________________
સમાવિષ્ટ થાય છે. આવા સંસ્કારોના અનેક પાસાઓ છે. અહીં સર્વ ધર્મદર્શનના અનુયાયીઓને માન્ય હોય તેવા આધ્યાત્મિક ઉન્નતિમાં ઉપયોગી સદ્ગુણોનો વિકાસ દર્શાવવાનો ઉપક્રમ છે. મનુષ્ય સારો નાગરિક, સજ્જન અને માનવતાવાદી બને તેવી વૈચારિક સમજણ જાગૃત થાય એ પ્રકારની જીવનપદ્ધતિ અને જીવનઅભિગમ કઈ રીતે અપનાવી શકાય તે દર્શાવ્યું છે. જીવન વિજ્ઞાન
માનવી ગ્રંથોમાંથી, ઇન્દ્રિયો દ્વારા કે પ્રયોગશાળા મારફતે જ્ઞાન મેળવે છે. પણ તેથી આગળનું જે સત્ય અને દિવ્યજ્ઞાન આપનારું વિશેષજ્ઞાન કઈ રીતે અને કયા ક્રમથી પ્રાપ્ત થાય તેનો આ ખંડમાં મુખ્યપણે નિર્દેશ કર્યો છે; કારણ કે આત્મજ્ઞાનની સ્વીકૃતિ વગરનું ગમે તેટલું જ્ઞાન મનુષ્યને જીવનમાં સાચી શાંતિ કે આનંદનો અનુભવ કરાવી શકતું નથી. પિરણામે નીતિ અને ન્યાયના સામાન્ય સિદ્ધાંતોને અનુકૂળ થઈને, જેના દ્વારા ક્રમશઃ સત્સંગ, સદ્ગુણો, સદ્વિચાર અને શુદ્ધ આત્મવિચારની શ્રેણિથી ખરેખરું અધ્યાત્મજ્ઞાન પ્રગટે તેવું વિવિધલક્ષી પાથેય અને તે પ્રાપ્ત કરવામાં સહયોગી એવા મહાજ્ઞાની પુરુષોના રચેલા સગ્રંથોનો પણ આમાં આવશ્યકતા પ્રમાણે નિર્દેશ કરવામાં આવ્યો છે.
અધ્યાત્મ
આ વિશ્વનું સર્વશ્રેષ્ઠ તત્ત્વ તે ચૈતન્ય છે, જે આપણે પોતે જ છીએ. પોતાના આ સ્વરૂપની શ્રદ્ધા થાય, તેનો લક્ષ થાય, તેના પ્રત્યે મનુષ્યની ચિત્તવૃત્તિ પ્રેરાય અને તેમાં જ વિશ્રાંતિ પામે એવું જે કોઈ પવિત્ર કાર્ય, ભાવના, અભિગમ કે ઉદ્યમ હોય તેને અધ્યાત્મ કહી શકાય. પરમાર્થ પ્રાપ્તિ તો માત્ર આત્મસાક્ષાત્કાર અને આત્મસમાધિથી જ થઈ શકે છે; છતાં તેનો અંગુલિનિર્દેશ યથાશક્તિ, યથાસ્થાને આ ખંડમાં કરવામાં આવ્યો છે. આવા ઉત્તમ વ્યક્તિત્વનો વિકાસ અધિકૃત સાધનોથી કરી શકાય તે માટે પરમ ઉપકારી મહાન તીર્થંકરો, આચાર્યો અને ૠષિ, મુનિ, ધર્માત્મા-સંતોની વાણીને અનુસરીને, અહીં યથાયોગ્ય નિર્દેશ કરવામાં આવ્યો છે તે ભવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org