SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ કારણ કે તે દશામાં ધનાદિ રાખી શકાય નહીં. ‘કલ્પના’ એ મોક્ષમાર્ગનું કારણ નથી, પરંતુ સાચી ભાવના કરીએ તો મોક્ષમાર્ગનું કારણ (સાધન) બને છે. માટે સાચી ભાવના એ ભવન (કાર્યાન્વિત) થવા માટેનો તાત્ત્વિક પુરુષાર્થ છે; જે રૂડા અભ્યાસથી અને ગુરુગમથી ક્રમશઃ આત્મસાત્ કરી શકાય છે. નીરોગી શરીર એ ધર્મમાં ઉપયોગી બાહ્ય સાધન છે, પણ એ સાધ્ય નથી; માટે સાધકે તેની યોગ્ય સંભાળ લેવી જોઈએ, પણ તેની ખોટી આળપંપાળ ન કરાય. શાસ્ત્રજ્ઞાન આપવાથી વધે છે; જ્યારે પરમાર્થજ્ઞાન સમતાની સાધનાથી વધે છે. • દૂધ અને પાણી એક તપેલીમાં હોય તો તેને દૂધની તપેલી કહેવાય છે, છતાં તપેલી અને દૂધ અલગ છે; તેમ શરીર અને આત્મા વિષે પણ જાણવું. આ દેહાત્મબુદ્ધિનું વિવેકજ્ઞાન તે જ આધ્યાત્મિક જીવનનો સાર છે. સાચું જ્ઞાન તો અંતરની નિર્મળતાથી, જ્ઞાનીની ઉપાસના કરવાથી અને સતત જ્ઞાનાભ્યાસથી જ પ્રાપ્ત થાય છે. તે માટે શ્રદ્ધા, સમર્પણ અને સાધનાનું સાતત્ય જરૂરી છે. • શાસ્ત્રોના શબ્દોને જ માત્ર પકડીને ચાલવાનું નથી. તેનો સામાન્ય અર્થ અને વિશેષ અર્થ સમજવો, પ્રાપ્ત કરેલી સમજણનો કેવી રીતે પ્રયોગ કરવો એ પણ ગુરુગમ દ્વારા Jain Education International EA - ૩૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy