SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. ૯. સંસ્કાર વર્તમાન જીવનને સારી રીતે જીવો, ફવડાવો, અનુકૂળ બનો, ગોઠવાઈ જાઓ, સુમેળ સાધો અને અન્યની સગવડ સાચવો. આમ કરવાથી જીવન નિઃસ્વાર્થ-પરોપકારી અને સુગંધી બનશે. ભૂતકાળની ભૂલોને વાગોળ્યા ન કરો અને ભવિષ્ય માટે ખોટા હવાઈ કિલ્લા બાંધ્યા વગર સમય-શક્તિ પ્રમાણે હકારાત્મક વલણ અપનાવો. આમ કરવાથી પ્રસન્નતા બની રહેશે. ૧૦. પ્રેમથી અને સમજણથી જીવનમાં સાચી સૌરભ અને સુયશ ફેલાય છે. * સાંચનની ટેવ જેવી રીતે તંદુરસ્તી જાળવવા માટે દરરોજ, નિયમિત, પ્રમાણસર અને પૌષ્ટિક ભોજન લઈએ છીએ તેવી જ રીતે મનદુરસ્તી (સ્વસ્થ અને પવિત્ર મનની સ્થિતિ) જાળવવા તેને સારો ખોરાક આપવો જોઈએ. આ માટેનું બહુજનસુલભ સાધન, આ જમાનામાં, સારું વાચન છે. જોકે તેમાં ટી.વી. નવું ઉમેરાયું છે પણ તેના નિયામકો મનને દુરસ્ત રાખવાને બદલે હિંસા, ઘૃણા, તૃષ્ણા અને અશ્લીલતા તરફ લઈ જાય તેવું જ વધારે પડતી માત્રામાં બતાવે છે. આ સંજોગોમાં વિચારશીલ સમાજ અને વ્યક્તિઓએ વાંચનનો પ્રચાર-પ્રસાર થાય તેવો સર્વતોમુખી, સુઆયોજિત અને પ્રબળ પુરુષાર્થ કરવો જરૂરી છે. વિવિધલક્ષી જ્ઞાન-વિજ્ઞાન, શિષ્ટ મનોરંજન, મહાપુરુષોના પ્રેરક ચરિત્રો, સેવા અને રાષ્ટ્રીયતાની ભાવના વધે તેવા પુસ્તકો - ૭-૫૮ મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy