________________
અધ્યાત્મ
૯. સત્સંગનો મહિમા હજુ સાધકને આવ્યો નથી, કારણ કે તેનો સાચી રીતે જીવનમાં પ્રયોગ કર્યો નથી. ગમે તેવું મોટું નુકસાન વેઠવું પડે તો પણ જીવનવિકાસ માટે હું અવશ્ય સત્સંગ કરીશ જ એવો દૃઢ નિશ્ચય થયે જીવને સત્સંગનિષ્ઠા પ્રાપ્ત થાય છે અને તે થયે ઘણાં દોષોનું જીવનમાંથી નિરાકરણ થઈ જાય છે.
૧૦. ચિંતા તે એક પ્રકારનું ખોટું ધ્યાન છે. ચિંતાથી શરીર બગડે છે, માનસિક આકુળતા વધે છે, કાર્યશક્તિ ઘટે છે અને આત્મા બંધનને પામે છે.
૧૧. સાધકે ઘસારો વેઠતાં શીખવું જોઈએ.
પાકીટ પર ઘસારો પડે તે દાન. શરીર પર ઘસારો પડે તે તપ.
મન પર ઘસારો પડે તે સંયમ. કુવિચારો પર ઘસારો પડે તે ધ્યાન.
૧૨. સામાન્ય જીવન જીવી રહેલા માણસના મન ઉપર નિરંતર અનેક પ્રકારના ખોટા સંસ્કારની છાપ પડ્યા કરે છે. તેનો પ્રતિકાર કરવા વારંવાર અથવા નિરંતર પ્રભુસ્મરણની ટેવ પાડવી જોઈએ. જે પોતાના મન ઉપર સતત પહેરો ભરે છે તેને ક્રમે કરીને આ સાધનાની સિદ્ધિ થાય છે; સત્સંગ અને શાસ્ત્રાધ્યયન આ બે તેમાં મહાન ઉપકારી છે.
૧૩. બીજાના અનુભવથી શીખીને સુધરે તે ઉત્તમ. પોતાના અનુભવથી શીખીને સુધરે તે મધ્યમ, જે કદી ન સુધરે કે ન તો કદી સુધરવાનો પ્રયત્ન પણ કરે તે અધમ.
Jain Education International
-A-૬.
For Private & Personal Use Only
www.jainelibrary.org