________________
આત્માઓને આનંદપ્રદ અને પ્રેરણાદાયક બનો !
આ ગ્રંથમાં થયેલા વિધાનોની અધિકૃતતા કેવી અને કેટલી ગણવી એવો બીજો પ્રશ્ન પણ પાઠકોને થાય, તેનો યથાશક્તિ ઉત્તર નીચે પ્રમાણે જાણવો. ૧. પૂર્વે થયેલા અતિ મહાન સપુરુષોના ઉપદેશને અનુરૂપ હોવાથી તેની
સત્યાર્થતા સ્વીકારવી જોઈએ. તેનું આલેખન કરનાર વ્યક્તિના વર્તમાન જીવનની ત્રેપન વર્ષોની જીવનસાધના અને અનુભૂતિનું નવનીત તેમાં ઉમેરવામાં આવ્યું છે. વળી તે સાધનાની પ્રેરણા આઠ-નવ વર્ષની કુમળી વયથી જ જેના અનુસંધાનથી સંભવ બની તેવી પૂર્વભવની સાધનાના સંસ્કારોની અસર
પણ તેમાં વિશિષ્ટ યોગદાન આપનારી નીવડી છે. ૩. જેટલો બને તેટલો સુયુક્તિનો સહયોગ લઈને, માનવજીવનના સારરૂપ
એવી સમતાની પ્રાપ્તિનું (અર્થાત્ અજ્ઞાન-રાગ-દ્વેષનો અભાવ કરી સમભાવ-શાંતિ-શુદ્ધાત્મજ્ઞાન પ્રગટે તેવા પ્રકારોનું) તેમાં નિષ્પક્ષ નિરૂપણ કરેલ છે. પૂર્વાપર વિરોધ ન આવે અને બધા પાસાઓથી સત્યનું નિરૂપણ અને અનુસરણ થાય તેવી ગુણગ્રાહક સ્યાદ્વાદશૈલીનું
તે માટે અવલંબન લીધું છે. ૪. વર્તમાન જિંદગીમાં, સેંકડો ગુણિયલજનો, સંતો, યોગીજનો અને
ધર્માત્માઓના ઘનિષ્ટ સમાગમના ફળરૂપે અને તેમની પ્રેરણા અને કૃપાથી જે કાંઈ ઉપલબ્ધિ થઈ તે ખરેખર તો તેમની જ કૃપાપ્રસાદી છે. આ સેવકનું એમાં કાંઈ પણ સ્વામિત્વ નથી એમ નિશ્ચયથી જાણવું.
જે વિષયોનું આલેખન કર્યું છે, તેનો રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગ થઈ શકે તે દૃષ્ટિકોણને મુખ્યપણે નજર સમક્ષ રાખીને સંક્ષેપમાં આલેખન કર્યું છે. એ વિષયોને વિસ્તારથી સમજવા માટે તે વિષયોના અન્ય સ્વતંત્ર ગ્રંથો જોવા જરૂરી ગણાય. અધ્યાત્મ-વિષયક જ્ઞાન, માત્ર ગુરુગમથી અને સુપાત્રતા સહિત પ્રાપ્ત કરવામાં આવે તો જ પરમાર્થપ્રાપ્તિનું કારણ થઈ શકે છે, તેમ નિઃશકપણે જાણવું.
VI
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org