________________
અધ્યાત્મ
સાધક જીવનનું જ્ઞાનામૃત
* સત્સંગ
હે મુમુક્ષુ! આત્મકલ્યાણના બધાય સાધનોમાં સત્સંગ જેવું સરળ, ફળદાયક અને ઉત્તમ સાધન એક પણ નથી. જો કે કળિયુગમાં રૂડો સત્સંગ મળવો દુર્લભ છે, તો પણ તેની શોધ કરવી અને તે સત્સંગને સાચા ભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક અને સમજણપૂર્વક ઉપાસવો. આમ કરવાથી અનેક પ્રકારે અને ત્વરાથી તને લાભ થશે. આ વાત અમે તને અમારા જીવનના અનુભવથી કહીએ છીએ, બાકી સંતોની વાણીમાં તો તેનો અપૂર્વ અને અલૌકિક લાભ ઉપદેશ્યો જ છે. માટે ઉઠ, જાગ અને નિયમિત સત્સંગની ઉપાસના કરવાની પ્રતિજ્ઞા કર.
સત્સંગથી લાભાન્વિત થવાના ઉપાયો
સત્સંગનો શ્રેષ્ઠ લાભ લેવા માટે અને સત્સંગ નિષ્ફળ ન જાય તે માટે સત્સંગ કરતાં સાધક જીવે નીચેની બાબતો ઉપર ખાસ લક્ષ આપવું જરૂરી છે :
૧. પોતાની માન્યતાને સાથે લઈને સાધકે સત્સંગમાં જવું જોઈએ નહીં. માત્ર સત્યનો સ્વીકાર કરવાનો આગ્રહ રાખવો. કુળધર્મને સત્સંગમાં વચ્ચે લાવવો નહીં.
૨. ‘હું જાણું છું' એ અભિમાનને તિલાંજલી આપી ‘હું કંઈક મેળવવા માટે જાઉં છું,' એવો નમ્રભાવ રાખવો.
૩. સંત પુરુષની હાજરી હોય તો તેમના પ્રત્યે અહોભાવ લાવી, પરમ વિનયવંતપણે વર્તવું.
Jain Education International
A-૧
For Private & Personal Use Only
www.jainelibrary.org