________________
પ્રણાલિકાઓનું અનુસરણ છે, તો અર્વાચીન વૈજ્ઞાનિકતાને પણ યથાયોગ્ય રીતે આવકારી છે. શ્રદ્ધાને શ્રેષ્ઠ ગણી છે તો વિવેકની અને પરીક્ષાપ્રધાનપણાની ઉપયોગિતા પણ સ્વીકારી છે. આમ સમગ્રતયા સર્વાંગ ઉન્નતિ માટે જ્યાં-જ્યાં જે જે આવશ્યક છે ત્યાં ત્યાં તેનો સ્વીકાર કરીને, મનુષ્યનું આત્મબળ જેનાથી વધે તેવા સર્વ પાસાઓને રજૂ કર્યા છે.
આવા અભિગમને લીધે આ ગ્રંથ વિદ્યાર્થી, શિક્ષક, બાળક, માતાપિતા, મજૂર, ઉદ્યોગપતિ, નોકર, શેઠ, યુવાન, પ્રૌઢ, વૃદ્ધ, સ્ત્રી, પુરુષ, ગરીબ, તવંગર, આસ્તિક, નાસ્તિક, અભણ (અક્ષરજ્ઞાનવિહીન), ભણેલા, સ્વદેશી, પરદેશી, સામાન્ય જિજ્ઞાસુ કે સજ્જન, પટવાળા કે મોટા સરકારી અમલદાર, જમીનદાર, ખેડૂત, સામાન્ય પ્રજાજન, સાંસદ, કેબિનેટ કક્ષાના પ્રધાન, સમાજસેવક, મનોવૈજ્ઞાનિક, ગૃહસ્થ, બ્રહ્મચારી, દીક્ષા સંન્યાસના ઇચ્છુક અભ્યાસી વૈરાગ્યવાન વ્યક્તિથી માંડીને ઉત્તમ મુમુક્ષુ, જ્ઞાની, આત્મસાક્ષાત્કારી, મહાન સંત - એમ સર્વને અર્થાત્ વર્તમાનકાળની સમસ્ત માનવજાતની કોઈ પણ વ્યક્તિને એમાંથી વધતા ઓછા પ્રમાણમાં પોતાને માટે કંઈક જીવનોપયોગી સામગ્રી ઉપલબ્ધ થઈ રહેશે, એમ માનીએ છીએ.
અહીં વાચકને પ્રશ્ન થાય કે આવું વિવિધતાયુક્ત અને ભિન્ન ભિન્ન ક્ષેત્રનું જ્ઞાન માત્ર આ એક ગ્રંથમાંથી કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? આ પ્રશ્નનું સમાધાન એ છે કે આ ગ્રંથના ત્રણ ખંડોના વિભાગોની ગૂંથણી જ એવી રીતે કરી છે કે જેથી માનવ-ઉન્નતિ માટેના લગભગ તમામ પાસાઓ સંક્ષેપમાં આમાં આવરી લેવાય. વર્તમાનકાળના સંદર્ભને અનુલક્ષીને, જિજ્ઞાસુને તે વિશેષપણે ઉપયોગી થઈ શકે તેવો અભિગમ પણ રાખ્યો છે.
સંસ્કાર
માનવવ્યક્તિત્વના સર્વાંગી ઘડતર માટે અને એની ઊર્ધ્વગામી વિકાસયાત્રા માટે મન-વચન-કાયાની જે કોઈ સત્પ્રવૃત્તિ કરવાની પ્રેરણા મળે તેને સંસ્કાર કહી શકાય. ઉમદા વિચારો, હિત-મિત-પ્રિયવાણી અને સત્કાર્યોમાં નિરંતર ઉદ્યમ કરવારૂપ પ્રેરણા આ વધું મુખ્યપણે સંસ્કારમાં
IV
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org