SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ જીવત-વિજ્ઞાન મોહમાંથી સ્વાર્થ કાઢી નાખીએ એટલે જે રહે તે પ્રેમ. પ્રભુગુરુનો પ્રેમ તો સાધુના જીવનમાં પણ આવશ્યક ગણ્યો છે; તેના વિના ગુરુ અને વડીલ ગુરુ-ભાઈઓની સેવા-શુશ્રૂષા સ્પષ્ટ રીતે થઈ શકે નહીં. જેને જગતની કોઈ પણ તીવ્ર લાલસા હોય તેને ધર્મ પરિણામ પામતો નથી. સાચા જ્ઞાન અને ભાન વિના જીવનમાં ખરેખર સુખી થઈ શકાય નહીં. ♦ ધર્મનાં દશ લક્ષણો (ક્ષમા, વિનય, સરળતા, સત્ય, સંતોષ, સંયમ, તપ, ત્યાગ, આર્કિચન્ય અને બ્રહ્મચર્ય) જીવનમાં ખરેખર પ્રગટ કરીએ તો ત્વરાથી આધ્યાત્મિક વિકાસ થાય છે. આપણને કોઈ બહારની વસ્તુ બાંધતી નથી; પરંતુ આપણે આપણા અજ્ઞાન અને વિકારથી બંધાઈએ છીએ એમ પરમાર્થથી જાણો. જે વસ્તુ શ્રદ્ધામાં કે સ્મરણમાં ન આવી હોય તે અનુભવમાં આવી શકે નહીં. જેવી રીતે એક જ પુરુષમાં પિતૃત્વ, પુત્રત્વ, કાકાપણું, મામાપણું વગેરે અનેક ધર્મો ભિન્નભિન્ન અપેક્ષાએ રહે છે તથા અપેક્ષાકૃત હોવાથી તેમનામાં પરસ્પર કોઈ પ્રકારનો વિરોધ પણ આવતો નથી; તેવી રીતે પદાર્થમાં અનેક ધર્મો રહી શકે છે એમ માનવું તે અનેકાંતદૃષ્ટિ છે. Jain Education International -J-૪૦ મ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy