________________
પ્રસ્તાવના
માનવજીવનનું સાફલ્ય શું? આ મોંઘેરું માનવજીવન મળ્યું છે, એને કઈ રીતે કૃતાર્થ કરી શકીએ? પ્રત્યેક માનવીની આ સૌથી મોટી મૂંઝવણ છે. આવી મૂંઝવણમાંથી બહાર આવવા માનવી માર્ગદર્શન ઝંખે છે. આ ગ્રંથમાં વ્યક્તિને એની પોતાની આજની જિંદગી કેવી રીતે સફળ કરવી તે અંગેનું બહુમુખી માર્ગદર્શન આલેખ્યું છે. એક સામાન્યમાં સામાન્ય એવા અદના આદમીથી માંડીને અલગારી મસ્તયોગી સુધીના વર્તમાન દુનિયાના સમસ્ત મનુષ્યોને પોતાના રોજબરોજના જીવનમાં કોઈને કોઈ રીતે ઉપયોગો થઈ શકે તેવું વિવિધલક્ષી, વૈવિધ્યપૂર્ણ, સાત્ત્વિક અને તાત્ત્વિક પાથેય આપવાનો આ ગ્રંથનો ઉપક્રમ છે.
* ગ્રંથનો વિષય
આ ગ્રંથનું નામાભિધાન જ તેના વિષયને સૂચિત કરે છે. માનવીને જીવનપ્રગતિના ઉર્ધ્વ માર્ગે આરોહણ કરવા માટે પાયારૂપી જ્ઞાન, શ્રદ્ધા, ઉપાસનાદિ અનેક સાધનો આવશ્યક છે. જીવનના બહુમુખી વિકાસ અને સાફલ્ય માટે જરૂરી એવાં બધાં જ સાધનોને આવરી લેતું સાત્ત્વિક્તાવર્ધક પાથેય આ ગ્રંથમાં સમાવિષ્ટ છે.
આમાં જેમ જીવનને ઉપયોગી માહિતી છે, તો એની સાથોસાથ પ્રયોજનભૂત જ્ઞાન અને સુવિચારો છે. વળી સદાચારનું મહત્ત્વ દર્શાવ્યું છે. સુયુક્તિનો આશ્રય છે, તો એની સાથે શાસ્ત્રજ્ઞાનનો સમાદર પણ છે. પુરુષાર્થની પ્રેરણાની સાથે પ્રારબ્ધની સ્વીકૃતિ પણ છે. યોગ્ય અવલંબનનો સ્વીકાર છે, તો સ્વસન્મુખ દૃષ્ટિનો લક્ષ પણ દર્શાવેલ છે. સદ્ગુરુનો મહિમા છે, તો સત્પાત્રતાની આવશ્યકતાનું પણ એટલું જ મહત્ત્વ આલેખ્યું છે. ક્ષમા, વિનય, વૈરાગ્ય, સરળતા આદિનો મહિમા ગાયો છે; તો શુદ્ધ આત્મબોધની અત્યંત ઉપયોગિતા પણ સ્વીકારી છે. સાહસની જરૂર દર્શાવવાની સાથે સમાધાનની ભૂમિકા યોગ્ય સંદર્ભમાં પ્રગટ કરી છે. પ્રાચીન ઉત્તમ
III
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org