________________
જીવત-વિજ્ઞાન
સાધકને તત્ત્વથી અને અર્થથી આત્માનો યથાર્થ બોધ થયો હોય તેને જ સમાધિ પમાડનારું સાચું ધ્યાન લાગે છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે આત્મા ફક્ત ખ્યાલમાં જ નથી લેવાનો, પણ મોહગ્રંથિને ભેદવા માટે પુરુષાર્થપૂર્વક સત્પાત્રતા પ્રાપ્ત કરીને આત્મામાં સ્થિર-એકાગ્ર થવાનો વારંવાર અભ્યાસ કરવાનો છે. જે વ્યક્તિ કે વસ્તુનું બુદ્ધિપૂર્વક વારંવાર ધ્યાન કરે છે તેને તે વસ્તુ ધ્યેયરૂપ બની જઈ તેમાં જ તન્મયતા થઈ જાય છે, એમ વર્તમાન મનોવિજ્ઞાને પણ સ્વીકાર્યું છે. તેથી જ કહ્યું છે કે : “જેમાં મતિની મગ્નતા, તેની જ થાય પ્રતીત; થાય પ્રતીતિ જેહની, ત્યાં જ થાય મન લીન.
જ્યાં નહિ મતિની મગ્નતા, તેની ન હોય પ્રતીત; જેની ન હોય પ્રતીત ત્યાં, કેમ થાય મન લીન?”
(શ્રી સમાધિશતક - ૯૫/૯૬) અભીષ્ણજ્ઞાનોપયોગ એ જ્ઞાનમાર્ગની પરિભાષા છે અને અજપાજાપ તે યોગમાર્ગની પરિભાષા છે. આવી ઉત્તમ સિદ્ધિ મહાજ્ઞાનીઓને હોય છે, જે શુદ્ધાત્મતત્ત્વ સાથેનું પ્રગાઢ અનુસંધાન સૂચવે છે. જેનામાં અંતરંગ વૈરાગ્ય પ્રગટ્યો હોય, જેને પરમાત્મા અને સદ્ગુરુ પ્રત્યે અંતરંગ અહોભાવ હોય અને જેણે સદ્ગુરુનું શરણ અને બોધ સ્વીકાર્યા હોય તેવો સાધક ઉત્તમ ધ્યાનનો અધિકારી ગણી શકાય.
. 4૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org