SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કાર • શ્રી અજિતનાથને આકાશમાંથી ખરતો તારો જોઈ વૈરાગ્ય આવ્યો. શ્રી પુષ્પદન્ત (સુવિધિનાથ) ભગવાનને વીજળીના ઝબકારાની ચપળતા જોઈ વૈરાગ્ય થયો. • શ્રીશ્રેયાંસનાથને પાનખર ઋતુમાં પાન ખરતાં જોઈ વૈરાગ્ય આવ્યો. રાજકુમાર શ્રીનેમિનાથને લગ્નની તૈયારી વખતે, બકરાંઘેટાં આદિ પશુઓનો વધ, આહાર માટે કરવાનો છે તે જાણીને વૈરાગ્ય થયો. એક જ ભવમાં ત્રણ પદવી (ચક્રવર્તી, કામદેવ અને તીર્થકર) મળી હોય તેવા ત્રણ તીર્થકર વર્તમાન ચોવીસીમાં થયા : (૧) શાંતિનાથ, (૨) કુંથુનાથ અને (૩) અરહનાથ. ૩. મહાવીર ભગવાનના નિર્વાણ પછી ૩ વર્ષ ૮ મહિના અને ૧૫ દિવસ પછી કળિયુગનો પ્રારંભ થયો એમ જૈનદર્શનની માન્યતા છે. ૪. ૨૪ તીર્થકરનાં ચિહ્નો દર્શાવતો છંદ : બળદ હાથી ને ઘોડલો, બંદર ચક્વો પક્ષી; સ્વસ્તિક ચંદ્ર ને મગર છે, કલ્પવૃક્ષ ગેંડો ભેંસ; ભુંડ શાહુડી વજ છે, હરણ બકરું મીન; કળશ કાચબો ને કમળ, શંખ સર્પ ને સિંહ. આર્યદર્શનોમાં હિન્દુ, બૌદ્ધ અને જૈન - એમ ત્રણ દર્શનોનો સમાવેશ થાય છે. s- પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy