SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કાર ) અને તેથી આગળ સત્કાર્યોની પ્રેરણા અને અધ્યાત્મજ્ઞાનની વૃદ્ધિ થાય તેવા અધિકૃત, આકર્ષક, સુઘડ અને જીવનોપયોગી પુસ્તકો, મોટી સંખ્યામાં અને પોષાય તેવી કીમતવાળા, લોકો સુધી પહોંચે તેવી વ્યવસ્થા સુજ્ઞ લેખકોએ, પુસ્તક-પ્રકાશકોએ, શ્રીમંતોએ, ધીમંતોએ, શિક્ષકોએ અને વિશ્વવિદ્યાલયોએ હળીમળીને કરવી પડશે. આ કાર્ય કઠીન છે. તે માટે તનની, ધનની, બુદ્ધિની, સાહસિકતાની અને લોકકલ્યાણની દઢ ભાવનાની જરૂર પડશે. તેના થોડા ઉપાયો નીચે પ્રમાણે કરીએ : ૧. લેખકો અને પ્રકાશકો માત્ર આર્થિક લાભની દૃષ્ટિ નહીં રાખતા, તેની સાથે સાથે સમાજકલ્યાણની ભાવના પણ રાખે. ૨. પુસ્તકમેળાઓ અને પુસ્તક-પ્રદર્શનો માટે ખાનગી ક્ષેત્રે અને સરકારી-ક્ષેત્રે મોટા પાયે પ્રયત્નો થાય. ૩. સરકાર આ માટે ખાસ ભંડોળ ઊભું કરે, જેવું ઈ.સ. ૧૮૮૮માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં ઊભું * કર્યું હતું, તેમાંથી પ્રેરણા લઈને. મોટાઓ અને પ્રૌઢો નિયમિત વાંચે તો બાળકો તેમનું સહજ અનુકરણ કરે. ૫. પ્રાથમિક શિક્ષકો અને ગ્રામ્ય વિસ્તારના પુસ્તક-વિક્રેતાઓને પુસ્તકો રાહત દરે મળે. ૬. દેખાદેખીથી, અંધ-અનુકરણથી, અણસમજણથી, સ્વજન વગેરેની સ્મૃતિમાં જે ચીલાચાલુ અને કેવળ સાંપ્રદાયિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy