________________
( જીવત-વિજ્ઞાન ) આપણે ભક્તિ કરીએ છીએ તે ભગવાનના ગુણોના અંશોને પ્રાપ્ત કરવા માટે, તેમ જ આપણા સ્થળ અને સૂક્ષ્મ અહંકારના ચૂરેચૂરા કરી નાખવા માટે કરવાની છે. ગુરુભક્તિ બાબતે પણ એમ જ સમજવું. ભગવાનને યાદ કરતાં કરતાં તેમના ઉત્તમ ગુણોનું ચિંતન કરવું જોઈએ; તો જ તે સાચી ભક્તિ અથવા ભાવ-ભક્તિ કહેવાય. તેવા ભાવ વિનાની ભક્તિને માત્ર નામની ભક્તિ કહેવાય. ભક્તિની લાંબી બેઠક દરમ્યાન, ચિત્તને નિર્મળ રાખવાનો ઉપાય એ છે કે ભગવાન તથા સદ્ગુરુ-સંતોના નામ, રૂપ (મુદ્રા), ગુણો અને ચારિત્રના પ્રસંગોને વારંવાર યાદ કરવા. ભક્તિ એટલે દિવ્ય પ્રેમ સહિત પ્રભુ, ગુરુ અથવા સંત પ્રત્યે સાચો સમર્પણભાવ. પ્રાર્થના એ પ્રારબ્ધ અને પુરુષાર્થ વચ્ચેનો ઉપયોગી સેતુ છે, જેનો આશ્રય લગભગ દરેક સાધકે, કોઈ ને કોઈ સમયે લેવો પડે છે. સાધનાનું સાદું, સરળ અને સર્વોપયોગી સાધન
હોવાથી, તેને પોતાના નિત્યક્રમમાં વણી લેવું. • પ્રભુ સાથેના ભક્તના વ્યવહારની જે સમગ્રતા, તેને પ્રાર્થના
કહી શકાય. તે માનસિક, વાચિક કે શારીરિક - ગમે તે રૂપમાં હોય, પરંતુ તેમાં સાચી શરણાગતિ હોવાથી તે દિવ્ય છે, પ્રેરક છે, વ્યક્તિગત છે, અત્યંત પ્રભાવશાળી અને પ્રભુદર્શન માટે પરમ ઉપકારી છે એવો અમારો પ્રગાઢ અનુભવ છે.
J -૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org