________________
અધ્યાત્મ
અને તેનું ચિંતન-મનન કરતાં, પરમતત્ત્વ પ્રત્યેની શ્રદ્ધા વધારે થાય છે. કુટુંબની થોડી-ઘણી જવાબદારી પૂરી થઈ હોય તેણે તો અવારનવાર સત્સંગ-ભક્તિવાળા આશ્રમમાં, નિવૃત્તિક્ષેત્રમાં, સાધના કેન્દ્રમાં કે તીર્થક્ષેત્રમાં રહીને ઘનિષ્ટ સાધના કરવાનું રાખવું; જેથી વિશેષ અભ્યાસ અને વૈરાગ્યાદિ ઉત્પન્ન થતાં ચિત્ત શુદ્ધ થાય છે અને સગુરુ-પરમાત્મા પ્રત્યે અપૂર્વ પ્રેમ પ્રગટે છે. ક્રમશઃ પોતાના દોષો દૂર કરીને અંતર્મુખ બનવાની કળા હસ્તગત થતાં, આત્મવિચારની શ્રેણિએ ચઢીને આત્મસાક્ષાત્કાર સુધી પહોંચી શકાય છે. એક જ જિંદગીમાં આટલી બધી પ્રગતિ કરે તે તો ખરેખર ધન્ય છે, પણ તેના સંસ્કાર પણ દૃઢ થઈ જાય તો ભવાંતરમાં પણ સુસંસ્કારોને સાથે લઈ જઈ શકે અને ક્રમશઃ અભ્યુદય અને મોક્ષમાર્ગને પામીને પરમપદની પ્રાપ્તિ કરી શકે.
ચાલો ત્યારે, ‘જાગ્યા ત્યારથી સવાર' એવો મોટા પુરુષોનો બોધ ગ્રહણ કરીને આજે જ દૃઢ સંકલ્પ કરીએ કે હવે તો ધ્યેયલક્ષી, દિવ્ય, સુગંધિત અને સ્વ-પરકલ્યાણ કરનારું જીવન જીવીશ અને તે માટે નિયમિત સત્સંગ-સદ્ગુરુ-સત્શાસ્ત્ર વગેરેને સેવીશ.
* ધ્યેયલક્ષી જ્ઞાનની વૃદ્ધિ કરો
સાચા સાધકને જે બે મોટી ભૂલોથી બચીને આત્મસમાધિનો માર્ગ સિદ્ધ કરવાનો છે તે આ પ્રમાણે છે:
(અ) શાસ્ત્રોનું જાણપણું ઘણું, પણ દૈનિકચર્યામાં જીવનશુદ્ધિની સિદ્ધિ માટે ધર્મસિદ્ધાંતોની પ્રયોગશીલતાનો અભાવ. આવા સાધકને ‘પોથીપંડિત’, શુષ્કજ્ઞાની, શબ્દજ્ઞાની, કેવળ નિશ્ચયવાદી, જ્ઞાનદગ્ધ
Jain Education International
■ A-42☐
For Private & Personal Use Only
www.jainelibrary.org