________________
સાહિત્ય મોટી માત્રામાં પ્રગટે છે તે પ્રવૃત્તિને ઘટાડવી. આવા પુસ્તકો કોઈ વાંચતું નથી. બે-ત્રણ મહિનામાં આવું પુષ્કળ સાહિત્ય પસ્તીમાં જ જાય છે. માટે તેને બદલે વંચાય અને ઉપયોગી થાય તેવું સાહિત્ય પ્રકાશિત કરવું.
વ્યક્તિગત જીવનમાં, સવારે અને રાત્રે વાંચનની ટેવ પાડીએ તો તે બની શકે તેમ છે. જો કે ગુજરાતમાં અધ્યયન-અધ્યાપનની રુચિ અને પ્રવૃત્તિ ઓછાં છે, છતાંય સંસ્કાર-સુરક્ષાના હેતુથી તેની આવશ્યકતા છે. ઘરમાં વાચનની સગવડ ઓછી હોય તો પુસ્તકાલયમાં જઈને પણ વાચન કરવું જ અથવા અભ્યાસવર્તુળોની રચના દ્વારા આ પ્રવૃત્તિ વિકસાવવી.
ઉમદા, અધિકૃત અને દિવ્ય પુસ્તકોની સાથે સાચી અને ગાઢ મિત્રતા બાંધવી. તેવા પુસ્તકોના નિયમિત વાંચન અને તેમાંથી નોંધ કરવાની ટેવ પણ પાડવી તેમજ તેના ભાવોને આત્મસાત્ કરવાં. આવો નિષ્ઠાપૂર્વકનો અભ્યાસ જે કરે છે, તેનું જીવન ઊર્ધ્વગામી બને છે, એ અમારા જીવનનો પ્રગાઢ અનુભવ છે. આ કારણથી, આવા વાચનની સૌને – ખાસ કરીને યુવામિત્રોને - અમારી ફરી ફરી ભારપૂર્વકની ભલામણ છે.
* જીવનસાધનામાં પ્રસન્નતા
મનુષ્યજીવનમાં કરવામાં આવતા પુરુષાર્થને મુખ્ય ચાર હેતુથી પ્રેરિત થયેલો જોવામાં આવે છે; ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. જે જે કંઈ કરવામાં આવે છે તેમાં દુઃખ નિવૃત્તિનો અને અંતઃકરણને સમાધાન કે સંતોષ ઊપજે તે જ હેતુ હોય છે, કારણ કે તેમ કરવું તે મનુષ્યનો-જીવમાત્રનો સ્વભાવ છે.
s-૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org