________________
અધ્યાત્મ
“આગે બઢો''નો ઉત્સાહપ્રેરક શંખનાદ * સાચી આધ્યાત્મિક જીવનદિશા :
સામાન્ય મનુષ્યનું જીવન ગતાનુગતિક પ્રવૃત્તિમાં જ વેડફાઈ જાય છે. આવો ઉત્તમ મનુષ્યભવ પામી, માનવ ન બની શકાય, વિચાર-વિવેકપૂર્વક જીવન ન જવાય, તો આપણે પશુ જ કહેવાઈએ.
હે મુમુક્ષુ! તને તો મનુષ્યની જિંદગી, ઇન્દ્રિયોની પૂર્ણતા, ઠીકઠીક મોટું આયુષ્ય, આજીવિકાની તેમ જ કુટુંબની અનુકૂળતા અને કંઈક સત્ય પામવા માટે સત્સંગ-સદ્વાંચનનો સુયોગ મળ્યો છે. માટે હવે કમર કસીને પણ જીવનની પ્રત્યેક મિનિટનો સદુપયોગ પોતાને અને બીજાને શાંતિ મળે અને જીવનમાં કંઈક નક્કર ધ્યેયને પામવા માટે પ્રતિજ્ઞાબદ્ધ થઈ શકાય તે રીતે કરવો જોઈએ.
જીવનની સામાન્ય જવાબદારી પૂરી થઈ હોય તેણે તો આળસ છોડીને અવશ્ય આત્મશાંતિના અને લોકોપકારના માર્ગે ત્વરાથી લાગી જવું જોઈએ.
પોતાની દૈનિકચર્યામાં પ્રાર્થના, ભક્તિ, સદ્વાંચન, સામૂહિક સત્સંગ-સ્વાધ્યાય, ધર્મકથાશ્રવણ આદિમાં પ્રવૃત્ત થવું જોઈએ અને એકાદ કલાક વૃદ્ધોની સેવા, દર્દીઓની સેવા, સંતોની સેવા, અનાથદીન-દુ:ખીઓની સેવામાં ગાળવો જોઈએ. બીજાઓને નિઃસ્પૃહપણે મદદરૂપ થવાથી આપણામાં કરૂણા, કોમળતા, પ્રસન્નતા અને સૌમાં પ્રભુને જોવાની ભાવના કેળવાય છે; જેથી આધ્યાત્મિક સત્યોને સમજવાની પાત્રતા આવે છે. ક્રમશઃ સગુરુનો બોધ પ્રાપ્ત થતાં
A- ૫૧ ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org