________________
જીવત-વિજ્ઞાન
૪.
પ્રમાણિકપણે, વારંવાર આત્મ-અનુસંધાનનો અભ્યાસ પણ કરે છે. પરંતુ હજુ તેમની સમુચ્ચય ક્ષમતા એટલી પરિપક્વ થઈ નથી કે જેથી તેઓ મોહગ્રંથિનો ભેદ કરી શકે. જો તેઓ પોતાની આવી સાચી દિશાની સાધના ચાલુ રાખી શકે તો તેઓને હવે પછીની ઉત્તમ એવી ચોથી શ્રેણિમાં થોડા કાળમાં અવશ્ય પ્રવેશ મળી શકે છે. સિદ્ધ’ સંતો : આ આત્મસાક્ષાત્કાર-સંપન્ન મહાન ધર્માત્માઓ. છે. નિઃશંકતા, નિર્ભયતા, વિશ્વપ્રેમ, નિઃસ્પૃહતા, સહજ પ્રસન્નતા અને અવારનવાર અંતર્મુખ વૃત્તિ તેમના જીવનમાં પ્રગટે છે. આમાં વળી જો તેમને સુયોગ્ય વાણીનો યોગ બન્યો હોય તો અપૂર્વ, પ્રભાવશાળી અને સુયોગ્ય શિષ્યોના હૃદયને પુલકિત કરી તેમના અજ્ઞાન-અંધકારનો નાશ કરવાની ક્ષમતાવાળી અનુભવવાણીનો પ્રવાહ તેમના વ્યક્તિત્વમાંથી નીપજે છે. સુયોગ્ય સાધકો તેવા નિર્મોહી, મહાજ્ઞાની અને યોગીના સાન્નિધ્યથી વિશિષ્ટપણે લાભાન્વિત થાય છે. આવા સંતો આ સૃષ્ટિનું ઉત્તમોત્તમ ભૂષણ છે; અને પુણ્યવંત સાધકોને પરમ શરણરૂપ છે. આ શ્રેણિને પ્રાપ્ત થયેલા સંતો, આ દુનિયામાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ હોય છે. તેમને અંતઃકરણપૂર્વકના નમસ્કાર હો! નમસ્કાર હો!
ક વિવિધલક્ષી સ્વતંત્ર મુદાઓ
મોક્ષમાર્ગમાં, ઉપદેશ માત્ર સાંભળવા કરતા પ્રત્યક્ષ સપુરુષના જીવનમાંથી વધુ બોધ મળે છે. પરમાર્થ પામવા માટે તે પ્રેરક અને વધારે ઉપયોગી છે.
J-૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org