં જે કોઈ વિપરીત પરિબળો, કે બાહ્યાંતર પરિષહો (વિક્નો) આવી પડે તે સર્વને સમતાપૂર્વક સહન કરવા યોગ્ય છે અને તો જ નિઃસંદેહપણે તેવી ઉત્તમ આહ્વાદમય બોધિ-સમાધિની દશા પ્રગટ કરી શકાય છે તે એક અનુભવસિદ્ધ હકીકત છે.
i .૫૬
Page #148
--------------------------------------------------------------------------
________________
(જીવત-વિજ્ઞાન * જ્ઞાનલક્ષી વિવિધ પાથેય : ૦ આત્મા એ મુખ્યપણે અનુભવગમ્ય તત્ત્વ છે.
સતત આપણા ખ્યાલમાં રહેવું જોઈએ કે “હું ઉપયોગસ્વરૂપ છું.” આ જાગૃતિ રહેવા માટે માથે સગુરુ હોય તો આ કાર્ય સરળતાથી થઈ શકે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે નીચેની ત્રણ કક્ષાનો ક્રમિક અભ્યાસ કર્તવ્ય છે : ૧. પુરુષના વચનની યથાર્થ શ્રદ્ધા. ૨. સ્વચ્છેદનિરોધપણે તેમની આજ્ઞાનું પાલન અને તે દ્વારા
સત્પાત્રતાની પ્રાપ્તિ. ૩. નિયમિત તત્ત્વવિચારના અભ્યાસના પરિપાકરૂપે આત્માનો
અનુભવ. જેનાથી આપણો વૈરાગ્ય વધે અને જેમાં દિવ્ય પુરુષોનાં ચરિત્રોનું પ્રેરક આલેખન હોય તેવાં શાસ્ત્રો વાંચવાં. આ મડદું જેની વિદ્યમાનતાથી જીવતું-જાગતું રહે છે તે ચૈતન્યતત્ત્વ આપણે છીએ. જેમ તલનો સાર તેલ છે અને દૂધનો સાર માવો છે, તેમ જીવનના સારરૂપ આ ચૈતન્યને ગુરુગમ અને સત્પાત્રતાથી ઓળખીએ અને આરાધીએ તો માનવભવ ખરેખર સફળ થાય.
દેહ ન જાણે તેહને, જાણે ન ઈદ્રીય પ્રાણ; આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ.”
(શ્રી આત્મસિદ્ધિ, ગાથા-પ૩)
i J-પ૦
Page #149
--------------------------------------------------------------------------
________________
ન જીવત-વિજ્ઞાન • આત્મા અને અનાત્માનું યથાર્થ જ્ઞાન થયા વિના સાચી
અંતર્મુખતા આવતી નથી; માટે પોતાની પાત્રતા પ્રમાણે સપુરુષોએ કહેલા બોધને ગુરુગમથી સમજીને યથાયોગ્યપણે અંગીકાર કરવો. પ્રવચનમાં વકતા બોધે તે શ્રોતાઓએ એકાગ્રતાથી સાંભળવાનું હોય છે; જ્યારે ધર્મવાર્તામાં પરસ્પર ધાર્મિક વિચાર-વિનિમય કરવાનો હોય છે. આવી વ્યવસ્થાને અભ્યાસ-વર્તુળ પણ કહે
છે; જે જ્ઞાનાર્જનનો એક શ્રેષ્ઠ ઉપાય છે. - જ્ઞાનની સાધના સવિકલ્પક તથા નિર્વિકલ્પક – એમ બંને
પ્રકારે હોય છે; પહેલા પ્રકારમાં સ્વાધ્યાયની અને બીજા પ્રકારમાં ધ્યાનની મુખ્યતા હોય છે, એમ સાપેક્ષપણે કથન કરી શકાય છે. જે માહિતી જ્ઞાનરૂપે પરિણમે છે તે ઊંડી ઊતરતાં (પાકી થતાં), તેના સંસ્કારો અન્ય ભવમાં પણ સાથે લેતી જાય છે. આત્માને ખરેખર આત્મારૂપે જાણે, માને અને તે રીતે યથાશક્તિ વર્તે તેનું નામ સત્યનું પરિજ્ઞાન થયું કહેવાય. પરમાર્થદૃષ્ટિએ જોતાં બંધ અને મોક્ષ, રાગ અને દ્વેષ, કર્મ અને આત્મા તથા શુભ અને અશુભ – આ જાતના વિકલ્પો દ્વતના આશ્રયે થાય છે; જે સંસારનું કારણ કહ્યું છે. રાગ-દ્વેષાદિ ભાવો જેનાથી શિથિલ થાય અને ચિત્તવૃત્તિ આત્મસન્મુખ થાય તેવી દશાને સાચી અધ્યાત્મદશા કહી છે. આ ક્રમ સિદ્ધ થવા માટે મહાજ્ઞાની પુરુષોએ અધ્યાત્મશાસ્ત્રોનો ઉપદેશ કર્યો છે. ઉત્તમ સુપાત્ર મનુષ્યોએ આવાં શાસ્ત્રો
i J.૫૮
Page #150
--------------------------------------------------------------------------
________________
(જીવન-વિજ્ઞાત ગુરુગમથી સમજીને, તેમાં કહેલા ભાવોને દઢતાથી અનુસરવું; તો આત્મજ્ઞાન-આત્મસમાધિ પ્રાપ્ત થાય, જે વિશ્વની સર્વોત્તમ સિદ્ધિ છે. અહિંસા અને કર્મસિદ્ધાંત વિષે જેટલું ઊંડું, સૂક્ષ્મ, વૈજ્ઞાનિક અને સર્વાગી ચિંતન ભગવાન મહાવીરના બોધમાં દષ્ટિગોચર થાય છે, તેટલું અન્યત્ર દૃષ્ટિગોચર થતું નથી. આ વાતનો નિષ્પક્ષપણે અભ્યાસ કરીને વિદ્વાનોએ નિર્ણય કરવો જોઈએ. આચાર્યો અને જ્ઞાનીઓએ પુરાણોની રચના કરીને તેમાં તીર્થકર કે અન્ય મહાપુરુષોના ચરિત્રોનું વર્ણન રસમય શૈલીમાં કર્યું છે તે સામાન્ય મનુષ્યોને બહુ ઉપયોગી છે. પાપ અને પુણ્ય તત્ત્વોની શ્રદ્ધા દઢ થવામાં તેવા ગ્રંથોનું વાચન ઉપકારી છે. જે જ્ઞાન આપણને શાંતિનો અનુભવ ન કરાવે, આપણા દુર્ગુણોનો નાશ કરી ક્ષમા આદિ ગુણો ન પ્રગટાવે, જે જ્ઞાન દ્વારા અભિમાન નષ્ટ ન થાય અને સહજ આનંદ ન મળે તેને ભગવાન સાચું જ્ઞાન કહેતા નથી. જે બુદ્ધિ સત્સંગ દ્વારા, સ્વાધ્યાય દ્વારા, સદ્ગુણસંપન્નતા દ્વારા પવિત્રતાને પામેલી છે, તાત્ત્વિકતાને પામેલી છે, નિર્મળ થયેલી છે, શાંત થયેલી છે, નિઃસ્પૃહ બની છે તે પ્રજ્ઞા બની જાય છે. આવો પ્રજ્ઞાવાળો પુરુષ તે જ સાચો જ્ઞાની છે. જેની પાસે જે વસ્તુઓ હોય તેની પાસેથી તે વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે છે એમ કહેવું તે યુક્તિયુક્ત છે. માટે જ્ઞાનની પ્રાપ્તિ માટે જ્ઞાનીની સમીપ રહીને ઉપાસના કરવી.
Page #151
--------------------------------------------------------------------------
________________
{ જીવત-વિજ્ઞાન )
ઉપયોગી વ્યાખ્યાઓ • અપરિણામિક દેહ-મમતા એટલે વિવેકપૂર્વકની દેહસંભાળ
જેમાં મોહાસક્તિ નથી; કારણ કે તે શરીર પછી ધર્મ કરવા માટે વાપરવું છે. આત્માના લક્ષે કે આત્મજ્ઞાન સહિત જે શુભ આત્મચિંતન કે અનુપ્રેક્ષા કરવામાં આવે, તેને ધર્મધ્યાન કહેવામાં આવે છે એમ પાત્રભેદે યથાપદવી સમજવું. આવેશને શમાવવો તેને ઉપશમ કહેવાય છે. સંયમ = સન્ + મ = સમ્યક્ પ્રકારે મન અને ઇન્દ્રિયોનો નિરોધ કરી આત્મા પ્રત્યે વળવું, તે સાચો સંયમ છે. યમ એટલે આખા જીવનના માટે ગ્રહણ કરેલાં વ્રતો. નિયમ એટલે પરિમિત કાળ માટે ગ્રહણ કરેલાં વ્રતો. જે વાંચવાથી, સમજવાથી, વિચારવાથી અને અનુસરવાથી આપણા જીવનમાં ક્ષમા, વિનય, સંતોષ, મૈત્રી, પ્રસન્નતા વગેરે સગુણો પ્રગટે તે ધર્મનો એક રૂડો પ્રકાર છે. સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્રનો સામાન્ય અર્થ : સહજ-આત્મસ્વરૂપ પરમ-ગુરુ * પરમગુરુ શ્રી તીર્થકર ભગવાન માટે વપરાય છે.
ગુરુઓના ગુરુ એ પરમગુરુ કહેવાય છે. પરમગુરુ એ કોઈ પણ પ્રતિભાશાળી, યુગપ્રધાન મહાપુરુષ માટે પણ વાપરવામાં આવે છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
{ જીવત-વિજ્ઞાન ; પરમગુરુ એવા તીર્થંકર ભગવાન એ સહજ આત્મસ્વરૂપને પામેલા છે – એમ સાધનાની અપેક્ષાએ અર્થ સમજવો. મારું મૂળ સ્વરૂપ, શક્તિ અપેક્ષાએ, પરમગુરુના જેવું
જ છે – એમ નિશ્ચયથી અર્થ સમજવો. સંપૂર્ણ રાગદ્વેષરહિત થવું એટલે પૂર્ણ વીતરાગતા. • દયા = જેમની સાથે સ્વાર્થસંબંધ નથી તેમના પ્રત્યે પણ સર્વ
પ્રકારે કૂણું વર્તન રાખવું. મોહદયા = જે દયામાં મોહના અંશો ભળેલા હોય છે. સામાન્ય રીતે આ પ્રકારના ભાવો નજીકના સગા પ્રત્યેના આસક્તિપૂર્ણ વ્યવહાર માટે વપરાય છે. જ્ઞાનીને જ મુખ્યપણે સાચી દયા હોય છે કારણ કે તેમને મોહાસક્તિ હોતી નથી; જ્યારે અન્યને તેવી દયા માત્ર સામાન્યપણે હોય છે. અત્યંત જ્ઞાનશાળી અને ઐશ્વર્યવાળી વ્યક્તિને પરમ ભટ્ટારક કહેવાય છે. આ શબ્દ મોટા ભાગે તીર્થકર ભગવાનને માટે વપરાય છે. સાધકની ગુણપ્રમોદની ભાવના :ગુણગ્રહણકા ભાવ રહે નિત, દૃષ્ટિ ન દોષો પર જાવે. સાચો સ્વાધ્યાય તેને કહેવાય – ૧. જેમાં પરની નિંદા ન હોય, ૨. જેમાં મૂળભૂત તત્ત્વોનો નિર્ણય થઈ શકે, ૩. જેમાં મનના સંકલ્પ-વિકલ્પો ઓછા થઈ જાય, અને
J-૬૧
Page #153
--------------------------------------------------------------------------
________________
{ જીવત-વિજ્ઞાન ૪. જે કરતાં કરતાં ચિત્ત ધ્યાનદશા તરફ વળી જાય. • પોતાના સ્વરૂપમાં આચરણ કરવું તેને સ્વરૂપાચરણ ચારિત્ર
કહેવાય છે. પોતાના બ્રહ્મસ્વરૂપી આત્મામાં લીન થઈ જવું તેનું નામ નિશ્ચય બ્રહ્મચર્ય છે. સરંભ, સમારંભ અને આરંભ - આ ત્રણનું સ્વરૂપ શાસ્ત્રમાં નીચે પ્રમાણે કહ્યું છે : ૧. સરંભ : મનમાં કોઈ પ્રકારનો સંકલ્પ કરવો તે. ૨. સમારંભ : સંકલ્પને સાકાર કરવા માટે સામગ્રી ભેગી
કરવી તે. ૩. આરંભ : કરેલા નિર્ણયને અમલમાં મૂકવો તે. સામાયિકનો પરમાર્થ દૃષ્ટિથી અર્થ સમતાભાવમાં રહેવાનો અભ્યાસ કરવો તે છે. ભક્તિ એટલે પરમાત્મા, સદ્ગુરુ અને સત્શાસ્ત્રની સાચી ઓળખાણ કરવી અને તેમનો નિશ્ચય–આશ્રય કરીને, નવધા ભક્તિ (શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા અને એકતા) દ્વારા પોતાના અહંભાવનો નાશ કરી, પરમવિનયને પ્રાપ્ત થવું તે. વૈરાગ્ય એટલે જગતના સર્વ પદાર્થોમાં અનાસક્તિનો ભાવ. વિવેકજ્ઞાન એટલે જડ-ચેતન, દેહ-આત્મા, પાપ-પુણ્ય, આશ્રવસંવર, બંધ-નિર્જરા આદિ પ્રયોજનભૂત તત્ત્વોને ગુરુગમ દ્વારા જેવાં છે તેવાં જાણવા, સમજવાં, વિચારવાં અને અભ્યાસવાં.
J-૬૨,
Page #154
--------------------------------------------------------------------------
________________
જીવત-વિજ્ઞાત
ભારતીય પરંપરામાં આત્માને પરમાત્માની સાથે જોડે તેવી બધી સાધનાને યોગસાધના કહેવામાં આવે છે.
દેહ અને આત્માની ભિન્નતાનો પ્રયોગ કરવો તેનું નામ સાચો કાયોત્સર્ગ છે.
♦ શુદ્ધોપયોગ તે સાધન છે, સ્વભાવ નથી.
અનાદિ કાળથી મોહનીયકર્મને વશ થયેલો દરેક જીવ પોતાને શરીર માને છે, તેને અગૃહીતમિથ્યાત્વ કહે છે. શાસ્ત્રો વાંચવાં તે વ્યવહાર સ્વાધ્યાય છે.
સ્વ-અધ્યયન (આત્મલક્ષી અનુપ્રેક્ષા) તે નિશ્ચય સ્વાધ્યાય છે. પરમાર્થધર્મ શરીરથી નથી થતો, પરંતુ આત્માના ભાવ દ્વારા થાય છે. શરીર તો ધર્મ કરવાનું એક ઉપયોગી બાહ્ય સાધન છે; તેથી તેનું તેટલું મહત્ત્વ સ્વીકારવું જોઈએ.
કોઈ અપેક્ષાએ મુમુક્ષુને મહાત્મા કહી શકાય છે અને સમ્યગ્દર્શન (આત્મજ્ઞાન) પ્રાપ્ત થયા પછી તેને ધર્માત્મા કહી શકાય છે.
♦ ‘ગુરુ' શબ્દનો શબ્દાર્થ મોટા, વજનદાર, ભારે, પ્રભાવશાળી એવો છે. બીજી રીતે વિચારીએ તો, ગુ = અંધારું, રુ = પ્રકાશ. અજ્ઞાનરૂપી અંધકારમાંથી સજ્ઞાન રૂપી પ્રકાશમાં લઈ જાય તેવા મહાપુરુષને સદ્ગુરુ કહેવામાં આવે છે.
-૩-૬૩.
Page #155
--------------------------------------------------------------------------
________________
જીવત-વિજ્ઞાન
ધ્યાન યોગની સાધનાઃ (એકાગ્રતાનું વિજ્ઞાન અને પ્રયોગ)
* ધ્યાનની સાધનામાં ઉપયોગી સૂચનો
મોક્ષપ્રાપ્તિના ઉપાયોમાં ધ્યાનની અગત્ય સર્વ દર્શનોમાં સ્વીકારવામાં આવી છે. આરાધનાનાં સાધનોમાં તેનું સ્થાન પ્રથમ પંક્તિમાં આવે છે. યોગનિષ્ઠ આચાર્યોએ તેનું સવિસ્તર વર્ણન કરેલું છે. તેથી વિશેષ જિજ્ઞાસુએ, વિભાગને અંતે આપેલી સંદર્ભસૂચિના ગ્રંથોનું અવલોકન કરવું. વર્તમાનકાળમાં ધ્યાનની પ્રયોગાત્મક સાધનામાં ઉપયોગી કેટલુંક પાથેય અત્રે સ્વલ્પ-સ્વાનુભવને અનુસરીને રજૂ કરેલ છે, જે સાધકોને ઉપયોગી થશે એવી આશા છે.
હેતુ : જે ધ્યાનને ઇચ્છે છે તે આત્મશુદ્ધિ, સાચી શાંતિ, અતીન્દ્રિય આનંદ અને ઉત્તમ ગતિને ઇચ્છે છે. ધ્યાનના સાધકને પ્રાપ્ત થતો વિશિષ્ટ પુણ્યસંચય પ્રાસંગિક (Incidental) છે.
ધ્યાનની યોગ્યતા ઃ સ્વચ્છ નિયમિત જીવન (જેમાં રોજબરોજના જીવનમાંથી એક બે કલાક શાંતિથી કાઢી શકાય) અને આત્મતત્ત્વ તથા પરમાત્મતત્ત્વનું યથાર્થ જ્ઞાન - આટલું તો ઓછામાં ઓછું ધ્યાનની સાધના માટે આવશ્યક છે. વૈરાગ્ય, મિતાહાર, મૌન, અધ્યયન, સત્સંગ વગેરે સાધકના જીવનમાં જેટલા વિશેષ પ્રમાણમાં ઉપલબ્ધ હશે તેટલા પ્રમાણમાં ધ્યાનની યોગ્યતા વૃદ્ધિગત થશે.
સ્થાન : જ્યાં ઘોંઘાટ અને મચ્છર-માખી વગેરેનો ઉપદ્રવ ન હોય તે સ્થાન ધ્યાન માટે યોગ્ય છે. ઘરમાં પૂજાનો ઓરડો અલગ હોય તો ઉત્તમ; નહિ તો મંદિરમાં, બગીચામાં કે ધર્મસ્થાનકમાં ધ્યાન કરી શકાય.
---૬૪
Page #156
--------------------------------------------------------------------------
________________
- જીવત-વિજ્ઞાન ) આસન : ચટાઈ, શેતરંજી કે પાટ ઉપર પોતાને અનુકૂળ આવે એવું કોઈ પણ એક આસન સ્વીકારવું. વિશેષ સાધકો માટે પદ્માસન ઉત્તમ છે. આસનની સિદ્ધિ વિના ધ્યાનમાં ગણનાપાત્ર વિકાસ થઈ શકતો નથી, માટે આસનજય (પોણો કલાકથી ત્રણ કલાક સુધીની સમયમર્યાદામાં કોઈ પણ સમય)નો અભ્યાસ ઉપકારી છે.
આહાર : પેટનો અને મગજના જ્ઞાનતંતુઓનો ઘનિષ્ઠ સંબંધ છે. પેટ ભોજનથી ભરેલું હોય તો ધ્યાનમાં ચિત્ત લાગે નહિ, અકળામણ થાય, આળસ-ઊંઘ-પ્રમાદ ઊપજે; માટે મિતાહાર ઉત્તમ છે. સાંજનો આહાર અલ્પાહાર હોય તો રાત્રિના અને વહેલી સવારના ધ્યાનમાં ઘણી અનુકૂળતા રહેશે. બિનશાકાહારી અને તામસિક આહાર ધ્યાનના સાધકો માટે અવરોધક છે.
તત્ત્વજ્ઞાનનો અભ્યાસ : ધ્યાન દ્વારા આપણે આત્મતત્વનો સાક્ષાત્કાર કરવો છે. તે આત્મતત્ત્વની યથાર્થ સમજણ અનુભવી સગરુ પાસેથી મેળવવી આવશ્યક છે. જે આત્મામાં - આત્મભાવમાં - તન્મય થવું છે તેનું સ્વરૂપ જાણ્યા વિના તેનું ચિંતન કરવું કે તેના ચિંતનને ચાલુ રાખવું અનુચિંતન કરવું) બની શકતું નથી. આ કારણથી શુદ્ધ ચૈતન્યપદાર્થ એવા આત્માનું સ્વરૂપ તથા પરમાત્માનું સ્વરૂપ જાણવું, જેથી ધ્યાનમાં વૈજ્ઞાનિક અને ક્રમિક વિકાસ સાધી શકાય.
ધ્યાન અને અન્ય સાધના : ધ્યાન તે સમસ્ત સાધનાનો સાર છે. જેમ છાશમાંથી જ માખણ નીકળે, પાણીમાંથી ન જ નીકળે, તેમ જે યથાર્થદષ્ટિ સહિત સાધના કરતો હોય તેને જ સાચા ધ્યાનની
J-૬૫
Page #157
--------------------------------------------------------------------------
________________
જીવત-વિજ્ઞાન
સિદ્ધિ યથાપદવી થઈ શકે, પણ જે બીજી કોઈ સાધના ન કરતો હોય તેને સારું ધ્યાન પ્રાપ્ત થાય નહિ. આ કારણથી જ યોગાચાર્યોએ અષ્ટાંગ યોગમાં ધ્યાનને સાતમા અંગ તરીકે અને સ્થિર નિર્મળ ધ્યાન (સમાધિ)ને આઠમા અંગ તરીકે ગયું છે. તપમાં પણ ધ્યાનને અંતરતપના વિવિધ પ્રકારોમાં ઉત્તમ તપ કહ્યું છે. આથી એ નિષ્કર્ષ નીકળે છે કે અન્ય સાધનોથી નિરપેક્ષપણે ધ્યાનની સિદ્ધિ નથી; પણ તે તે સાધનો દ્વારા યથાર્થ દૃષ્ટિવાન સાધકને ક્રમે કરીને ધ્યાનમાં સફળતા પ્રાપ્ત થાય છે. * ધ્યાનનાં મુખ્ય સહકારી સાધનો :
ભક્તિ, જ્ઞાનાભ્યાસ, જાપ અને મૌનને જીવનમાં અપનાવવાથી ધ્યાનમાં જલદી સફળતા મળી શકે છે. - ભક્તિ : સગુરુ, પરમાત્મા તથા અન્ય વિશેષ ગુણીજનાદિને ઓળખીને કોઈ પણ પ્રકારની આકાંક્ષા રાખ્યા વિના, તેમના પ્રત્યે પ્રશસ્ત પ્રેમ કરવો તેને ભક્તિ કહેવામાં આવે છે. સાચા ભક્તના જીવનમાં ભગવાનના જેવા ગુણો, ક્રમે કરીને પ્રગટે છે; પરંતુ અહીં તો પ્રકરણવશાત્ ધ્યાનની સાધનાના સંદર્ભમાં ભક્તિ વડે જે પ્રકારે મુખ્યપણે સાધકને લાભ થાય છે તે આ પ્રમાણે : પ્રથમ તો, અત્યંત પ્રેમને લીધે પ્રભુનું વારંવાર સ્મરણ થાય છે અને તેથી ધ્યાન સહેજે સહેજે સિદ્ધ થાય છે. બીજું, સાધકના અભિમાનનો નાશ થઈ ઉત્તમ એવો વિનયગુણ પ્રગટે છે. આમ, સહજ-સ્મરણ અને માનશત્રુનો નાશ થવારૂપ બેવડો લાભ સાધકને ભક્તિ વડે પ્રાપ્ત થાય છે.
જ્ઞાનાભ્યાસ : આત્મા-અનાત્માનો વિવેક જ્ઞાન વડે સિદ્ધ થાય છે. આ આત્મભાવ છે અને આ અનાત્મભાવ છે એવું યથાર્થ
Page #158
--------------------------------------------------------------------------
________________
{ જીવત-વિજ્ઞાન છે પરિજ્ઞાન થતાં, વૃત્તિ આત્મભાવને ગ્રહણ કરીને ધારી રાખે છે અને અનાત્મભાવને બાધક જાણીને છોડી દે છે. વળી, વૈરાગ્ય વિના આવો વિવેક જાગી શકતો નથી અને તે વૈરાગ્ય પણ જ્ઞાની ગુરુઓના બોધ દ્વારા અને શાસ્ત્રાભ્યાસ દ્વારા પ્રાપ્ત થાય છે. આમ વૈરાગ્ય અને વિવેકની સિદ્ધિ કરાવનાર જ્ઞાનાભ્યાસ કહ્યો, અને તેની પ્રાપ્તિનું સર્વોત્તમ બાહ્ય કારણ સત્સંગ બતાવ્યું.
જાપ : સ્થિરતાની સાધનામાં જાપ જેવું બીજું સાધન જણાતું નથી. કોઈ પણ પરમાત્મપદનો વાચક એવો મંત્ર લેવો. તે મંત્રનો શબ્દાર્થ અને ભાવાર્થ સદ્દગુરુથી સારી રીતે સમજવો. જાપની સાધના ધ્યાન દરમિયાન કરી શકાય છે. “અમુક ચોક્કસ સંખ્યામાં હું અવશ્ય આ મંત્રનો જાપ કરીશ” એવો નિયમ લઈને બેસવાથી દઢતા રહે છે. અમુક લયથી સ્વરબદ્ધ રીતે બાહ્ય જાપ કરવાથી ધીમે ધીમે અંતરજાપ સહજ થાય છે અને આગળની સાધક અવસ્થામાં (આત્મજ્ઞાનપ્રાપ્તિ બાદ) અજપાજાપની પણ સિદ્ધિ થાય છે.
મંત્રના વિશુદ્ધ ઉચ્ચારણથી આજુબાજુના વાતાવરણમાં પણ પવિત્રતાના વિશિષ્ટ પરમાણુઓ ફેલાવાથી આખું વાતાવરણ આધ્યાત્મિક્તાથી ગૂંજી ઊઠે છે.
મૌન : સમસ્ત બાહ્ય જગત સાથેના વચન-વ્યવહારથી વિરામ પામી આત્માભિમુખ થવાના પ્રયત્નવાળા સાધકને મૌન ખૂબ ઉપકારી છે. આત્માની જે શક્તિ વચનપ્રવૃત્તિથી બહારમાં વપરાઈ જાય છે તે શક્તિને આત્મજાગૃતિપૂર્વક અંતર તરફ વાળતાં બાહ્ય મૌન તો સિદ્ધ થાય જ છે પણ પરમાર્થમૌન પણ સિદ્ધ થઈ શકે છે; જેમાં કેવળ સ્વરૂપ અવલોકન જ રહી જાય છે અને સ્વરૂપમાં :
i J-૬૦
Page #159
--------------------------------------------------------------------------
________________
જીવન-વિજ્ઞાત તન્મયતા થતાં સ્વસંવેદન જ્ઞાન ઊપજે છે – ધ્યાનનું ફળ અનુભવાય છે. સૂર્યાસ્ત પછી મૌનનો પ્રયોગ વિશેષપણે કરવા યોગ્ય છે.
ઉપસંહાર અને વિશિષ્ટ સૂચનો : આ પ્રમાણે ધ્યાનમાં મુખ્યપણે ઉપકારી એવા આ ચાર મુદાઓની વિચારણા પૂરી થઈ. આ સિવાય ધ્યાનની પ્રાયોગિક અંતરવિધિ પોતપોતાના ગુરુ પાસેથી જાણવી, પરંતુ સામાન્ય દૈનિક જીવનમાં ધ્યાનના અભ્યાસીએ પંદરવીસ મિનિટ ભક્તિનાં પદ બોલવાં અથવા ઉત્તમ મંત્રો અથવા ગાથાઓનો સ્વાધ્યાય કરીને પછી જ ધ્યાનનો પ્રયોગ ચાલુ કરવો. સદ્ગુરુની અથવા પરમાત્માની મુદ્રાનું ચિંતન ઉત્તમ અવલંબનરૂપ છે. ત્યાર પછી આત્મજ્યોતિનું ધ્યાન કે મંત્રાક્ષરોનું ધ્યાન પણ અભ્યાસી શકાય છે અથવા સૂક્ષ્મ તત્ત્વચિંતન (કર્મસિદ્ધાંતનું, લોકના સ્વરૂપનું અથવા બાર ભાવનાઓનું)થી પણ સંકલ્પ-વિકલ્પોને ઉપશમાવી સ્વરૂપ-સાન્નિધ્યનો અભ્યાસ કરી શકાય છે.
છેલ્લે, સાધક-મિત્રોને આ વસ્તુઓ પ્રત્યે જાગ્રત રહેવા ભલામણઃ
સાધનાનું સાતત્ય : ધ્યાનની ખરી સિદ્ધિ મનનો જય કરવાથી થાય છે અને મનનો જય કરવો એ કાંઈ સહેલી વાત નથી. દીર્ધકાળ સુધી જ્ઞાન, વૈરાગ્ય અને અભ્યાસથી તે ક્રમે કરીને જિતાય છે; માટે જ્યારે જ્યારે અભ્યાસ કરતાં નિરાશા ઊપજે, થાક લાગે, કંટાળો આવે ત્યારે હતાશ ન થતાં યથાશક્તિ જાગૃતિપૂર્વક અભ્યાસ જારી રાખવાથી લક્ષ્યની સિદ્ધિ થાય છે. સાધના વચ્ચે વચ્ચે તૂટી ન જાય તેનો લક્ષ રાખવાનો છે.
સત્સંગનું અવલંબન : મોટા ભાગે આ જમાનામાં સાધક
૫-૬૮
Page #160
--------------------------------------------------------------------------
________________
ન જીવત-વિજ્ઞાન છે ચારે બાજુ નીચે પાડનારાં બળોથી જ ઘેરાયેલો છે. બધો સંગપ્રસંગ પ્રાયે અસત્સંગ જેવો છે. ચાલવા માટે, નાના બાળકને જેમ ચાલણગાડી કે હાથના ટેકાની જરૂર છે, તેમ સાધકને સાચા આત્માર્થી - મુમુક્ષુ કે સત્પષના ટેકાની જરૂર છે. જોકે સાચો સત્સંગ અત્યંત દુર્લભ છે તોપણ યથાશક્તિ જેટલો મળે તેટલો સત્સંગ કરી લઈ, આત્મબળ વધારતા રહી, અભ્યાસ કરવો.
સમયનો સદુપયોગ : ધ્યાન સમયે જ ધ્યાન કરવા બેસીએ તો ધ્યાન સિદ્ધ થાય નહિ, પણ આત્મસ્વરૂપનો (પોતાના મૂળ સ્વભાવનો) દિવસ-રાત દરમિયાન વારંવાર લક્ષ રહે તો ધ્યાનમાં એકાગ્રતા જલદીથી આવે. આ માટે યથાર્થદષ્ટિ અને ગુરુનું સાન્નિધ્ય પરમ ઉપકારી છે જેના યોગે સ્વરૂપવિચાર, સ્વરૂપસ્મરણ, સ્વરૂપધ્યાન,
સ્વરૂપ અનુભવ આ ક્રમ ધીરે ધીરે સિદ્ધ થાય છે. આવો અભ્યાસ સિદ્ધ થવા માટે નીચેના પ્રયોગો ખૂબ જ ઉપકારી છે. ૧. દરરોજ ઓછામાં ઓછું દસ વખત ભગવાનનું સ્મરણ કરવું.
દા.ત., (૧) ઊઠીને તુરત, (૨) દાંત સાફ કરતાં, (૩) દાઢી કરતાં, (૪) નાહતાં, (૫) કપડાં પહેરતાં, (૬) વાળ ઓળતાં, (૭) દૂધ-ચા પીતાં, (૮) નોકરીએ – દુકાને જતાં, (૯) ભોજન
લેતાં, (૧૦) સૂતા પહેલાં. ૨. આંગળી કે કાંડા પર રબરની કે સૂતરની ઇત્યાદિ દોરી બાંધી
રાખવી જેથી ભગવસ્મરણની યાદી થઈ આવે - Reminder
તરીકે. ૩. પાકીટમાં સદ્ગુરુ કે ભગવાનનો ફોટો રાખવો. ૪. હથેળીમાં કે કાંડા ઉપર ભગવાનનું નામ કે મંત્ર લખી રાખવો.
4- ૬૯
Page #161
--------------------------------------------------------------------------
________________
ન જીવત-વિજ્ઞાન ) આવા વિવિધ પ્રયોગોથી આત્માની જાગૃતિ વધતી રહેશે અને વારંવાર સ્મરણનો અભ્યાસ સિદ્ધ થશે, જે સિદ્ધ થતાં ધ્યાન પણ ક્રમ કરીને સહજ બનવા લાગશે.
પ્રયત્નવિશેષે કરીને ધ્યાનનો અભ્યાસ કરવાનો આપણે સૌ પ્રયત્ન કરીએ અને તેના ફળરૂપે ઉત્તમ આત્મજ્ઞાન અને સહજ સમાધિને પામીએ એ ભાવના સહિત.
સંદર્ભ સૂચિ તત્ત્વાનુશાસન : ૪૧-૪૫/૭૨/૭૫-૮૧ ભાવપાહુડ : ૧૧૫/૧૨૪ મોક્ષપાહુડ : ૬૩-૬૪૮૨ યોગશાસ્ત્ર ટીકા ૪૩૩ : સ્વામીકાર્તિકેય - અનુપ્રેક્ષા : ૪૮૨ યોગસાધના : પ્રકરણ ૬/૨-૪ અને ૫, પ્રકરણ ૭. જ્ઞાનાર્ણવ : ૩/૧૨-૧૫, ૧૮, ૨૨-૨૪
૪૬, ૧૫, ૨૮, ૩૪, ૪૩ પ૩, ૨૮ ૧૮/૩૦-૩૩ ૧૯/પ. ૪૨/૧-૧, ૩, ૧૦, ૧૭, ૧૯, ૨૬....
Page #162
--------------------------------------------------------------------------
________________
જીવત-વિજ્ઞાન
ભગવતિ-આરાધના : ૧૭૦૪-૧૭૦૫, ૧૮૬૮, ૧૮૯૦-૧૮૯૬. ધર્મવિલાસ/સુખબત્તીસી/૩૧-૩૨. શ્રીમદ્ ભગવદ્ગીતા ૬/૧૦-૧૨, ૧૪, ૧૬-૧૭, ૨૪-૨૮, ૩૫-૩૬. અષ્ટાંગયોગ : ૧/૧૨, ૧૩, ૩૩, ૩૭, ૫૧. ૨/૩૦-૩૨ યોગામૃત : ૫-૮, ૩૦, ૬૦, ૬૨, ૮૯, ૯૫-૯૯. ધ્યાનશતક : ૨૮-૪૩. ધ્યાનસ્તવ : ૨૬-૩૬ નિયમસાર : ૯૭, ૧૦૨, ૧૦૪. ધ્યાનદીપિકા : ૪૭ * ધ્યાન સંબંધી વિવિધ ઉપયોગી પાથેય ? • જેટલા કામ-ક્રોધાદિ વિકાર મંદ થાય અને જેટલું તત્ત્વનું
અવલંબન યથાર્થપણે લઈ શકાય તેટલા પ્રમાણમાં સાધકને ધર્મધ્યાનની પ્રાપ્તિ થાય છે. દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર – આ પાંચ આચારોમાં વીર્યાચારની ન્યૂનતા હોય તો અન્ય ચાર આચારોમાં યથાયોગ્યપણે પ્રવર્તન થઈ શકતું નથી. તત્ત્વ રૂડી રીતે વિચારે તે સવિકલ્પ સમાધિ અને તત્ત્વ પામે તે સાક્ષાત્ નિર્વિકલ્પ સમાધિ કહેવાય છે. અતીન્દ્રિય સુખનો અનુભવ, અહીં નિર્વિકલ્પ સમાધિમાં, અપરોક્ષપણે થાય છે. અષ્ટાંગયોગમાં ધ્યાન અને સમાધિ તે પરમયોગ છે (સાતમું અને આઠમું અંગ છે).
J-૦૧
Page #163
--------------------------------------------------------------------------
________________
જીવત-વિજ્ઞાન
૨.
જ્યારે જીવ ખરેખર સમ્યગૃષ્ટિ થાય ત્યારે તેને આત્માનું વેદન (સ્વસંવેદન) થાય છે; એટલે કે તેને અંગે અપરોક્ષ અનુભૂતિ થાય છે. આત્માનો લક્ષ કેમ કરવો? – આ પ્રશ્નનો જવાબ બે રીતે જાણો : ૧. નાસ્તિથી = હું આ શરીર નથી, વાણી નથી અને કથંચિત્
વિકલ્પ પણ નથી એવી ભાવના ભાવવી; જેથી કરીને આત્માની શક્તિ build up થાય છે. અસ્તિથી = હું શુદ્ધ, બુદ્ધ, ચૈિતન્યઘન - જાણનારમાત્ર જ્ઞાયક-આત્મા છું એવી ભાવનાનો વારંવાર અભ્યાસ
કરવો. લાંબા કાળ સુધી જ્ઞાન, વૈરાગ્ય અને સત્સંગની સાધના કરવાથી અંતર્મુખ થવાની સાચી કળા સિદ્ધ થાય છે. મનોવૃત્તિ વિષયને બદલતી રહે તેને “વિચાર” કહેવામાં આવે છે. વિષયોને પકડી રાખે તેને “ચિંતન' કહેવામાં આવે છે. વિષયોની વિચારધારા, ચિંતનધારા છૂટી જાય અને ચિત્તવૃત્તિ સ્વરૂપમાં લીન થઈ જાય તેને નિર્વિકલ્પ ધ્યાન કહેવાય છે; જે પોતે જ સમાધિરૂપ છે. સર્વ પ્રકારના રૂડા ઉદ્યમે કરીને, વિકલ્પોની જાળને ઓછી કરવી જોઈએ. આત્માનું સ્વ-સંવેદન થવું તેને અપરોક્ષાનુભૂતિ કહે છે.
i J- ૦૨
Page #164
--------------------------------------------------------------------------
________________
જીવત-વિજ્ઞાન
સાધકને તત્ત્વથી અને અર્થથી આત્માનો યથાર્થ બોધ થયો હોય તેને જ સમાધિ પમાડનારું સાચું ધ્યાન લાગે છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે આત્મા ફક્ત ખ્યાલમાં જ નથી લેવાનો, પણ મોહગ્રંથિને ભેદવા માટે પુરુષાર્થપૂર્વક સત્પાત્રતા પ્રાપ્ત કરીને આત્મામાં સ્થિર-એકાગ્ર થવાનો વારંવાર અભ્યાસ કરવાનો છે. જે વ્યક્તિ કે વસ્તુનું બુદ્ધિપૂર્વક વારંવાર ધ્યાન કરે છે તેને તે વસ્તુ ધ્યેયરૂપ બની જઈ તેમાં જ તન્મયતા થઈ જાય છે, એમ વર્તમાન મનોવિજ્ઞાને પણ સ્વીકાર્યું છે. તેથી જ કહ્યું છે કે : “જેમાં મતિની મગ્નતા, તેની જ થાય પ્રતીત; થાય પ્રતીતિ જેહની, ત્યાં જ થાય મન લીન.
જ્યાં નહિ મતિની મગ્નતા, તેની ન હોય પ્રતીત; જેની ન હોય પ્રતીત ત્યાં, કેમ થાય મન લીન?”
(શ્રી સમાધિશતક - ૯૫/૯૬) અભીષ્ણજ્ઞાનોપયોગ એ જ્ઞાનમાર્ગની પરિભાષા છે અને અજપાજાપ તે યોગમાર્ગની પરિભાષા છે. આવી ઉત્તમ સિદ્ધિ મહાજ્ઞાનીઓને હોય છે, જે શુદ્ધાત્મતત્ત્વ સાથેનું પ્રગાઢ અનુસંધાન સૂચવે છે. જેનામાં અંતરંગ વૈરાગ્ય પ્રગટ્યો હોય, જેને પરમાત્મા અને સદ્ગુરુ પ્રત્યે અંતરંગ અહોભાવ હોય અને જેણે સદ્ગુરુનું શરણ અને બોધ સ્વીકાર્યા હોય તેવો સાધક ઉત્તમ ધ્યાનનો અધિકારી ગણી શકાય.
. 4૦૩
Page #165
--------------------------------------------------------------------------
________________
જીવન-વિજ્ઞાન
ધ્યાનને યોગસાધનાનું મુખ્ય અને અંતિમ ચરણ ગણી શકાય; કારણ કે અષ્ટાંગયોગમાં મહર્ષિ પતંજલિએ તેને યોગ-સાધનાનું સાતમું અંગ કહ્યું છે, જે દ્વારા સમાધિની પ્રાપ્તિ થાય છે.
ઉત્તમ કક્ષાના ધ્યાનને મોક્ષનું સાક્ષાત્ કારણ કહ્યું છે; કારણ કે તે દ્વારા સાધકનાં બધાંય કર્મો બળીને ભસ્મ થઈ જાય છે.
ધ્યાન સમયે ધ્યાન કરે તેને થોડું ધ્યાન લાગે છે; પણ જે સર્વ કાર્યો કરતાં કરતાં પણ ધ્યાનનો લક્ષ રાખે છે, ખાતાંપીતાં, ઊઠતાં-બેસતાં પણ સતત આત્મજાગૃતિનો અભ્યાસ કરે છે, તેને સાચી ધ્યાનદશાની પ્રાપ્તિથી અલ્પ કાળમાં સમાધિની સિદ્ધિ થઈ જાય છે.
♦ સાચો વૈરાગ્ય, સદ્બોધની પ્રાપ્તિ, સતત આત્મજાગૃતિ, તત્ત્વચિંતન અને તત્ત્વ-અનુસંધાનની ઉત્સુકતા જેને હોય તેને ધ્યાનદશા સહજ લાગે છે.
ધ્યાન કિયા ભી જાતા હૈ, ઔર ધ્યાન હોતા ભી હૈ' આ રહસ્યનો અનુભવ જ્ઞાનીઓ કરે છે.
ચિત્તની એકાગ્રતા, ચિત્તની નિર્મળતા અને તત્ત્વનિષ્ઠા - એ ત્રણની એકતા જ્યારે અભ્યાસ દ્વારા સિદ્ધ થાય છે ત્યારે ઉચ્ચ કક્ષાના ધ્યાનની ખરેખરી સિદ્ધિ થાય છે.
અંતરજાપ ઉપયોગી છે, પણ તે વખતે ચિત્તવૃત્તિ કેવી રહે છે તે બાબતની જાગૃતિ રહેવી જોઈએ.
ઉત્તમ સાધકને અંતર્મુખતા વિશેષ થાય ત્યારે બધું હલનચલન બંધ થઈ જાય છે; તેમ જ સાથે સાથે આસનની દૃઢતા, દેહથી
a Jod -
Page #166
--------------------------------------------------------------------------
________________
ન જીવત-વિજ્ઞાન છે ભિન્ન સ્વસત્તાનો ભાસ અને સાત્વિક આનંદના તરંગોની ઉત્પત્તિ ચાલુ થઈ જાય છે. ધીમે ધીમે મનોવ્યાપાર અને શ્વાસોચ્છવાસની ગતિ મંદ થઈ જાય છે. જો આ દશા દરમિયાન જ્ઞાતાભાવમાં વિશેષ સ્થિરતા થઈ જાય તો નિજાનંદનો પાતાળકૂવો ફૂટે છે અને સાધક તે અતીન્દ્રિય આનંદમાં ડૂબી જાય છે. નિશ્ચયથી, ઉચ્ચ કક્ષાના સાધક આત્માને કોઈના અવલંબનની જરૂર રહેતી નથી. આત્મા પોતાના સ્વરૂપમાં પોતે જ સમાઈ જાય છે, પરમ તૃપ્તિનો અનુભવ કરે છે. યથા -
આત્મનિ એવ આત્મના તુષ્ટઃ સ્થિતપ્રજ્ઞઃ તદા ઉચ્ચતે.”
- શ્રીમદ્ભગવદ્ગીતા (સ્થિતપ્રજ્ઞલક્ષણ) પરમાત્મા કે સરુનું ધ્યાન કરતાં કરતાં એમનું પ્રતિબિંબ જેનામાં પડે છે તે હું છું એવો ભાવ લાવવો. આ બધું જો કે બુદ્ધિપૂર્વક થાય છે તો પણ, નિર્વિકલ્પતાની નિકટ છે એમ કહી શકાય. આવો અભ્યાસ વારંવાર કરતાં વિચારધારા મંદ થઈને ચિંતક (વિચારક) આત્મામાં વિલીન થઈ જાય છે. આ જ અનુભવદશા છે. ઊંચી કક્ષાના સાધકોને ધ્યાનમાં આત્મભાવનામાં અતિ ઉપયોગી શ્લોકો શ્રીસમયસારકળશના ૧૮૧ અને ૧૮૫ છે; જે વિશેષપણે ગુરુગમથી સમજીને વારંવાર ચિંતવવા - અભ્યાસવા.
WWW.jainelibrary.org
Page #167
--------------------------------------------------------------------------
________________
ન જીવત-વિજ્ઞાન ) અભેદ નિર્વિકલ્પ આત્મઅનુભવની પ્રાપ્તિ માટે ધ્યાનદશામાં એવું ભાવભાસન કરવું કે : "I am this pure knowledge only." (હું માત્ર નિર્મળ જ્ઞાયક છું.) જાપના મુખ્ય ચાર પ્રકાર છે : (૧) ભાષ્યજાપ, (૨) ઉપાંશુજાપ, (૩) માનસજાપ અને (૪) અજપાજાપ; જેની વિશેષ સમજણ આ પ્રમાણે છે – ૧. ભાષ્યજાપમાં સ્પષ્ટ ઉચ્ચારણ કરવું જોઈએ, કારણ કે
તે વાણીની સાધના છે. ૨. ઉપાંશુજાપ કરતાં કરતાં જાપનો અવાજ મંદ થતો જાય
છે. હોઠ ફફડતા હોય અને જાપનો અવાજ આવે નહીં,
છતાં જાપ ચાલુ રહે. ૩. માનસજાપમાં હોઠ, જીભ વગેરે કોઈ પણ ચાલતા નથી,
માત્ર મનથી જાપ ચાલે છે. ૪. અજપાજાપ એ વાણી અને મનથી પાર છે. તે ખરેખર સિદ્ધ
યોગીને જ હોય છે; કારણ કે તેમાં બુદ્ધિપૂર્વકના પ્રયત્ન વિના પરમાત્મતત્ત્વનું કે શુદ્ધાત્મતત્ત્વનું અનુસંધાન સ્વયં
થયા કરે છે. તે સાધના નથી, સિદ્ધિનું સહજ ફળ છે. શબ્દો બોલતાં બોલતાં, ઘણુંખરું ચિંતન ઓછું થાય છે; જ્યારે મૌન અને જાગૃત ભાવથી ચિંતન વધુ થઈ શકે છે. માટે
પોતાની યોગ્યતા પ્રમાણે જેમ લાભ થાય તેમ કરવું. • ધ્યાનાભ્યાસ કરનાર સાધકે ખ્યાલમાં રાખવું કે જ્યાં સુધી
પોતે મૈત્રી આદિ કે અનિત્ય આદિ ભાવનાઓના વિચારમાં
|
J-
૬
.
Page #168
--------------------------------------------------------------------------
________________
ન જીવત-વિજ્ઞાન છે છે ત્યાં સુધી સાક્ષાત્ આત્મોપલબ્ધિ કરી નથી. જ્યારે એવી વિચારધારા વિચારકમાં સમાઈને શાંત થઈ જાય છે, ત્યારે જ નિર્વિકલ્પ સમાધિ પ્રગટતાં અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. ભગવાનનું ધ્યાન કરું છું તે હું નથી, પણ ભગવાનનું ધ્યાન જેમાં ઝળકે છે તે સત્તા હું છું – એમ પરમાર્થ અવધારવો; તો ત્વરાથી નિર્વિકલ્પતા આવે. પ્રશ્ન : ધ્યાન કેવી રીતે કરવું? ઉત્તર : તેની અનેક રીતો છે. એક રીત આ છે : ધ્યાનમાં પ્રથમ ૪ ભાવના, પછી ૧૨ ભાવના, ત્યારબાદ પંચપરમેષ્ટીનું ધ્યાન તેમ જ સદ્ગનું ધ્યાન અને પછી ક્રમશઃ આત્માના ગુણોના ધ્યાનમાં જઈ શકાય છે. – આ ધ્યાનનો એક સામાન્ય ક્રમ છે; વિશેષ પ્રત્યક્ષ ગુરુના સાન્નિધ્યમાં રહીને તેમની આજ્ઞાનુસાર આરાધવો. જગતના પદાર્થો પ્રત્યે અનાસક્તભાવ ઉપજાવીને, ચિત્તવૃત્તિને આત્મા તરફ લઈ જાય (અંતર્મુખ બનાવે) તે પરમાર્થથી સાચી જ્ઞાનવૈરાગ્ય દશા કહેવાય. સર્વ જીવોમાં જેને મૈત્રીભાવ છે તેને જ સાચું ધ્યાન (સામાયિક) લાગી શકે છે. શ્રદ્ધા એટલે દૃષ્ટિ; જે આપણને ધ્યાનના અભ્યાસ દરમિયાન,
અભેદદશા તરફ લઈ જવામાં ઉપકારી થાય છે. • પુનઃ પુનઃ એક જ સુવિચારનું ચિંતન કરવું સાધકના જીવનનું
i J-oo
Page #169
--------------------------------------------------------------------------
________________
જીવત-વિજ્ઞાન દૂષણ નહીં પણ એક મોટું ભૂષણ છે. ચિત્તવૃત્તિ અવલંબન વિના ટકી શકતી નથી. પ્રારંભિક અને મધ્યમ ભૂમિકાના સર્વ સાધકોને ચિત્તવૃત્તિને કોઈ પવિત્ર, પ્રેરક, પુષ્ટિકારક અને સબળ અવલંબનની જરૂર પડે જ છે. તેવું અવલંબન સદ્ગુરુ હોય, સલ્ફાસ્ત્ર હોય, પ્રભુજીની મૂર્તિ હોય કે મંત્ર આદિ હોય. પોતાની તાસીર, રુચિ કે સંસ્કાર પ્રમાણે તેવા શુદ્ધ અવલંબનનો સહારો લઈને ક્રમે ક્રમે નિરાલંબન એવા પોતાના શુદ્ધાત્મા તરફ વળી શકાય છે.
n J-૯૮
Page #170
--------------------------------------------------------------------------
________________
ન જીવત-વિજ્ઞાન શાસ્ત્ર આધારિત પ્રેરણાનાં પીયૂષ આ પાથેયના હંગામી ધોરણે ત્રણ વિભાગ કરી શકાય :
ઉપદેશ બોધ કોઈ પણ મનુષ્યને શુભોપયોગ વિના શુદ્ધોપયોગની પ્રાપ્તિ થતી નથી એવો મોક્ષમાર્ગની સિદ્ધિનો ક્રમ છે. આલોચના એ સામાયિકનું એક અંગ છે. મનુષ્યમાં માનની, નારકીમાં ક્રોધની, પશુમાં માયાની અને દેવોમાં લોભની મુખ્યતા હોય છે, એમ સામાન્યપણે જાણો.
સતતપણે મહાપુરુષોની સેવામાં જાગ્રતપણે રહેવું એ વિનયગુણની પ્રાપ્તિનો મુખ્ય ઉપાય છે.” - આ જ્ઞાનીઓનું અનુભવવચન છે. વ્યવહાર અને નિશ્ચય વચ્ચે કારણ-કાર્ય, નિમિત્ત-નૈમિત્તિક અને સમવાય સંબંધ ગણી શકાય છે. આ ગહન વિષય સુપાત્ર જિજ્ઞાસુને સદ્ગુરુના બોધ અને સમાગમથી ક્રમે ક્રમે સમજાય
છે.
ભગવાનને, ગુરુને અને ધર્મને જેવા છે તેવા જાણવા, ઓળખવા, શ્રદ્ધા અને ગુરુગમ દ્વારા તેમની સાચી શ્રદ્ધા
કરવી તેને વ્યવહાર-સમક્તિ કહેવાય છે. • તત્ત્વદૃષ્ટિએ જોતાં જગતના લોકો મૂર્ખ છે; કારણ કે જ્યાં
સુખ નથી ત્યાં લોકો સુખ શોધે છે !!. • ભેદની અપેક્ષાએ કથન કરીએ તો –
૩-૦૯
Page #171
--------------------------------------------------------------------------
________________
–
લઇન
{ જીવત-વિજ્ઞાન પાપ કાર્યોમાં શ્રદ્ધા કરીએ છીએ તે દર્શનગુણનો અશુભ પર્યાય છે. પાપ કાર્યોનું સ્મરણ કરીએ છીએ તે જ્ઞાનગુણનો અશુભ
પર્યાય છે. - પાપ કાર્યોમાં પ્રવૃત્તિ (તન્મયતા) કરીએ છીએ તે
ચારિત્રગુણનો અશુભ પર્યાય છે. જ્ઞાનીઓએ અધ્યાત્મશાસ્ત્રોમાં શરીર ગ્રહણને જ સંસાર કહ્યો છે; કારણ કે દેહ મૃત્યુ સુધી આત્માની સાથે એકક્ષેત્રાવગાહ સંબંધ રહે છે. પરમાર્થથી દેહમમત્વ એ જ મુખ્ય સંસાર છે. જેને ભોગ રુચે તે નિયમથી મિથ્યાદષ્ટિ હોય છે. આપણી જાતિ સ્ત્રી કે પુરુષની નથી; તે તો શરીરની જાતિ છે. આપણી જાતિ મનુષ્યની નથી; તે તો શરીરની જાતિ છે - એમ નિશ્ચયનયથી જાણીએ અને માનીએ તો તેવા અભ્યાસથી દેહાત્મબુદ્ધિ ઘટે છે. નિમિત્તથી કાર્ય થતું નથી અને નિમિત્ત વગર પણ કાર્ય થતું નથી, એમ સ્યાદ્વાદથી ભગવાને તત્ત્વનું નિરૂપણ કર્યું છે. આ વાત સુપાત્ર જીવને, ગુરુગમથી, ક્રમે ક્રમે સમજાય છે.
જ્યાં એકનો જ હઠાગ્રહ છે ત્યાં કાર્યસિદ્ધિ થતી નથી. યથા –
ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત.”
(શ્રીઆત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા ૧૩૬)
Page #172
--------------------------------------------------------------------------
________________
જીવન-વિજ્ઞાત
♦ દ્રવ્યાર્થિકનય આત્માના અભેદ સ્વરૂપનું જ્ઞાન કરાવે છે અને પર્યાયાર્થિકનય આત્માના ભેદ-પ્રભેદોનું જ્ઞાન કરાવે છે. મોહનીય કર્મ બે કામ કરે છે :
૧. ઊંધી માન્યતા કરાવે છે, જેને દર્શનમોહનીય કહે છે. ૨. ઊંધું આચરણ કરાવે છે, જેને ચારિત્રમોહનીય કહે છે. આપણે બધા (આત્માઓ), એક નિત્ય-શાશ્વત, જાણનાર તત્ત્વ છીએ. કાળ આપણને મારી શકતો નથી. આયુષ્ય પૂરું થતાં આપણે એક શરીર છોડી બીજા શરીરમાં જવું પડે છે; જેને લોકો મરણ કહે છે.
ભગવાન મહાવીરે કાયાને કચડવાનું નથી કહ્યું, પણ કાયાને કેળવવાનું કહ્યું છે.
બહુ આરંભ અને બહુ પરિગ્રહ એ નર્કમાં જવાનો માર્ગ છે. (શ્રી તત્ત્વાર્થસૂત્ર)
કામી, ક્રોધી, લાલચી, ઈનસે ભક્તિ ન હોય; ભક્તિ કરે કોઈ સૂરમા, જાતિ વરણ કુલ ખોય.
(મહાત્મા કબીરદાસજી) ધર્માં જીવો પ્રત્યે સાચો અને સહજ પ્રેમ ન પ્રગટે તો સમ્યગ્દર્શન કેવી રીતે પ્રગટે? માટે જ કહ્યું છે : ‘ન ધર્મો ધાર્મિક વિના ।' (શ્રી રત્નકદંડ શ્રાવકાચાર, ગાથા - ૨૬) [ધાર્મિક મનુષ્યો વિના ધર્મ બીજે ક્યાંય રહેતો નથી.] ભગવાન મહાવીરે ધર્મ પામવા માટે નીચેની વસ્તુઓનો યોગ
-J-૮૧.
Page #173
--------------------------------------------------------------------------
________________
{ જીવત-વિજ્ઞાન કે મળવો ઘણો દુર્લભ કહ્યો છે : (૧) મનુષ્યપણું, (૨) સન્દુરુષનાં વચનોનું શ્રવણ, (૩) તે વચનોની પ્રતીતિ અને (૪) શ્રદ્ધા થઈ તે પ્રમાણે આચરણ કરવું. ભગવાનની વાણી માટે પાંચ - પાંચ વિશેષણોનો નીચેના મહાપુરુષોએ પ્રયોગ કરેલો છે; જે એક યોગાનુયોગ છે : ૧. શ્રીકુંદકુંદાચાર્ય : દર્શનપાહુડ - ગાથા ૧૭ ૨. શ્રી શુભચન્દ્રાચાર્ય : જ્ઞાનાર્ણવ - શ્લોક ૫ ૩. શ્રીમદ્ રાજચંદ્ર : મોક્ષમાળા - પાઠ ૧૦૮ શ્રીકુંદકુંદાચાર્ય ભાવપાહુડમાં આત્માનું નિત્યત્વ પ્રસ્થાપિત કરતાં ૧૮મી ગાથામાં કહે છે : “હે જીવ! અનંત જન્મો ધારણ કરી ભિન્ન-ભિન્ન માતાઓનાં સ્તનોનું એટલું પય તેં પીધું છે અને તું ગર્ભની બહાર નીકળ્યા પછી મૃત્યુ પામ્યો ત્યારે ભિન્નભિન્ન જન્મોની અનેક માતાઓએ એટલું રુદન કર્યું છે કે તેમનાં આંસુઓને એકઠાં કરાય તો સમુદ્રના જળથી પણ અધિક થાય.”
અધ્યાત્મ
• નિશ્ચયનય સ્વ-આશ્રિત હોય છે અને વ્યવહારનય પર-આશ્રિત
છે, એમ સામાન્યપણે કહી શકાય. વ્રતો અને પ્રતિમાઓ : અણુવ્રત = નાનું વ્રત - સુશ્રાવકને હોય છે. મહાવ્રત = મહાન વ્રત - સાચા મુનિજનોને હોય છે.
. .- ૮૨ .
Page #174
--------------------------------------------------------------------------
________________
ન જીવત-વિજ્ઞાન ) • શ્રાવકની પ્રતિમાઓ
જૈનદર્શનની સાધનાપદ્ધતિમાં, સમ્યગ્ગદર્શન પ્રાપ્ત કરીને અને અણુવ્રતોમાં સ્થિર થઈને, મુનિપદના અભ્યાસ માટે જે નૈષ્ઠિક શ્રાવકની ચર્ચાને ગ્રહણ કરે છે તેની ઉત્તરોત્તર ચઢિયાતી ૧૧ શ્રેણિઓ છે, જેને પ્રતિમા કહેવામાં આવે છે.
આવા શ્રાવકની ૧૧ પ્રતિમાઓમાં : ૧ થી ૬, તે જઘન્ય શ્રાવકની કહેવાય છે; ૭ થી ૯, તે મધ્યમ શ્રાવકની કહેવાય છે; તથા ૧૦ અને ૧૧ તે ઉત્તમ શ્રાવકની કહેવાય છે. • વર્તમાનમાં આપણો આત્મા સર્વથા શુદ્ધ નથી; પણ પરમાર્થ
દૃષ્ટિએ જોતાં, તે શુદ્ધ છે. અનેકાન્તવાદ, સ્યાદ્વાદ, સાપેક્ષવાદ એ બધા એકાર્યવાચક શબ્દો છે. શુદ્ધભાવ એ શબ્દ ચરણાનુયોગમાં અને શુદ્ધ-ઉપયોગ એ શબ્દ ઘણું ખરું દ્રવ્યાનુયોગમાં વધારે વપરાય છે. આમ તો બન્ને એકાર્યવાચક ગણી શકાય, પરંતુ તરતમતાનો ભેદ મુખ્ય છે. સર્વસંગપરિત્યાગી શુદ્ધોપયોગી મુનિરાજ જ ખરેખર સર્વ પ્રકારનાં સ્થળ અને સૂક્ષ્મ પાપોથી રહિત હોય છે. જેમ ગરમ પાણીથી અગ્નિનો સંયોગ દૂર કરવામાં આવે તો ધીરે ધીરે તે શીતળ થઈ જાય છે. તેમાં બરફ નાખવો પડતો નથી; કારણ કે પાણીનો સ્વભાવ શીતળતા છે. તેમ અજ્ઞાનાદિ વિભાવરૂપી અગ્નિને દૂર કરવાથી, આત્માનો શુદ્ધ-શાશ્વતજ્ઞાનાનંદરૂપ સ્વભાવ આવિર્ભાવ પામે છે અને સાધકના જીવનમાં શાંતિ અને પ્રસન્નતાની લહેર વ્યાપી જાય છે.
|
- ૮૩
Page #175
--------------------------------------------------------------------------
________________
{ જીવન-વિજ્ઞાન પરમાર્થથી જોતાં દરેક દ્રવ્ય પોતાની પરિણતિ સ્વતંત્રપણે કરે છે; માટે નિશ્ચયનયથી આત્મા પણ પોતાની પરિણતિ પોતે જ કરે છે. તેથી પાંચ સમવાય કારણોમાં માત્ર પુરુષાર્થ જ જીવના હાથમાં છે; કારણ કે તે પુરુષાર્થરૂપ ભાવ તેના પોતાના જ દ્રવ્યની (આત્માની) પરિણતિ છે. તપ બે પ્રકારનાં છે : (૧) બાહ્ય અને (૨) અંતરંગ. શારીરિક ક્રિયાનું જેમાં પ્રાધાન્ય હોય તેને બાહ્ય તપ કહેવાય છે અને અંતરંગ ક્રિયાનું જેમાં પ્રાધાન્ય હોય તેને અંતરંગ તપ કહેવાય છે. પહેલા પ્રકારના તપને લોકો પણ જોઈ શકે છે; જ્યારે બીજા પ્રકારના તપને મુખ્યત્વે પોતે જ જાણે છે. બાહ્ય તપ બે પ્રકારે મદદ કરે છે : (૧) તે પોતે જ નિર્જરા’નું કારણ છે અને (૨) અંતરંગ તપમાં તે મદદ કરે છે. અધ્યાત્મ-પરિભાષામાં વ્યવહારનયને પર્યાયાર્થિકનય અને નિશ્ચયનયને દ્રવ્યાર્થિકનય કહે છે. તત્ત્વનું નિરૂપણ કરનારાં શાસ્ત્રો દ્રવ્યાનુયોગમાં સમાય છે. બધા અનુયોગોમાં દ્રવ્યાનુયોગ સૂક્ષ્મ છે અને તેમાં પણ સાચું અધ્યાત્મ તો અતિ સૂક્ષ્મ છે. સુપાત્ર જીવને, ગુરુગમથી, તેનાં ગહન રહસ્યો ક્રમે ક્રમે એકનિષ્ઠ અભ્યાસ દ્વારા સમજાય છે. ચરણ : તેના મુખ્ય ચાર અર્થ કરી શકાય. (i) ચરણ = ચારિત્ર (ii) ચરણ = પાદ, પગ (i) ચરણ = પદ (વાક્યનો કે છંદનો એક ભાગ) (iv) ચરણ = ગુરુની આજ્ઞા.
|
J- ૮૪
Page #176
--------------------------------------------------------------------------
________________
{ જીવત-વિજ્ઞાન સદ્ગુરુ પાસેથી આત્માનું સ્વરૂપ જાણો. દરેક પદાર્થ તેના લક્ષણ દ્વારા ઓળખી શકાય છે. આત્માનું મુખ્ય લક્ષણ જ્ઞાન છે અને તેથી તે જ્ઞાન દ્વારા ઓળખાય છે. અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ એ ત્રણેય દોષોથી રહિત એવું આત્માનું અસાધારણ લક્ષણ એ જ્ઞાન છે. જે આત્મજ્ઞાનાદિને પામ્યો નથી તેને હજી પરમાર્થથી અનેકાન્ત પારમેશ્વરી વિદ્યાનું સાચું ફળ મળ્યું નથી. આત્માની મુખ્ય ૪૭ શક્તિઓનું વર્ણન શ્રી સમયસાર - ટીકાના પરિશિષ્ટમાં બતાવેલ છે. (શ્રી અમૃતચંદ્રાચાર્યની ટીકા - આત્મખ્યાતિમાં) શ્રીકાર્તિકેયાનુપ્રેક્ષા(ગાથા ૪૭૮)માં ચાર પ્રકારે ધર્મનું સ્વરૂપ કહ્યું છે : ૧. વસ્તુનો સ્વભાવ પ્રગટે તેનું નામ ધર્મ ૨. ક્ષમા, વિનય, સંતોષ આદિ દસ ગુણો પ્રગટે તે ધર્મ. ૩. સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચું ચારિત્ર - એ રૂપ
રત્નત્રય પ્રગટે તે ધર્મ. ૪. સર્વ જીવો પ્રત્યે દયાનો ભાવ હોય તે ધર્મ. યથા - धर्मः वस्तु स्वभावः क्षमादिभावः च दशविधः धर्मः। रत्नत्रयं च धर्मः जीवानां रक्षणो धर्मः॥ નિ:શલ્યો વતી’ એટલે સાચા વ્રતીના જીવનમાં ખોટી માન્યતા, માયાચાર અને નિયાણું, આ ત્રણ હોતાં નથી. (શ્રી તત્ત્વાર્થસૂત્ર-૭/૧૮)
!- ૮૫ |
Page #177
--------------------------------------------------------------------------
________________
જીવત-વિજ્ઞાન
‘એવ’ શબ્દનો પ્રયોગ શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૭૦૦થી વધુ વખત કરેલો છે, એવી ગણતરી એક પ્રસિદ્ધ વિદ્વાને કરી છે.
શ્રી આત્મસિદ્ધિમાં ૧૫ વખત ‘વિચાર' શબ્દ વપરાયો છે.
• દાભિમાને નિતે વિજ્ઞાતે પરમાત્મનિા
यत्र यत्र मनो याति तत्र तत्र समाधयः ॥ (મહાન અદ્વૈતાચાર્ય શ્રીમદ્ શંકરાચાર્યજી) ♦ “સર્વક્ષેત્રમાં રહીએ તોપણ આત્મભાન નવ વિસરીએ.” (મુનિશ્રી સંતબાલજી) બોધિ, સમાધિ, પરિણામશુદ્ધિ, સ્વાત્મોપલબ્ધિ, શિવસૌખ્યસિદ્ધિ આ પાંચ માટે આચાર્ય શ્રી અમિતગતિએ પ્રભુને પ્રાર્થના કરેલી છે. (શ્રી સામાયિક પાઠ-ગાથા નં. ૧૧)
રત્નત્રયની આરાધનાથી પોતાના સ્વરૂપની પ્રભાવના એ સમ્યગ્દષ્ટિનું નિશ્ચય પ્રભાવના અંગ છે અને જગતના લોકોની ચિત્તવૃત્તિ ધર્મમાં વાળવા માટે દાન, શીલ, તપ, વિદ્યા, અતિશય આદિમાં પ્રવર્તવું એ વ્યવહાર પ્રભાવના અંગ છે. (શ્રી પુરુષાર્થસિદ્ધિ-ઉપાયના આધારે)
‘ધર્મ: વસ્તુસ્વભાવઃ ।'
અગ્નિનો ધર્મ એ ગ૨મી છે, ચંદ્રનો ધર્મ એ શીતળતા છે, તેમ આત્માનો ધર્મ (સ્વભાવ) એ શાશ્વત આનંદ, પૂર્ણ જ્ઞાન આદિ અનેક ગુણોવાળો છે.
જીવ જુદા છે અને પુદ્ગલ (જડ) જુદા છે
J-૦૬
—
એ જ સર્વ
Page #178
--------------------------------------------------------------------------
________________
(જીવન-વિજ્ઞાન ) શાસ્ત્રોનો સાર છે. આ સત્ય સમજાવવા માટે જ અનેક પ્રકારે શાસ્ત્રોમાં વિસ્તારથી કથન કરેલ છે. (શ્રી ઈબ્દોપદેશ -
ગાથા ૫૦) - સિદ્ધાંત નિશ્ચય સાધના એકરૂપ છે, તેમાં ફેરફાર નથી. પ્રાણ : પ્રાણોને ધારણ કરે તેને પ્રાણી કહે છે. મનુષ્ય અને મોટા પ્રાણીઓના દસ પ્રાણ આ પ્રમાણે છે : ૫ ઇન્દ્રિયો ૩ બળ : મન, વચન અને શરીર ૧ આયુષ્ય ૧ શ્વાસોચ્છવાસ દ્રવ્યપ્રાણ ધારણ કરવાની ક્રિયાને જન્મ કહે છે અને તે છોડવાની ક્રિયાને મરણ કહે છે. ' સમયનું માપ - શાસ્ત્રોકત અને અર્વાચીન અસંખ્યાત સમય = ૧ આવલિ અને અસંખ્યાત આવલિ = ૧ સેકન્ડ.
જ્યાં આત્મપ્રદેશો સિવાય કાંઈ છે જ નહીં અને અનંત જ્ઞાનઆનંદ આદિ અનંત ચતુષ્ટયનો ભોગવટો છે તે સિદ્ધપદ
કહેવાય છે. • વીતરાગદર્શન મુજબ માનવજીવનમાં સમ્યગુદર્શન પ્રાપ્ત
થવાની યોગ્યતા ૮ વર્ષની ઉંમર પછી પ્રગટે છે. • ગારવના ત્રણ પ્રકાર છે : શાતા, રસ અને ઋદ્ધિ
- 4 - ૮૦
Page #179
--------------------------------------------------------------------------
________________
જીવત-વિજ્ઞાત
માનવભવમાં જ કર્મોને સંપૂર્ણપણે ખપાવી શકાય છે. નોકષાયના નવ પ્રકાર છે : હાસ્ય, રતિ, અતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ.
હાસ્ય, રતિ અને વેદ આ ત્રણ રાગભાવના પેટાવિભાગ તરીકે અને બાકીનાં દ્વેષભાવના પેટાવિભાગ તરીકે ગણી શકાય. સંસારી જીવોના બે ભેદ શાસ્ત્રમાં કહ્યા છે : સ્થાવર અને ત્રસ. ♦ પૃથ્વીકાય, અપકાય, વાયુકાય, તેજકાય અને વનસ્પતિકાય એ સ્થાવર કહેવાય છે; જ્યારે સ્વતંત્રપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે તે ત્રસ કહેવાય છે.
ઇન્દ્રિયોની અપેક્ષાએ જીવોના પાંચ ભેદો છે : એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધી.
ઔદારિક શરીર ઃ મનુષ્યનું અને પ્રાણીઓનું સ્થૂળ શરીર ઔદારિક કહેવાય છે. તે સાત ધાતુનું બનેલું હોય છે. ♦ વૈક્રિયિક શરીર ઃ વિ-ક્રિયા કરવાવાળું; એટલે કે નાનાંમોટાં રૂપોને ધારણ કરી શકે છે, તેથી તેને વૈક્રિયિક શરીર કહેવાય છે. આવું શરીર સામાન્યપણે નારકી અને દેવો બન્નેને હોય છે.
♦ તૈજસ શરીર ઃ જેનાથી શરીર કાંતિમય ભાસે છે અને જેનાથી ભોજનનું પાચન થાય છે તે તૈજસ વર્ગણાથી બનેલું તૈજસ શરીર છે.
કાર્યણ શરીર : આપણા બાંધેલા દ્રવ્ય કર્મોનું બનેલું છે, ભવાંતરમાં પણ તે સાથે જ આવે છે.
=J-૮૮ -
Page #180
--------------------------------------------------------------------------
________________
(જીવન-વિજ્ઞાત તૈજસ અને કાર્મણ શરીરોને ગમે તે ઉત્પત્તિસ્થાને જતાં પ્રતિબંધ થતો નથી. જીવને આ શરીરો અનાદિકાળથી લાગેલાં છે.
જ્યાં જ્ઞાન અને આનંદ પ્રગટ્યો નથી ત્યાં હજુ નિશ્ચય મોક્ષમાર્ગની સિદ્ધિ થઈ નથી, એમ જાણવું.
જ્યાં સુધી આત્મજ્ઞાનાદિ ન પ્રગટે ત્યાં સુધી અજ્ઞાન તથા કામક્રોધાદિ ભાવો ચિત્તમાં ક્ષણે ક્ષણે નવા નવા ઊપજ્યા જ કરે છે. સામાન્ય સાધકને તેનો ખ્યાલ પણ આવી શકતો નથી. આમ, સંતતિની અપેક્ષાએ આવા ભાવો જીવ સાથે અનાદિકાળથી સંબંધિત છે. જ્ઞાનીને પ્રગટ થયેલી શુદ્ધતાની બે શ્રેણિઓ છે : એક લધ્યાત્મક, જે કાયમ રહે છે; અને બીજી ઉપયોગાત્મક, જે માત્ર સ્વાનુભવકાળ દરમિયાન જ હોય છે. ખોટી માન્યતાના (મિથ્યાત્વના) પાંચ પ્રકારો શાસ્ત્રમાં કહ્યા છે : ૧. વિપરીત મિથ્યાત્વ : જેવું નથી તેવું માનવું.
એકાંત મિથ્યાત્વ : વસ્તુને એક જ પડખેથી સમજવી. વિનય મિથ્યાત્વ : બધા ધર્મોને અને ગુરુઓને એકસરખા મહાન માનવા તે. સંશય મિથ્યાત્વ : ગુરુ કે ભગવાનની વાણીમાં સંશય
કરવો તે. ૫. અજ્ઞાન મિથ્યાત્વ : કંઈ જ સાચી વસ્તુને ન જાણનારૂપ
મૂઢ ભાવ.
Page #181
--------------------------------------------------------------------------
________________
(જીવન-વિજ્ઞાન ત્રણે લોકમાં ઇન્દ્રોની સંખ્યા ૧૦૦ અથવા મતાંતરે ૬૪ માનવામાં આવી છે. આ વિશ્વમાં અનેક વસ્તુઓ છે, તેમાં સૌથી શ્રેષ્ઠ વસ્તુ ભગવાને જે પૂર્ણપણે પ્રગટ કરી લે છે. તેને જીવ' અથવા “આત્મા' પણ કહે છે. તેમનો આત્મા પૂર્ણ શુદ્ધ થયો અને તેઓ આત્મામાંથી પરમાત્મા (ભગવાન) થયા. સિદ્ધ ભગવાનો જ્યાં રહે છે તેને સિદ્ધશિલા અથવા સિદ્ધલોક
કહેવામાં આવે છે. • જીવ પોતાના શરીર પ્રમાણે આકાર ધારણ કરે છે, કારણ
કે તેનામાં અગુરુલઘુ નામનો ગુણ છે; જે તેને સંકોચવિસ્તારની શક્તિ પ્રદાન કરે છે. કીડીના શરીરમાં તે કીડીના આકારનો અને હાથીના શરીરમાં તે હાથીના આકારનો બની
શકે છે. - જ્ઞાન છે તે ત્રણ કાળનું થઈ શકે છે જ્યારે અનુભવ માત્ર
વર્તમાનનો જ થઈ શકે છે. જ્ઞાન “સ્વ” અને “પર” બંનેનું થઈ શકે છે; જ્યારે અનુભવ
સ્વ”નો જ થઈ શકે છે. જીવની બે અવસ્થાઓ છે : એક સ્વાભાવિક અને બીજી વૈભાવિક (વિભાવવાળી). પહેલી અવસ્થાને મુક્ત અવસ્થા અને બીજીને સંસાર-અવસ્થા કહે છે. આત્મા દ્રવ્ય, ગુણો અને પર્યાયનો બનેલો છે; તે ત્રણેયનો એકરૂપ સમૂહ છે, એમ જૈનદર્શનની માન્યતા છે.
૫ - ૯૦
Page #182
--------------------------------------------------------------------------
________________
ન જીવત-વિજ્ઞાત) ત્રિપદીનું સામાન્ય સ્વરૂપ : દ્રવ્ય – અભેદ અખંડ છે. ગુણ – અનંત છે; દરેક ગુણ ભિન્નભિન્ન કાર્ય કરે છે. પર્યાય – ક્ષણિક છે; નિરંતર બદલાયા કરે છે. કારણ-કાર્ય સંબંધને તાદાભ્ય સંબંધ કહેવાય છે, તે માત્ર એક દ્રવ્યમાં જ હોય છે, એમ નિશ્ચયનયથી જાણો. કોઈ પણ નય હોય, તે એક દૃષ્ટિકોણથી પદાર્થનું જ્ઞાન કરાવે
છે; માટે તે આંશિક જ્ઞાનરૂપ છે. • કોઈ પણ વિકારમાં એવી શક્તિ નથી કે તે આત્માના
સ્વભાવનો સંપૂર્ણ નાશ કરી શકે કે બદલી નાખે. આત્મા અને શરીરનો એકક્ષેત્રાવગાહ સંબંધ દૂધ અને પાણી જેવો ગણી શકાય. પરમશુદ્ધનિશ્ચયનયથી સર્વ જીવ સિદ્ધ છે, ત્યાં બંધ મોક્ષની વ્યવસ્થા નથી. આપણા જીવનમાં દરેક સમયે બે ક્રિયાઓ થતી હોય છે : યોગની તથા ઉપયોગની. ઉપયોગ શુદ્ધ અથવા અશુદ્ધ હોઈ શકે છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ૧. જેની સહાય વડે કાર્ય થાય તેનું નામ નિમિત્ત. જેમાં
કાર્ય થાય તેનું નામ નૈમિત્તિક (ઉપાદાન).
J૯૧
Page #183
--------------------------------------------------------------------------
________________
ન જીવત-વિજ્ઞાન ) ૨. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બે દ્રવ્યો વચ્ચે જ અથવા બેથી
વધુ દ્રવ્યો વચ્ચે જ હોય છે. એક જ દ્રવ્યમાં ન હોઈ શકે. ૩. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બે પ્રકારનો હોય છે : ૧. સ્થળ : બાહ્ય નિમિત્ત-નૈમિતિક સંબંધ - જેમ કે
કુંભારે ઘડો બનાવ્યો. ૨. સૂમ: અંતરંગ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ - આ
સંબંધ કથંચિત્ અવિનાભાવિપણે હોય છે; અર્થાત્ કર્મોદય ન હોય તો વિકાર થઈ
શકે નહીં જેમકે સિદ્ધોમાં. વિશ્વના જીવો ત્રણ પ્રકારે છે : - ૧. બહિરાત્મા : અજ્ઞાની, દેહાત્મબુદ્ધિવાળો, મૂઢ,
મિથ્યાષ્ટિવાળો, આત્મભ્રાંતિવાળો. ૨. અંતરાત્મા : જ્ઞાની-સાધક (૧) જઘન્ય, (૨) મધ્યમ,
(૩) ઉત્કૃષ્ટ. ૩. પરમાત્મા : સર્વજ્ઞ-સર્વદર્શી, ૧૮ દોષોથી રહિત.
(૧) સકલ - દેહધારી અરિહંત, તીર્થંકર
(૨) વિકલ - સિદ્ધ, અશરીરી શાસ્ત્રમાં શુદ્ધોપયોગને અમૃત સમાન, શુભોપયોગને દૂધ સમાન અને અશુભોપયોગને વિષ સમાન કહ્યાં છે.
Page #184
--------------------------------------------------------------------------
________________
{ જીવત-વિજ્ઞાન ) જૈન દર્શનમાં યોગ અને ઉપયોગ યોગ : વાયવર્ટ્સન: કર્મ યોr: - (શ્રી તત્ત્વાર્થસૂત્ર અધ્યાય - ૬/૧) આત્મ પ્રદેશોના પરિસ્પંદનથી થતી શરીર-વાણીમનની પ્રવૃત્તિ. આ યોગો આપણી સાથે એકક્ષેત્રાવગાહ સંબંધવાળા છે; પણ તે બધાય સ્વભાવે જોતાં જડ છે, તેથી “પર” છે, એમ નિશ્ચયથી
જાણી તેમનું અહ-મમત્વ ત્યાગવું. ઉપયોગ : ૩પયોગ સૂક્ષણમ્ (શ્રી તત્ત્વાર્થસૂત્ર - ૨/૮) ઉપયોગ એટલે ૧. વિચારધારા
૨. જ્ઞાન-દર્શનગુણની મુખ્યતાથી આત્માનો
પર્યાય. ૩. યોગની નજીક હોય છે, એટલે કે
જ્ઞાનસ્વરૂપી આપણા આત્માની અવસ્થા ઉપયોગની વિભિન્ન અવસ્થાઓ : અશુભ ઉપયોગ = પાપ લાવે તેવા વિચારો શુભ ઉપયોગ = પુણ્ય લાવે તેવા વિચારો શુદ્ધ ઉપયોગ = સવિકલ્પક | ભાવનાત્મક
નિર્વિકલ્પ | અનુભવાત્મક ૭ વ્યસનોનો ત્યાગ, ૮ મૂળગુણોનું પાલન તથા ૫ અણુવ્રત, ૩ દિવ્રત, ૪ શિક્ષાવ્રત – એમ ૧૨ પ્રકારનાં વ્રતોને રૂડી
J-૯૩
Page #185
--------------------------------------------------------------------------
________________
(જીવન-વિજ્ઞાન ) રીતે ગ્રહણ કરે ત્યારે પહેલી પ્રતિમામાં સાચો શ્રાવક આવે છે. ત્યારબાદ ક્રમશઃ ૧૦ પ્રતિમાઓ એટલે કે કુલ ૧૧ પ્રતિમાઓ, ક્રમશઃ જ્યારે સદ્ગુરુ સમીપે ધારણ કરવામાં આવે છે અને તેમનો અભ્યાસ પાકો થાય છે ત્યારે સાચી ભાવલિંગી મુનિદીક્ષા લેવાની પારમાર્થિક ક્ષમતા પ્રગટે છે. નિશ્ચયનયથી વિચારીએ તો, મોક્ષની ઇચ્છા તે પણ સાક્ષાત્ મોક્ષમાર્ગમાં બાધક છે. મોહી મુનિ કરતાં નિર્મોહી ગૃહસ્થ શ્રેષ્ઠ છે. (શ્રીરત્નકરંડ શ્રાવકાચાર - ગાથા ૩૩) સ્વાધ્યાય દરમિયાન માત્ર શબ્દોમાં રોકાઈ જવું નહીં, પણ તેનો સાચો ભાવ સમજવો, કારણ કે :
शब्दजालं महारण्य, चित्तभ्रमणकारणम्। જીવની ઉત્પત્તિના ત્રણ પ્રકાર જૈન શાસ્ત્રોમાં કહ્યા છે : (૧) સંમૂર્ણિમ, (૨) ગર્ભજ અને (૩) ઉપપાત. જેના જન્મમાં સ્ત્રી-પુરુષની સંસારી ક્રિયા કારણ બને તેનું નામ ગર્ભજ છે; જેમાં આ ક્રિયા ન હોય તેને સંમૂર્ણિમ કહેવાય છે; જેને ઉત્પન્ન થવાનું સ્થાન નિયત હોય તેને ઉપપાત કહેવાય છે (દા.ત., દેવો, નારકી). દેવો શય્યામાં અને નારકીઓ બિલમાં ઉત્પન્ન થાય છે. સૌથી મોટો અવગુણ કૃતજ્ઞતા છે. ઉપકારીના ઉપકારને
J-૯૪
Page #186
--------------------------------------------------------------------------
________________
–| જીવત-વિજ્ઞાન - ઓળવે તેને કોઈ દિવસ સાચો ધર્મ પરિણમે નહીં. તેથી જ
મેરી ભાવના'માં કહ્યું છે કે : હોઉં નહીં કતબ કભી મેં, દ્રોહ ન મેરે ઉર આવે; ગુણગ્રહણ કા ભાવ રહે નિત, દૃષ્ટિ ન દોષો પર જાવે.” તત્ત્વાર્થશ્રદ્ધાન, આગમજ્ઞાન, આત્મજ્ઞાન અને સંયમ - આ ચારના યુગપતુપણાથી મોક્ષ પ્રગટે છે; પરંતુ તેમાં આત્મજ્ઞાનને સાધકતમ કહ્યું છે. શ્રી પ્રવચનસાર – ૨૩૮ | તાત્પર્યવૃત્તિ ટીકા) પંચાધ્યાયી નામના ગ્રંથમાં કહ્યું છે કે સમ્યગૃદૃષ્ટિ જીવને લધ્યાત્મક અનુભૂતિ નિરંતર રહે છે અને તેથી ગુણશ્રેણિ નિર્જરા પણ થતી જ રહે છે (અનંતાનુબંધી-ચતુષ્કનો અભાવ થવાને લીધે).
J- ૯૫
Page #187
--------------------------------------------------------------------------
________________
જીવત-વિજ્ઞાન
શ્રીમદ્ રાજચંદ્ર આધારિત બોધ
દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધબીજની પ્રાપ્તિ હોય છે; અને એ બોધબીજ તે પ્રાયે નિશ્ચય સમ્યકત્વ હોય છે.
(શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક - ૩૩૦)
જે મનુષ્ય સપુરુષોનાં ચરિત્ર રહસ્યને પામે છે તે મનુષ્ય પરમેશ્વર થાય છે. (મોક્ષમાળા - પાઠ ૧૦૧)
મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે; એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની, એમ શ્રી જિને કહ્યું છે.
(શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક - પ૫૧) જેમ કમળ એક છે, પણ તેની પાંખડીઓ અનેક છે તેમ એક અખંડ-અભેદ આત્મા અનુભવમાં આવતાં તેના સર્વ ગુણોના અંશો એક-સાથે પ્રગટે છે. તેથી જ કહ્યું છે કે,
સર્વગુણાંશ તે સમ્યકત્વ.' (શ્રીમદ્ રાજચંદ્રજી પત્રાંક-૯૫)
આપણી બુદ્ધિ quantitatively તો ઠીક છે, પણ qualitatively બરાબર નથી; અર્થાત્ કલંકિત છે, ઘણી જ નિમ્નસ્તરવાળી – વિકારોથી ખરડાયેલી છે. આ કારણથી અનેક બાહ્ય ઉપચારો/સાધનો કરવા છતાં પણ આપણો આત્મવિકાસ નહીંવત્ જ છે. યથા –
-
-
4-૯૬
Page #188
--------------------------------------------------------------------------
________________
—-જીવન-વિજ્ઞાન - વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને યોગ અયોગ.”
(શ્રીમદ્ રાજચંદ્ર – અંતિમ સંદેશ) જ્ઞાનની વ્યાખ્યા : (શ્રીમદ્ રાજચંદ્ર – શ્રી ઉપદેશ છાયા – મુદા ૧૨ ના આધારે) જ્ઞાન તો તે કે જેનાથી – ૧. વૃત્તિ બાહ્યમાં જતી રોકાય; ૨. સંસાર પરથી ખરેખર પ્રીતિ ઘટે; ૩. સાચાને સાચું જાણે; અને ૪. જેનાથી આત્મામાં ગુણ પ્રગટે તે જ્ઞાન. કોઈ પણ ઓરડો 100 વર્ષથી બંધ હોય પણ જ્યારે તેને ખોલીને દીવો કરવામાં આવે ત્યારે પ્રકાશ થતાં બીજાં ૫૦ વર્ષ લાગતો નથી, પણ જેવો તે દીવો થાય તે જ સમયે અંધકારને નાશ થઈ પ્રકાશ થાય છે; તેમ જ્યારે પણ જીવમાં યથાર્થ જ્ઞાન પ્રગટે છે ત્યારે અજ્ઞાનનો તે જ ક્ષણે નાશ થાય છે. યથા – “કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય.”
(શ્રીઆત્મસિદ્ધિ, ગાથા - ૧૧૪) દર્શનમોહનીયને તોડવાના (આત્મજ્ઞાનપ્રાપ્તિના) ત્રણ ઉપાયો છે :
J - ૯૦ .
Page #189
--------------------------------------------------------------------------
________________
જીવત-વિજ્ઞાન
૧. નિરંતર સત્સંગની ઉપાસના ૨. સ્વાધ્યાયરૂપી તપની સાધના ૩. ગુણજિજ્ઞાસા, અર્થાત્ નવા નવા સગુણો પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ
(શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક ૮૬૦) • જિજ્ઞાસાબળ, વૈરાગ્યબળ, વિચારબળ, જ્ઞાનબળ અને ધ્યાનબળ
વધારવા માટે સાચી જિજ્ઞાસાવૃત્તિ સહિત, પુરુષનો સમાગમ વિશેષપણે ઉપાસવા યોગ્ય છે. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે.
(શ્રીમદ્ રાજચંદ્ર – પત્રાંક પ૬૯) જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે.
(શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક - પ૬૯)
J-૯૮
Page #190
--------------------------------------------------------------------------
________________
જીવત-વિજ્ઞાત
કર્મ સિદ્ધાંત
વીતરાગદર્શનમાં કર્મસિદ્ધાંતનું વિશદ, વૈજ્ઞાનિક અને અતિ સૂક્ષ્મ વર્ણન કર્યું છે; જેમાંના થોડાનું અવલોકન કરીએ :
આત્મા શુભ કે અશુભ ભાવ કરે તે વખતે આત્મા તરફ આવતા પુદ્ગલોને કાર્મણ વર્ગણા કહે છે; જે બંધાયા પછીથી કર્મ કહેવાય છે.
આત્મા અને કાર્યણ વર્ગણાનો કર્મરૂપ સંયોગ થાય તેને કર્મબંધન કહે છે.
સંસારી જીવ જે જે પદાર્થો સાથે બંધાયેલો છે તેમના મુખ્ય ચાર વિભાગો શ્રી સમયસાર (ગાથા ૧૯ થી ૨૩)માં કહ્યાં છે :
૧. અબદ્ધ નોકર્મ : બાહ્ય પરિગ્રહ, જે આત્મા કે શરીર સાથે ચોંટીને બંધાયેલું નથી.
૨. બદ્ધ નોકર્મ : આત્મા સાથે ચોંટેલું છે (એકક્ષેત્રાવગાહ) (દા.ત., શરીર, ઇન્દ્રિયો, અંગ-ઉપાંગ, શ્વાસોચ્છવાસ, વાણી વગેરે આ આત્મા સાથે સંશ્લેષ-સંબંધથી બંધાયેલ છે.)
૩. દ્રવ્યકર્મ : આત્મા સાથે બંધાયેલા સૂક્ષ્મ કર્મ-પરમાણુઓનો સમૂહ, જે કેવળીગમ્ય છે. તેના અનંત પ્રકારોમાં મોહનીય, જ્ઞાનાવરણીય આદિ મુખ્ય છે.
J-૯૯ મ
Page #191
--------------------------------------------------------------------------
________________
{ જીવન-વિજ્ઞાન ૪. ભાવકર્મ : આપણો આત્મા (આપણે) આખો દિવસ
મનમાં જે શેખચલ્લીના સારાનરસા વિચારો કરે છે અથવા થાય છે તે. અજ્ઞાનભાવ અને રાગદ્વેષના ભાવો
તેનાં ઉદાહરણો છે. ભાવકર્મના નિમિત્તથી દ્રવ્યકર્મ બંધાય છે અને દ્રવ્યકર્મના નિમિત્તથી ભાવકર્મ બંધાય છે. આમ ભાવકર્મ અને દ્રવ્યકર્મનો સંબંધ અનાદિનો સ્વીકારવો જોઈએ. જેમ “પહેલું ઈંડું કે પહેલી મરઘી?” તેનો જવાબ નથી, તેમ દ્રવ્યકર્મ-ભાવકર્મ વિષે પણ સમજવું. કર્મ અનંત પ્રકારનાં છે. તેમાં આપણે ૧૪૮ પ્રકારનાં કર્મોને શાસ્ત્રો દ્વારા જાણી શકીએ છીએ. તેમાં મુખ્યત્વે આઠ છે : યથા -
કર્મ અનંત પ્રકારનાં તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ.'
(શ્રીઆત્મસિદ્ધિશાસ્ત્ર, ગાથા-૧૦૨) ઉપર કહ્યાં તે આઠ કર્મોના મુખ્ય બે ભાગ છે – ઘાતી અને અઘાતી. ૧. આત્માના મુખ્ય અને મૂળ ગુણોનો ઘાત કરે તેનું નામ
ઘાતી કર્મ. તે ચાર છે : (૧) જ્ઞાનાવરણીય, (૨)
દર્શનાવરણીય (૩) મોહનીય અને (૪) અંતરાય. ૨. આત્માનો શરીર આદિ પદાર્થો સાથે સંયોગ, વિયોગ
કરાવે, શરીરની શાતા - અશાતા ઉપજાવવાં આદિમાં
1 /- ૧૦૦ ,
Page #192
--------------------------------------------------------------------------
________________
{ જીવન-વિજ્ઞાન ) નિમિત્ત બને તેવા કર્મોને અઘાતી કર્મ કહેવાય છે. તે ચાર પ્રકારનાં છે : (૧) વેદનીય, (૨) નામ, (૩) ગોત્ર અને (૪) આયુષ્ય.
ઘાતી કર્મોની બધી (૪૭) પેટાપ્રકૃતિઓ પાપપ્રકૃતિઓ છે; માટે જો પાપ ઘટાડીએ તો તેમનું જોર ઓછું થાય અને આત્માના જ્ઞાનાદિ ગુણો આવિર્ભત થઈ શકે.
પુણ્યપ્રકૃતિઓ અઘાતી કર્મોની જ પેટાપ્રકૃતિઓ હોવાથી, તેમના દ્વારા આત્માના મૂળ (અનુજીવી) ગુણોનો ઘાત થતો
નથી. આમ હોવાથી, પુણ્યથી અનુચિતપણે ડરવું યોગ્ય નથી. • વીઆંતરાયનો ઉદય શક્તિહીનતાનું નિમિત્ત છે. • આત્માને મુખ્ય આવરણ કરનાર મોહનીય કર્મ છે.
મોહનીય કર્મના બે મુખ્ય ભેદ છે : (i) દર્શનમોહનીય : આ કર્મના ઉદયની સાથે ઉંધી માન્યતા અને અજ્ઞાનદશા હોય છે. (i) ચારિત્રમોહનીય : આ કર્મના ઉદયની સાથે વિવિધ પ્રકારના રાગ અને દ્વેષના ભાવો હોય છે. આપણી માન્યતા અને વિચારને અવળે માર્ગે ચડાવે તેને દર્શનમોહનીય કર્મ કહેવાય છે અને આપણા આચારને અવળે માર્ગે ચડાવે તેનું નામ ચારિત્રમોહનીય કર્મ કહેવાય છે.
4-૧૦૧
Page #193
--------------------------------------------------------------------------
________________
જીવન-વિજ્ઞાન મિથ્યાત્વ (અજ્ઞાન) દર્શનમોહનીય કર્મના નિમિત્તથી ઉપજે છે. રાગ અને દ્વેષ ચારિત્રમોહનીયના નિમિત્તથી ઉપજે છે. ચારિત્રમોહનીયના ઉદય વખતે “આત્મા જેટલો અસાવધાન હોય તેટલો' નવો કર્મબંધ પડે છે. જેમ જેમ મોહનીયને તોડતો જાય તેમ તેમ અમુક અંશે જ્ઞાનાવરણીય પણ તૂટતું જાય છે અને અંતરાયાદિ પણ તૂટતાં જાય છે; કારણ તે બધાંય એક જ જાતનાં એટલે કે ઘાતી કર્મો છે. તે બધાય પાપકર્મો એક જ જાતિનાં હોવાને લીધે એકબીજા સાથે વધારે ગાઢ રીતે સંકળાયેલાં છે. આશ્રવ | બંધ = જીવના વિભાવ પરિણામનું નિમિત્ત પામી કર્મવર્ગણાઓનું બંધની સન્મુખ થવું તેને આશ્રવ કહે છે અને બંધાઈ જવું તેને બંધ કહે છે. સંવર = આત્મા પોતાના શુદ્ધ પરિણામ વડે કર્મોને આવતાં રોકે તેને સંવર કહે છે. (કાણાંવાળી નાવમાં આવતાં પાણીને રોકીએ તે દ્રષ્ટાંતે)
નિર્જરા = સત્તાગત કર્મોનું ખરી જવું તેને નિર્જરા કહે છે. • મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ - આ પાંચ
આશ્રવ અને બંધના કારણો છે. ૧. મિથ્યાત્વ એટલે ઊંધી, ખોટી, વિપરીત માન્યતા. ૨. અવિરતિ એટલે અસંયમ અર્થાત્ ઇન્દ્રિયો અને મનને
મર્યાદામાં ન રાખવાં તે. ૧૨ પ્રકારના સંયમ દ્વારા
4. ૧૦૨
Page #194
--------------------------------------------------------------------------
________________
ન જીવત-વિજ્ઞાન - અસયંમનો control મુનિ મહારાજ કરી શકે છે. આપણે અણુવ્રતોના પાલનથી, ગૃહસ્થાશ્રમમાં આંશિક સંયમ
પાળી શકીએ. ૩. પ્રમાદ : સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિનો પુરુષાર્થ આપણે
ઉત્સાહથી ન કરીએ અને ઊંઘ, આળસ અને ધર્મઅનાદર કરીએ એ પ્રમાદ છે. એના પંદર પ્રકાર શાસ્ત્રમાં કહ્યા છે. પ્રમાદનો ત્યાગ કરવાની પ્રેરણા નીચેના પદમાં આપી છે : () “અવસર પામી આળસ કરશે તે મૂરખમાં પહેલોજી; ભૂખ્યાને જેમ ઘેબર દેતાં, હાથ ન માંડે ઘેલોજી.”
- સેવો ભવિયાં વિમલ જિનેશ્વર...
(શ્રીયશોવિજયજી - વિમલ જિનસ્તવન) (ii) સ્વાધ્યાય પ્રવચનાભ્યાં ન પ્રમદિતવ્યમ્
(તૈત્તિરીય - ઉપનિષદ્ શિક્ષાવલ્લી)
૪. કષાય એટલે ક્રોધ, માન, માયા અને લોભરૂપ વિભાવભાવ.
(અને બીજા પણ ૯ પ્રકારના નોકષાય)
૫. યોગ એટલે મન, વચન, કાયાની શુભાશુભ પ્રવૃત્તિથી
આત્માના પ્રદેશોનું કંપન થાય તે. કર્મબંધનના ચાર પ્રકાર : પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ.
- ૧૦૩
Page #195
--------------------------------------------------------------------------
________________
{ જીવન-વિજ્ઞાન : ૧. પ્રકૃતિ : જે તે કર્મ, ફળ આપતી વખતે ક્યા
પ્રકારનું કાર્ય કરશે તે કર્મની “પ્રકૃતિ વડે નક્કી થાય છે. જેમ કે, જ્ઞાનાવરણીય એ કર્મ પ્રકૃતિ છે, જેના વડે આત્માની
જ્ઞાનશક્તિ આવરિત થાય છે. ૨. સ્થિતિ : આત્મા સાથે લાગેલું કર્મ કેટલા સમય
સુધી આત્મા સાથે સંબંધિત રહેશે, તેને
સ્થિતિ' કહેવાય છે. ૩. અનુભાગ : ફળ આપવાની શક્તિની તરતમતાને
અનુભાગ કહેવાય છે. ૪. પ્રદેશ : કેટલા પરમાણુ આત્માને ચોંટ્યા, તે કર્મના
જથ્થાને પ્રદેશ કહેવાય છે. સ્થિતિ અને અનુભાગબંધ કષાયાદિથી થાય છે; જ્યારે પ્રકૃતિ અને પ્રદેશબંધ યોગથી થાય છે. વર્ગણા એટલે દ્રવ્યકર્મો બનવાનું raw material. તેના આઠ પ્રકાર છે : (૧) ઔદારિક, (૨) વૈક્રિયક, (૩) આહારક, (૪) તૈજસ, (૫) ભાષા, (૬) શ્વાસોચ્છવાસ, (૭) મનોવર્ગણા, (૮) કામણવર્ગણા. આ બધી વર્ગણાઓમાં એકબીજાથી ઉત્તરોત્તર અનંત ગણા પરમાણુઓ હોય છે અને વધારે વધારે
સૂક્ષ્મ હોય છે. • કર્મોનું સત્તામાં હોવું એટલે ફળ આપવાનું શરૂ કરે તે પહેલાંનો
4 - ૧૦૪n
Page #196
--------------------------------------------------------------------------
________________
(જીવન-વિજ્ઞાન કાળ અબાધા કાળ કહેવાય છે; એટલે કે કર્મોનું બેલેન્સ હોવું તે. એક વાર કર્મનો બંધ પડી ગયા પછી, જીવના પુરુષાર્થનું નિમિત્ત પામીને, તેમાં નીચેના ત્રણ પ્રકારના ફેરફારો થઈ શકે છે :
૧. સંક્રમણ એટલે કર્મની પ્રકૃતિ બદલાઈ જાય છે; જેમ
કે પુણ્યપ્રકૃતિને પાપપ્રકૃતિમાં અને પાપપ્રકૃતિને
પુણ્યપ્રકૃતિમાં બદલાવી શકાય છે. ૨. ઉત્કર્ષણ એટલે કર્મોની સ્થિતિ અને અનુભાગ વધી જવાં
૩. અપકર્ષણ એટલે કર્મોની સ્થિતિ અથવા અનુભાગ ઘટી
જવાં તે.
• જ્યાં સુધી કર્મો સત્તામાં હોય અને ઉદયમાં આવ્યાં ન હોય
ત્યાં સુધી, ઘણુંખરું, તે કર્મોનો ક્ષય જ્ઞાન અને તપ દ્વારા
કરી શકાય છે. • જે જ્ઞાની જ્ઞાનવૈરાગ્યસંપન્ન બનીને, મદરહિતપણે, બાર
પ્રકારના તપોને આચરે છે તેને પુષ્કળ પ્રમાણમાં કર્મોની નિર્જરા થાય છે. સમ્યગદૃષ્ટિ જીવ, જે કર્મો ઉદયમાં આવવાનાં હોય અર્થાત્ સત્તામાં હોય તેમનો સંપૂર્ણ ક્ષય કરી શકે છે; જ્યારે મુમુક્ષુ
i J. ૧૦૫
Page #197
--------------------------------------------------------------------------
________________
જીવત-વિજ્ઞાત
- જિજ્ઞાસુ જીવ, તે કર્મોની સ્થિતિ અને અનુભાગને જ ઘટાડી શકે છે. પહેલીને સકામ નિર્જરા અને બીજીને અકામ નિર્જરા કહે છે.
જ્ઞાની પુરુષો કર્મોના ઉદયની રાહ જોતા નથી, પણ ઉદીરણા કરે છે; અર્થાત્ જ્ઞાન, ધ્યાન અને બાહ્યાવ્યંતર તપ દ્વારા સત્તામાં રહેલાં કર્મોને ઉદયમાં લાવીને બાળી નાખે છે.
ઉદય, ઉદીરણા અને સત્ત્વ આ બધો નિશ્ચયથી કર્મનો વિસ્તાર છે; પરંતુ જ્ઞાનરૂપ જે આત્માનું તેજ છે, તે બધાંથી ભિન્ન, એક અને ઉત્કૃષ્ટ છે.
-
જેટલા કષાય મંદ તેટલી કર્મોની નિર્જરા વધારે છે જો તત્ત્વજ્ઞાનસહિત હોય તો; નહિતર અકામ નિર્જરારૂપે, વધતું વધતું પુણ્ય બંધાય.
♦ સમ્યગ્દર્શન પહેલાં અકામ નિર્જરા હોય છે, સકામ નિર્જરા હોતી નથી; કારણ કે હજી મોહગ્રંથિનો ભેદ થયો નથી. • આયુષ્યમાં આઠ અપકર્ષ (eight occasions) આવે છે.
આયુષ્યકર્મનો બંધ જીવન દરમિયાન એક જ વખત પડે છે. તે સમય સામાન્ય રીતે વર્તમાન જીવનનો ૨/૩ ભાગ પૂરો થયે આવે છે. ત્યારે ન બંધાય તો બાકીના જીવનના ૨/૩ ભાગે. એ રીતે વધુમાં વધુ આઠ વખત બને. ત્યાં સુધીમાં આયુબંધ ન પડે તો મરણકાળે છેલ્લા અંતર્મુહૂર્તમાં અવશ્ય બંધાય છે. માટે જ આયુષ્યનો ભરોસો ન હોવાથી શુભતિ
-
J-૧૦૬.
Page #198
--------------------------------------------------------------------------
________________
જીવત-વિજ્ઞાત
બંધાય તે માટે આપણે નિરંતર જાગૃતિ સહિત સારા ભાવ રાખવાં.
♦ સોપક્રમ આયુષ્ય= શિથિલ આયુષ્ય, જેમાં બાહ્ય નિમિત્તોથી ફેરફાર થઈ શકે તેવું.
♦ ઉપર્યુક્ત સોપકર્મ આયુષ્ય મુખ્યપણે ૭ કારણોથી તૂટી શકે છે : (૧) પાણીથી, (૨) અગ્નિથી, (૩) વિષથી, (૪) શસ્ત્રથી, (૫) અતિહર્ષથી, (૬) શોકથી અને (૭) ભયથી.
♦ નિરુપક્રમ આયુષ્ય = નિકાચિત આયુષ્ય. દેવ, નારક, જુગલિયાં, ૬૩ શલાકા પુરુષો આદિને હોય છે. તે બાહ્ય નિમિત્તોથી તૂટતું નથી.
નરક ગતિના જીવો જ્યારે આયુષ્ય પૂર્ણ કરે છે ત્યારે તેમનાં શરીર હવામાં જ વિલીન થઈ જાય છે. તેમની કોઈ અંતિમ ક્રિયા કરવી પડતી નથી.
• નારકી અને ચૌઇન્દ્રિયના જીવો બધા નપુંસક જ હોય છે.
દેવોમાં નપુંસક વેદ હોતો નથી.
તિર્યંચ અને મનુષ્યમાં ત્રણેય વેદ હોય છે ઃ સ્ત્રી, પુરુષ અને નપુંસક.
દેવલોકમાં સંયમમાર્ગની પ્રાપ્તિ કરી શકાતી નથી. સમ્યક્દષ્ટ દેવોને ૪થા ગુણસ્થાનથી ઉપરનું ગુણસ્થાન હોતું નથી. સર્વ દેવોને ગતિ-અનુયાયી અવધિજ્ઞાન હોય છે.
=J-૧૦ -
Page #199
--------------------------------------------------------------------------
________________
ન જીવત-વિજ્ઞાન - સર્વાર્થસિદ્ધિમાં નિવાસ કરતા દેવો નિયમથી એકાવતારી હોય
જેમના રહેવાના ઘરનો આકાર વિમાન જેવો હોય છે તે દેવોને વૈમાનિક દેવી તરીકે ઓળખવામાં આવે છે. ભૌતિક વસ્તુઓની પ્રાપ્તિ એ તો કર્મકૃત અવસ્થા છે; તે પરાધીન હોવાથી શાશ્વત નથી. તેથી વિવેકી મનુષ્યો તેમાં હર્ષ-શોક કરતા નથી. સંસારદશા ફક્ત આત્માથી જ કે ફક્ત કર્મોથી જ નથી, પણ આત્મા અને કર્મોના સંયોગથી જ છે. દરેક સંસારીને કોઈ પણ સમયે કર્મનો ઉદય ચાલુ જ હોય
મોહનીય કર્મની વિસ્તૃત સમજણ : દર્શનમોહનીયને દબાવવાથી
જે દશા ઉત્પન્ન થાય તેને ઉપશમ-સમ્યક્ત કહે છે. • નિશ્ચય સમ્યકત્વનું સ્વરૂપ સંપૂર્ણપણે વાણી દ્વારા કહી શકાતું
નથી, કારણ કે તે મુખ્યપણે અનુભવનો વિષય છે. નિશ્ચય સમ્યકત્વ સૂક્ષ્મપણે વિચારતાં કરણલબ્ધિના પુરુષાર્થથી પ્રગટે છે. તે પહેલાં ચાર લબ્ધિ પ્રાપ્ત કરવી પડે છે; (૧) ક્ષયોપશમ લબ્ધિ, (૨) વિશુદ્ધિ લબ્ધિ, (૩) દેશના લબ્ધિ, (૪) પ્રાયોગ્ય લબ્ધિ. ધ્યાનાવસ્થા દરમ્યાન અધઃપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ – આ ત્રણ પ્રકારનાં પરિણામોની પ્રાપ્તિને
4- ૧૦૮
Page #200
--------------------------------------------------------------------------
________________
જીવત-વિજ્ઞાન
કરણલબ્ધિ કહેવાય છે; જેના અંતમાં મોહગ્રંથિનો ભેદ કરીને ઉત્તમ મુમુક્ષુ નિશ્ચય-સમ્યકત્વની પ્રાપ્તિ કરે છે. જે સમયે સમ્યગુદર્શન થાય તે જ સમયે ૪૧ કર્મપ્રકૃતિઓનો બંધ અટકી જાય છે. દર્શનમોહનીયનો અભાવ થયો હોવાથી જ્ઞાનીને નિદ્રામાં પણ અમુક (ગુણશ્રેણિ) નિર્જરા હોય છે.
જ્યાં સુધી કોઈ પણ જીવને મિથ્યાત્વમોહનીયનો ઉદય ચાલુ હોય ત્યાં સુધી કોઈ કાળમાં, તેને નિશ્ચય સમ્યકત્વ પ્રાપ્ત થઈ શકતું નથી. મોહનીય કર્મમાં જે દર્શનમોહ છે તેનો અભાવ થતાં જ નિશ્ચય સમ્યકત્વ પ્રગટે છે અને ત્યારબાદ સંયમ વધતાં, ક્રમશઃ સાધક
આગળ વધે છે અને પૂર્ણદશારૂપ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. •. જે જીવો મન સહિત પંચેન્દ્રિયવાળા છે તેમને સંજ્ઞીપંચેન્દ્રિય
કહેવાય છે અને સમ્યગ્દર્શન તેમને જ પ્રાપ્ત થઈ શકે છે. આવા જ નિમિત્ત-નૈમિત્તિક સંબંધની વ્યવસ્થા ભગવાને કહી
છે.
આત્માનો અનુભવ કરવો એ ચારિત્રગુણના પર્યાયનું કાર્ય છે; તેથી ૪થા ગુણસ્થાને તે ગૌણપણે હોય છે [અધ્યાત્મ કથનશૈલીથી અનંતાનુબંધીના અભાવ જેટલો] ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનવર્તી ધર્માત્માઓને જે શુદ્ધિ પ્રગટી છે તેને સામાન્યપણે શુદ્ધભાવ કહેવાય છે; જ્યારે
i J. ૧૦૯
Page #201
--------------------------------------------------------------------------
________________
(જીવન-વિજ્ઞાન ) સાતમા ગુણસ્થાનવાળાને જે શુદ્ધિ પ્રગટે તેને શુદ્ધોપયોગ કહેવાય છે. આ કથનપદ્ધતિ ચરણાનુયોગની મુખ્યતાથી જાણવી.] કરણાનુયોગના શાસ્ત્રોમાં, શુદ્ધોપયોગ માત્ર શ્રેણિમાં કહ્યો છે
અને તે આ કાળમાં, આ ક્ષેત્રમાં પ્રાપ્ત કરી શકાતો નથી. • સાતમા ગુણસ્થાનમાં બુદ્ધિપૂર્વકના સર્વ પ્રકારના રાગનો
અભાવ થઈ જાય છે, તેથી તેને અપ્રમત્ત ગુણસ્થાન કહ્યું છે [એટલે કે પ્રમાદભાવરહિતપણું. ૭મા ગુણસ્થાનમાં ઉપદેશ લેવાતો નથી અને ઉપદેશ દેવાતો પણ નથી; કારણ કે ત્યાં સંકલ્પ-વિકલ્પો સંપૂર્ણપણે શાંત થઈ જાય છે, કેવળ સ્વરૂપવિશ્રાંત દશા પ્રાપ્ત થયેલી હોય છે અને અતીન્દ્રિય આહલાદનો આતિશય અનુભવ થાય છે. આગમ અનુસાર આ ક્ષેત્રમાં, આ કાળે, કોઈ વિરલ મનુષ્ય પરમાર્થ નિગ્રંથપણું પ્રાપ્ત કરી શકે છે, એટલે કે ૬ઠું અને ૭મું ગુણસ્થાન પ્રાપ્ત કરી શકે છે, પણ શ્રેણિ માંડવાનો પુરુષાર્થ કરી શકતો નથી. ૭મા ગુણસ્થાનના સામાન્ય સ્વરૂપની જાણવા યોગ્ય કેટલીક રસપ્રદ માહિતી : ૧. તે નિર્વિકલ્પ સમાધિ કહેવાય. ૨. તેને શુદ્ધોપયોગ કહેવાય. ૩. તે વર્તમાનકાલીન સપુરુષાર્થની ચરમસીમા છે.
4. ૧૧૦
Page #202
--------------------------------------------------------------------------
________________
ન જીવત-વિજ્ઞાન ૪. આ કાળે, આ ક્ષેત્રે તે સંપૂર્ણપણે પ્રાપ્ત નથી થતું.
સ્વસ્થાન અપ્રમત્ત પ્રાપ્ત થઈ શકે છે, સાતિશય અપ્રમત્ત પ્રાપ્ત થઈ શકતું નથી.
૫. આત્યંતિક અતીન્દ્રિય આનંદનો અનુભવ હોય છે.
૬. મુનિપદની પરમાર્થપ્રાપ્તિના સમયે, ચઢતી વખતે આ
પહેલું પ્રાપ્ત થાય છે. ત્યારબાદ પ્રમાદને લઈને, ત્યાંથી
નીચે, ૬ઠ્ઠા ગુણસ્થાનમાં આવવું પડે છે / આવે છે. છબસ્થ જીવને સતતપણે ૪૭ મિનિટથી વધારે નિર્વિકલ્પ આત્મઅનુભવ ટકી શકતો નથી અને તેથી આ કાળમાં પૂર્ણ મોક્ષ થવા માટે ઓછામાં ઓછો વચ્ચે એક જન્મ લેવો પડે છે, એમ જિનાગમમાં કહ્યું છે. શ્રેણિ માંડવી એટલે સાતમા ગુણસ્થાનથી આગળ વધવું;
નિર્વિકલ્પ સમાધિમાંથી નિર્બેજ સમાધિમાં જવું તે. • નવા કર્મબંધનો સંપૂર્ણ અભાવ ૧૨મા ગુણસ્થાને થાય છે.
આત્માના લક્ષાધિપતિ તે સમ્યગૂદષ્ટિ, આત્માના કરોડપતિ તે સાચા શ્રાવક, આત્માના અબજોપતિ તે સાચા મુનીશ્વર અને આત્માના અનંતપતિ તે અરિહંત ભગવાન છે!! શૈલેશી અવસ્થા = અડોલ અવસ્થા. મનોયોગ, વચનયોગ, કાયયોગ અને શ્વાસોચ્છવાસ રૂંધી તે આત્મા સર્વથા નિષ્કપ બને છે. જૈન દર્શનમાં કહ્યું છે કે આવી સ્થિતિ શુકલધ્યાનના
J. ૧૧૧
Page #203
--------------------------------------------------------------------------
________________
(જીવન-વિજ્ઞાન ત્રીજા અને ચોથા ચરણ સન્મુખ એવા કેવળીને સિદ્ધદશા પ્રાપ્ત કરતા પહેલાં હોય છે. પખંડાગમ, ધવલા-જયધવલા, લબ્ધિસાર, ક્ષપણાસાર, ત્રિલોકસાર, ગોમ્મસાર, કર્મગ્રંથ વગેરે અનેક કરણાનુયોગના ગ્રંથો પ્રાકૃતમાં, સંસ્કૃતમાં અને લોકભાષામાં ઉપલબ્ધ છે. કરણાનુયોગમાં મુખ્યપણે આગમ-પ્રમાણ છે, યુક્તિ-પ્રમાણ નથી.
જૈનદર્શન કહે છે કે ભગવાન જગતને બતાવનારા છે, બનાવનારા નથી.
જેનો દ્વેષ ગયો હોય તેનો રાગ જાય કે ન પણ જાય, પરંતુ જેનો રાગ ગયો હોય તેનો દ્વેષ અવશ્ય જાય જ; એમ વીતરાગ ભગવાને કહ્યું છે. કષાયથી અનુરંજિત મન, વચન, કાયાના યોગોની પ્રવૃત્તિને લેશ્યા કહે છે. તેના છ પ્રકાર છે : (૧) કૃષ્ણ, (૨) નીલ, (૩) કાપોત, (૪) પીત, (૫) પદ્ય, (૬) શુક્લ. પહેલી ત્રણ ઉત્તરોત્તર ઘટતી અશુભ લેક્ષાઓ છે અને પાછળની ત્રણ ઉત્તરોત્તર વધતી શુભ લેશ્યાઓ છે. છઠ્ઠા દેવલોકથી ઉપર ફક્ત શુક્લ લેશ્યા હોય છે. અત્યારે નિકૃષ્ટ કાળ ચાલી રહ્યો છે. તેનાં બીજા નામ કળિકાળ, દુષમકાળ, વિષમકાળ, પંચમકાળ, અકાળ વગેરે છે.
i J. ૧૧૨ )
Page #204
--------------------------------------------------------------------------
________________
ન જીવત-વિજ્ઞાન એકેન્દ્રિય આદિ જીવની હિંસા કરતાં પંચેન્દ્રિય જીવની હિંસામાં વધારે કષાય અને પ્રવૃત્તિઓ કરવાં પડે છે, માટે તેનાથી બંધ પણ વધારે પડે છે. હું બોલું છું' એ વાણી તત્ત્વદૃષ્ટિએ ભાષાવર્ગણાના પરમાણુઓ છે; “હું ધારું તે બોલી શકું છું એ અહંકારપૂર્ણ વિકલ્પ છે; અને હું સારું અને કર્ણપ્રિય બોલી શકું છું' એ સુસ્વરનામકર્મનો ઉદય છે - એમ પાંચે ઇન્દ્રિયોના વિષયો સંબંધે યથાપદવી સમજવું. આ ક્રિયાઓ પરમાર્થથી આત્માની નથી, માટે એવો અહમ્ કરવો નહિ; કારણ કે એ બધો પુણ્યોદયનો પ્રકાર છે. આમ વાણીથી, વિકલ્પોથી અને પાપ-પુણ્યના ઉદયથી પોતાને જુદો - માત્ર જાણવાના સ્વભાવવાળો ભાવવાના અભ્યાસથી – ભેદજ્ઞાનની સિદ્ધિ થતાં રાગદ્વેષ ઘટે છે અને સમતા વધે છે.
* ગુણસ્થાન અનુસાર શુદ્ધિની વૃદ્ધિ
ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનમાં વર્તતી શુદ્ધિ ઉપર અત્રે થોડો વિચાર કરવામાં આવે છે.
ચોથું ગુણસ્થાન અવિરત સમ્યગૃષ્ટિનું, પંચમ ગુણસ્થાન દેશવિરત શ્રાવકનું (જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ) અને છઠ્ઠ-સાતમુ ગુણસ્થાન મુનિ મહારાજનું છે.
ચોથા ગુણસ્થાનેથી જ અમુક શુદ્ધિની શરૂઆત થઈ જાય છે અને ક્રમે કરીને તે વધતી જાય છે. અહીં મિથ્યાત્વ સહિત
Page #205
--------------------------------------------------------------------------
________________
જીવત-વિજ્ઞાન
અનંતાનુબંધી કષાયનો નાશ થાય છે. પંચમ ગુણસ્થાનમાં તે ઉપરાંત અપ્રત્યાખ્યાનાવરણીય કષાયનો અને છઠ્ઠા-સાતમા ગુણસ્થાનમાં તે ઉપરાંત પ્રત્યાખ્યાનાવરણીય કષાયનો નાશ થાય છે.
ચોથા, પાંચમા અને છઠ્ઠામાં અપ્રમત્તવૃત્તિ નહીં હોવાથી કોઈક જીવો સ્થૂળપણે નહીં પણ સૂક્ષ્મપણે એમ માનવા લાગે છે કે તે ગુણસ્થાનોમાં તો માત્ર શુભવૃત્તિ જ હોય છે. આમ માનતા તેઓ કદાચિત્ ત્રણે ગુણસ્થાનવત્ત્તને એક કક્ષાના શુભવૃત્તિવળા માનવાની મહાન ભૂલ કરે છે અને અપ્રમત્ત મુનિને જ શુદ્ધવૃત્તિવાળા માને છે. હવે એ તો સત્ય જ છે કે અપ્રમત્તગુણસ્થાનવર્તી મહાસમર્થ મુનિભગવંત શ્રેણિ માંડીને કેવળજ્ઞાન લેવાની તૈયારીવાળા હોવાથી સર્વોત્કૃષ્ટ જ છે, પરંતુ ચતુર્થગુણસ્થાનથી જેમ જેમ આગળ વધીએ તેમ તેમ શુદ્ધિની, આત્મસ્થિરતાની, વ્રતપરિણામોની અને આત્મસુખની વૃદ્ધિ થતી જાય છે. તેથી અવિરત સમ્યગ્દષ્ટિ કરતા જઘન્ય શ્રાવકને, તે કરતા મધ્યમ શ્રાવકને, તે કરતા ઉત્તમ શ્રાવકને અને તે કરતા પ્રમત્તગુણસ્થાનવ મુનિમહારાજને વિશેષ આત્મસુખ અને આત્મસ્થિરતા હોય છે અને તેથી તેઓ બધા ઉત્તરોત્તર વિશેષ વિશેષ પૂજનીય છે. તેઓમાં નિજશુદ્ધિ અનુસાર મહાન તફાવત છે; ઉત્તરોત્તર કષાયનો અભાવ વિશેષ છે અને આત્મપુરુષાર્થની તીવ્રતા પણ વિશેષ છે એમ શ્રદ્ધા કરવા યોગ્ય છે.
ઇ-૧૧૪ .
Page #206
--------------------------------------------------------------------------
________________
ઉચ્ચસ્તરીય સાધકો, જ્ઞાનીઓ અને પ્રજ્ઞાવાન મહાપુરુષોના ચિત્તની
પ્રસન્નતાની વૃદ્ધિ અર્થે
A- ૧
સાધક જીવનનું જ્ઞાનામૃત આત્મદર્શન-સમ્યગદર્શન
આત્મજ્ઞાન-આત્મસમાધિ ૩. “આગે બઢો'નો ઉત્સાહપ્રેરક શંખનાદ
A- ૩૯ A- પ૧
Page #207
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
Page #208
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
સાધક જીવનનું જ્ઞાનામૃત
* સત્સંગ
હે મુમુક્ષુ! આત્મકલ્યાણના બધાય સાધનોમાં સત્સંગ જેવું સરળ, ફળદાયક અને ઉત્તમ સાધન એક પણ નથી. જો કે કળિયુગમાં રૂડો સત્સંગ મળવો દુર્લભ છે, તો પણ તેની શોધ કરવી અને તે સત્સંગને સાચા ભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક અને સમજણપૂર્વક ઉપાસવો. આમ કરવાથી અનેક પ્રકારે અને ત્વરાથી તને લાભ થશે. આ વાત અમે તને અમારા જીવનના અનુભવથી કહીએ છીએ, બાકી સંતોની વાણીમાં તો તેનો અપૂર્વ અને અલૌકિક લાભ ઉપદેશ્યો જ છે. માટે ઉઠ, જાગ અને નિયમિત સત્સંગની ઉપાસના કરવાની પ્રતિજ્ઞા કર.
સત્સંગથી લાભાન્વિત થવાના ઉપાયો
સત્સંગનો શ્રેષ્ઠ લાભ લેવા માટે અને સત્સંગ નિષ્ફળ ન જાય તે માટે સત્સંગ કરતાં સાધક જીવે નીચેની બાબતો ઉપર ખાસ લક્ષ આપવું જરૂરી છે :
૧. પોતાની માન્યતાને સાથે લઈને સાધકે સત્સંગમાં જવું જોઈએ નહીં. માત્ર સત્યનો સ્વીકાર કરવાનો આગ્રહ રાખવો. કુળધર્મને સત્સંગમાં વચ્ચે લાવવો નહીં.
૨. ‘હું જાણું છું' એ અભિમાનને તિલાંજલી આપી ‘હું કંઈક મેળવવા માટે જાઉં છું,' એવો નમ્રભાવ રાખવો.
૩. સંત પુરુષની હાજરી હોય તો તેમના પ્રત્યે અહોભાવ લાવી, પરમ વિનયવંતપણે વર્તવું.
A-૧
Page #209
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
૪. કોઈ પ્રકારની લૌકિક ઇચ્છા સ્થાપિત કરી ત્યાં જવું નહીં. ૫. લોકોને દેખાડવા માટે, ધર્મી કહે તે માટે સત્સંગ કરવાનો
નથી, પરંતુ આત્મકલ્યાણ માટે સત્સંગ છે એ વાત ઉપર
બરાબર ધ્યાન આપવું. ૬. “કેવો સત્સંગ કરું છું,’ એ પ્રમાણેનું અભિમાન પણ ઉત્પન્ન
ન થાય તે તરફ ખાસ લક્ષ રાખવું. ૭. સત્સંગ દરમ્યાન, ધનાદિકથી હું મોટો છું એવો ભાવ રાખી
જવું નહીં; નહીં તો એ મોટાપણાનું અભિમાન નહીં પોષાતાં સાધક ત્યાંથી પાછો વળી જાય છે અને ગમે તેવો ઉત્તમ
સત્સંગ પણ નિષ્ફળ જતાં વાર લાગતી નથી. ૮. સામાન્યપણે મુમુક્ષુઓ સર્વ સરખા છે એવો ભાવ અંતરમાં
રાખવાથી સત્સંગ ઘણો લાભદાયક થશે.
જો યથાર્થ રીતે સત્સંગની આરાધના કરવામાં આવે તો તેનું ફળ “સત્'નો સાક્ષાત્કાર છે. વિવેકી સાધકને તો અવશ્ય સત્સંગથી લાભ થાય જ છે અને ઘણું કરીને જે મહાત્માના સાનિધ્યમાં તેણે સત્સંગની સાધના કરી છે તે મહાત્માના આત્મજ્ઞાનઆત્મસમાધિ અને તેને સહાયક-પૂરક-પ્રેરક એવા બીજા અનેક સગુણો તેના જીવનમાં થોડા કાળમાં જ વિકસિત થયેલાં જોઈ શકાય છે.
આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત થાય તે માટે સંતો તેને ધ્યાનાભ્યાસ અને અન્ય સાધના બાબત ખાસ ખાસ કૂંચીઓ આપતા રહે છે; જેને બરાબર વાપરતાં, અનાદિથી બંધ રહેલો એવો સ્વધનથી ભરપૂર
A- ૨
Page #210
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
પોતાનો આત્મારૂપી કબાટ ઉઘડી જાય છે. આમ થતાં જીવનમાં જ્ઞાનાનંદની એક એવી તો લહેર ઊઠે છે જે કદાપિ ઝાંખી પડ્યા વિના દિન-પ્રતિદિન વધતી જતી પૂર્ણપદની પ્રાપ્તિ કરાવે છે. સંતના અંતરમાં રહેલી આવી કૂંચીઓનો લાભ તેમના પ્રત્યક્ષ સમાગમમાં જ પ્રાપ્ત થઈ શકે છે.
સંતો પોતે પ્રબુદ્ધ છે તેથી સાધકને પણ કોઈ પણ ધર્માનુષ્ઠાન આદરતી વખતે આત્મલક્ષ રહ્યા કરે તેનું પુનઃ પુનઃ સ્મરણ કરાવે છે. કાંઈક નીચેની કક્ષાના સાધકને સદ્ગુરુ વા ઈષ્ટની મૂર્તિનું સ્મરણ રાખવા આજ્ઞા આપે છે.
દેહાભિમાન, કર્તુત્વબુદ્ધિ, માયાચાર, ક્રોધાદિ ભાવો સાધનાના કાળ દરમ્યાન ન થાય તેની નિરંતર સાવચેતી રખાવે છે. - અનાસક્તિ
મનુષ્યને જગતના પદાર્થો પ્રત્યે મોહને લીધે જે પોતાપણાની બુદ્ધિ અને રાગાંશો હોય છે તેને આસક્તિ કહેવામાં આવે છે. જેટલા પ્રમાણમાં આવો રાગ તાત્ત્વિક રીતે ઘટ્યો હોય તેટલા પ્રમાણમાં તે મનુષ્ય ખરેખર અનાસક્ત થયો કહેવાય.
જગતમાં જે અનંત પદાર્થો છે તે પ્રત્યે સામાન્ય મનુષ્યને તો અત્યંત આસક્તિ જોવામાં આવે છે અને આવા પદાર્થોમાં કાયા, કીર્તિ, કાંચન, કામિની અને કુટુંબ આ મુખ્ય છે. સામાન્યપણે તો સત્સંગ, સદ્વાંચન આદિથી આવો આસક્તિભાવ ઘટાડી શકાય છે. પરંતુ જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આસક્તિ ઘટે, પણ નિર્મૂળ થઈ શકે નહિ. આવું વસ્તુનું સ્વરૂપ હોવાને લીધે
A- ૩
Page #211
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
વિવેકી પુરુષો ખરેખરી અનાસક્તિ પ્રાપ્ત કરવા માટે સત્પાત્રતા, સદ્બોધ (જેમાં સત્સંગ, સદ્ગુરુ, સત્શાસ્ત્ર બધાય સમાવેશ પામે છે) અને સદાચારરૂપી ત્રણ ઉત્તમ રત્નોને પોતાના જીવનમાં આત્મસાત્ કરે છે.
જ્યારે આમ કરવામાં આવે ત્યારે તે પુરુષના જીવનમાં નિર્મળ આત્મજ્ઞાનની ઝળહળ જ્યોતિ ઉદયમાન થાય છે અને સર્વ પ્રકારની આસક્તિના મૂળમાં એવો તો સજ્જડ ઘા પડે છે કે તે ખરેખર અનાસક્ત બુદ્ધિવાળો થાય છે. આમ થયા પછી એના જીવનમાં તે જે જે કાંઈ કાર્ય કરે છે તેમાં અહંતા-મમતાનો, સ્વામીપણાનો અને કર્તાબુદ્ધિનો અભાવ હોય છે અને તેને જ સાચા અર્થમાં નિષ્કામ કર્મયોગી કહી શકાય છે.
આવો સાચો અનાસક્ત થયેલો પુરુષ પછી જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ કે યોગમાર્ગ - ગમે તેનું અનુસરણ કરે તો પણ તેને તીવ્ર બંધન થતું નથી, આસક્તિ ઘટતી જાય છે, સર્વ જીવ પ્રત્યે સાચો મૈત્રીભાવ જાગે છે, અનેક સદ્ગુણો તેના જીવનમાં આવિર્ભાવ પામે છે, અને ઉત્તમ એવા સન્માર્ગને આરાધતો થકો અલ્પકાળમાં તે પૂર્ણ નિર્બંધદશાને પ્રાપ્ત થઈ જાય છે; જેને મોક્ષ, નિર્વાણ કે પરમાત્મદશા કહેવામાં આવે છે.
'
માટે જે અનાસક્ત થવા ઇચ્છતો હોય તેણે બુદ્ધિપૂર્વક નિઃસ્વાર્થભાવથી જીવન વિતાવવાના પ્રયત્નની સાથે સાથે સાચા તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિનો ખપ પણ રાખવો. તો તેનું જીવન ત્વરાથી ઉન્નતિના શિખરે પહોંચી જશે.
-A-૪
Page #212
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
ક વચન મૌક્તિકો ૧. જેને સાચું જ્ઞાન થાય તેનું જીવન દયામય બન્યા વિના
રહેતું નથી. ૨. ખોટી અને નકામી વાતોમાં રસ લેવાથી સમયની બરબાદી
થાય છે અને આત્માની આરાધનામાં ભંગ પડે છે, માટે તે
છોડવી યોગ્ય જ છે. ૩. જેટલો વિવેકનો વિકાસ તેટલી જીવનમાં ઉદારતા. ૪. અહિંસા વ્રત પ્રગટે તો બીજા વ્રતો ક્રમશઃ પ્રગટે. ૫. ચારિત્રની આરાધના વિના નિર્ભયતા પ્રગટતી નથી. ૬. જગતને સુધારવાની દૃષ્ટિ રાખ્યા કરતાં જે પોતાને સુધારવાની
દ્રષ્ટિને મુખ્ય કરે અને તેને અનુસરીને પુરુષાર્થ કરે તે ખરેખર
મહાન બને છે. ૭. પોતાની પ્રત્યક્ષ દશા વડે જ જે બોધ કરે છે તેની અસર
શ્રોતાજનો ઉપર વધારે ગાઢ પડે છે. જાત સુધરશે તો જગત સુધરશે એવું જેણે દઢપણે માન્યું તે મહાપુરુષો જ યુગપ્રવર્તક તરીકે ઇતિહાસમાં પ્રસિદ્ધ થયા છે; પછી તે આધ્યાત્મિક ક્ષેત્રે
હો કે અન્ય ક્ષેત્રે. ૮. ઉત્કૃષ્ટ દાન કયું? મૃત્યુથી ભયભીત એવા જગતના જીવોને
સર્વ પ્રકારે ભયથી મુક્ત કરવારૂપ જે અભયદાન તે સર્વ દાનોમાં શ્રેષ્ઠ છે. સાચી સમજણ અને નિરંતર આત્મજાગૃતિ વિના અભયદાન બની શકતું નથી, માટે તે બંનેને અંગીકાર
કરો.
A-૫
Page #213
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
૯. સત્સંગનો મહિમા હજુ સાધકને આવ્યો નથી, કારણ કે તેનો સાચી રીતે જીવનમાં પ્રયોગ કર્યો નથી. ગમે તેવું મોટું નુકસાન વેઠવું પડે તો પણ જીવનવિકાસ માટે હું અવશ્ય સત્સંગ કરીશ જ એવો દૃઢ નિશ્ચય થયે જીવને સત્સંગનિષ્ઠા પ્રાપ્ત થાય છે અને તે થયે ઘણાં દોષોનું જીવનમાંથી નિરાકરણ થઈ જાય છે.
૧૦. ચિંતા તે એક પ્રકારનું ખોટું ધ્યાન છે. ચિંતાથી શરીર બગડે છે, માનસિક આકુળતા વધે છે, કાર્યશક્તિ ઘટે છે અને આત્મા બંધનને પામે છે.
૧૧. સાધકે ઘસારો વેઠતાં શીખવું જોઈએ.
પાકીટ પર ઘસારો પડે તે દાન. શરીર પર ઘસારો પડે તે તપ.
મન પર ઘસારો પડે તે સંયમ. કુવિચારો પર ઘસારો પડે તે ધ્યાન.
૧૨. સામાન્ય જીવન જીવી રહેલા માણસના મન ઉપર નિરંતર અનેક પ્રકારના ખોટા સંસ્કારની છાપ પડ્યા કરે છે. તેનો પ્રતિકાર કરવા વારંવાર અથવા નિરંતર પ્રભુસ્મરણની ટેવ પાડવી જોઈએ. જે પોતાના મન ઉપર સતત પહેરો ભરે છે તેને ક્રમે કરીને આ સાધનાની સિદ્ધિ થાય છે; સત્સંગ અને શાસ્ત્રાધ્યયન આ બે તેમાં મહાન ઉપકારી છે.
૧૩. બીજાના અનુભવથી શીખીને સુધરે તે ઉત્તમ. પોતાના અનુભવથી શીખીને સુધરે તે મધ્યમ, જે કદી ન સુધરે કે ન તો કદી સુધરવાનો પ્રયત્ન પણ કરે તે અધમ.
-A-૬.
Page #214
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
૧૪. જે સાચા ભાવથી પ્રાયશ્ચિત્ત કરે છે તેને તે પ્રાયશ્ચિત્તનું ફળ અવશ્ય મળે છે. અલ્પ કે મધ્યમ સંકલ્પ બળવાળા મનુષ્યોને, જોકે તે દોષની પુનરુક્તિ કોઈકવાર પ્રાયશ્ચિત્ત કરવા છતાં પણ થઈ જાય છે તો પણ દૃઢ નિર્ધાર અને વારંવારના સાચા હૃદયના શુદ્ધિકરણથી ગમે તેવો મહાન દોષ પણ ક્ષીણ થઈ અંતે નાશ પામે છે. મોક્ષમાર્ગમાં સાચો પુરુષાર્થ જ સિદ્ધિનું નિયામક કારણ છે, તેથી આચાર્યોએ સત્પુરુષાર્થની પ્રેરણા કરી છે.
* વિભિન્ન શ્રેણિના સાધકો માટેની નિયમનિર્દેશિકા ઉદ્દેશ ઃ જ્ઞાન / વૈરાગ્ય / ભક્તિ | સેવાભાવ – આ ચારેયનો સમન્વયાત્મક વિકાસ ત્વરાથી કરવો એ આપણી સાધનાનું ધ્યેય છે; માટે કોઈ એક સાધન ભલે આપણી તાસીર અને સંસ્કારને વધારે માફક આવે તો પણ, થોડો થોડો અન્યનો પણ અભ્યાસ કરવો જોઈએ; તથા સ્વીકાર તો અંતરમાં સમસ્ત સાધનોનો કરવો જોઈએ. આ ચારનો યથાયોગ્ય સમન્વય સાધવા અર્થે વિભિન્ન કક્ષાના સાધકો માટે ઉપયોગી થાય તેવી નિયમાવલી નીચે આપેલ છે.
સામાન્ય સાધકો માટે :
૧. દરરોજ અર્ધો કલભાવપૂર્વક ભક્તિ-પ્રાર્થના કરીશ. ૨. કોઈપણ બાબતમાં કોઈનો પણ વિશ્વાસઘાત નહિ કરું.
૩. પ્રાણીઓ કે નોકરો પાસે વેઠ કરાવીશ નહિ. તેમને યોગ્ય હક્કો અવશ્ય આપીશ.
૪. બહેન, દીકરી, કર્મચારી, નિરાધાર, નિર્બળ, નાના-મોટાભાઈ,
Â-છ
Page #215
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ છે અન્ય સગા કે કોઈનું અણહક્કનું ઝૂંટવીશ નહિ. ૫. મારા જીવનના સમસ્ત કાર્યકલાપમાં હું વડીલોનું, વિદ્વાનોનું
અને ગુણિયલજનોનું સન્માન કરીશ. ૬. જમતાં પહેલાં અને પછી ઇષ્ટદેવનું અવશ્ય સ્મરણ કરીશ. ૭. મોડામાં મોડું સૂર્યોદય પહેલાં અર્ધા કલાકે તો ઊઠી જ જઈશ. ૮. સ્વચ્છેદી, ધર્મરહિત, વ્યસનવાળી વ્યક્તિઓની મૈત્રી કરીશ
નહિ.
૯. દરરોજ ઓછામાં ઓછી પાંચ વાર (five times) પ્રભુનું,
ગુરુનું સ્મરણ કરીશ. ૧૦. દરરોજ ૧૦ મિનિટ લેખિત સ્વાધ્યાય - મંત્રજાપ કરીશ. ૧૧. સ્વાર્થત્યાગને સ્વેચ્છાએ સ્વીકારું છું. સારું ભોજન, સારાં વસ્ત્રો,
સારી પથારી, સારી રૂમ, કીમતી વસ્તુઓ, મારા માટે બધું જ શ્રેષ્ઠ હોવું જોઈએ, આવી વૃત્તિઓ ત્યાગું છું; અર્થાત્ સ્વાર્થવૃત્તિ અને મોજશોખનું પોષણ કરતો નથી. મધ્યમ સાધકો માટે :
ઉપરના નિયમો પાળીશ, સમય વધારીશ અને નીચેના વધારાના નિયમો લઉં છું. ૧. દરરોજ એક કલાક સદ્વાંચન કરીશ. ૨. દરરોજ એક કલાક ભાવપૂર્વક ભક્તિ-પ્રાર્થના કરીશ. ૩. અઠવાડિયામાં બે કલાક યથાશક્તિ વારંવાર સત્સંગ અવશ્ય
કરીશ.
A- ૮
Page #216
--------------------------------------------------------------------------
________________
ન અધ્યાત્મ ૪. સાત વ્યસનોનો ત્યાગ કરું છું : દારૂ, જુગાર (લોટરી),
માંસાહાર (ઇડાસહિત), કુશીલ, મોટા જીવને જાણીબૂજીને
મારવો, ચોરી, વેશ્યાગમન. ૫. અશ્લીલ વાર્તાઓ, નૉવેલો, કાવ્યો વાંચીશ નહીં. ઓછી
જરૂરિયાતવાળું જીવન સ્વીકારું છું. ૬. કોઈની નિંદા કરીશ નહીં. ૭. સ્થૂળ ક્રોધ કરીશ નહીં. ૮. સંત, સદ્ગનો વિશિષ્ટ વિનય અને સત્કાર તથા પરમાત્માની
ભાવપૂર્વક ભક્તિ કરીશ. ૯. વૃત્તિને ઉત્તેજક એવા ડુંગળી-લસણ આદિ કંદમૂળનો આહારમાં
ઉપયોગ નહીં કરું. ૧૦. દરરોજ ઓછામાં ઓછી ૧૧ વાર (eleven times) પ્રભુનું,
ગુરુનું સ્મરણ કરીશ. ૧૧. મહિનામાં બે દિવસોએ ઉપવાસ એકાસણું બેસણું કરીશ. ૧૨. શરીર સ્વસ્થ રહેતાં સુધી દર વર્ષે એક વખત તીર્થયાત્રા કરીશ;
જ્યાં કોઈ આધ્યાત્મિક સંત હોય ત્યાં જવાનો વિશેષ પુરુષાર્થ
કરીશ, બને ત્યાં સુધી મુમુક્ષુ સાધકો કે સંતની સાથે. ૧૩. દરરોજ અર્ધા કલાક લેખિત સ્વાધ્યાય-મંત્રજાપ કરીશ. ૧૪. બિનજરૂરી વાતોથી નિવત્ છું. ૧૫. દરરોજ એક માળાનો ઇષ્ટમંત્રનો જાપ કરીશ.
A-GO
Page #217
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
૧૬. મહિનામાં ૨૨ દિવસ સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરીશ. ૧૭. સૂતી વખતે ૧૧ વખત ઇષ્ટમંત્રનો જાપ કરીશ.
૧૮. આવકના ૧ ટકાથી વધારે સત્કાર્યમાં દાન અર્થે જુદા કરીશ દઈશ.
૧૯. વર્ષમાં ઓછામાં ઓછા ૪ નવા આધ્યાત્મિક પદો કંઠસ્થ કરીશ. ઉચ્ચ સાધકો માટે :
ઉપરના નિયમો પાળીશ, સમય વધારીશ અને નીચેના વધારાના નિયમો લઉં છું.
૧. દરરોજ દોઢ કલાક સાંચન કરીશ.
૨. દરરોજ દોઢ કલાક ભાવપૂર્વક ભક્તિ-પ્રાર્થના કરીશ.
૩. દરરોજ એક કલાક સત્સંગ કરીશ.
૪. ધર્મોપયોગી અને જ્ઞાનવર્ધક સમાચાર સિવાય ટી.વી. રેડિયાનો ઉપયોગ નહીં કરું.
૫. ચામડાની હિંસક વસ્તુઓ, સૌંદર્ય-પ્રસાધનો, સાચું રેશમ, હોટેલ, Pesticide આદિ હિંસાના સાધનો બનાવનાર કંપનીઓના શૅરો નહિ લઉં. સંપત્તિ વધારીને તૃષ્ણા નહિ વધારતા સંતોષ ધારણ કરું છું.
૬. સ્વેચ્છાએ કોર્ટમાં જઈશ નહિ.
૭. સ્થૂળ હિંમાયુક્ત ઔષધ નહિ વાપરું.
૮. દરરોજ ઓછામાં ઓછી ૩૧ વખત પ્રભુનું, ગુરુનું સ્મરણ
કરીશ.
A-૧૦.
Page #218
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
૯. મહિનામાં ચાર દિવસોએ ઉપવાસ | એકાસણું | બેસણું કરીશ. ૧૦. સ્વેચ્છાએ સિનેમા જોઈશ નહિ. ૧૧. વર્ષમાં ઓછામાં ઓછા ૧૫ દિવસ નિવૃત્તિક્ષેત્રોમાં સત્સંગ
અધ્યયનાદિ સાધના આત્મકલ્યાણ અર્થે કરીશ. ૧૨. શરીર સ્વસ્થ રહેતાં સુધી દર વર્ષે એક વખત જ્યાં કોઈ
આધ્યાત્મિક સંત હોય ત્યાં રહેવા જવાનો વિશેષ પુરુષાર્થ કરીશ.
બને ત્યાં સુધી મુમુક્ષુ સાધકો કે સંતની સાથે તીર્થયાત્રા કરીશ. ૧૩. આહારમાં સાદાઈ રાખીશ. ઊણોદરીનો આદર કરીને
રસાસ્વાદનો ત્યાગ કરું છું. ૧૪. દરરોજ અર્ધો કલાક લેખિત સ્વાધ્યાય-મંત્રજાપ કરીશ.” ૧૫. મારા વસ્ત્રો સાદાં અને ઓછી કીમતના રહેશે, કારણ કે સ્વ
પરનું સૌમ્યપણું ઇચ્છું . ૧૬. દરરોજ પ્રાયશ્ચિત્ત-ક્ષમાપના કરીને પછી જ સૂવા જઈશ. ૧૭. અઠવાડિયામાં ચાર કલાક મૌન પાળીશ. ૧૮. દરરોજ ત્રણ માળાનો ઇષ્ટમંત્રનો જાપ કરીશ. ૧૯. મહિનામાં ૨૮ દિવસ અથવા સંપૂર્ણપણે બ્રહ્મચર્યનું પાલન
કરીશ. ૨૦. સૂતી વખતે ૩૧ વખત ઈષ્ટમંત્રનો જાપ કરીશ. ૨૧. વર્ષમાં ઓછામાં ઓછા ૬ નવા આધ્યાત્મિક પદો કંઠસ્થ કરીશ. ૨૨. આવકના ૨ ટકાથી વધારે સત્કાર્યમાં દાન અર્થે જુદા કરી
દઈશ.
-
-
-
-
DA- Gu
Page #219
--------------------------------------------------------------------------
________________
વ્યાત્મ
* શિબિર દરમ્યાન ધ્યાનપૂર્વક શીખવાના મુખ્ય મુદ્દાઓઃ ૧. આહાર, વિહાર અને નિહારની (મળ-મૂત્રની હાજત)
નિયમિતતા અને પરિમિતતા. ૨. સતત આત્મજાગૃતિ દ્વારા આળસનો ત્યાગ. ૩. સહનશીલતાનો અભ્યાસ. ૪. તત્ત્વજ્ઞાનનો અભ્યાસ, શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરવું અને વધારવું. ૫. પ્રાર્થના ભક્તિની બેઠકોમાં ઉત્સાહપૂર્વક અને નિયમિતતાથી
ભાગ લેવો. ૬. “મૌન' – અંગત ચિંતનની પુષ્ટિ માટે ખપ પૂરતું જ બોલવું. ૭. સૌ સાથે ધર્મવાત્સલ્યપૂર્વક વર્તી સાચો પ્રેમ કેળવવો. ૮. અભ્યાસેલ ક્રમને પોતાના જીવનમાં ઓછાવત્તા અંશે કાયમી
સ્થાન આપીને જીવનમાં એક ઉચ્ચ ધ્યેય પ્રાપ્ત કરવાનો સંકલ્પ કરવો.
* “સુખની શોધ [સ્વાત્મચિંતનરૂપે લખેલ હાથનોંધના
આધારે) ૧. ધર્મવિમુખ અને બહિર્મુખ દૃષ્ટિવાળા જીવો સુખ બહારમાં
શોધે છે. ૨. તેઓ દયાને પાત્ર છે. ૩. સુખ શું છે તે વિચારતા નથી. ૪. સુખનું લક્ષણ નક્કી કરતા નથી.
i A- ૧૨
Page #220
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
૫. સુખનું અસ્તિત્વ ક્યાં છે તે નક્કી કરતા નથી.
૬. સુખનું સાધન શું છે તેનો નિર્ધાર કરતા નથી.
૭. સુખની શોધમાં છે જ, કારણ સુખ ઇચ્છે છે અને દુઃખથી બચવા પ્રયત્ન કરે છે.
૮. સુખનું અસ્તિત્વ બહારમાં માન્યું છે તેથી તેની શોધ પણ બહાર જ કર્યા કરે છે.
૯. સુખ આત્માનો ગુણ છે.
૧૦. સુખસ્વરૂપ જ આત્મા છે કારણ કે ગુણ-ગુણી કંચિત્ અભેદ છે.
૧૧. જ્યાં ચેતના નથી ત્યાં સુખ નથી, તેથી અચેતન પદાર્થોમાં સુખની સંભાવના થઈ શકતી નથી.
૧૨. દરેક ચેતનાધારી ચેતનત્વ અને સુખ અલગ અલગ સ્વાધીન છે અને તે પોતે જ તેને પામી શકે છે.
૧૩. જો સુખ સ્વાધીન ન હોય તો પરાધીન હોય અને પરાધીન વસ્તુ સર્વોત્કૃષ્ટ કેવી રીતે હોઈ શકે? વળી પરાધીન કહેતાં જીવનું સુખ કોઈ હરી શકે તેમ નક્કી થયું અને એમ નક્કી થતાં જગતમાં સુખની પ્રાપ્તિની અસંભાવના થઈ, કારણ કે જીવ પોતે પોતાનું સુખ પ્રગટ કરી શક્યો નહીં, વા પ્રગટ કરીને સાચવી શક્યો નહીં. આવી જગત-વ્યવસ્થાને જ્ઞાનીઓએ સ્વીકારી નથી કે જેમાં સ્વાધીન સુખની પ્રાપ્તિની અસંભવિતતા હોય.
૧૪. આથી એમ નક્કી થયું કે સુખ પરાધીન નથી જ કારણ કે
- A - ૧૩ -
Page #221
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
સ્વાધીન સુખ જ્ઞાનીઓએ પૂર્વે પ્રગટ કર્યું છે, અત્યારે કરે છે અને ભવિષ્યમાં પણ કરશે.
૧૫. તેઓએ વસ્તુના સાચા શ્રદ્ધાનથી, સાચા જ્ઞાનથી અને સાચા આચરણથી આ સુખ પ્રગટ કર્યું છે.
૧૬. વસ્તુનું સાચું શ્રદ્ધાન થતાં, અનુભવસહિત આત્માનું શ્રદ્ધાન થયું અથવા આત્મજ્ઞાન થયું.
૧૭. સાચું આત્મજ્ઞાન થતાં, ક્રમે કરીને આચરણની શુદ્ધિ થતી ગઈ અને સામ્યભાવની પ્રાપ્તિ થઈ.
૧૮. જેટલો જેટલો સામ્યભાવ પ્રગટ્યો તેટલો તેટલો મમતાભાવ નાશ પામ્યો; અને તેટલા તેટલા પ્રમાણમાં સ્વભાવસુખનો સ્વાધીન સુખનો અનુભવ થયો.
૧૯. સામ્યભાવ પૂર્ણ થતાં પૂર્ણ સુખ પ્રગટ થયું. ૨૦. આમ પૂર્ણ સુખ પ્રગટ થતાં જીવ કૃતકૃત્ય થયો.
મોક્ષમાર્ગની સિદ્ધિ [હાથનોંધના આધારે] દૃઢ નિશ્ચયી સર્વ સત્પુરુષોને નમસ્કાર હો! ૧. આ આત્મા મહાન પુરુષોના જીવનમાંથી પ્રેરણા મેળવો. ૨. મહાકાર્યની સિદ્ધિ મહાપુરુષાર્થ વિના સંભવતી નથી.
૩. મહાપુરુષાર્થ મહાન ત્યાગની અને બલિદાનની અપેક્ષા રાખે
છે.
૪. વિશિષ્ટ હિંમત, વિશિષ્ટ શ્રદ્ધા, પ્રતિજ્ઞાનું નિરતિચા૨પણે પાલન
- A- ૧૪
Page #222
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
અને અવિરત આત્મજાગૃતિ વિના મહાકાર્યની સિદ્ધિ કેવી રીતે ઈચ્છે છે? ૫. આત્માના શુદ્ધ ભાવોનું પ્રગટ થવું તેને પુરુષોએ મહાકાર્ય
કહ્યું છે. ૬. શુદ્ધ ભાવોની પ્રગટતા થયા પછી પણ તે શુદ્ધિ જળવાઈ રહે
તે અર્થે તેમ જ તે શુદ્ધિની વિશેષ વિશેષ વૃદ્ધિ થાય તે માટે સતત પુરુષાર્થની આવશ્યકતા છે. પોતાના પરિણામોનું સૂક્ષ્મ અવલોકન કરવું જોઈએ અને જે કાંઈ દોષ થાય તેને નિવારવો જોઈએ. સતત અંતર્મુખ દૃષ્ટિ સહિત આત્મભાવના વડે
સામ્યભાવ કર્તવ્ય છે. ૭. સામ્યભાવની પ્રાપ્તિ દુર્લભ છે, પરંતુ તીવ્ર વૈરાગ્યભાવ સહિત
જેમ જેમ વૃત્તિ આત્મામાં વહ્યા કરે તેમ તેમ વિશેષ સામ્યભાવની પ્રાપ્તિ હોય છે. આત્મવિચારનો દીર્ધ અભ્યાસ, એકાંતવાસ વા સત્સંગ, સલ્લાસ્ત્રોનું પરિશિલન, અલ્પાહાર,
ઉત્સાહ અને ધર્મ વડે તે ક્રમની સિદ્ધિ થાય છે. ૮. સામ્યભાવ છે ત્યાં સંતોષ છે, શાંતિ છે, નિરાકુળતા છે,
સ્વસ્થતા છે, ઉપશાંતતા છે, ઉદાસીનતા છે; પ્રાયઃ મૌનભાવ
વર્તે છે. ૯. સ્વાનુભવની મુખ્યતાથી કથન કરીએ તો કહી શકાય કે આવો
સામ્યભાવ આત્મજ્ઞાનીને આત્માનુભવના સમયે વિશિષ્ટપણે હોય છે, જ્યાં આત્માના અતીન્દ્રિય સુખનો સ્વાદ ચાખવારૂપ કર્તવ્ય જ માત્ર હોય છે. આત્માનો અનુભવ ન હોય ત્યારે આવો વિશેષ આનંદ હોતો નથી. ત્યાં યથાસંભવ, જેટલા
A- ૧૫
Page #223
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પ્રમાણમાં રાગદ્વેષ પરિણતિ ન હોય તેટલા પ્રમાણમાં સમભાવ
હોય છે. * જીવોના વિષમ પરિણામ પ્રત્યે સત્પષોનો સમભાવ
વ્યવહાર જીવનમાં એમ જોવામાં આવે છે કે વાહનવ્યવહારના, આવકવેરાના, સામાજિક ન્યાયના અને એવા બીજા જે કાયદાઓ છે તેનો, મોટા ભાગના લોકો ભંગ કરે છે અને તેમને સમજાવવા છતાં પણ સમજતા નથી અને ઉદ્ધતાઈથી ન્યાયવિરુદ્ધ જવાબ આપી એમ વર્તવામાં બડાઈ અનુભવે છે.
પરમાર્થ જીવનમાં પણ જ્ઞાની પુરુષોની સદ્ધર્મપ્રેરક આત્મકલ્યાણકારી વાણી સાંભળ્યા છતાં લોકો તેને આવકારતા નથી. મધ્યસ્થ ભાવથી તેના સારાસારપણાનો વિવેક કરતા નથી અને સત્યમાં (સત્યસ્વરૂપ જ્ઞાનીની વાણીમાં) પણ લોકલાજથી, રૂઢિધર્મથી, કુયુક્તિથી, વ્યક્તિરાગથી અથવા અજ્ઞાનથી દોષારોપણ કરે છે અને સત્યને માત્ર અવગણતા જ નથી પણ તેનો વિરોધ સુદ્ધાં કરે છે.
તો અહીં એમ સમજવું કે જેમ લૌકિક અન્યાય સહન કરવો વાજબી માનીએ છીએ તેમ ભવિષ્યમાં “સ'નું પ્રકાશન કરતી વખતે તેથી ઘણો વિશેષ અન્યાય સહન કરવા માટે તૈયાર રહેવું તેમાં જ ખરી મહત્તા છે અને પોતાનાં પરિણામોને માધ્યસ્થભાવમાં રાખી નિજ જ્ઞાનની આરાધનામાં પ્રવર્તવું શ્રેયસ્કર માનીએ છીએ. શાસ્ત્રની આજ્ઞા અને જ્ઞાની પુરુષોની ભાવના પણ તેમ જ કરવાની છે. યથા -
'माध्यस्थभावं विपरीतवृत्ती, सदा ममात्मा विदधातु देव।'
(શ્રી અમિતગતિ સામાયિક)
A - ૧૬
Page #224
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
* સુધારસ :
સુધારસના બે પ્રકાર છે: દ્રવ્યસુધારસ : જ્યારે ધ્યાન કરવા બેસીએ અને અમુક કક્ષાની એકાગ્રતા થાય ત્યારે એક ખાસ પ્રકારનો રસ મુખમાં પેદા થાય તેને દ્રવ્યસુધારસ કહેવાય. આ દ્રવ્યસુધારસનો અનુભવ સાધકને થાય જ એવો કોઈ નિયમ નથી. ભાવસુધારસ : જેમ જેમ સાચી સાધનામાં આગળ વધે, કામક્રોધાદિ ભાવોનું બળ ઘટતું જાય, આત્મતત્ત્વનો લક્ષ બંધાતો જાય અને ગુરુગમ દ્વારા પ્રાપ્ત થયેલો જે શુદ્ધ બોધ “હું અખંડ નિર્મળ જ્ઞાનમાત્ર છું' તેની પકડ નિયમિત અભ્યાસ દ્વારા ચિંતનદશામાં પાકી થતી જાય ત્યારે કોઈ મહાપવિત્ર પળે, ચિત્ત સર્વથા શાંત થઈ જતાં, જે અતીન્દ્રિય આનંદની અનુભૂતિ પ્રગટે છે તેને ભાવસુધારસ ગણવો. તેનું વિશેષ સ્વરૂપ પ્રત્યક્ષ
જ્ઞાનીના સાન્નિધ્યમાં વધારે સ્પષ્ટ થઈ શકે. - સમાધિ-મરણ
આપણે જે કાંઈ સાધના કરીએ છીએ તે સાધનાનું ફળ આ જીવનમાં આપણને સુખ-શાંતિ મળે, જીવનને અંતે સમાધિ-મરણ પ્રાપ્ત થાય અને પરંપરાએ મોક્ષ મળે એ જ છે. માટે સાધના કરતી વખતે વિપરિત શારીરિક સંજોગોમાં પણ સમભાવ રહે તેવો પ્રયત્ન અને અભ્યાસ કરતા રહેવા જોઈએ. જો થોડાક તાવથી, ઉધરસથી, દુખાવાથી કે કબજિયાતથી આપણે ગભરાઈ જઈએ કે આકુળવ્યાકુળ થઈ જઈએ તો મૃત્યુ સમયે અત્યંત શારીરિક વેદના થતાં આપણે પરમાર્થનો લક્ષ કેવી રીતે રાખી શકીશું? કેવી રીતે
A-૧૭
Page #225
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
શાંતિપૂર્વક દેહત્યાગ કરી શકીશું? એ પ્રમાણે વિચારી સાધનાનું આયોજન કર્તવ્ય છે.
સમાધિ-મરણ વિષે પૂર્વાચાર્યો અને મહાજ્ઞાની પુરુષોએ આપેલો અમૃતરૂપ ઉપદેશ અને માર્ગદર્શન, તેનું સંક્ષેપમાં અત્રે અવતરણ કરીએ છીએ : ૧. જેનો પ્રતિકાર ન થઈ શકે તેવા ઉપસર્ગ, દુષ્કાળ, રોગ કે
ઘડપણનો યોગ થતાં, ધર્મની રક્ષા માટે શરીરનો ત્યાગ કરવો
તેને પુરુષોએ સલ્લેખના અથવા સમાધિ-મરણ કહ્યું છે. ૨. જે તપનું ફળ અંતમાં સમાધિ-મરણ છે તે તપને સર્વજ્ઞ
ભગવાને પ્રશંસું છે. માટે સ્વશક્તિ પ્રમાણ સમાધિ-મરણ માટે પ્રયત્ન કરવો જોઈએ. સ્નેહનો, વેરનો, સંગનો અને પરિગ્રહનો ત્યાગ કરીને, શુદ્ધ મન અને પ્રિય વચનો વડે સ્વજનો અને સ્નેહી-મિત્રોની પાસે ક્ષમાયાચના કરવી. વળી આ અવસરમાં, શોક, ભય, સ્નેહ, મનની મલિનતા, અરતિભાવ, કાયરતા વગેરે દૂર કરીને શાસ્રરૂપી અમૃત વડે પોતાના આત્મબળનો પ્રકાશ કરી મનને
પ્રસન્ન કરવું. ૪. સંસારમાં આસક્ત પુરુષોને જ મૃત્યુનો ભય હોય છે. જેઓનું
મન જ્ઞાન-વૈરાગ્યથી સીંચાયેલું છે તેમને તો મૃત્યુ હર્ષરૂપ
હોવાથી મહોત્સવરૂપ જ છે. ૫. ધીમે ધીમે આહાર-પાનનો ત્યાગ કરીને શરીરને કૃશ કરે છે
અને પંચપરમગુરુનું શરણ અને યથાશક્તિ આત્માનું સ્મરણ કરીને ક્રોધાદિ કષાયને પણ કૃશ કરે છે.
|
A-૧૮
Page #226
--------------------------------------------------------------------------
________________
| અધ્યાત્મ ) ૬. વધારે જીવવાની આશા રાખવી, જલદી મરવાની વાંછા કરવી,
મરણના દુઃખથી ભયભીત થવું, સ્વજન-મિત્રતાદિનું સ્મરણ કરવું અને આગામી ભોગોની ઈચ્છા કરવી - આ પાંચ
અતિચારોને છોડીને સમાધિ-મરણની આરાધના કરવી. ૭. પરમ સુખસ્વરૂપ, પરમોત્કૃષ્ટ, શાંત શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમાધિને
સર્વ કાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર. તે પદમાં
નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેનો તે પુરુષોને નમસ્કાર. ૮. જ્ઞાનીના માર્ગનો વિચાર કરતાં જણાય છે કે કોઈ પણ પ્રકારે
મૂછપાત્ર આ દેહ નથી, તેને દુઃખે, શોચવા યોગ્ય આ આત્મા નથી. આત્માને આત્મ-અજ્ઞાને શોચવું એ સિવાય બીજો શોચ તેને ઘટતો નથી. પ્રગટ એવા યમને સમીપ દેખતાં છતાં જેને દેહને વિષે મૂછ નથી વર્તતી તે પુરુષને નમસ્કાર છે. એ જ વાત ચિંતવી રાખવી, અમને તમને પ્રત્યેકને ઘટે
(શ્રીમદ્ રાજચંદ્ર) ૯. તેનો તું બોધ પામ કે જેનાથી સમાધિમરણની પ્રાપ્તિ થાય.
એક વાર જો સમાધિ-મરણ થયું તો સર્વ કાળનાં અસમાધિમરણ ટળશે.
(શ્રીમદ્ રાજચંદ્ર) - સાધક માટે વીણેલા મોતી • તપ : ૧. આત્મા સાથે જે કર્મો – આવરણો લાગેલાં છે તેમને આત્માથી
પૃથક્ કરવા માટે તપ કરવું જરૂરી છે. તપ એટલે પોતાના સમગ્ર વ્યક્તિત્વને તપાવવું – કરવું અને તે દ્વારા સહનશીલતા કેળવવી. માટે જ કહ્યું છે :
છે.
A - ૧૯
Page #227
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
વર્નક્ષયાઈ તથતિ રૂતિ તપદા' (શ્રીસર્વાર્થસિદ્ધિ) ૨. તત્ત્વદષ્ટિએ રૂછનિરોથ તપ: - એટલે કે ભિન્નભિન્ન
ઇચ્છાઓનો વિરોધ કરવો એ તપ છે. ૩. સાચા જ્ઞાનની પ્રાપ્તિ વગર જે તપ કરવામાં આવે છે તેને
બાળતા કહ્યું છે. તેનાથી પુણ્ય ઉપાર્જન થાય છે, પરંતુ કર્મો
બળી શકતાં નથી. ૪. “તિઃ તા:, જીિત: ત્યા?’ એમ શક્તિ અનુસાર પણ
શક્તિ છુપાવ્યા વિના તપ કરવું જોઈએ, એમ શાસ્ત્રમાં કહ્યું
છે.
૫. તપના બાર પ્રકાર છે : છ બાહ્ય અને છ અંતરંગ.
બાહ્ય તપના છ પ્રકાર ૧. અનશન : એક, બે કે ત્રણ આદિ દિવસો માટે આહાર
ન લેવો તેને અનશન કહે છે. ૨. ઉણોદરી : પોતાની ભૂખથી થોડું ઓછું ખાવું તેને
ઉણોદરી કહે છે. ૩. વૃત્તિપરિસંખ્યાન : અમુક જ દ્રવ્ય કે રસ ગ્રહણ કરવો
તેને વૃત્તિપરિસંખ્યાન કહે છે. ૪. રસપરિત્યાગ : ખારો, તીખો કે ગળ્યો એવો કોઈ પણ
રસ છોડી દેવો તેને રસપરિત્યાગ કહે છે. ૫. વિવિક્તશય્યાસન : એકલા સૂવાની કે રહેવાની
ટેવ પાડવી તે.
A- ૨૦
Page #228
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
૬. કાયક્લેશ : શારીરિક કષ્ટ સહન કરવાની ટેવ પાડવી
તથા ખાસ કરીને ધ્યાન અવસ્થામાં સુખદુઃખનાં કારણોને સમભાવથી સહન કરી કાયા પ્રત્યેની માયા ઘટાડવી તેને
ખરેખર કાયકલેશ નામનું તપ કહે છે. અંતરંગ તપના છ પ્રકાર : ૧. પ્રાયશ્ચિત્ત : પોતાના દોષોનું સદ્દગુરુ અથવા પરમાત્માની
સાક્ષીએ કબૂલ કરવું અને તેવા દોષો ફરીથી ન થાય
તેવો ઉદ્યમ કરવો તેને પ્રાયશ્ચિત કહે છે. ૨. વિનય : પૂજ્ય વ્યક્તિઓ અને પૂજ્ય વસ્તુઓ પ્રત્યેનો
અંતરનો આદરભાવ-ભક્તિભાવ તે વિનય. ૩. વૈયાવૃત્ય : શારીરિક અસ્વસ્થતાવાળા શ્રી સાધુ મહારાજ
કે બીજા મહાત્મા અને ધર્મનિષ્ઠ પુરુષોની સેવા-સુશ્રુષા
કરવી તે વૈયાવૃત્ય. ૪. સ્વાધ્યાય : ઉત્તમ મહાત્માઓનાં ધર્મ-મોક્ષ નિર્દેશક
વચનોનું વાંચવું, વિચારવું, લખવું, પૂછવું, રટણ કરવું કે ઉપદેશવું તે સ્વાધ્યાય. ધ્યાન ઃ ચિત્તને પરમાત્માના કે પુરુષોના ગુણોમાં કે ચારિત્ર્યમાં તન્મય કરવું તે ધ્યાન. તથારૂપ વિશિષ્ટ અભ્યાસથી ચિત્તવૃત્તિ શુદ્ધાત્મામાં સ્થિર થઈ જાય અને અતીન્દ્રિય આનંદ પ્રગટે તે ઉત્તમ ધ્યાન – નિર્વિકલ્પ
સમાધિ. ૬. વ્યુત્સર્ગઃ શરીર,સ્વજન-કુટુંબાદિ, ધનધાન્ય, બંગલા, મોટર
વગેરે બાહ્ય પદાર્થો તથા કામ-ક્રોધ-લોભ-અજ્ઞાન આદિ
A. ૨૧ :
Page #229
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
" અંતરંગ ભાવોમાં અહ-મમત્વનો ત્યાગ કરવો તે વ્યુત્સર્ગ. કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ મોક્ષમાર્ગમાં ચાર પ્રતિબંધ કહ્યાં છે : લોક પ્રતિબંધ, સ્વજન પ્રતિબંધ, દેહાદિ પ્રતિબંધ અને સંકલ્પ- વિકલ્પ પ્રતિબંધ. દેવ, શાસ્ત્ર, ગુરુ એ ત્રણ તત્ત્વોનું સમીચીન અવલંબન લેવાથી સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચું ચારિત્ર્ય એ ત્રણ ગુણો પ્રગટ થાય છે અને વધતા જાય છે. સાચી શ્રદ્ધા, જ્ઞાન અને આચરણને અનુસરીએ તેનું નામ મોક્ષમાર્ગ છે. તે પામવા માટે બે પ્રકારની સાધના-પદ્ધતિ છે : ૧. અધ્યાત્મ-પદ્ધતિ : અહીં આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની વાત
આગળ હોય (મુખ્ય હોય) છે અને વ્રતાદિના ગ્રહણની
વાત પછી હોય છે. ૨. સિદ્ધાંત-પદ્ધતિઃ અહીં પહેલાં જપ, તપ, વ્રત, નિયમ વગેરે
ગ્રહણ કરાવવામાં આવે છે અને પછી આત્મજ્ઞાનની પ્રાપ્તિ
માટેના પુરુષાર્થનું સૂચન અને અનુસરણ હોય છે. પ્રાયઃ બન્ને પદ્ધતિઓનો જ્ઞાનીને સ્વીકાર છે. • સાચો સત્સંગ અને સાચી ભક્તિની ઉપાસના બરાબર કર્યા
| વિના સત્પાત્રતા પ્રગટતી નથી. • આત્માનાં મુખ્ય લક્ષમાદિ) દસ લક્ષણો છે, જેના પ્રગટવાથી
સામાન્યપણે એમ જાણી શકાય કે સાધકનો આત્મા કેટલો શુદ્ધ થયો છે. મોક્ષમાર્ગનાં બાહ્ય સાધનોમાં દેશકાળ પ્રમાણે ફેરફાર થઈ શકે છે, પણ નિશ્ચયથી તો મોક્ષમાર્ગનું સ્વરૂપ બદલાતું નથી.
A• ૨૨
Page #230
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ } તે તો એક ચિત્તશુદ્ધિરૂપ (આત્મશુદ્ધિરૂ૫) જ છે. सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः। તેને ઉલટાવીએ તો मिथ्यादर्शनज्ञानचारित्राणि मोहमार्गः। એવો અર્થ થાય છે, માટે સર્વ ઉદ્યમથી મોહ ઘટાડવાનો પ્રયત્ન
કરવો.
ઘાતી કર્મની બધી જ પ્રકૃતિઓ પાપપ્રકૃતિ છે. આ ઘાતી કર્મોનો નાશ કરવાના સામાન્ય ઉપાયો નીચે મુજબ ગણાવી શકાય : ૧. સત્સંગ અને સબોધ આદિથી મોહનીય ઘટે છે. ૨. ભગવંત જ્ઞાની પુરુષોની સેવા વગેરે કરવાથી જ્ઞાનાવરણીય
ઘટે છે. ૩. પ્રમાદ, આળસનો ત્યાગ કરવાથી દર્શનાવરણીય તૂટે છે. ૪. કોઈ પણ જીવોની કરુણા કરવાથી અને ખોટાં કામોનું
અનુમોદન નહિ કરવાથી અંતરાયકર્મ તૂટે છે. પોતપોતાના સંસ્કાર અને રુચિ પ્રમાણે જ્ઞાનયોગ, ધ્યાનયોગ, ભક્તિયોગ કે અનાસક્ત કર્મયોગ કે તેઓના સમન્વયાત્મક અભ્યાસ દ્વારા મોક્ષમાર્ગમાં આગળ વધી શકાય છે. મોક્ષમાર્ગમાં જ્ઞાન અને ક્રિયા એ બન્નેના સમન્વયની જરૂર છે. સામાન્યપણે ઉપયોગનો સંબંધ જ્ઞાન સાથે અને યોગનો
સંબંધ ક્રિયા સાથે છે એમ કહી શકાય. • ભાવના એ મોક્ષમાર્ગનું એક અનિવાર્ય અને સૌથી અગત્યનું
A- ૨૩
Page #231
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
અંગ છે. ભાવના પ્રમાણે ભવન થવા માટે follow up - રૂપ સપુરુષાર્થની જરૂર છે. ભાવના અને કર્તવ્યનિષ્ઠા'ના સમન્વયથી જીવનમાં સિદ્ધિ થાય છે. જે જિજ્ઞાસુ સપુરુષનો સમાગમ રૂડી રીતે કરે, તેમનો બોધ ધ્યાનપૂર્વક સાંભળે, ગુણ પર પ્રશસ્તભાવ રાખે અને પુરુષની આજ્ઞા પાળે, તેને આત્મજ્ઞાન પ્રગટે છે. શીરો બનાવવા માટે લોટ, પાણી, ગોળ, ઘી વગેરે બધુંય જોઈએ; એ બધાનું વિવેકપૂર્વક મિશ્રણ કરતાં શીરો બને છે આવી જ રીતે પરમાર્થમાં શ્રદ્ધા, જ્ઞાન, આચરણ આદિનો પરસ્પર વિવેકપૂર્વક ખપ કરવાથી આત્મકલ્યાણનો માર્ગ સિદ્ધ થાય છે. મોક્ષમાર્ગ સાવ સહેલો છે; કારણ કે આપણા પોતાના જ સ્વરૂપની શ્રદ્ધા, લક્ષ અને અનુભવ કરવાનાં છે. છતાં અપેક્ષાએ તે સૌથી અઘરો છે; કારણ કે અનાદિથી તેવો અભ્યાસ સાચી રીતે સાધકે કર્યો નથી, જેથી અનેક પ્રકારના
વિપરીત સંસ્કારો સામે સતત ઝઝૂમવાનું છે. • વ્યાવહારિક જીવનમાં finished products માટે જેમ raw
materials ભેગાં કરીને તેમનું યોગ્ય ક્રમથી processing કરવું પડે છે તેવી જ રીતે મોક્ષમાર્ગમાં નિર્મળ ચિત્ત કરીને, પરમાત્મા - સદ્ગુરુની આજ્ઞા પ્રમાણે સાધના કરીને, જીવનમાં
સાચી પવિત્રતા અને એકાગ્રતા સિદ્ધ કરવાં પડે છે. • લગભગ ૨,000 વર્ષ પહેલા આલેખિત થયેલું “શ્રી સમયસાર'
નામનું એક ઉત્તમ અધિકૃત આધ્યાત્મિક શાસ્ત્ર છે. તેમાં
A- ૨૪
Page #232
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
નિશ્ચયનયની મુખ્યતાથી, જીવાદિ તત્ત્વોનું વર્ણન કરેલું છે; જે પરમ સત્ય હોવાથી અત્યંત અધિકૃત છે જ.
આમ છતાં, વર્તમાન દેશ-કાળની સમગ્ર પરિસ્થિતિને લક્ષમાં લઈને, છેલ્લા ૨૦૦-૩૦૦ વર્ષોમાં, અનુભવી ધર્માત્માઓ દ્વારા લખાયેલ રૂડા અને અધિકૃત શાસ્ત્રો, આપણે વધારે સરળતાથી સમજણમાં અને પ્રયોગમાં લાવી શકીએ છીએ. માટે પ્રાચીન અને અર્વાચીન બન્નેનો યથાયોગ્ય સમન્વય ગુરુગમ દ્વારા આત્મસાત્ કરીને, જેમ સ્વપર હિત સધાય અને આપણું જીવન પવિત્ર, પ્રબુદ્ધ, પ્રશાંત, વિશાળદૃષ્ટિસંપન્ન અને સદ્ગુણી બને તેમ કરવું. મત અને હઠાગ્રહ ગૌણ થાય અને સમત્વ વધે તો જ સાચી આધ્યાત્મિક્તા સિદ્ધ થાય છે, જે પરમાનંદને આપવાવાળી છે. ઉત્તમ સાધકે, અવશ્ય આ પદ્ધતિને અનુસરીને, કોઈ પણ ઉપાયે તેની પ્રાપ્તિ કરવી.
વક્તૃત્વ અને સંતત્વ એ બન્ને મુખ્યપણે જુદાં છે; આ વાત કોઈ સૂક્ષ્મ દૃષ્ટિવાન મુમુક્ષુ જ જાણી શકે છે.
નીચે જણાવેલ ‘ચાર પ્રકારની ઉપાસનાથી આત્માનો અત્યંત વૈભવ અમને પ્રગટ થયો છે', એમ શ્રી સમયસારની પાંચમી ગાથાની ટીકામાં આચાર્યશ્રીએ ઉદ્ઘોષણા કરી છે :
૧. આ વિશ્વમાં પ્રગટ એવા ચેતન-અચેતન પદાર્થોને બતાવનાર સ્યાદ્વાદશૈલીવાળી ભગવાનની વાણીની ઉપાસના.
૨. સમસ્ત એકાંતવાદી વિચારધારાઓનું નિરાકરણ કરવામાં
A- ૨૫
Page #233
--------------------------------------------------------------------------
________________
- અધ્યાત્મ
સમર્થ એવી સુયુક્તિ; ન્યાયાનુસારણી નિર્મળ બુદ્ધિ. ૩. અત્યંત નિર્મળ જ્ઞાનના ધારણ કરવાવાળા પરમ ગુરુઓનો
અનુગ્રહપૂર્વકનો દિવ્ય ઉપદેશ. ૪. નિરંતર અનુભવમાં આવતું, શુદ્ધાત્માના અનુભવરૂપ
પ્રચુર સ્વસંવેદન. ગુરુના ઉપદેશથી “સત્' પ્રત્યેની જે દૃષ્ટિ થઈ તે સાચી છે; છતાં તે પરમાર્થ દૃષ્ટિ નથી. પરમાર્થ દૃષ્ટિ તો પોતાના આત્મસ્વરૂપના અભ્યાસની પરિપક્વતાથી પ્રાપ્ત થતા અનુભવજ્ઞાન દ્વારા પ્રગટે છે. તે પરમ સત્ય છે. તેને નિશ્ચય મોક્ષમાર્ગ પણ કહેવાય છે.
જ્યારે સાચી ધર્મદશા પ્રગટે ત્યારે જીવનનાં બધાં જ ક્ષેત્રોમાં તેની દિવ્યતા વ્યાપેલી જોવામાં આવે છે. યથા - “મેરે મન મેં રામ, તન મેં રામ, રોમ રોમ મેં રામ રે;
રામ સુમિર લે, ધ્યાન લગા લે, ગૌણ જગતકે કામ રે.” • સાચા જ્ઞાનીઓનું જીવન ખુલ્લી કિતાબ જેવું હોય છે. તેમને
કોઈથી કાંઈ છુપાવવાનો ભાવ હોતો નથી. સાચી મુમુક્ષતા પ્રગટ કરીને, કોઈ પણ જિજ્ઞાસુ, તેમની કડક પરીક્ષા કરે
તો તે તેમને માન્ય જ હોય છે. • સંપ્રદાય અનિષ્ટરૂપ નથી, પણ સાંપ્રદાયિકતા અનિષ્ટરૂપ છે;
કારણ કે જ્યાં હઠાગ્રહ હોય, એકાંતની પકડ હોય ત્યાં જ સાંપ્રદાયિક સંકીર્ણતા ઊભી થાય છે. આમ થવાથી ઉદારતા
A- ૨૬
Page #234
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ છે; અને ગુણગ્રાહક દૃષ્ટિનો નાશ થાય છે; ગુણપ્રમોદ આદિ રહેતાં નથી અને મધ્યસ્થતા ચાલી જવાથી રાગ-દ્વેષાદિની વૃદ્ધિ થાય છે; જે ધર્મમાર્ગની સિદ્ધિને પ્રતિકૂળ છે. આમ હોવાથી, જે સત્યધર્મને ઇચ્છે છે તે ભલે કોઈ સંપ્રદાયમાં હોય, પણ જો તેના ઉપર સાંપ્રદાયિકતાનું અનિષ્ટ (ભૂત) સવાર થઈ જાય તો તેનામાંથી સાચો ધર્મ પણ ચાલ્યો જાય છે. જ્ઞાનીની સમીપે વિનયાન્વિત બનીને રહેવાથી અથવા સત્સંગમાં રહીને બોધની ઉપાસના કરવાથી જો પોતાના સાચા સ્વરૂપના સંસ્કાર દૃઢ થાય તો, તે દ્વારા ક્રમે ક્રમે “હું દેહથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપી આત્મા છું” એવી જાગૃતિ રાખવાની ક્ષમતા પ્રાપ્ત કરી શકાય; જે પરમ કલ્યાણનું કારણ છે. ભાવસભર સાધનાની મુખ્યતા થાય તો તેનાથી આપણા જીવનની ત્વરાથી ઉન્નતિ થાય છે; કારણ કે આધ્યાત્મિક ઉન્નતિમાં, બીજા બધા કરતાં, સાચા ભાવો જ મુખ્ય નિયામક કારણો છે. જ્ઞાનનો અહંકાર !! સાચું જ્ઞાન પ્રાપ્ત થવાથી તો અભિમાનનો નાશ થાય છે. જો તેને બદલે આપણને “જ્ઞાન'પ્રાપ્તિથી અભિમાન થાય તો આપણે ખરેખર અવિવેકી અને અજ્ઞાની જ કરીએ છીએ. જીવનમાં કલ્યાણ માર્ગની પ્રાપ્તિ માટે, સામાન્યપણે, ચાર પ્રકારના પુરુષાર્થની પ્રેરણા જ્ઞાની પુરુષીએ કરી છે : (૧) સાચી શ્રદ્ધા, (૨) સાચું જ્ઞાન, (૩) સાચું આચરણ અને (૪) સાચું તપ.
A- ૨૦
Page #235
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ અધ્યાત્મપદ્ધતિથી કથન કરીએ ત્યારે પુણ્યને શ્રદ્ધામાં ઉપાદેય ન માનવું જોઈએ, કારણ કે તે આસવ તત્ત્વ છે. જોકે સામાન્યપણે ઊંચી સાધનદશા પ્રાપ્ત થતાં સુધી તેની માત્રા જીવનમાં ઉત્તરોત્તર વધતી જ રહે છે અને વધાર્યા જ કરવાની છે. આમ છતાં આ વાત જ્ઞાની ગુરુ પાસેથી વિશેષપણે સમજવા યોગ્ય છે. વિવેકજ્ઞાન અને વૈરાગ્યની ભાવનાઓ સંસ્કાર જમાવવા/દઢ કરવા માટે ઉપયોગી છે, પણ લક્ષ અભેદનો કરવો જોઈએ; નહીં તો તે ભાવનાઓ મોક્ષનું કારણ બની શકતી નથી; કારણ કે નિર્વિકલ્પ અનુભવદશા અભેદના લક્ષ અને તેમાં સ્થિરતા થયા વિના પ્રગટતી નથી. પરમાર્થના લક્ષ વગરનો વ્યવહાર મોક્ષ સાધક નથી, પણ નિશ્ચયની સાથે સાથે ચાલે અને તેમાં પ્રેરક હોય તે વ્યવહાર મોક્ષ સાધક બને છે; અર્થાત્ મોક્ષમાર્ગની સિદ્ધિ માટે નિશ્ચયનય અને વ્યવહારનય એકબીજાની અપેક્ષા રાખે છે. Hurry = ઉતાવળ Worry = Fiat Curry = તીખા તમતમતા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ – આ બધાં મોક્ષમાર્ગમાં સાધકને અવરોધ કરે છે. ' દ્રવ્યમાં જેટલી પ્રભુતા છે તેટલી જ પર્યાયમાં પામરતા છે, એમ જ્યારે બંનેનો સાચો ખ્યાલ આવે ત્યારે જ સાચો મોક્ષનો પુરુષાર્થ ઊપડી શકે છે. આમ બનવાથી, અવસ્થામાં જે અવિદ્યા-કામ-ક્રોધ-લોભ-નિંદા-ઈર્ષ્યા વગેરે વિકારી ભાવો છે
A- ૨૮
Page #236
--------------------------------------------------------------------------
________________
( અધ્યાત્મ તેમનો ક્રમશઃ નાશ થઈ શુદ્ધ આત્મદશારૂપ મોક્ષ પ્રગટે છે. આત્મજાગૃતિપૂર્વક જે પુરુષાર્થ કરીએ તેને ભાવના કહેવાય છે; તેવી ભાવના બંધ-મોક્ષ માટે મુખ્યપણે જવાબદાર છે. આત્માની શ્રદ્ધા (પ્રતીતિ), પરિજ્ઞાન (બોધ, લક્ષ, વારંવાર સ્મરણ) અને અનુભવ - એ ત્રણની એકતાથી સાચી
આત્મસિદ્ધિ થાય છે. • જગતના પદાર્થોમાં ચિત્તવૃત્તિ રોકાઈ જવાથી આપણને પોતાના
સાચા સ્વરૂપની વિસ્મૃતિ થઈ જાય છે. પરમાર્થમાર્ગમાં આપણો પુરુષાર્થ વધે ત્યારે વિધેયાત્મક પદ્ધતિથી સાધના કરવી અને પરમાર્થમાર્ગમાં પુરુષાર્થ ઘટે, પુરુષાર્થમાં ઓટ આવે, ત્યારે નિષેધાત્મક પદ્ધતિથી સાધના કરવી – આ સર્વમાન્ય સાધના-પદ્ધતિ છે. અધ્યાત્મપદ્ધતિમાં, વિધેયાત્મક સાધનાની મુખ્યતા અને નિષેધાત્મક સાધનાની ગૌણતા હોય છે. માત્ર સામાન્ય વિચારણા કરવી તે ભેદજ્ઞાન નથી, પણ જ્યારે તે વિચાર ચોક્કસ ભાવરૂપ બને છે ત્યારે ખરા ભેદજ્ઞાનની શરૂઆત થાય છે અને અભ્યાસ દ્વારા પરિપક્વ થતાં તેની સિદ્ધિ થાય છે. પારમાર્થિક ભેદજ્ઞાન કરવાની શક્તિ સામાન્ય મુમુક્ષુમાં હોતી નથી. જો તે સત્સંગ, ગુરુગમ અને સગુણપ્રાપ્તિ દ્વારા ઉત્તમ મુમુક્ષુ બને તો તેવી શક્તિ તેનામાં પ્રગટે છે. નિશ્ચય મોક્ષમાર્ગ ભાવાત્મક છે, પણ તેનો સમસ્ત જીવન
A- ૨૯
Page #237
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
વ્યવહાર સાથે નિકટનો અને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. મોક્ષમાર્ગમાં રૂડી રીતે પ્રવર્તીએ ત્યારે આગળ વધતાં વધતાં સંપૂર્ણ મોક્ષ થાય છે. મોક્ષની ઇચ્છા પોતે જ ઇચ્છારૂપ હોવાથી તે પરમાર્થ દૃષ્ટિએ જોકે મોક્ષને બાધક છે; પરંતુ પ્રારંભમાં માત્ર મોક્ષ અભિલાષ” એ ક્રમ અનુસાર વર્તવું આવશ્યક છે - અનિવાર્ય છે. સામાન્ય રીતે, સાધક પોતાના જીવનમાં એવી નીતિ રાખીને ચાલે છે કે મારે શુદ્ધ ભાવનો લક્ષ રાખવો, શુભ ભાવમાં વર્તવું અને અશુભ ભાવનો અપરિચય કરવો. આચરણની અપેક્ષાએ સંયમ, ત્યાગ, તપ, આર્કિચન્ય – આ બધા ગુણો નિષેધાત્મક શૈલીથી મોક્ષમાર્ગનું નિરૂપણ કરે છે. શુદ્ધનિશ્ચયનયના સમ્યક્ અનુસરણથી સાધક ક્રમે કરીને રત્નત્રયની પ્રાપ્તિ કરે છે અને છેવટે કેવળજ્ઞાન પ્રગટ કરીને
અરિહંત અવસ્થાને પ્રાપ્ત થાય છે, પરમાત્મા બને છે. સાક્ષાત્ મોક્ષમાર્ગ તેને પ્રાપ્ત થાય છે કે જેણે પરંપરા મોક્ષમાર્ગ (સવિકલ્પ)ના સંસ્કારો દઢપણે પોતાના જીવનમાં પાકા કર્યા હોય. શુભ ભાવ જો આત્માના લક્ષ હોય તો તે પરંપરાએ મોક્ષમાર્ગ છે. ચરણાનુયોગની અપેક્ષાએ, નીચેની દશામાં જે ઉપાદેય હોય છે તે ઉપરની દશામાં હેય બની જાય છે. જેમ કે ગૃહસ્થદશામાં દાન આપવું જોઈએ, પણ મુનિદશામાં એવું દાન ન અપાય,
A- ૩
Page #238
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
કારણ કે તે દશામાં ધનાદિ રાખી શકાય નહીં.
‘કલ્પના’ એ મોક્ષમાર્ગનું કારણ નથી, પરંતુ સાચી ભાવના કરીએ તો મોક્ષમાર્ગનું કારણ (સાધન) બને છે. માટે સાચી ભાવના એ ભવન (કાર્યાન્વિત) થવા માટેનો તાત્ત્વિક પુરુષાર્થ છે; જે રૂડા અભ્યાસથી અને ગુરુગમથી ક્રમશઃ આત્મસાત્ કરી શકાય છે.
નીરોગી શરીર એ ધર્મમાં ઉપયોગી બાહ્ય સાધન છે, પણ એ સાધ્ય નથી; માટે સાધકે તેની યોગ્ય સંભાળ લેવી જોઈએ, પણ તેની ખોટી આળપંપાળ ન કરાય.
શાસ્ત્રજ્ઞાન આપવાથી વધે છે; જ્યારે પરમાર્થજ્ઞાન સમતાની સાધનાથી વધે છે.
• દૂધ અને પાણી એક તપેલીમાં હોય તો તેને દૂધની તપેલી કહેવાય છે, છતાં તપેલી અને દૂધ અલગ છે; તેમ શરીર અને આત્મા વિષે પણ જાણવું. આ દેહાત્મબુદ્ધિનું વિવેકજ્ઞાન તે જ આધ્યાત્મિક જીવનનો સાર છે.
સાચું જ્ઞાન તો અંતરની નિર્મળતાથી, જ્ઞાનીની ઉપાસના કરવાથી અને સતત જ્ઞાનાભ્યાસથી જ પ્રાપ્ત થાય છે. તે માટે શ્રદ્ધા, સમર્પણ અને સાધનાનું સાતત્ય જરૂરી છે.
• શાસ્ત્રોના શબ્દોને જ માત્ર પકડીને ચાલવાનું નથી. તેનો સામાન્ય અર્થ અને વિશેષ અર્થ સમજવો, પ્રાપ્ત કરેલી સમજણનો કેવી રીતે પ્રયોગ કરવો એ પણ ગુરુગમ દ્વારા
EA - ૩૧
Page #239
--------------------------------------------------------------------------
________________
ન અધ્યાત્મ - સમજી તેનો નિષ્ઠાપૂર્વક અને ધીરજથી અભ્યાસ કરવો. આવા ક્રમથી જો જિજ્ઞાસુ-સાધક શાસ્ત્રજ્ઞાન, તત્ત્વજ્ઞાન અને તત્ત્વાભ્યાસનો ક્રમ આરાધે તો અનુભવજ્ઞાનની પ્રાપ્તિ કરીને સિદ્ધ-પુરુષ (સાચો સંત - આત્મજ્ઞાની) બની શકે છે. માટે જ જ્ઞાનીઓ કહે છે કે આત્માને શબ્દથી, અર્થથી અને વેદનથી જાણે તે યથાર્થ જ્ઞાની બને છે. આત્મા જે સમ્યગૂજ્ઞાન દ્વારા પ્રગટે છે તે સમ્યગૂજ્ઞાનને સ્વસંવેદન કહેવાય છે; કારણ કે તે ચિંતનથી પણ પર છે. જેના પ્રતાપે કરી ચિત્તમાં ચિંતનની ક્ષમતા પ્રગટે છે તેવો સહજસ્વરૂપી આત્મા, તે જ આપણું મૂળ સ્વરૂપ છે. જ્ઞાનની જે સાધના કરીએ તેની એકથી એક ચઢિયાતી કક્ષાઓને નીચે પ્રમાણે રજૂ કરી શકાય ? માહિતી = Information
= Knowledge
= Wisdom. 241641741&LLCS12 = Self-Realisation “મારો આત્મા તે તો બોલવાની પદ્ધતિ છે; પણ “હું આત્મા
છું' એવો ભાવ લક્ષમાં લેવો. • અપશબ્દ નામનો કોઈ શબ્દ નથી; તે તો માત્ર ભાષાવર્ગણાના
પરમાણુઓ છે, શૈય-રૂપ વિષય છે – એમ વિચારીને સમભાવ રાખવાનો અભ્યાસ કરવાનો છે. બધાય પ્રકારનાં તપ જો સમજીને, અભિમાનરહિતપણે,
જ્ઞાન
પ્રજ્ઞા
A- ૩૨ .
Page #240
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
પોતાના જીવનની શુદ્ધિ માટે, દંભરહિત થઈને નિઃસ્પૃહપણે કરીએ તો ઉપકારી છે. આગળની દશામાં તે દ્વારા સાચા ધ્યાન અને સમાધિની પ્રાપ્તિ થાય તે અર્થે કરવાનાં છે. તપ પોતાની શક્તિ પ્રમાણે અને શક્તિ છુપાવ્યા વગર આચરવાનાં છે. ત્યાગ અને દાનમાં ફરક એ છે કે ત્યાગ નિવૃત્તિરૂપ છે, જ્યારે દાન પ્રવૃત્તિરૂપ છે. આ જીવને સ્પર્શેન્દ્રિયનો પરિચય અનંત કાળથી છે; કારણ કે પૂર્વના અનંત જન્મોમાં પણ આ ઇન્દ્રિય તો જીવની સાથે હતી જ. વળી, તેની વિશેષતા એ છે કે આખા આત્માને તે ઘેરી વળેલી છે. તેણે આત્માના બધા પ્રદેશો ઢાંકી દીધા છે. માટે પાંચે વ્રતોમાં સ્પર્શેન્દ્રિયનો વિજય (બ્રહ્મચર્ય) અતિ કઠિન છે અને તે મુખ્ય વ્રત કહેવાય છે. આપણે સૌ શાશ્વત સુખની પ્રપ્તિના માર્ગના યાત્રિક છીએ. સુખ' નામનો ગુણ ખરેખર એકમાત્ર આત્મતત્ત્વમાં જ છે. માટે તેની પ્રાપ્તિ અર્થે આત્મજ્ઞાનાદિનો પુરુષાર્થ મુખ્ય કર્તવ્ય છે. સત્સંગમાં જતા પહેલાં પોતાની સ્લેટ કોરી કરી નાખવી જોઈએ. આમ કરવા માટે આપણે (૧) મિથ્યા-આગ્રહ, (૨) સ્વચ્છંદ, (૩) પ્રમાદ અને (૪) વિષયલોલુપતા – આ ચારને કાઢીને, સંતના શરણમાં સાચી જિજ્ઞાસાવૃત્તિ સહિત જવું જોઈએ. વર્તમાનકાળના એક બહુશ્રુત જૈન વિદ્વાને નીચે પ્રમાણે અગિયાર “સમયસારની પરિકલ્પના કરી છે; જે સર્વ
A- ૩૩
Page #241
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
અધ્યાત્મસાધકો માટે ઉપયોગી અને ઉપકારી હોવાથી અનુશીલન કરવા યોગ્ય છે.
૧. આચાર્ય શ્રી કુંદકુંદસ્વામી વિરચિત પ્રાકૃત ભાષાનો ‘સમયપાહુડ’ નામનો પ્રસિદ્ધ ગ્રંથ છે. સંસ્કૃતમાં તેને ‘સમયપ્રાકૃત’ કહે છે અને હિન્દીમાં તેને ‘સમયસાર’ કહે છે.
૨. આચાર્ય શ્રી અમૃતચંદ્રાચાર્ય - વિરચિત ‘આત્મખ્યાતિ’ નામની સમયસારની ટીકા.
૩. શ્રી જયસેનાચાર્ય – વિરચિત ‘તાત્પર્યવૃત્તિ’ બાલાવબોધરૂપ સંસ્કૃતટીકા.
૪. અધ્યાત્મ-કવિવર શ્રી બનારસીદાસે સમયસાર ઉપરથી ‘સમયસાર નાટક' નામની કરેલી હિંદી પદ્યરચના.
૫. વિદ્વર્ય શ્રી દૌલતરામકૃત ‘છ ઢાળા.’
૬. શ્રી દૌલતરામજી-વિરચિત ‘દર્શનસ્તુતિ’ જ્ઞાયક તદપિ, નિજાનંદરસલીન...’
૭. વિદ્વર્ય શ્રી યુગલકિશોરજી મુખ્તાર કૃત ‘મેરી ભાવના.’ ૮. શ્રી સહજાનંદ વર્ગીકૃત – ‘હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ જ્ઞાતાદૃષ્ટા આતમરામ.’
‘સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી મૈં આત્મસ્વરૂપ' એ ધૂન.
૧૦. તત્ત્વજ્ઞાનતરંગિણી નામના શાસ્ત્રમાં આવતો છ અક્ષરનો
- A- ૩૪ -
‘સકલ શેય
Page #242
--------------------------------------------------------------------------
________________
મંત્ર - ‘શુદ્ધચિદ્રપોઽહમ્.'
૧૧. સર્વમાન્ય મંત્ર
અધ્યાત્મ
‘સોડહં.’
આ ૧૧થી આગળનો જે સમયસાર છે તે, શબ્દબ્રહ્મ દ્વારા નિર્દિષ્ટ કારણ-સમયસારની આરાધનાથી પ્રગટતો કાર્યસમયસારરૂપ હોવાથી, માત્ર અનુભવનો એટલે કે સ્વસંવેદનનો વિષય છે. તેના દ્વારા તત્કાળ અતીન્દ્રિય આનંદનું પ્રાગટ્ય થાય છે અને અલ્પ કાળમાં પૂર્ણ મોક્ષપદની પ્રાપ્તિ થાય છે.
માત્ર બહારમાં ચર્ચા કરતા રહીએ અને અંતરમાં તેની અસરથી આપણી જીવનચર્યામાં કાંઈ સુધારણા ન થાય, તો આપણને કલ્યાણનો માર્ગ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? માટે ચર્ચા અને ચર્ચામાં સમરસતા બની રહે તેવો પુરુષાર્થ આપણે કરવો જોઈએ. વાણી અને વર્તનનો સુમેળ એ સાચા સાધકની ઓળખાણ છે.
• અધ્યાત્મ-ઉપદેશમાં, નિષેધાત્મક કરતાં વિધેયાત્મક સાધના દિનપ્રતિદિન વધારતા રહેવાની મુખ્યતા હોય છે.
પોતાની જિંદગી જનમનરંજન નહીં પણ ભવભયભંજન કરનારી થાય ત્યારે સન્માર્ગની પ્રાપ્તિ થઈ છે એમ નક્કી કરવું.
સાધનામાર્ગથી દૂર કરનાર-પદભ્રષ્ટ કરનાર-ઘણાં છે. ધીરજ બંધાવી, સત્યને રસ્તે પ્રેરણા અને અવલંબન આપનાર વિરલા જ છે.
A-૩૫
Page #243
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
પોતાના દોષોની પ્રમાણિકપણે નિંદા અને બીજાના ગુણોની હૃદયપૂર્વક પ્રશંસા કરવાથી સાધકની ત્વરાથી ઉન્નતિ થાય છે.
મમતાથી બંધન, પરિભ્રમણ અને દુઃખ તથા સમતાથી સ્વાધીનતા, સ્થિરતા અને સહજાનંદનો અનુભવ થાય છે; માટે વિવેક અને પરાક્રમ દ્વારા સમતાની પ્રાપ્તિનો અવશ્ય ઉદ્યમ કરવો.
જેમ કોઈ મોટી વ્યક્તિ, રાજા, નગરશેઠ આદિ આવવાના હોય તો તે પહેલા તેના એંધાણરૂપે દૂત, પોલીસનો કાફલો, એસ્કોર્ટ-કાર, અંગરક્ષકો કે અંગત સચીવો વગેરેનું આગમન થાય છે તેમ અધ્યાત્મ જીવનમાં શુદ્ધાત્મજ્ઞાનપ્રકાશ કે નિર્વિકલ્પ પરમાર્થ-અનુભવ પહેલાના દિવસો કે મહિનાઓમાં સાધકને ઘણુંખરું સાત્ત્વિક-આનંદની લહેરીઓ, રોમાંચ, સુખદ ઝણઝણાટીઓ કે દિવ્ય સંગીતના નાદ અથવા શુભ સ્વપ્રાઓ વગેરેની પ્રાપ્તિ થાય છે.
જેના જીવનમાં ઇચ્છાઓ, ઇન્દ્રિયો અને કર્મોનું આધિપત્ય હોય તેને સાચા આનંદની પ્રાપ્તિ થાય નહીં, કારણ કે તેનું જીવન પરમાર્થથી પરાધીન છે. જો જીવનમાં આત્માનું શાસન આવે તો સ્વાધીન અને શાશ્વત સુખ પ્રાપ્ત થાય.
ધનાદિની વૃદ્ધિ ત્વરાથી થવા માંડે તેવા સંજોગોમાં, વિવેકી મનુષ્ય પણ જલ્દી જલ્દી સત્કાર્યોમાં તેનો સદુપયોગ કરવા માંડવો. જો સંપત્તિ બહુ વધી જાય તો પછી તેના સંરક્ષણ અને વૃદ્ધિમાં મનુષ્ય એકદમ ઊંચાઈ જાય છે અને લોભમાં
- A- ૩૬ -
Page #244
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ લુબ્ધ થઈ જઈ, દાનાદિ સત્કાર્યો કરી શકતો નથી અને ચિંતામાં જ મૃત્યુ પામીને આ ભવ-પરભવ બન્ને હારી જઈ દુર્ગતિના દુઃખનું ભાજન બને છે. મોક્ષમાર્ગની સાધનાની શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓ આવે છે. તે સમયે શાંતિ અને ધીરજ રાખવાં જોઈએ.
આધ્યાત્મિક્તા આપણા જીવનમાં તાણાવાણાની જેમ વણાઈ જાય તો જાણવું કે આપણા પર પરમાત્માનો અનુગ્રહ થયો છે.
• જેમ જેમ મનુષ્યનો આત્મવિકાસ થાય તેમ તેમ તે, બીજા
માટે કોમળ અને પોતાને માટે કડક અને સભાન થતો જાય છે. સત્યને પામવું હોય તો શાંત થતાં શીખો. સ્વચ્છેદે વર્તવું અને આત્મકલ્યાણ થવું તે અસંભવિત છે. સંતોની સેવા કરવી, કોઈની નિંદા ન કરવી, આહારશુદ્ધિ રાખવી, પાપકાર્યો ટાળવા અને સર્વજીવો સાથે પ્રેમથી વર્તવું - આ પરમાત્મદર્શનની મુખ્ય ચાવીઓ છે. સત્યને પામવા માટે પાત્રતા પ્રગટ કરવી જોઈએ. તે માટે ઘણી શ્રદ્ધા, ધીરજ, સમર્પણભાવ, સાચી સમજણ અને સાહસ જોઈએ. મોક્ષમાર્ગની પ્રાપ્તિમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ એ મુખ્ય છે, પ્રથમ
A - ૩૦
Page #245
--------------------------------------------------------------------------
________________
+ અધ્યાત્મ -
છે અને તેથી તેને અર્થે પ્રારંભિક ભૂમિકામાં વધારે પુરુષાર્થ કરવો જોઈએ. પરંતુ તેમ થવા માટે, તેની સાથે સાથે જ જ્ઞાન નિર્મળ થાય અને જીવનમાં સગુણો સહિત સદાચાર પ્રગટે એવો પ્રયત્ન પણ આવશ્યક છે કારણ કે તેવા સુપાત્ર મનુષ્યમાં જ આત્મજ્ઞાન ઉદય પામે છે. આપણે જ્યારે બુદ્ધિપૂર્વક કોઈ પણ પદાર્થને વાપરીએ અને છતાં તે પદાર્થથી આપણે સંપૂર્ણપણે અનાસક્ત છીએ એમ કહીએ, તો તે વાતનો વીતરાગદર્શન સામાન્યપણે સ્વીકાર કરતું નથી.
A- ૩૮
Page #246
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
આત્મદર્શન - સમ્યગ્દર્શન - આત્મજ્ઞાન - આત્મસમાધિ
* આત્મજ્ઞાન-પ્રાપ્તિ : સિદ્ધાંત અને પ્રયોગ
આત્મજ્ઞાન મેળવવા શું કરવું?
પ્રથમ, સદ્ગુરુ દ્વારા અથવા સત્શાસ્ત્રાદિથી તત્ત્વ વિષેની સાચી સમજણ પ્રાપ્ત કરવી. તે માટે શાંત-સ્વભાવી બનવું, વિનયી બનવું અને જેવી સમજણ પ્રાપ્ત કરી તેવી શ્રદ્ધા કરવી; તેવી પ્રતીતિ કરવી અને પછી પ્રયોગ કરવો. પ્રયોગમાં સ્થિરતાની મુખ્યતા છે તે દૃષ્ટાંતથી સમજીએ :
કેળાનો સ્વાદ લેવો હોય તો પહેલાં છાલ કાઢીએ છીએ અને પછી અંદરના ગર્ભને મોઢામાં મૂકી સ્થિરતાપૂર્વક તેનો સ્વાદ લઈએ છીએ. તે રીતે આત્માનો સ્વાદ લેવો હોય તો પહેલાં તેને ચિંતન
મનન દરમ્યાન દ્રવ્યકર્મ, નોકર્મ અને ભાવકર્મરૂપી નિઃસત્ત્વથી જુદો પાડવો જોઈએ - ભાવવો જોઈએ. આને ભેદજ્ઞાનનો અભ્યાસ કહે છે. આ અભ્યાસની સમીચીન પરિપક્વતા થતાં, અભેદરૂપ આત્મામાં સ્થિર થઈએ ત્યારે અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે.
* આત્મજ્ઞાનપ્રાપ્તિનો ક્રમ
આત્મજ્ઞાનની પ્રાપ્તિ ક્રમે કરીને થાય છે એમ જાણીએ છીએ. ચાંપ દબાવવાથી જેમ વિદ્યુતનો પ્રકાશ થાય એ પ્રમાણે (આત્મજ્ઞાનની પ્રાપ્તિ) થતી નથી. આત્મજ્ઞાન તે સવારના આઠેક વાગ્યે થયેલા
_A-3 -
Page #247
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
સૂર્યના પ્રકાશ સમાન છે. જેમાં સર્વ વસ્તુઓ નિઃશંકતાથી સ્પષ્ટપણે દેખી-સમજી શકાય છે.
જેમ જેમ આત્માર્થી પોતાની પાત્રતાને વધારતો જાય, જેમ જેમ ઉપાદેય, હેય અને શેય તત્ત્વોને યથાર્થપણે અવધારતો જાય, જેમ જેમ સ્વાધ્યાય – સત્સંગના બળથી આત્મવિચારની શક્તિને વધારતો જાય અને નિરંતર સ્વશક્તિને ગોપવ્યા વિના નિજસ્વરૂપને વિષે દૃષ્ટિ રાખતો જાય, તેમ તેમ અજ્ઞાનરૂપ મધ્યરાત્રિનો ઘોર અંધકાર વિલીન થતો જાય. મળસ્કાના સમયની પેઠે હો (પ્રાતઃકાળ) ફાટતો દેખાતો જાય અને તે જ સદ્ભવૃત્તિનું દૃઢ અવલંબન લેતાં સ્પષ્ટપણે જેમાં સર્વ વસ્તુ દેખાય છે તેવા સવારના પ્રકાશની માફક સ્પષ્ટ વસ્તુસ્વરૂપને સ્વસંવેદનસહિત પ્રકાશનું આત્મજ્ઞાન નિર્મળપણે ઉદય થાય. માટે આત્માર્થીએ એકાએક આત્માને પકડી લેવાની - સમજી લેવાની - લાયોપથમિક જ્ઞાનથી (બુદ્ધિથી) પામી જવાની ઇચ્છા રાખવી તે નહીં બનવા યોગ્ય છે. જેવો ક્રમ જ્ઞાનીઓએ કહ્યો છે અને પરમ પુરુષાર્થથી ઉપામ્યો છે તેવો ક્રમ ઉપાસવા નિરંતર ઉદ્યમવંત થવું એ જ શ્રેયને પ્રાપ્ત કરવાનો માર્ગ જાણીએ છીએ. * નિષ્કામ સેવાના ભાવો અને સાચી આધ્યાત્મિકતા
સેવા-સુશ્રુષા એટલે અન્યને તન-મન-ધન આદિથી સહાયક થવું; તેને સગવડતા રહે, દુઃખ દૂર થાય, શાતા ઊપજે, પીડા મટે, રોગાદિથી ઊપજેલી વેદના ઘટે - એ આદિ પ્રકારે પ્રવર્તવું – આ બધાનો સેવામાં સમાવેશ થાય છે.
આપણા મા-બાપ, દીકરા-દીકરી, પતિ-પત્ની કે અન્ય સ્વજનો
A-૪૦
Page #248
--------------------------------------------------------------------------
________________
ન અધ્યાત્મ અને મિત્રોની જે સેવા કરવામાં આવે, અથવા તો ધન-કીર્તિ આદિના લાભ માટે જે કરવામાં આવે તે તો ફરજ ગણી શકાય, સામાજિક જવાબદારી ગણી શકાય. કૌટુંબિક અને સામાજિક દૃષ્ટિએ તેને પ્રશંસાપાત્ર, ઇચ્છનીય અને કથંચિત્ અભિનંદનીય ગણવામાં આવે તો તે ઠીક છે, પરંતુ જેટલા જેટલા સ્વાર્થના અંશોની અપેક્ષા ઓછી, તેટલા તેટલા પ્રમાણમાં તે સેવાની શ્રેણિ ઊંચી. જેમાં કોઈ પણ દુન્યવી બદલાની અપેક્ષા રાખવામાં આવતી નથી અને અન્યને ઉપજતા સુખને માટે જ અને તેની વૃદ્ધિ થાય તે માટે જ પોતાના સ્વાર્થ કે લાભની પરવા કર્યા વિના જે કરવામાં આવે તે સાચી સેવા છે. આવી સેવા તે કરૂણા, મૈત્રી અને વાત્સલ્યનું દ્યોતક છે. તેવી સેવાનું સ્વરૂપ સમજવું કે જીવનમાં ઉતારવું ખરેખર વિકટ છે, તેથી શાસ્ત્રો તેના મહિમાના યશોગાન કરતા કહે છે “સેવાધર્મો परम गहनो योगीनामप्यगम्यम्।'
વર્તમાન પ્રકરણમાં મુખ્યપણે બીજા પ્રકારની સેવાને લીધી છે. આ પ્રકારની સેવા કરનારનો આત્મા અનેક ગુણોથી વિભૂષિત બનતો જાય છે જેમાંના મુખ્ય છે નિઃસ્વાર્થતા, સહનશીલતા અને સૌના સુખમાં મારું સુખ' એવી ભાવનાની અભિવ્યક્તિ. આ ગુણ પોતે જ “સર્વ જીવોમાં આત્મભાવનો ઘાતક હોવાથી દયા, કરૂણા, કોમળતા આદિ ગુણોરૂપી પુષ્પોનો ગુચ્છ છે; જેની ખરેખર પ્રાપ્તિ માત્ર ઉત્તમ કક્ષાના સાધકો કરે છે.
આ જમાનોમાં આધ્યાત્મિકતાનો ભીષણ દુષ્કાળ છે. વળી કોઈક જગ્યાએ જેને આધ્યાત્મિકતા કહેવામાં આવે છે તે સાચી નથી. કાં તો તે બનાવટી એટલે કે છળકપટરૂપ, ઢોંગરૂપ કે ઠગાઈરૂપ
A-૪૧
Page #249
--------------------------------------------------------------------------
________________
[ અધ્યાત્મ ) છે અથવા નિજકલ્પનારૂપ હોવાથી અસત્યાર્થ છે અથવા અવિવેકી હોવાથી ભૂલભરેલી છે. આવા બધા આધ્યાત્મિક આભાસો થવાનું મુખ્ય કારણ એ છે કે પોતાની સત્પાત્રતા - યોગ્યતા - ન હોવા છતાં મનુષ્યો અધ્યાત્મશાસ્ત્રોનું શ્રવણ કરે છે અથવા પોતાની જાતે જ તેનું વાંચન કરી બુદ્ધિબળ વાપરીને સાચી આધ્યાત્મિકતા પ્રાપ્ત કરવાનો મિથ્યા પ્રયત્ન કરે છે! પરંતુ જેમની બુદ્ધિમાં સ્વચ્છંદ, અભિમાન, ઉદ્ધતાઈ, વિવિધ પ્રકારની દુન્યવી ઇચ્છાઓ અને આસક્તિઓ કે ઇર્ષા-નિંદાદિના ભાવો હોય, તેવા મનુષ્યોની ચિત્તવૃત્તિ મલિન હોવાથી તેમને પરમાર્થનો લાભ થઈ શકતો નથી. જે શ્રવણ કરે છે તેનો સામાન્ય અર્થ સમજીને તેને માહિતીરૂપે મગજમાં તો રાખે છે પણ તેનો પ્રયોગ જીવનમાં કરતા નથી, કારણ કે અંતરંગ શ્રદ્ધાનો અને યથાર્થ અભ્યાસનો અભાવ છે.
હવે જો કોઈ સાધક અપૂર્વ જાગૃતિ લાવે, પ્રાણીમાત્રમાં પોતાના જેવો જ આત્મા છે એમ સગુરુના બોધે માનીને તેમની સેવા કરે તો તેનામાં એક સંવેદનશીલતા/આર્કિતા/સહૃદયતાનો ગુણ ક્રમશઃ પ્રગટે છે; અને સત્સંગ-સદ્ગુરુના વિશિષ્ટ અને ઘનિષ્ટ સમાગમ પોતાની ચિત્તવૃત્તિને ધીમે ધીમે વધારે પવિત્ર બનાવતો જાય છે. કાળાંતરે તેનું તે પવિત્ર અને કોમળ ચિત્ત સદ્ગુરુના બોધને, બુદ્ધિના સ્તરેથી ભાવનાના સ્તરે અને ભાવનાના સ્તરેથી અભ્યાસ અને અનુભૂતિના સ્તરે લઈ જઈ શકે તેવું સક્ષમ બને છે. જ્યારે આમ થાય ત્યારે સ્વસંવેદન દ્વારા ચૈતન્યતત્ત્વનો જે સાક્ષાત્કાર થાય છે તેમાં અત્યંતપણે આત્માના અતીન્દ્રિય આનંદનો અનુભવ હોય છે. આવો બનાવ જ્ઞાનીના જીવનમાં બને અથવા પરાભક્તિ દ્વારા
Avજર
Page #250
--------------------------------------------------------------------------
________________
[ અધ્યાત્મ ) ભક્તના જીવનમાં બને અથવા યોગીના જીવનમાં નિર્વિકલ્પ સમાધિ દ્વારા પણ બને.
આમ થવાથી તે વ્યક્તિના જીવનમાં જે એક અદ્ભુત અને અપૂર્વ પરિવર્તન આવે છે તેને જ આત્મજ્ઞાન | આત્મદર્શન | પરમાત્મદર્શન | સમાધિની પ્રાપ્તિ | મોહગ્રંથિનો ભેદ | આત્મભ્રાંતિનો નાશ | કે ઈશ્વરની કે સદ્ગુરુની કૃપા કહેવામાં આવે છે. આવી દશાને પ્રાપ્ત કરવા મુમુક્ષુએ અવશ્ય પ્રયત્ન કર્તવ્ય છે.
* તસ્વનિર્ણય [હાથનોંધના આધારે)
આ અમારા આત્માનો અનુભવ એમ સાક્ષી પૂરે છે કે જે કોઈ જીવ પરમાર્થ સુખની સ્પૃહાવાળો છે તે જો પોતાના સર્વસ્વના સમર્પણપૂર્વક તીવ્ર મુમુક્ષતા કેળવે તો અવશ્ય તેને સદેવ – સત્વગુરુ - સત્શાસ્ત્રની ઉપલબ્ધિ થશે અને માર્ગાનુસારીપણાને પામેલો તેવો તે ભવ્ય જીવ ભેદજ્ઞાનનો અભ્યાસ નિયમિતપણે જારી રાખતાં નિજાત્માની અનુભૂતિને પામશે. વળી આત્માનુભૂતિથી વિભૂષિત એવો તે જીવ તીવ્ર મુમુક્ષુતાને ધારી રહેતો થકો ક્રમે કરીને વિશેષ દર્શનવિશુદ્ધિ પામીને યથાશક્તિ યમ-નિયમ-સંયમને અંગીકાર કરીને એકદેશવ્રતધારી અથવા સકળ સંયમધારી થયો થકો પુનઃ પુનઃ સમાધિસુખને અનુભવશે; જે સુખ વાણીથી ન વર્ણવી શકાય તેવું હોવાથી અને જગતના કોઈ સુખને તેની ઉપમા ન આપી શકાય તેવું હોવાથી તેમાં જ નિમગ્ન થયેલો તે મહામુમુક્ષુ તેને જ મૌનપણે ભજે છે - પામે છે - અનુભવે છે - આસ્વાદે છે - વેદે છે.
A-
3
Page #251
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ ) સમ્યગદ્રષ્ટિનાં આઠ અંગો : ૧લું નિઃશંકિત્વ : આત્મતત્ત્વ અને દેવ-ગુરુ-ધર્મમાં શંકા ન
કરવી. રજું નિઃકાંક્ષિત્ર : કોઈ પણ લૌકિક | સાંસારિક સુખની
અપેક્ષા વિના ધર્મકાર્ય કરવું. ૩જું નિર્વિચિકિત્સા : કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે
અણગમાનો ભાવ ન કરવો. ૪થું અમૂઢદૃષ્ટિ : સાચાને જ સાચું જાણવું. પણું ઉપગૃહનત્વ : અન્ય ધર્માત્માના દોષ જોવા નહીં દેખાઈ
જાય તો પ્રગટ કરવા નહીં. ૬ઠું સ્થિતિકરણ : મુમુક્ષુ જીવને દુ:ખના પ્રસંગોમાં ધર્મમાંથી
શ્રદ્ધા ડગી જાય તો તેને ધર્મમાં અનેક ઉપાયોથી સ્થિર
કરવો, તથા પોતાના આત્માને મોક્ષમાર્ગમાં સ્થિર કરવો. ૭મું વાત્સલ્ય : ગાયને વાછરડા પ્રત્યે હોય છે તેવો સાચો,
નિર્ભુજ પ્રેમ ધર્મી જીવો પ્રત્યે કરવો તેનું નામ વાત્સલ્ય,
તથા પોતાના આત્મા પ્રત્યે પ્રીતિ કરવી. ૮મું પ્રભાવના : રત્નત્રયની વૃદ્ધિ કરવી એ નિશ્ચય-પ્રભાવના
અને દાન, શીલ, તપ, વિદ્યા, અતિશય આદિ દ્વારા લોકોને ધર્મ કરવામાં પ્રેરણા આપવી તે વ્યવહારપ્રભાવના.
A - ૪૪
Page #252
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
* આત્મજ્ઞાન થયાની કસોટીઓ
સમ્યગ્દર્શન આત્મજ્ઞાન પ્રાપ્ત થયાની કસોટીઓ નીચે પ્રમાણે પોતાના વ્યક્તિત્વને લાગુ પાડવી :
૧. થોડી થોડી વારે, વિના પ્રયત્ને, પ્રભુ-ગુરુ-આત્મસત્તાનો ભાવ ભાસ્યમાન થયા કરે છે?
૨. વિકાર થાય, તેને તરત વિકારરૂપે જાણી લે છે? રુચિપૂર્વક તેમાં રસ તો લેતો નથી ને? તલ્લીન તો થતો નથી ને?
૩. જ્ઞાન-ભક્તિ-વૈરાગ્યની વૃદ્ધિની ભાવના રહે છે?
૪. સમ્યગ્દષ્ટિનાં આઠ અંગો પ્રગટ્યાં છે? અને તેમની વૃદ્ધિ અર્થે પ્રયત્ન ચાલુ રહે છે?
૫. સર્વમાં પ્રભુ દેખી, મૈત્રીથી પ્રવર્તે છે? નિંદા-ઈર્ષ્યાથી વેગળો રહે છે?
૬. હેયનો અપરિચય અને ઉપાદેયનો સ્વીકાર – આ ક્રમને પૂરી શક્તિ લગાવીને સેવે છે?
૭. શમ-સંવેગ-નિર્વેદ-આસ્થા-અનુકંપા વધારવામાં ઉદ્યમ કરે છે? ૮. વૃત્તિ વારંવાર અંતર ભણી વળતી રહે છે? ‘અંતર્મુખતા’ અર્થે ઉદ્યમ ચાલે છે?
૯. દુનિયા પોતાને નાટક જેવી લાગે છે?
ૐ આ વિષયના વિવિધ પાસાઓની સમજણ
જે જીવને સમ્યક્ત્વ પ્રગટ થાય છે તે જીવ પછીના ભવમાં
-
Page #253
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
નરક, તિર્યંચ, નપુંસક, સ્ત્રી પર્યાય, વિકલાંગ, ગરીબ, નીચગોત્ર અને અલ્પ-આયુષ્યવાન-આ આઠ વસ્તુઓને પામતો નથી. (સમ્યકત્વ પહેલાં ગતિ - આયુષ્ય બંધાયાં હોય તે અપવાદને બાદ કરતાં). એકવાર જેને નિશ્ચય સમ્યગ્દર્શન થાય છે તે અવશ્ય મોક્ષ જાય છે. સમ્યકત્વ, સમ્યગદર્શન, સાચી શ્રદ્ધા, સમકિત, આત્મવિનિશ્ચય, તત્ત્વાર્થશ્રદ્ધા – આ બધાં એકાર્યવાચક શબ્દો છે. સમ્યગ્દષ્ટિ જીવ ૮ દોષ + ૮ મદ + ૬ અનાયતન + ૩ મૂઢતા એમ ૨૫ દોષોથી રહિત હોય છે; અને તે આ પચીસ દોષોથી બચવા સતત પ્રયત્નશીલ હોય છે. નિઃશંકતાદિ આઠ અંગો મારામાં પ્રગટ્યાં છે? પાંચ બાહ્ય લક્ષણો મારામાં પ્રગટ્યાં છે? ૨૫ દોષથી રહિત હું થયો છું? – એમ પોતાનું નિષ્પક્ષ અને સૂક્ષ્મ અવલોકન વારંવાર કરે તો પોતાને સમ્યક્ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે કે કેમ તે સામાન્યપણે જાણી શકાય છે. જેને ખરેખર સમ્યગુદર્શન થાય તેની સાધના સામાન્યપણે દરેક પળે વધતી જ જાય છે; કારણ કે તેને જગતના સર્વ પદાર્થોથી સાચી ઉદાસીનતા થઈ છે અને તેમાં સુખ નથી એવો અનુભવથી નિશ્ચય થયો છે. સમકિત શબ્દ જૈન પરિભાષાનો ખાસ શબ્દ છે. તેનો સામાન્ય
- A-૪૬
Page #254
--------------------------------------------------------------------------
________________
ધ્યાત્મ
અર્થ થાય છે - રૂડી શ્રદ્ધા, સાચી શ્રદ્ધા, યથાર્થ શ્રદ્ધા. (Enlightened Vision) “સમકિત’નાં, ભારતીય પરિભાષામાં અનેક નામો છે; જેમ કે આત્મદર્શન, પરમાત્મદર્શન, આત્મજ્ઞાન, આત્મપ્રતીતિ, આત્મસાક્ષાત્કાર, પ્રભુદર્શન, ભગવદર્શન, આત્મસિદ્ધિ, બોધિસમાધિ, અંતરદૃષ્ટિ, દિવ્યદૃષ્ટિ ઈત્યાદિ. મોક્ષમાં જવા માટેની પહેલી નીસરણી એ સમ્યગ્દર્શનની
પ્રાપ્તિ કરવી તે છે. • સમ્યત્વપ્રાપ્તિ માટેની સાચી ભેદરૂપ સાધનાને વ્યવહાર
સમ્યક્ત ગણી શકાય. દીર્ઘકાળના અભ્યાસથી તે બધા ભેદો મટીને નિર્વિકલ્પ અવસ્થા થતાં નિશ્ચય સમ્યક્ત્વ પ્રગટે છે. જેને વ્યવહાર સમકિત ન થયું હોય તેને નિશ્ચય સમકિત થાય નહીં. નિશ્ચય સમતિ થાય ત્યારે શું થાય? સમસ્ત અંતરંગ વ્યક્તિત્વ દિવ્યતાને વરી જાય અને તેનું પ્રતિબિંબ પોતાના બાહ્ય જીવનમાં પણ પડ્યા વગર રહે નહીં. યથા - “તેનાં નેણ ને વેણ બદલાય, હરિ રસ પીજિએ.” સરાગ સમ્યકત્ત્વ - ૪થા, પમા અને ૬ઠ્ઠા ગુણસ્થાનકે હોય છે. વીતરાગ સમ્યકત્વ - ૭મા ગુણસ્થાનકે અને તેનાથી
HA-૪૦
Page #255
--------------------------------------------------------------------------
________________
- અધ્યાત્મ - આગળ હોય છે. બન્ને સમ્યકત્વ નિશ્ચય સમ્યકત્વ છે; પણ ચારિત્રની તરતમતા ઉપરનાં ગુણસ્થાનકોમાં વિશેષ હોવાથી આવો ભેદ કહ્યો છે. વીતરાગ સમ્યક્ત શુદ્ધોપયોગી મુનિરાજને જ હોય છે. વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું જાણવું અને શ્રદ્ધવું તેનું નામ સમ્યગદર્શન છે. પરમાર્થધર્મનો પ્રારંભ નિશ્ચય સમ્યકત્વથી જ થાય છે. સમ્યકત્વ પ્રાપ્ત કરવા માટે, નિશ્ચયનયની અપેક્ષાએ બે પ્રકારના પુરુષાર્થ સાથે કરવો પડે છે : ૧. મારે બધાય પ્રકારના કષાય સર્વ રીતે ઘટાડવા છે એવો
અભિપ્રાય અને ઉદ્યમ. ૨. “હું જ્ઞાનસ્વરૂપી આત્મા છું' અને “જગતના કોઈ
પદાર્થોનો હું સ્વામી નથી” એવો બોધ, જાગૃતિ અને
શ્રદ્ધા. કોઈ પણ જીવને પરમાર્થધર્મ પ્રગટે તેને ભારતીય સંસ્કૃતિમાં પરમાત્મદર્શન અથવા આત્મ-સાક્ષાત્કાર કહે છે. વીતરાગ
દર્શનમાં તેને નિશ્ચય-સમ્યકત્વ કહે છે. • સ્વસત્તા વડે ઉપયોગ નજરાય તેનું નામ આત્મલક્ષ. પરમાર્થથી
જોતાં તે દશા જ્ઞાનીને જ પ્રગટે છે; અન્યને તે સામાન્ય અભ્યાસરૂપે હોય છે.
A-૪૮
Page #256
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
• આત્મદર્શન-આત્મજ્ઞાન-સમ્યગ દર્શન-આત્મસાક્ષાત્કાર
પરમાત્મદર્શન-જીવનમુક્તિ-ની, વિવિધ અનુયોગો દ્વારા સંક્ષિપ્ત સમજણ : ૧. દ્રવ્યાનુયોગથી - તત્ત્વાર્થ શ્રદ્ધાન તે સમ્યગદર્શન.
- સ્વ-પરભેદજ્ઞાન જડ-ચેતન વિવેક - આત્માની સ્પષ્ટ અનુભવાશે
પ્રતીતિ. ૨. ચરણાનુયોગથી – શ્રી દેવ-શાસ્ત્ર-ગુરુ-ધર્મની પ્રબુદ્ધ
અને પાકી શ્રદ્ધા. ૩. કરણાનુયોગથી – મિથ્યાત્વમોહનીયની સાત
પ્રકૃતિઓનો ઉપશમ-ક્ષયોપશમ-ક્ષય
(મોહગ્રંથિનો ભેદ). ૪. પ્રમાણ અને પ્રયોગથી – સર્વગુણાંશ તે સમ્યકત્વ. ૫. પ્રયોગરૂપે તાળો મેળવવા માટે :
૧. વૃત્તિની અંતર્મુખતા
૨. સત્યનું પરિજ્ઞાન - ૩. અંતરંગ સાચો વૈરાગ્ય
૪. આત્મિક ગુણોનું પ્રાગટ્ય - ગુણસ્થાન અનુસાર. • જો કોઈ જીવને સમ્યગુદૃષ્ટિ પ્રાપ્ત થઈ હોય તો તેણે ચારે
A- ૪૯
Page #257
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
અનુયોગોથી પોતાની કડક પરીક્ષા કરવી; જેથી કોઈ પ્રકારની કચાશ સ્વપરીક્ષણમાં રહી જાય નહીં. સમ્યગદર્શનની વાત ચાલતી હોય ત્યારે દર્શન શબ્દનો અર્થ આત્માની પ્રતીતિ (શ્રદ્ધા) એમ કરવો. પરમાર્થથી સમ્યગદર્શન સમ્યગૂજ્ઞાનની સાથે જ હોય છે અને તે શુદ્ધાત્મસ્વરૂપ હોવાથી “સ્યાત્ કથંચિત્ અવક્તવ્ય – કોઈ અપેક્ષાએ, વાણીથી અગોચર છે. જે જ્ઞાની હોય તે દુનિયાના પદાર્થોના સંયોગ-વિયોગમાં વિશેષ હર્ષ-શોક કરતા નથી. આત્માનો નિશ્ચય થવો અને અંતરમાં અનુભવાશે પ્રતીતિ થવી તે સાચું સમ્યકત્વ છે. ભદ્રપરિણામી જીવ હોય પણ સમ્યગદષ્ટિ ન હોવાથી તેની નિર્જરાને ગજજ્ઞાનવત્ કહેલી છે; અર્થાત્ તેને અકામ નિર્જરા કહી છે. અન્ય ધર્માત્માની જાહેરમાં નિંદા કરીએ તો સમ્યગદર્શનના ત્રણ અંગો એક સાથે તૂટી જાય (૧) ઉપગૂહનત્વ (૨) વાત્સલ્ય અને (૩) પ્રભાવના.
.
દાન
=
=
=
=
A- ૫૦
Page #258
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
“આગે બઢો''નો ઉત્સાહપ્રેરક શંખનાદ * સાચી આધ્યાત્મિક જીવનદિશા :
સામાન્ય મનુષ્યનું જીવન ગતાનુગતિક પ્રવૃત્તિમાં જ વેડફાઈ જાય છે. આવો ઉત્તમ મનુષ્યભવ પામી, માનવ ન બની શકાય, વિચાર-વિવેકપૂર્વક જીવન ન જવાય, તો આપણે પશુ જ કહેવાઈએ.
હે મુમુક્ષુ! તને તો મનુષ્યની જિંદગી, ઇન્દ્રિયોની પૂર્ણતા, ઠીકઠીક મોટું આયુષ્ય, આજીવિકાની તેમ જ કુટુંબની અનુકૂળતા અને કંઈક સત્ય પામવા માટે સત્સંગ-સદ્વાંચનનો સુયોગ મળ્યો છે. માટે હવે કમર કસીને પણ જીવનની પ્રત્યેક મિનિટનો સદુપયોગ પોતાને અને બીજાને શાંતિ મળે અને જીવનમાં કંઈક નક્કર ધ્યેયને પામવા માટે પ્રતિજ્ઞાબદ્ધ થઈ શકાય તે રીતે કરવો જોઈએ.
જીવનની સામાન્ય જવાબદારી પૂરી થઈ હોય તેણે તો આળસ છોડીને અવશ્ય આત્મશાંતિના અને લોકોપકારના માર્ગે ત્વરાથી લાગી જવું જોઈએ.
પોતાની દૈનિકચર્યામાં પ્રાર્થના, ભક્તિ, સદ્વાંચન, સામૂહિક સત્સંગ-સ્વાધ્યાય, ધર્મકથાશ્રવણ આદિમાં પ્રવૃત્ત થવું જોઈએ અને એકાદ કલાક વૃદ્ધોની સેવા, દર્દીઓની સેવા, સંતોની સેવા, અનાથદીન-દુ:ખીઓની સેવામાં ગાળવો જોઈએ. બીજાઓને નિઃસ્પૃહપણે મદદરૂપ થવાથી આપણામાં કરૂણા, કોમળતા, પ્રસન્નતા અને સૌમાં પ્રભુને જોવાની ભાવના કેળવાય છે; જેથી આધ્યાત્મિક સત્યોને સમજવાની પાત્રતા આવે છે. ક્રમશઃ સગુરુનો બોધ પ્રાપ્ત થતાં
A- ૫૧ ,
Page #259
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
અને તેનું ચિંતન-મનન કરતાં, પરમતત્ત્વ પ્રત્યેની શ્રદ્ધા વધારે થાય છે. કુટુંબની થોડી-ઘણી જવાબદારી પૂરી થઈ હોય તેણે તો અવારનવાર સત્સંગ-ભક્તિવાળા આશ્રમમાં, નિવૃત્તિક્ષેત્રમાં, સાધના કેન્દ્રમાં કે તીર્થક્ષેત્રમાં રહીને ઘનિષ્ટ સાધના કરવાનું રાખવું; જેથી વિશેષ અભ્યાસ અને વૈરાગ્યાદિ ઉત્પન્ન થતાં ચિત્ત શુદ્ધ થાય છે અને સગુરુ-પરમાત્મા પ્રત્યે અપૂર્વ પ્રેમ પ્રગટે છે. ક્રમશઃ પોતાના દોષો દૂર કરીને અંતર્મુખ બનવાની કળા હસ્તગત થતાં, આત્મવિચારની શ્રેણિએ ચઢીને આત્મસાક્ષાત્કાર સુધી પહોંચી શકાય છે. એક જ જિંદગીમાં આટલી બધી પ્રગતિ કરે તે તો ખરેખર ધન્ય છે, પણ તેના સંસ્કાર પણ દૃઢ થઈ જાય તો ભવાંતરમાં પણ સુસંસ્કારોને સાથે લઈ જઈ શકે અને ક્રમશઃ અભ્યુદય અને મોક્ષમાર્ગને પામીને પરમપદની પ્રાપ્તિ કરી શકે.
ચાલો ત્યારે, ‘જાગ્યા ત્યારથી સવાર' એવો મોટા પુરુષોનો બોધ ગ્રહણ કરીને આજે જ દૃઢ સંકલ્પ કરીએ કે હવે તો ધ્યેયલક્ષી, દિવ્ય, સુગંધિત અને સ્વ-પરકલ્યાણ કરનારું જીવન જીવીશ અને તે માટે નિયમિત સત્સંગ-સદ્ગુરુ-સત્શાસ્ત્ર વગેરેને સેવીશ.
* ધ્યેયલક્ષી જ્ઞાનની વૃદ્ધિ કરો
સાચા સાધકને જે બે મોટી ભૂલોથી બચીને આત્મસમાધિનો માર્ગ સિદ્ધ કરવાનો છે તે આ પ્રમાણે છે:
(અ) શાસ્ત્રોનું જાણપણું ઘણું, પણ દૈનિકચર્યામાં જીવનશુદ્ધિની સિદ્ધિ માટે ધર્મસિદ્ધાંતોની પ્રયોગશીલતાનો અભાવ. આવા સાધકને ‘પોથીપંડિત’, શુષ્કજ્ઞાની, શબ્દજ્ઞાની, કેવળ નિશ્ચયવાદી, જ્ઞાનદગ્ધ
■ A-42☐
Page #260
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
અથવા ‘તોતાપંડિત' કહે છે.
(બ) જેને રૂડી રીતે જાણ્યાં અને શ્રદ્ધયા વિના શુદ્ધભાવ પ્રગટી શકતો નથી એવા ચૈતન્યતત્ત્વના લક્ષ વગર, માત્ર શરીરની ક્રિયાથી જ ધર્મ થયો માને અને ચિત્તના વિચારો કેટલા શુદ્ધ છે તેનું ધ્યાન ન રાખે તે ક્રિયાજડ, માત્ર ક્રિયાવાદી, વ્યવહારમૂઢ, બાહ્યત્યાગી, જડમૂર્તિ, કેવળ ક્રિયાકાંડી વગેરે નામોથી ઓળખાય છે.
અનુભવજ્ઞાની મહાત્માઓએ શુષ્કજ્ઞાનીને નીચે પ્રમાણે આજ્ઞા કરી છે, જે જાણી સાધકે પોતામાં જો તેવી ખામી હોય તો તત્કાળ દૂર કરવા પ્રયત્ન કરવા યોગ્ય છે :
૧. કામ ક્રોધ, મદ લોભની, જ્યાં સુધી મનમાં ખાણ; ત્યાં સુધી પંડિત, મૂરખો, બંને એક સમાન.
૨. લખવું, વાંચવું, ઉપદેશ કરવો, વિવાદ કરવો વગેરે તો સહેલાં છે પણ અંતરની ઇચ્છાઓનો ત્યાગ કરીને મનને પ્રભુના ધ્યાનમાં લગાવવું તે પર્વત ઉપર ચડવા જેવું કઠણ છે.
૩. માત્ર સૂક્ષ્મ જ્ઞાનચર્ચા જ કર્યા કરવી તે સાચા જ્ઞાનની નિશાની નથી. આરાધનાના માર્ગમાં લાગવા માટે નિયમપૂર્વકની ચર્ચા પાળીને મુમુક્ષુના ગુણો પ્રગટ કરવા જોઈએ.
૪. જ્ઞાન તો તેને કહીએ જેનાથી વૃત્તિ બાહ્યમાં જતી રોકાય, સંસાર પરથી ખરેખર પ્રીતિ ઘટે, સાચાને સાચું જાણે. જેના વડે આત્મામાં ગુણ પ્રગટે તેનું નામ જ્ઞાન. (શ્રીમદ્ રાજચંદ્ર)
- A- ૫૩ .
Page #261
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ ૫. જે પ્રમાણે વ્યાપારનું પ્રયોજન નફો છે, તે પ્રમાણે સ્વાધ્યાયનું
પ્રયોજન આત્મશાંતિની પ્રાપ્તિ છે. બુદ્ધિબળ અને હૃદયબળ બંનેનો સાથે વિકાસ કરવાનો છે. જો માત્ર બુદ્ધિબળ જ વધારીશું તો હઠાગ્રહ, કુતર્ક, વિતંડાવાદ, ખંડનમંડન અને મારું તે જ સાચું” વગેરે ખામીઓ જીવનમાં આવ્યા વગર રહેશે નહીં. હૃદયબળ એટલે કે આત્મબળ વધારવા તરફ ખાસ લક્ષ આપવું પડશે. આ માટે મનની ખોટી વૃત્તિઓને રોકવી પડશે અને સગુણસંપન્નતાના નિયત કાર્યક્રમને અનુસરવાની સાથે ચિંતન-મનન અને એકાગ્રતાનો અભ્યાસ કરવો પડશે. સદ્ગુરુ કે શાસ્ત્રજ્ઞાનથી પ્રાપ્ત થયેલા ઉપદેશને પચાવવા માટે ઉપશમવૈરાગ્ય સહિત આત્મસ્મરણ અને આત્મસ્થિરતાનો અભ્યાસક્રમ
આરાધવો પડશે. ૮. જ્યારે આ પ્રમાણેના અભ્યાસમાં સુસ્થિતપણું અને કુશળતા
પ્રાપ્ત થશે ત્યારે જ આત્માનુભૂતિનો અપૂર્વ આફ્લાદ પ્રગટશે અને મૈત્રી, મધ્યસ્થતા, સમતા, ક્ષમા આદિ અનેક ઉત્તમોત્તમ
ગુણોથી જીવન કૃતકૃત્ય થશે. ૯. વિચાર અને આચાર એમ જીવનના બે પક્ષ છે. બંને પક્ષોનો
સમાંતર વિકાસ સાધવાનો છે, તો જ જીવનમાં સાચી
પ્રગતિશીલતાથી પ્રસન્નતાનો અનુભવ થઈ શકશે. ૧૦. માત્ર શાસ્ત્રનો નહીં પણ તત્ત્વનો અભ્યાસ પણ સાથે સાથે
- ૫૪
Page #262
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
કરવો જ જોઈએ. તત્ત્વના અભ્યાસમાં-વિવેકની આરાધનામાં જાગૃતપણે લાગવું અને તે દ્વારા સમતાભાવને પ્રાપ્ત થવું તે જ શાસ્ત્રજ્ઞાનનું સાચું ફળ છે.
આમ કરવા માટે હે સાધક! સત્યના અંશો જ્યાં જ્યાં જોવા મળે ત્યાંથી જીવનમાં ગ્રહણ કરી જો ગુણગ્રાહક બનીશ તો આત્મદેવ પ્રત્યેનો સાચો પ્રેમ વર્ધમાન થશે અને તે આત્મદેવની ભાવપૂજાના ચિત્તપ્રસન્નતારૂપી ફળથી તારું જીવન આનંદમયઆહ્લાદમય-સંતોષમય બની જશે.
* સાચા અધ્યાત્મનો પ્રયોગ અને ફળશ્રુતિ
આજકાલ ‘અમે આધ્યાત્મિક છીએ' એવું મનાવવાની એક જાતની ફૅશન છે. સમાજનો એક નાનો વર્ગ, જેમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કંઈક અંશે પણ થયેલું છે તેવા લોકોમાં આ ફૅશન વિશેષપણે જોવામાં આવે છે. જો આવી ફૅશન ખરેખર જીવનમાં આવે તો તો સમાજમાં સાદાઈ, સંતોષ, નીતિમત્તા, પરોપકાર, દાનશીલતા, સત્સંગ, વાત્સલ્ય અને સાચા તત્ત્વજ્ઞાનપૂર્વકની દૃષ્ટિ પેદા થાય અને મહાન કલ્યાણકારક પરિવર્તન આવે. પણ આમ બનતું જોવામાં નથી આવતું; જે એમ સૂચવે છે કે આ આધ્યાત્મિકતા કોરી, બાહ્ય, શુષ્ક, વાચાળ, દેખાવરૂપ, ઢોંગી અને જૂઠી છે અને તેથી જ શાંતિ અને પ્રસન્નતા આપી શકતી નથી.
જેટલા અંશે આધ્યાત્મિકતા સાચી હોય તેટલા અંશે સુખશાંતિ પ્રગટે. આ માટે સાચા તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ અને તેનો પ્રયોગ થવો ઘટે. જો દેહથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ અવિનાશી જ્ઞાતા-દૃષ્ટા
-A-૫ ટ
Page #263
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
મારું મૂળ સ્વરૂપ છે’ એમ ખરેખર જાણે તો છેતરપિંડી, અપમાન, આપવડાઈ, લડાઈ-ઝઘડા વગેરે અવશ્ય ઓછાં થઈ જાય. ધર્મસ્થાનકોમાં સાંભળેલું કે વાંચેલું જીવનમાં પ્રયોગરૂપ બને, એ જોવાની જરૂર છે. જ્યાં સુધી ‘આત્મજાગૃતિ' કે ‘સ્મરણ’ દ્વારા દૈનિક જીવનમાં આધ્યાત્મિક જ્ઞાનનો પ્રયોગ ન થાય ત્યાં સુધી જીવનમાં સત્યનો પ્રકાશ ચમકશે નહીં અને અજ્ઞાન-અંધકાર જશે પણ નહીં.
પ્રવૃત્તિ દરમ્યાન આત્મજાગૃતિ, એટલે કે પંદર-વીસ મિનિટને અંતરે પ્રભુસ્મરણ-આત્મસ્મરણનો પ્રયોગ કરવાની ટેવ પાડવાની છે. શરૂઆતમાં આ ટેવ ઘણી અઘરી, શુષ્ક અને કંટાળારૂપ લાગશે પણ બે-ત્રણ વર્ષમાં અભ્યાસ થતાં તે સહજ અને શાંતિદાયક લાગશે. પૂર્વાચાર્યોની આજ્ઞા છે કે :
आत्मज्ञानात् परं कार्यं न बुद्धौ धारयेत चिरम् । कुर्यात् अर्थवशात् किंचित् वाक्कायाभ्याम् अतत्त्परः ॥ શ્રીસમાધિશતક / ૫૦
અર્થાત્ આત્મજ્ઞાનમાં સહાયક ન હોય તેવું કોઈ પણ કાર્ય પોતાની બુદ્ધિમાં લાંબો સમય ધારણ કરવું નહીં; પ્રયોજનવશ કરવું પડે તો શરીર અને વાણીથી કરવું તન્મય થઈને નહીં.
જે કોઈ મહાન સાધક, સત્સંગ કે સદ્ગુરુના યોગ દ્વારા, આત્માવલોકનની, પ્રભુ-સ્મરણની, સ્વરૂપજાગૃતિની, નિજ ઉપયોગપરિચયની કળાનો સાચા અર્થમાં અભ્યાસ કરીને તેને સિદ્ધ કરશે તેને આ જગતનું સર્વોત્તમ પદ-પરમાત્મપદ-પરમાનંદપદ
-
-A-૫૬ -
Page #264
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
અવશ્યપણે પ્રાપ્ત થઈ જશે. તેવા પુરુષને જ મહાજ્ઞાની, મહાન ભક્ત કે મહાન યોગીનું પદ સ્વયં પ્રાપ્ત થઈ જશે.
આવી . આત્મસાધનાની દશા પ્રાપ્ત કરવા માટે સત્સંગ, સદ્બોધ, સશ્રદ્ધા, ધીરજ, આત્મસમર્પણ અને મહાન પરાક્રમની જરૂર છે. તેના અભ્યાસથી ધ્યાનની ક્રમે કરીને સિદ્ધિ થાય છે અને પછી ‘સહજધ્યાનની અવસ્થા પ્રાપ્ત થાય છે. તેનું વિશેષ વિશ્લેષણ અન્ય યોગ્ય સમયે થવું સંભવે છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
* ઘનિષ્ઠ સાધકદશાની ભાવના (હાથનોંધમાંથી નિજ વિચારણારૂપે)
હવે પછીની આગળની સાધકદશા કપરી લાગે છે.
કેવી રીતે?
કારણ કે જે પ્રકારે અને જે ગતિથી સાધનાનો આનંદ આવવો જોઈએ તેવો આવતો નથી.
જુઓ ભાઈ, જેવી રીતે દૂરના ગામ સુધી રેલવે દ્વારા મુસાફરી કરીને જવું હોય ત્યાં વચ્ચે મોટાં જંકશન પણ આવે છે કે જ્યાં અર્ધો કલાક કે કલાક જેટલું પણ થોભવું પડે છે. તે સમય દરમિયાન માર્ગ કપાતો નથી તો પણ ત્યાં એંજિનને કોલસો, પાણી વગેરે મળવા દ્વારા અને ડ્રાઈવર વગેરેને આહાર, ચાપાણી મળવા દ્વારા અંતિમ જે લક્ષ્યસ્થાન ત્યાં જવા માટેની તૈયારી જ ચાલી રહી છે તેમ જાણો. આવી રીતે પરમાર્થમાં પણ લાગુ પડે છે. વિશિષ્ટ
- A- ૫૭ m
Page #265
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
– અધ્યાત્મ – સાધકદશાને સંપ્રાપ્ત થવા માટે અનેકવિધ તૈયારીઓ કરવી પડે છે, તેમાંની નીચે કહી તે વિશેષપણે આરાધવી રહી : ૧. આહારમાં લોલુપરહિતપણું, ૨. શારીરિક વિશેષ પરિશ્રમનો (થાકનો) અભાવ,
૩. સ્વાધ્યાયપરાયણતા,
૪. દિવસની પ્રવૃત્તિ દરમિયાન વારંવાર આત્મસ્મરણનો અભ્યાસ
અને નિયત સમયે ધ્યાનનો અભ્યાસ, ૫. ધીરજ અને ખંત.
આવી સાધનસામગ્રી અગ્રિમ સાધકને જ પ્રાપ્ત થઈ શકે તેમ જાણો. તે સાધક ત્યાગ-સન્મુખ જીવનવાળો હોય અથવા ત્યાગી હોય. સામાન્ય ગૃહવાસમાં રહેલો સાધક સફળતાપૂર્વક ઉપર્યુક્ત સાધનાસામગ્રીને આત્મસાત્ કરી શકતો નથી. .
તો હવે અમારે આગળ વધવા માટે શું કરવું?
તેનો મુખ્ય ઉપાય તો પરમ સત્સંગ છે; એટલે કે આત્મદશા જેમને વર્તે છે તેવા મહાપુરુષોનો ગુરુકુળ વા સાધનાલયમાં સંગ છે. તથારૂપ સંગ અત્યંત વિરલ જાણીએ છીએ, તેમ વળી ઉપર્યુક્ત કહી તેવી વિશિષ્ટ સાધકદશા પણ વિરલ જ માનીએ છીએ. જ્યાં અન્ય ઉપાય પ્રાપ્ત નથી ત્યાં પૂર્વે થયેલા જ્ઞાની-ધ્યાન-તપસ્વીસમાધિસ્થ મહાપુરુષોના ચારિત્રનું વારંવાર સ્મરણ કરી, તેમના પ્રત્યે લઘુત્વભાવ ધારણ કરીને તેમની સ્તુતિ કરી, તેમાંથી પ્રેરણા
A-૫૮ :
Page #266
--------------------------------------------------------------------------
________________
- અધ્યાત્મ | મેળવીને આગળની સાધકદશામાં બળ કરીને આગેકૂચ કરવી.
આ પ્રકાર ભજતાં ત્વરાથી આગળની દશા કદાચ ન પ્રગટે તોપણ ક્રમે ક્રમે તે પ્રગટશે. તે દિશામાં સતત અને ઘનિષ્ઠ પ્રયત્ન સિવાય બીજો કોઈ માર્ગ છે નહીં.
જયવંત વર્તે તમારી સાધના!
નિષ્કટક હો તમારો સાધનાપંથ! સદેવ હો સતપુરુષોના આશીર્વાદ તમ ઉપર!
જીવમાત્રનું લક્ષ શાશ્વત સુખ છે. તે સુખની પ્રાપ્તિ મોક્ષ. વિના કોઈને થતી નથી. પરમાર્થથી જોતાં તે મોક્ષમાર્ગનું પ્રથમ સોપાન આત્મજ્ઞાન છે. દ્વિતીય સોપાન એક-દેશસંયમ, તૃતીય સોપાન સકળ-સંયમ અને છેલ્લું સોપાન સંપૂર્ણ મોક્ષની પ્રાપ્તિરૂપ પરમજ્ઞાનાનંદમય દશા છે.
હવે નિશ્ચયથી જોતાં, સાક્ષાત્ મોક્ષમાર્ગની પ્રાપ્તિ તો સ્વાનુભૂતિથી થાય છે, પરંતુ તે સ્વાનુભવરૂપ દશા પ્રાપ્ત કરવા આત્મસાધકને અનેકવિધ સાધન અંગીકાર કરવાના હોય છે જેવાં કે સત્સંગ, તત્ત્વાભાસ, ગુણગ્રહણતા, વિવિધ પ્રકારે તપ, પ્રભુભક્તિ, ઇન્દ્રિય-નિગ્રહ, મનોજય ઇત્યાદિ.
આ કાળે અમ જેવા મુમુક્ષુઓ માટે તત્ત્વાભાસ (જેને સ્વાધ્યાય પણ કહીએ છીએ) અને પ્રભુભક્તિ એ બે અંગો આત્મસાધનમાં
A-૫૯
Page #267
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
વિશેષપણે ઉપયોગી અવધારીએ છીએ. આ સાધનોથી હેય, શેય અને ઉપાદેય ભાવોનું જાણવું થાય છે અને ઉપાદેય ભાવોને પ્રભુભક્તિ સહિત અંગીકાર કરતાં સ્વચ્છંદ, અહંકારાદિ દુર્ગુણોનો નાશ થઈ, પૂર્વે થયેલા મહાજ્ઞાનીઓ પ્રત્યે બહુમાન પ્રગટ થઈ વૃત્તિ સહેજે અંતર્મુખ થાય છે અને જીવનમાં શુષ્કતા કે નિરસપણુ આવતા નથી. એમ ક્રમે કરીને આત્મ-પરિણામોની શુદ્ધિ સાધતાં, તાત્ત્વિક આનંદની વૃદ્ધિ થાય છે અને વીર્યોલ્લાસ સહિત સંયમની વૃદ્ધિ કરતો થકો, ઉપર ઉપરની શ્રેણિને પામીને મુમુક્ષુ સર્વથા મુક્ત થાય છે.
તાત્ત્વિક નિઃસ્પૃહતાની કસોટીનો કાળ આવી રહ્યો છે. પૂર્ણ સમય સાધકદશા (Fulltime Sadhana)નો સમય હવે દૂર ન કહી શકાય; અને તેનો અર્થ એમ પણ થયો કે ગૃહવ્યવહારની ફરજોથી, જવાબદારીઓથી અને સંબંધોથી લગભગ સંપૂર્ણ નિવૃત્તિ.
જેમાં અલ્પ જ આરંભ-પરિગ્રહ હોય એવી દશાનું ઉપજાવવું, તેમ વળી તે દશામાં રહીને સ્વાધ્યાય-ધ્યાન-મૌન-અનુભવ-અભ્યાસ જેમાં વર્તે છે તેવી વિશિષ્ટ પદ્ધતિનું દીર્ઘ કાળ સુધી સેવન, તે લોકોત્તર આત્મદશા પ્રગટ કરવાનું મુખ્ય સાધન જાણીએ છીએ.
હવે, ત્યાં વિશેષ એમ છે કે આ ઉત્સર્ગમાર્ગમાં અનેક પ્રકારનાં વિજ્ઞો આવે એ સ્વાભાવિક છે, જેમાંનાં ચાર મુખ્ય પૂર્વે જ્ઞાની પુરુષોએ નીચે પ્રમાણે પ્રકાશ્યાં છે : લોકપ્રતિબંધ, સ્વજનપ્રતિબંધ, દેહાદિકપ્રતિબંધ અને સંકલ્પવિકલ્પ-પ્રતિબંધ. બને તેટલી શક્તિથી અવશ્યપણે આ વિઘ્નોને ધીરજથી જીતવા યોગ્ય છે.
=A-૬૦.
Page #268
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
તેમાં પણ છેલ્લાં બે વળી વધારે બળવાન છે. દેહાદિ પર સૂક્ષ્મ રાગ વર્તતો હોય તેનું ભાન થવું કઠિન છે. માટે બની શકે ત્યાં સુધી માર્ગાનુસારીની ચર્યા પાળવાથી દેહાધ્યાસ ઘટશે અને સંભવતઃ સ્વચ્છેદવૃત્તિનો પણ નિરોધ થશે.
છેલ્લા પ્રતિબંધ વિશે વિચાર કરતાં, અનેક યુક્તિપૂર્વક વર્તાય તો જ સફળતા સંભવે છે. બસો-પાંચસો વખત, ધ્યાન સમય દરમિયાન અસફળતા મળે તોપણ નિરાશ થવા યોગ્ય નથી કે પોતાની ચર્યા ઢીલી કરવા યોગ્ય નથી. ફરી ફરી સત્પરુષોનાં ચરિત્રોનું, ગુણોનું સ્મરણ કરી વિવિધ પ્રકારના તત્ત્વવિચાર અને સ્વાધ્યાય-પ્રણાલિકાઓનું આલંબન લઈ વિવેકપૂર્વક દૃઢતાથી પ્રવર્તતાં દુર્જય એવો મનોજય ઘણે અંશે સિદ્ધ થઈ યથાયોગ્ય સમાધિમાં આત્માનુભવની વિવિધ શ્રેણિઓની સિદ્ધિ અર્પશે. આ પ્રકારે તે સાધનાનો ઉત્સર્ગમાર્ગ જાણવો.
હવે આવીએ અપવાદ માર્ગ ઉપર. તે માર્ગની આરાધનામાં એવી રીતે વર્તવું યોગ્ય છે કે જેથી આત્માનાં પરિણામો, પરિણામે ઉજ્જવળતાને પામે. જેઓ કથંચિત્ પરમાર્થમાર્ગમાં સહાયક છે એવા ત્યાગી, જ્ઞાની, તપસ્વી કે પરમાર્થ-સ્પૃહાવાળા આત્માર્થી-મુમુક્ષુજ્ઞાનીજનોનો સત્સંગ, ચાહે તે દૂરક્ષેત્રવર્તી હોય તો પણ સેવવો. તદુપરાંત, જે સતુશ્રુતસેવા, પૂજય પુરુષોનાં ચરિત્રોનું શોધન, અનુસંધાન, વ્યવસ્થીકરણ, તેમના ગુણાનુવાદ અને તેમની ચિરકાળ સુધી સાધકજીવોને સ્મૃતિ રહે તે અર્થે એમના સ્મારક-નિર્માણ અર્થે ગૃહસ્થ જીવોને પ્રેરણા અને માર્ગદર્શન આપવાં. | નિવૃત્તિક્ષેત્રમાણે, જ્યાં લોકોની અવરજવર નહિવત્ હોય, અને
A-
૧
Page #269
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
જ્યાં દેવાલય કે ગુરુમંદિર હોય, ત્યાં પ્રભુની સમક્ષ બે-ત્રણ કલાકનો સમય પ્રભુની ભક્તિ-સ્તુતિ-વંદના-નમસ્કાર-પૂજા-અર્ચના વગેરેમાં ગાળવો. આ માટેનો સમય સવારના ૬-૩૦ થી ૮-૩૦નો લગભગ ગણી શકાય. પણ બીજો સુયોગ્ય સમય પણ ચાલે.
આવો આ ઉત્તમ બોધિ-સમાધિનો માર્ગ સાધવા માટે હે જીવ! હવે તારે કમર કસીને તૈયાર રહેવું યોગ્ય છે. '
આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે ઉલ્લસિત વીર્યવાળા પુરુષાર્થની આવશ્યક્તા : ૧. “સમરથ રામ ભજ્યા વિના, સમરથ હોય ન કોય;
સમરથ રામ સદા ભજે, હરગીઝ સમરથ હોય.” ૨. બહિર્મુખ વૃત્તિ થકી, સ્કુરે સકલ સંસાર;
વૃત્તિ અંતરમુખ થતાં, સ્વરૂપ સાક્ષાત્કાર.” ૩. “છેલ્લા સાથી બે ખરા, હિંમત ને વિશ્વાસ;
એ બે વણ બીજા બધા, થાય નકામા ખાસ.”
* પરિગ્રહ :
૧. પાપના સંચયનું એક મુખ્ય કારણ પરિગ્રહની લુબ્ધતા છે.
તેનાથી પાપના દરવાજા ખુલ્લા જ રહે છે. ૨. ચારે બાજુથી આત્માને મહાસક્તિથી જકડી લે તેને પરિગ્રહ
કહ્યો છે, જેનું બીજું નામ મૂર્છા પણ છે. જગતના જડ અને ચેતન પદાર્થોનો વારંવાર બુદ્ધિપૂર્વક પરિચય કરવાથી
A
Page #270
--------------------------------------------------------------------------
________________
તેમાં આસક્તિ વધતી જાય છે. જેની આસક્તિ વિશેષપણે પરિગ્રહમાં હોય તેને દેવ-શાસ્ર-ગુરુની સાચી ભક્તિ થવી અસંભવ છે. માટે ભગવાન મહાવીરે આ પરિગ્રહની બાબતમાં વધારે જાગૃતિ રાખવાનું કહ્યું છે. નરકનું તે દ્વાર છે અને આત્મવિસ્મૃતિનું મુખ્ય કારણ છે; માટે જ્ઞાનીઓએ ઉપદેશ્યું :
અધ્યાત્મ
“પરવસ્તુમાં નહીં મુંઝવો એની દયા મુજને રહી.” (મોક્ષમાળા, શિક્ષાપાઠ - ૬૯)
* મધ્યમ કક્ષાના મુમુક્ષુને લખેલા પત્રના આધારે :
અંતમાં, અમારા જીવનમાં જે જે સાધનો દ્વારા વિશિષ્ટ વિકાસ થઈ શુદ્ધાત્મજ્ઞાનદશા પ્રગટી, તેનો નિર્દેશ કરું છું. તેમાંથી તમારે માટે હાલ વિશેષ ઉપકારી છે તેની આગળ / નિશાન કરું છું; જે આત્મસાત્ કરવાથી કલ્યાણમાર્ગની પ્રાપ્તિ શીવ્રતાથી થશે.
૧. આગલા ભવોનું મોટું ભાથું, જેથી નાનપણમાં જ એકાંત/ચિંતન/સત્સંગ/વાંચન/ભક્તિ-ભજનાદિમાં પ્રવૃત્ત થવાનું બની શકે છે.
/ ૩.
૨. શાશ્વત આનંદ જ પ્રાપ્ત કરવો છે તેવી ધૂન. જીવનધ્યેયની પ્રાપ્તિમાં જ વધુ સમય વાપરવો. બીજું કાંઈ પણ માત્ર ખપ પૂરતું જ કરવું.
૪.
ઘનિષ્ટ સાંચન, તેમાંના અગત્યના મુદ્દાઓની નોંધ અને સંતોની આજ્ઞાને જીવનમાં ઉતારવાનો યત્ન.
-A- ૬૩.
Page #271
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
૫.
અવારનવાર ઘનિષ્ટ સત્સંગ અર્થે કોઈ આત્મજ્ઞસંત અથવા ઉચ્ચકોટિના સાધક-મહાત્માઓ પાસે જઈ તેમના બોધ-સમાગમ કરવાં – Full time sadhana in
secluded places. ૪ ૬. મંત્રલેખન.
૭. વારંવાર પ્રભુ-ગુરુના સ્મરણનો અભ્યાસ. ૮. અત્યંત આર્ટ હૃદયથી પ્રભુને દોષનાશ/ગુણપ્રાપ્તિ અને
માર્ગદર્શન માટે પ્રાર્થના. ૯. નિયમિત, થોડી મિનિટો માટે પણ ચિંતન અનુપ્રેક્ષા/ધ્યાન. ૧૦. જ્ઞાન-વૈરાગ્ય વર્ધક પદો કંઠસ્થ કરીને ગાવાં - એકલાં. ૧૧. ધર્મવાર્તા - સામૂહિક સ્વાધ્યાય. ૧૨. પાપનિવૃત્તિના નિયમો સંતની આજ્ઞાનુસાર,
હાલ એ જ, હિતચિંતક આત્માનંદ, * યા હોમ કરીને પડો ફતેહ છે આગે
મુમુક્ષુએ વિરોધીઓ પ્રત્યે તેમ જ વિપરીત સંયોગોમાં સમભાવ રાખવો, upset ન થવું. આ અભ્યાસથી જ્ઞાન-વૈરાગ્યની વૃદ્ધિ
થાય છે, જે પરમ શ્રેયસ્કર છે. • પૂજા, આરતી, દર્શન, જપ, તપ આદિ શરીરની ધર્મક્રિયાઓની
સાથે સાથે ચિત્ત પણ તેમાં ઉત્સાહપૂર્વક લગાવવું જોઈએ;
A-૬૪
Page #272
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
નહીં તો તે દ્વારા જડતા આવે છે, અને ચિત્ત પ્રસન્નતા અનુભવતું નથી. ભાવાનુસાર અલ્પ પુણ્યબંધ થાય તે વાત જુદી.
♦ દોષદૃષ્ટિ રાખવા કરતાં ગુણગ્રાહકદષ્ટિ રાખવી તે જ યોગ્ય છે. • આત્મગુણો વિકસાવવાની અને તે દ્વારા ચિત્તશુદ્ધિની વૃદ્ધિની કળા સાધકે હસ્તગત કરવી જોઈએ.
• મહાયોગી શ્રીભર્તૃહરિ નીતિશતકમાં કહે છે : બીજાના રાઈ જેટલા ગુણને મોટા પર્વત જેવો કરીને જુઓ અને પોતાના રાઈ જેટલા દોષને મોટા પર્વત જેવો કરીને જુઓ.
♦ પ્રમાદયુક્ત ક્રિયા (ચર્ચા) હોય તો જીવનું કલ્યાણ ત્વરાથી થતું નથી.
♦ જ્યાં સુધી ઉત્તમ મુમુક્ષુતા પ્રગટાવી નથી ત્યાં સુધી સદ્ગુરુનો બોધ યથાર્થપણે પરિણમતો નથી.
કામ, ક્રોધ, લોભ, મોહ ઇત્યાદિ વિકારી ભાવોનો ત્યાગ એ જ સાચો ત્યાગ છે. પણ તેની સિદ્ધિ માટે બાહ્ય ત્યાગ પણ ઉપકારી છે.
♦ પોતાની ભક્તિનું, પોતાના ધ્યાનનું કે પોતાના જ્ઞાનનું અભિમાન કરવું યોગ્ય નથી; એવું અભિમાન અજ્ઞાનદશાનું સૂચક છે.
જેવી રીતે શરીર માટે જમવાનું દરરોજ જોઈએ છે તેમ
-A-૬૫
Page #273
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
આત્માને ઉન્નત બનાવવા માટે સત્સંગ, સન્શાસ્ત્રનું વાચન અને
સાચા હૃદયની પ્રાર્થના દરરોજ અવશ્ય કરવાં જોઈએ. - વસ્તુનો ત્યાગ તે ત્યાગ છે, જ્યારે તેના મમત્વનો ત્યાગ
તે વૈરાગ્ય છે. વિષ કરતાં વિષયવાસનાનું વિષ વધારે કાતિલ છે; કારણ કે વિષ માત્ર એક વખત જીવનનો નાશ કરે છે, જ્યારે
વિષયવાસના અનંત જન્મ-મરણ કરાવે છે. • સાચી આધ્યાત્મિકતાની પ્રાપ્તિ કોરી બુદ્ધિને આધીન નથી,
પણ હૃદયની સાચી નિર્મળતાને આધીન છે. ગજ, ગેંડા, કાયર પુરુષ, ગિરકર નાહિ ઉઠંત; શૂર, વીર ઔર ચતુર નર, ગિરકર ફેરિ ઉઠત. જગતના પદાર્થો અને પ્રસંગોથી અપ્રભાવિત રહેવાનો અભ્યાસ કરવો તે જાગૃતિ છે; જે સમતાની પ્રાપ્તિમાં અત્યંત ઉપયોગી છે. સ્ત્રીનો ત્યાગ કર્યો હોય પણ જ્યાં સુધી સ્ત્રીને સ્ત્રીના રૂપે જુએ ત્યાં સુધી સાચો વૈરાગ્ય ન કહેવાય; પણ તેને આત્મારૂપે જુએ ત્યારે જ સાચો વૈરાગ્ય કહેવાય. જ્યાં સુધી એવી તત્ત્વદૃષ્ટિ ન આવે ત્યાં સુધી સ્ત્રીમાત્રમાં “માતા” જોવાની દૃષ્ટિ કેળવવી. રાગદ્વેષ જો ઓછા થતા જતા હોય તો સમજવું કે સાચો વૈરાગ્ય પ્રબળ થઈ રહ્યો છે.
1 A-૬૬
Page #274
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ ) વિનય, વિદ્યા, વિવેક અને વૈરાગ્ય એ આધ્યાત્મિક જીવનના
મુખ્ય ચાર પાયા છે. • જે મનુષ્યો સંયોગોના ગુલામ બન્યા તેમને ફરજિયાત રડવું
પડે છે; જેમ કે પૈસા મળ્યા ત્યારે બહુ રાજી થયો અને ચાલ્યા ગયા એટલે દુઃખી થયો. “સંસાર બહુ દુઃખદાયક છે અને મોક્ષમાં જ શાશ્વત સુખની પ્રાપ્તિ છે” એમ સર્વ જ્ઞાનીઓની અનુભવવાણી-ઉપદેશ છે. વાસના એ ચારિત્રગુણનો વૈભાવિક પર્યાય ગણી શકાય છે; તે સંસ્કારરૂપે તેમ જ પ્રગટરૂપે એમ બન્ને પ્રકારે જીવને અધ્યાત્મપંથે બાધક બનવાની ક્ષમતા રાખે છે. આપણી સાધના નિશ્ચિત કરેલા સમય ઉપરાંત પણ નિરંતર ચાલવી જોઈએ. સહજસ્મરણનો અભ્યાસ કરવાથી, નહાતી વખતે, જમતી વખતે અને આગળ વધતાં ઊંઘમાં પણ “હું આત્મા છું' તેના ભાવ ચાલુ રહેશે. ક્ષણે-ક્ષણે, કાર્ય-કાર્ય અને પ્રસંગે-પ્રસંગે જાગૃતિ રાખવી. દુનિયાનું કામ છેટા-છેટા રહીને અને અનાસક્તભાવે (આત્મજાગૃતિપૂર્વક) કરીએ તો વિશેષ
બંધ થતો નથી. • સત્સંગ અને સત્પાત્રતાથી ક્રમશઃ દિવ્યદૃષ્ટિનો પ્રાદુર્ભાવ
થાય છે. • સમય, રુચિ અને શક્તિ આ બધું જો મુમુક્ષુ ભગવાનની પ્રાપ્તિ
માટે લગાડે તો અવશ્ય સફળતા પ્રાપ્ત થાય છે.
A - ૬૦
Page #275
--------------------------------------------------------------------------
________________
( અધ્યાત્મ છે શાસ્ત્રજ્ઞાન વાંચવાથી થઈ શકે, પણ તત્ત્વજ્ઞાન તો ગુરુગમથી અને પોતાની સત્પાત્રતાથી ક્રમે ક્રમે અભ્યાસ અને વૈરાગ્ય વધારવાથી પ્રગટાવી શકાય છે. શાસ્ત્રજ્ઞાનમાં informationની મુખ્યતા છે, જ્યારે તત્ત્વજ્ઞાનમાં Knowledgeની મુખ્યતા છે. આ પ્રમાણે ગુરુગમથી અને સત્પાત્રતાથી, માહિતી તે જ્ઞાનમાં રૂપાંતરિત થાય છે અને સાધક નક્કરપણે આત્મસાક્ષાત્કાર
ભણી આગળ વધે છે. ( પ્રશ્ન : નિશ્ચયનો લક્ષ કરવાની જેની યોગ્યતા નથી તેણે
શું કરવું?
ઉત્તર : ધીમે ધીમે સત્પાત્રતા વધે તેવો સર્વાગ પુરુષાર્થ કરવો. ૦ જેટલા અંતરમાં પ્રેમ હોય તેટલો જ બતાવવો. માટે કહ્યું
કે, “અલ્પ આવકારી થવું.” • જે મનુષ્ય અપ્રમત્તપણે (સાવધાનીથી) જીવે છે તેના જીવનમાં
દોષો ઓછા થાય છે, સદ્ગણો વધતા જાય છે અને સમતાની સિદ્ધિ થાય છે. સર્વમાં પરમાત્મા ભાળવાની ટેવ પાડવી એ અનંત સુખને પ્રાપ્ત કરવાનો એક શ્રેષ્ઠ ઉપાય છે. માટે જ કહ્યું
જબ સે સાધુ સંગત પાઈ, બિસર ગઈ સબ આપ-પરાઈ; ના કોઈ બૈરી, ના બેગાના, સકલ સંઘ હમરી બન આઈ.”
(ગુરુ નાનકદેવ)
A•૬૮
Page #276
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
જ્યારે આપણામાં વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિતેન્દ્રિયપણું આવે ત્યારે જ આપણે નજીકના ભવિષ્યમાં સાક્ષાત્ મોક્ષમાર્ગ પ્રાપ્ત કરવાને લાયક બની શકીએ છીએ. કોરુ શાસ્ત્રજ્ઞાન જે આત્મજ્ઞાન ન પમાડે અથવા તે દિશા તરફ ન લઈ જાય, તેનું મોક્ષમાર્ગમાં કોઈ પ્રયોજન નથી. તેથી જ કહ્યું છે કે
૧. જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહ્યાં વિશેષે, જીવ કરવા નિર્મળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો.”
(શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૨૬૭)
૨. પોથી પઢિ પઢિ જગ મુવા, પંડિત ભયા ન કોય; ઢાઈ અક્ષર પ્રેમકે, પઢે સો પંડિત હોય.’
(મહાન સંતશ્રી કબીરદાસજી) હિંમતે મર્દા તો મદદે ખુદા' એમ જાણીને સાચો ધર્મ કરવામાં પરાક્રમ દાખવવું જોઈએ.
-
-
ભાવ બગડ્યાં તેનું ભાવિ બગડ્યું કારણ કે જેવા ભાવ તેવો
ભવ.
♦ સુસંસ્કારોનો પાયો દૃઢ કરીને જો યથાર્થ બોધની પ્રાપ્તિ કરીએ તો ત્વરાથી અધ્યાત્મમાર્ગની સિદ્ધિ થઈ શકે.
** A-૬૯.
Page #277
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
આત્માને આગળ રાખીને સર્વ સાધન કરીએ તો અલ્પ કાળમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય. જડ પદાર્થોનો વારંવાર અને બુદ્ધિપૂર્વક (intentionally, જાણીબૂજીને) પરિચય કરવાથી આપણી બુદ્ધિ પણ જડ જેવી, એટલે કે સંવેદનશીલતા વગરની – નિષ્ફર થઈ જાય છે; માટે તેમનો પરિચય ખપ પૂરતો જ કરવો. આહાર, નિદ્રા, આસન અને મન – આ બધાનો પરસ્પર નિકટવર્તી સંબંધ કહ્યો છે; માટે આ બધાંને જીતવાનો અભ્યાસ સાધકે પોતાના જીવનમાં રૂડી રીતે કરવો જોઈએ. આપણા જીવનનો વિકાસ કરવો એ આપણું ધ્યેય છે. આત્માની દૃષ્ટિ કેળવ્યા વગરનો વિકાસ એ ઉપલક છે. જીવનના સર્વાગી વિકાસ માટે ચાર વસ્તુઓને લક્ષમાં રાખવી કે : (૧) મારે
જીવનને સફળ કરવું છે; (૨) મારે જીવનને ઊર્ધ્વગામી બનાવવું છે; (૩) મારે જીવનને tension-free રાખવું છે; અને (૪) મારે જીવનને fearless રાખવું છે. શરીર, મન અને વચનની પવિત્રતામાં મનની પવિત્રતા એ મુખ્ય છે, જેના ત્રણ વિભાગ કરી શકાય ? ૧. અભિપ્રાયની નિર્મળતા - Purity of intention ૨. વિચારધારાની નિર્મળતા - Purity of thoughts અને ૩. સંકલ્પની નિર્મળતા - Firm and benevolent will
power (દઢ અને નિર્મળ પ્રતિજ્ઞા).
A-૦૦
Page #278
--------------------------------------------------------------------------
________________
{ અધ્યાત્મ | ધર્મના માર્ગમાં રહી, મોક્ષનો લક્ષ રાખી, કામ અને અર્થનો પુરુષાર્થ વિવેકપૂર્વક કરવો, એ રૂડા ગૃહસ્થનું કર્તવ્ય છે. પોતાના દીકરાઓમાં અથવા સંસારના જે પદાર્થો છે તેમનામાં જેવી વહાલપ છે, તેવી વહાલપ ગુરુ પ્રત્યે છે? અથવા ભગવાન પ્રત્યે છે? તેવો વિચાર કરવો અને જો તે ન હોય તો સમજવું કે આ જીવ હજુ આત્મજ્ઞાનની પ્રાપ્તિથી સારો એવો દૂર છે. આત્મજ્ઞાનાદિ પ્રાપ્ત કરવા યથાયોગ્ય પરાક્રમ ફોરવવું જોઈએ; કારણ કે અનેક વિપરીત સંસ્કારોને એક ભવમાં બદલવા છે. આવું મહાન કાર્ય થવા માટે આપણો પુરુષાર્થ પ્રબુદ્ધ, પ્રામાણિક અને પરાક્રમયુક્ત હોવો જોઈએ, એ કહેવાની ભાગ્યે જ જરૂર છે. યથા – માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહીં સહેલ જોને.”
આત્મા સાથે કર્મરૂપી મેલ લાગેલો છે તેને કાઢવાનો છે તથા સાથે સાથે બીજો મેલ ન લાગે તે માટે સાવચેત રહેવાનું
કાયા નહીં પણ કાયાની માયા છોડવાની વાત, મુખ્યપણે, વીતરાગદર્શનમાં કહી છે. ૧. સાધક-મુમુક્ષુએ ૪૦ વર્ષ પછી કોઈ નવો ધંધો ચાલુ
કરવો નહીં; કારણ કે શરીરની બધી ઊર્જા તેને માટે વપરાઈ જાય છે.
A- ૦૧
Page #279
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
૨. તમારા કમાયા વગર ઘરના માણસોનું કામકાજ ચાલે
તો તમારે કમાવાનું બંધ કરવું નહીં તો તે જ દિવસે
આયોજન કરવું કે તે કામકાજ હું ક્યારે બંધ કરીશ? પરમાત્મદર્શનની પ્રાપ્તિ માટે આપણે આપણા જીવનની અગ્રિમતાઓ બદલવી પડશે; જેમાં બહુ રસ લઈએ છીએ તે ઓછો કરવો પડશે; તથા સત્સંગ-સદ્વાચનાદિ જે નથી કરતા, તેમને પ્રાથમિક ધોરણે અપનાવવાં પડશે અને તે પણ સમજણપૂર્વક અને ઉલ્લાસભાવથી.
જ્યાં સુધી ઇન્દ્રિયોમાં ચિત્ત લાગેલું રહ્યા કરે છે ત્યાં સુધી આત્મજ્ઞાન અને આત્મસમાધિ પ્રાપ્ત થવાં અશક્ય છે; કારણ કે વૃત્તિ પવિત્ર, અંતર્મુખ અને સ્થિર થઈ શકતી નથી. સર્વ પ્રકારના ધર્મોમાં અહિંસાને સૌથી મોટો ધર્મ કહ્યો છે; કારણ કે દરેક જીવ જીવવા ઇચ્છે છે, કોઈ મરવા ઇચ્છતું નથી. પરિવાર-નિયોજન થઈ શકે છે તો પરિગ્રહ-નિયોજન શા માટે ન થઈ શકે? અવશ્ય થઈ શકે છે. તે સાચું વ્રત બને તે . માટે અંતરની જિજ્ઞાસા, યથાર્થ દૃષ્ટિ અને યોગ્ય માર્ગદર્શન મેળવવાં જોઈએ.
જ્યાં સુવિચાર હોય ત્યાં વિવેક હોય છે. જો કુધ્યાન વારંવાર થાય તો વિવેક હાનિ પામે છે; માટે આત્મહિત થાય તેવા રૂડા વિચારો કરવા એ વિવેકના ઉત્પાદ અને રક્ષણ માટે જરૂરી છે.
A- ૦૨
Page #280
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ - • ભાવોને સારા રાખવા માટે શરીર અને વચનની ક્રિયાઓ
પણ તેમને અનુરૂપ હોય તે જોવું જરૂરી છે. આવો યથાર્થ વિવેક મુમુક્ષુએ પોતાના જીવનમાં અવશ્ય રાખવો જોઈએ. તેથી જ જ્ઞાનીઓ કહે છે કે તન પવિત્ર રાખો, વાણી પવિત્ર
રાખો, મન પવિત્ર રાખો અને સંગ પણ પવિત્ર રાખો. • નરકમાં અને પશુગતિમાં સમ્યત્વ પ્રગટ કરવાનાં સાધનોનો
યોગ સામાન્યપણે ઓછો હોય છે; માટે આ અમૂલ્ય મનુષ્યભવને, તે સમ્યકત્વની પ્રાપ્તિના રૂડા ઉદ્યમ દ્વારા સાર્થક કરી લેવો એ દરેક વિચારવાન મનુષ્યનું મુખ્ય કર્તવ્ય છે. આત્મજાગૃતિનું જતન સારી રીતે કરવું એ કર્મોથી છૂટવાનો
મુખ્ય ઉપાય છે. • પરમાર્થથી વિચારતાં આપણો સંસાર એ આ દેખાતી દુનિયા
નથી, પણ જ્યાં આપણું મમત્વ છે ત્યાં આપણો સંસાર છે. શબ્દથી કહેવામાં આવે છે કે “હું શરીરથી જુદો છું - પણ આટલું પૂરતું નથી, કારણ કે શબ્દ પણ આત્માથી જુદા છે. માટે લક્ષણથી અને ભાવનાથી વારંવાર જુદાપણું ભાવવું જોઈએ, તો ભાવભાસન થઈ શકે. ગુસ્સો આવે ત્યારે પોતાના ક્ષમાસ્વરૂપનો વિચાર કરવો; અધીરા, આકુલિત કે ક્ષોભિત ન થવું. પાઠશાળા એ સ્વાધ્યાયભવન છે, પરંતુ તેમાં જે શીખ્યા તેની પ્રયોગશાળા તો કુટુંબ, સમાજ અને સંસાર છે; જ્યાં આપણે
A• ૦૩
Page #281
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
રોજબરોજનું જીવન જીવવાનું છે.
તૃષ્ણા, ઇચ્છા આદિ વિભાવભાવ હોવાથી દુઃખરૂપ જ છે એવો નિશ્ચય થઈ જવો જોઈએ. જો તે ઇચ્છાને રૂડી રીતે રોકવામાં ન આવે તો તે તેના દૃઢ સંસ્કાર મૂકતી જાય છે અને ભવિષ્યમાં તે અધ્યાત્મમાર્ગમાં વિશેષ મુશ્કેલીઓ સર્જે છે. માટે જ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર કહે છે :
હે જીવ! કયા ઇચ્છત હવે? હૈ ઇચ્છા દુઃખમૂલ; જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.’
ભગવાન બુદ્ધે પણ ઇચ્છાને જ સર્વ દુઃખનું મૂળ અને તેના નાશથી મોક્ષની પ્રાપ્તિ ઉપદેશી છે.
–
હાથે તે સાથે’ – પોતે જે દાનાદિ કરી શકાય તે જ સાથે આવી શકે છે, માટે યોગ્ય અવસરે દાન દેવાનું ચૂકવું નહીં અને ભક્તિ-સત્સંગ-સ્વાધ્યાયાદિ ધર્મક્રિયા માટે અવશ્ય સમય ફાળવવો. ઘડપણમાં ધર્મ કરીશું એ આશા ઠગારી અને અહિતકર છે.
સાધનાના માર્ગે ચાલતાં નિરાશાની પળો આવે ત્યારે મહાપુરુષોના ચરિત્રોનું સ્મરણ કરવું; જેથી આપણામાં હિંમત અને બળની સ્ફુરણા થાય અને આપણે ભાંગી ન પડીએ. કળિયુગની પક્કડ છે અને ભૌતિકવાદનું સામ્રાજ્ય ફેલાતું જાય છે, તેથી સાચા ધર્મની સમજણ અને આચરણ કોઈક જ જગ્યાએ જોવામાં આવે છે. પરંતુ જો નિષ્પક્ષતા, સૂક્ષ્મ-વિવેક
_ Â. ૪ -
Page #282
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
અને મહાન પરાક્રમને વળગી રહેવામાં આવે તો આજે પણ કોઈક વિરલ ધર્માત્મા નિજાનંદની ઝલકને પામીને મનુષ્યભવની સાચી સાર્થકતાને પ્રાપ્ત કરી શકે છે.
જેમ સાકર સર્વાગે મીઠી જ છે તેમ અનુભવી ધર્માત્માઓનો . બોધ પણ જીવને સર્વ પ્રકારે અવશ્ય સુખદાયી જ છે. માત્ર કોરી ભાવનાથી મોક્ષ થતો નથી. ભાવના પ્રમાણે પુરુષાર્થ કરીએ તો ક્રમશઃ વિકાસ થાય. મુમુક્ષુએ ધીમે ધીમે દુન્યવી કામના કલાકો ઘટાડી સત્સંગ, સ્વાધ્યાય આદિ સાધનાના કલાકો અવશ્ય વધારવાં જોઈએ. ઉત્તમ વસ્તુનો સમાગમ કરવાના ઉદ્યમમાં વ્યાવહારિક નુકસાન કે બીજી અગવડ વેઠવી પડે તો પણ પાછી પાની કરવી નહીં.
મોક્ષમાર્ગની સિદ્ધિ આત્માની નિર્વિકાર અને શુદ્ધ દશા પ્રગટ કરવાથી થાય છે. આવી દશાને બાધક મુખ્ય કારણ દેહાત્મબુદ્ધિરૂપ અજ્ઞાન છે. માટે સત્સંગ-સદ્ગુરુ-સદ્વાચનના યોગે, “દેહથી ભિન્ન, તેનો જાણનાર તે જ હું છું” એમ ફરી ફરી જ્ઞાનભાવનાના સંસ્કાર દઢ કરવા. “દુન્યવી કોઈ પદાર્થોનો હું પરમાર્થથી માલિક નથી, પણ માત્ર ટ્રસ્ટી છું એવી માન્યતા રાખવી. – આમ છતાં જ્યારે ચૂકી જવાય અને અહં-મમત્વ અને રાગદ્વેષના ભાવો થઈ જાય ત્યારે પ્રભુને પ્રાર્થના કરવી કે “હે પ્રભુ! મને સમતા રાખવાની શક્તિ આપો.” મોટી ભૂલ
A- ૦૫
Page #283
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
થાય તો પ્રાયશ્ચિત્ત લેવું. આવો અભ્યાસ સતત કરવાથી કામક્રોધ, નિંદા-ઈર્ષ્યા, મારું-તારું, માન-અપમાન વગેરે ભાવો ક્રમે ક્રમે ઢીલા પડી જાય છે અને આત્મશાંતિ અને આત્મશુદ્ધિનો અનુભવ થાય છે. સત્સંગ, વિશ્વાસ, ધીરજ અને સતત જાગૃતિથી આ સાધના કરવી. વિભાવો (કામક્રોધાદિ વિકારો ઉત્પન્ન થવાનું “ઉપાદાન' કારણ એ પોતાનું અજ્ઞાન તથા પ્રમાદાદિ છે. આ ક્રોધાદિ ભાવો આત્માના પ્રદેશમાં (અવસ્થામાં) જ થાય છે, માટે તે આત્માના કહેવાય; અને તે પોતાના અપરાધથી થાય છે, માટે
પોતાના પુરુષાર્થથી મટાડી પણ શકાય છે. * ઉચ્ચ સાધકનો પુરુષાર્થ ૧. સ્કૂર્તિ : જીવનને સર્વ પ્રકારે ચેતનવંતુ બનાવી સુદ્રઢ અને
ધ્યેયનિષ્ઠ બનાવવું. ૨. સમજણ : પરમસત્યની સ્વીકૃતિ દ્વારા ચિંતા અને તણાવથી
રહિત બનવું. ૩. શરણાગતિઃ અહેનો અને સ્વચ્છંદનો વિલય કરવા પરમાત્મા -
સદ્ગુરુની ઉપાસના કરવી. ૪. સમતા : ઉપરોક્ત તત્ત્વોના અભ્યાસના પરિપાકરૂપે સતત
જાગૃતિવાળું, સાવધાન જીવન જીવવાની કળા હસ્તગત કરી સર્વત્ર સંવાદ, મૈત્રી અને મનોજયથી પરમ શાંતિનો અનુભવ કરવો.
NA-૦૬
Page #284
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
ૐ અમૃતબિંદુ
૧. ચિંતા ઘટાડો અને ચિંતન વધારો.
૨. સફળતાની પ્રાપ્તિ માટે બળ કરતા કળ વધારે વાપરો.
૩. ધાંધલને ઘટાડો તો વિશ્રાંતિ મળે.
૪. ધમકાવીને કામ લેવાય તેના કરતા સમજાવીને વધારે સારી રીતે કામ લેવાય.
૫. સંપત્તિ કરતા સંસ્કારને વધારે મહત્ત્વ . આપો.
૬. સંસ્કાર વગરનું શિક્ષણ શાંતિ આપી શકતું નથી.
૭. બાળકોને પ્રેમ આપશો તો ભવિષ્યમાં અનેકગણો તે પાછો મળશે.
૮. ધનસંગ્રહ કરતાં ધન-વિતરણ અને ધનના સદુપયોગ પ્રત્યે વધારે ધ્યાન આપજો.
૯. જેટલી વિદ્યા બીજાને શીખવાડશો, તેટલી વધતી જશે; માટે વિદ્યા-અર્જુનનો એક શ્રેષ્ઠ ઉપાય, બીજાને વિદ્યા ભણાવવી એ છે.
૧૦. મનને પવિત્ર રાખવા પુરુષાર્થ કરો, પુરુષાર્થ કરો. તનની સામાન્ય સંભાળ રાખશો તો પણ ચાલશે.
1
૧૧. ઉતાવળ, અધીરજ, આવેશ, અતિ-ઉત્સુકતા અને અપેક્ષા આ બધા મનની શાંતિનો ભંગ કરે છે માટે મહાન સાધકે વિશેષ પ્રયત્ન કરીને પણ તેમને વશ થવું નહીં અને તેવા
mAva
Page #285
--------------------------------------------------------------------------
________________
- અધ્યાત્મ ) સમયે સાવધાન થઈ જઈને, ચિત્તની સ્વસ્થતા જાળવવી અને
તો જ સમાધિની પ્રાપ્તિ થશે એમ નિશ્ચય કરવો. - કેટલાક ઉપયોગી શબ્દોનો ટૂંકો અર્થ • ઉપયોગ = જ્ઞાન-દર્શન ગુણની મુખ્યતાથી આત્માનું
પરિણમન. • ભાવ = ચારિત્રગુણની મુખ્યતાથી આત્માનું
પરિણમન. કષાય : કષ = સંસાર; આય = આવક
સંસારરૂપી દુઃખનું ઉપાર્જન કરે તેને કષાય
કહે છે. • આર્ય = ઉત્તમ, ઉમદા. ત્રણ રત્ન = સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચું
આચરણ આ ત્રણને રત્ન કહ્યાં છે. • સંઘ = ચાર પ્રકારે સંઘ કહ્યો છે; શ્રાવક,
શ્રાવિકા, સાધુ અને સાધ્વી. ૦ પ્રવચન = પ્રકૃષ્ટ વચન. [મહાન ધર્માત્માઓના
ઉપદેશ માટે વપરાય છે.] સ્વાધ્યાય
સ્વનું અધ્યયન; જે ઉત્તમ તપ કહ્યું છે; અને તેને શ્રોતા અને વક્તા બંનેએ આરાધવું જોઈએ.
NA-૦૮ :
Page #286
--------------------------------------------------------------------------
________________
• ચરમશરીરી
- અધ્યાત્મ = જેનું શરીર છેલ્લું હોય, એટલે કે તે ભવે
જ નિર્વાણ પામે તે. = માયાચાર અને અસત્યથી રહિત
પ્રામાણિક • અવિરતિ • શૌચ
= અસંયમ = સંતોષ
૦ માર્દવ
વ્રજ્યા
પ્રવ્રજ્યા
સાતિશય • નૈસર્ગિક • વ્યાવૃત્તિ
= મૃદુતા, નમ્રતા, વિનય = સદ્ગુરુ ભગવંતનું શરણું લેવું તે, એમ
વિધેયાત્મક અર્થ છે. = દુનિયાના પદાર્થોથી સંન્યાસ (રૂડો ત્યાગ)
લેવો તે, એમ નિષેધાત્મક અર્થ છે. = સ + અતિશય = આત્યંતિક = કુદરતી, પ્રાકૃતિક = ઇન્દ્રિયો અને ચિત્તવૃત્તિથી પાછા ફરવું
– અંતર્મુખ થવું. = શ્રુતપીઠ = બધા દૃષ્ટિકોણનો સમન્વય કરવાથી જે
ઊપજે તેને પ્રમાણજ્ઞાન કહે છે. = પ્રારંભિક કથન (Introductory re
marks)
• સાપડો
પ્રમાણજ્ઞાન
• ઉત્થાનિકા
IA-UE
Page #287
--------------------------------------------------------------------------
________________
- અધ્યાત્મ= આત્મા
બ્રહ્મ
પરબ્રહ્મ = શુદ્ધાત્મા નિગ્રંથ મુનિ = બાહ્ય અને અંતર ગ્રંથિઓથી રહિત સાધુ “જ્ઞાન' શબ્દનો શાસ્ત્રીય અર્થ : પ્રમીયત અને ઇતિ = જેના વડે જાણીએ તે જ્ઞાન
(કરણ / સાધન) પ્રમીણોતિ ઇતિ = જે જાણે તે જ્ઞાન (કર્તા) પ્રીતિ માત્ર ઈતિ = જે માત્ર જણાય તે જ્ઞાન (કર્મ) ભાવકર્મ એ જ નિજકલ્પના; અને જે તેને તોડે તે પરમાર્થ જ્ઞાન. દ્રષ્ટિ - શ્રદ્ધાગુણનો પર્યાય છે. વૃત્તિ - ચારિત્રગુણનો પર્યાય છે
જ્ઞપ્તિ - જ્ઞાનગુણનો પર્યાય છે. • નો = કિચિંત; નોકષાય = કિચિત્ કષાય (કષાય જેવાં).
સમય = કાળનો સૌથી નાનો અંશ તેને સમય કહે છે.
A-૮
Page #288
--------------------------------------------------------------------------
________________
અભિપ્રાય
અનુભાગ
સ્થિતિ
એકદેશ
સંજ્ઞા
અભીષ્ટ
આવિર્ભાવ
તિરોભાવ
વિત્તિગિચ્છા
ઉદાસીન
અભિમુખ
અધિગમ
અવગત
સમીચીન પ્રકારે
પર્યુપાસના અવગાહન કરવું
નિક્ષેપ
ગુણપ્રમોદ સમુચ્ચય યોગ્યતા વ્યવચ્છેદ
ઉપયોગી શબ્દાર્થો
રુચિ, માન્યતા
ફળ, રસ
– સમય, દશા
આંશિક
=
=
=
=
-
=
=
=
=
=
=
-
=
=
=
=
=
-
અધ્યાત્મ
=
મૂળ સંસ્કાર
યોગ્ય, મનગમતું
પ્રગટ થવું, પ્રાદુર્ભાવ ઢંકાઈ જવું
જુગુપ્સા વૈરાગ્યસભર મધ્યસ્થતા
ની સન્મુખ થવું
નિમિત્ત
જ્ઞાત, જાણેલું
યોગ્ય પ્રકારે, પ્રશંસનીય રીતે
ચારે બાજુથી આરાધના કરવી.
અધ્યયન કરવું, ઊંડો અભ્યાસ કરવો. વસ્તુને સમજાવવાની રીત
ગુણગ્રાહક દૃષ્ટિ
બધાં પડખાંની યોગ્યતા
નાશ, જુદું પાડવું
-A-૮૧
Page #289
--------------------------------------------------------------------------
________________
સલિલ
સ્થિતિબંધ
સ્યાપદ પ્રતિપાદન કરવું
સિંમતિ
અનુપરિત
આશ્રવ
પ્રજ્ઞા
સંકીર્ણ
નયસુજ્ઞ
અભિનિવેશ
વિવક્ષા
વિવશ
શબ્દાતીત
અવિધ
અતિચાર
અનુપમ
અનુરક્ત
અનુરાગ
પરિશિષ્ટ
=
=
=
=
=
–
=
=
=
=
=
વિવેકદૃષ્ટિવાન
હઠ, આગ્રહ
ww
= તાત્પર્ય, કહેવાનો દૃષ્ટિકોણ
પરાધીન, પરતંત્ર, વ્યાકુળ
શબ્દથી પર, શબ્દથી અન્ય સીમા. મર્યાદા
દોષ
=
અધ્યાત્મ
=.
પાણી
કર્મની કાલમર્યાદા
=
કથંચિત્, કોઈ એક દૃષ્ટિએ
નિરૂપણ કરવું
પ્રમાદરહિત વર્તન
સર્વોત્તમ, નિરુપમ
આસક્ત, અત્યંત લીન
પ્રીતિ. આસક્તિ
= બાકી, વધારાનું લખાણ
અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંધ
સહિત
કર્મોનું આત્મા તરફ ખેંચાવું
પ્રકૃષ્ટ જ્ઞાન
સાંકડું
-A-૨
Page #290
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
=
ન અધ્યાત્મ પરિમિત = મર્યાદિત
= પ્રારંભિક કથન ઉપકરણ
સામગ્રી અધિકરણ
આધાર ટિપ્પણી
વિવેચન, સ્પષ્ટીકરણ અગોચર
ઇન્દ્રિય-મનથી ન પહોંચી વળાય તેવું, ઉપપત્તિ
સિદ્ધ કરવું, સાબિતીનાં પ્રમાણો અને દાખલા
આપવાં ગ
સદ્ગુરુ સમક્ષ પોતાના સર્વ દોષો રજૂ કરવા પ્રચયરૂપ
સમૂહરૂપ પૂર્વાપર
આગળ પાછળ અતિક્રમ = મર્યાદાનું ઉલ્લંઘન દેશના = ઉપદેશ પ્રથમ
= કષાયોનું મંદપણું સ્થિતિસ્થાપકતા = ક્ષમતા સંવૃત્ત
= ઢાંકેલું વિવૃત્ત = ઉઘાડું ઉસૂત્રભાષણ = શાસ્ત્રમાં નથી તેવું રહેવું. દિશામૂઢ
= અવિવેકી, સ્વછંદી ઉત્પાદ = નવી અવસ્થાનું ઉત્પન્ન થવું વ્યય
= આગળની અવસ્થાનો નાશ થવો
A- ૮૩
Page #291
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
ધ્રુવ
મૂળ દ્રવ્યનું ટકી રહેવું સંદિગ્ધ = અનિશ્ચિત, શંકાયુક્ત અસંદિગ્ધ નિશ્ચિત, નિઃસંશય ઉદ્યોત
= પ્રભાવના મર્મ
= રહસ્ય અભ્યર્થના = પ્રાર્થના નવનીત = માખણ, સાર નિદાન = નિયાણું અધ્યવસાય = ભ્રાંતિ કરણ
પરિણામ, વિચાર, મનસ્ક
મનવાળા અમનસ્ક = મનવિનાના અમન્દ = ઉગ્ર નિરાબાંધપણે = સમતાભાવપણે, બાધારહિત મને પ્રજ્ઞાપનીયતા = સારી રીતે તેની સમજણ પ્રાપ્ત કરવી બોધ . = ઉપદેશ અથવા શ્રવણ, મનન, નિદિધ્યાસન
કરવું અનુષ્ઠાન ક્રિયા અબાધાકાળ = બંધાયેલું કર્મ ઉદયમાં આવે ત્યાં સુધીનો કાળ , હેય
તજવા યોગ્ય જાણવા યોગ્ય
A- ૮૪
Page #292
--------------------------------------------------------------------------
________________
ઉપાદેય
પ્રપંચ
પ્રાદુર્ભૂત
નિર્મળ
અનુરંજિત
શલાકા પુરુષ
નેપથ્યમાંથી
અપકર્ષણ
ઉત્કર્ષણ
અધ્રુવગ્રાહી ધ્રુવગ્રાહી
અંજન
નિરંજન
અભંગ
વિભંગ
ઉપશમ
ક્ષયોપશમ
ક્ષાયિક
સંવર
નિર્જરા
=
=
=
=
=3
-
-
==
=
=
=
----
=
અધ્યાત્મ
આદરવા યોગ્ય
પાંચ વિષયોમાં લુબ્ધ થવું
ઉઘાડ થયો
મોહરૂપી મળ જેમાંથી નીકળી ગયેલ છે તે
તરબોળ
પ્રખ્યાત પુરુષ
અંતરમાંથી
ઘટવું તે
વધવું તે
સાંભળ્યા પછી થોડીવારે ભૂલી જાય
જે સાંભળ્યા પછી યાદ રાખે.
દોષ, મલિનતા
દોષરહિત, નિર્દોષ
અખંડ
મિથ્યાત્વ સહિતનું અવધિજ્ઞાન કર્મને દબાવવું
કર્મને હળવું કરવું
કર્મનો નાશ કરવો
કર્મને અટકાવવાં લાગેલા કર્મને ખપાવવાં
- ૯૫.
',
Page #293
--------------------------------------------------------------------------
________________
Page #294
--------------------------------------------------------------------------
________________ હું 2 << હું , 21M નો નડે છે , સાધના કેન્દ્ર ચંદ્ર આ3, ધ્યાન સત્સંગ સ્વાધ્યાય, ભક્તિો સંગીત પ્રીમદ્ રાજચં બા-૩૮૨૦૦૭. I ! 2007. સેવા TE 2 શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર (શ્રી સદ્ભુત-સેવા-સાધના કેન્દ્ર સંચાલિત) | કોબા-૩૮૨ 000. (જિ. ગાંધીનગર, ગુજરાત) ફોન : (079) 23276219, 23276483-84 ફેક્સ : (079) 23276142 E-mail : srask@rediffmail.com www.shrimad-koba.org