________________
અધ્યાત્મ
ક વચન મૌક્તિકો ૧. જેને સાચું જ્ઞાન થાય તેનું જીવન દયામય બન્યા વિના
રહેતું નથી. ૨. ખોટી અને નકામી વાતોમાં રસ લેવાથી સમયની બરબાદી
થાય છે અને આત્માની આરાધનામાં ભંગ પડે છે, માટે તે
છોડવી યોગ્ય જ છે. ૩. જેટલો વિવેકનો વિકાસ તેટલી જીવનમાં ઉદારતા. ૪. અહિંસા વ્રત પ્રગટે તો બીજા વ્રતો ક્રમશઃ પ્રગટે. ૫. ચારિત્રની આરાધના વિના નિર્ભયતા પ્રગટતી નથી. ૬. જગતને સુધારવાની દૃષ્ટિ રાખ્યા કરતાં જે પોતાને સુધારવાની
દ્રષ્ટિને મુખ્ય કરે અને તેને અનુસરીને પુરુષાર્થ કરે તે ખરેખર
મહાન બને છે. ૭. પોતાની પ્રત્યક્ષ દશા વડે જ જે બોધ કરે છે તેની અસર
શ્રોતાજનો ઉપર વધારે ગાઢ પડે છે. જાત સુધરશે તો જગત સુધરશે એવું જેણે દઢપણે માન્યું તે મહાપુરુષો જ યુગપ્રવર્તક તરીકે ઇતિહાસમાં પ્રસિદ્ધ થયા છે; પછી તે આધ્યાત્મિક ક્ષેત્રે
હો કે અન્ય ક્ષેત્રે. ૮. ઉત્કૃષ્ટ દાન કયું? મૃત્યુથી ભયભીત એવા જગતના જીવોને
સર્વ પ્રકારે ભયથી મુક્ત કરવારૂપ જે અભયદાન તે સર્વ દાનોમાં શ્રેષ્ઠ છે. સાચી સમજણ અને નિરંતર આત્મજાગૃતિ વિના અભયદાન બની શકતું નથી, માટે તે બંનેને અંગીકાર
કરો.
A-૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org