________________
ન જીવત-વિજ્ઞાન સાચું સ્વરૂપ માનીએ છીએ અને તે સાધ્ય કરવામાં જ અમારો પુરુષાર્થ વર્તી રહ્યો છે. ધર્મરૂપ થવાનો માર્ગ મુખ્યપણે અંતરનો છે અને તે આત્માના પરિણામની શુદ્ધતા ઉપર નિર્ભર છે, તેથી એમ તાત્પર્ય જાણો કે ઉપર કહ્યાં તે અથવા બીજા વિવિધ ઉપાયો જયાં સુધી આત્માની શુદ્ધિમાં સહાયભૂત થાય ત્યાં સુધી તો તે વખતે તે સર્વ કાર્યકારી છે પરંતુ આત્મશુદ્ધિ સાધ્યા વિના અથવા આત્મલક્ષ વિના તે તે સાધનો ખરેખર મોક્ષને સાધવામાં સફળ થઈ શકે નહીં.
અહો! અંતરમાં વિચારતાં તમોએ કહેલું, સર્વ શાસ્ત્રસંમત અને પૂર્વાપર વિરોધ રહિતપણે આત્માનું સાચું હિત કરનારું અમોને લાગે છે, તેથી હવે અમો તે સર્વ અનુષ્ઠાન અંતરદષ્ટિસહિત માત્ર નિજહિતાર્થે કરીશું. તમોએ અમોને આપેલી દૃષ્ટિ, નિરંતર અમારા ઉપયોગમાં રહે અને સર્વ ધર્મસાધનોને અમે આત્મશુદ્ધિ અર્થે અંગિકાર કરીએ એવી અમે જાગૃતિ રાખીશું અને તમોએ કરેલા ઉપકાર બદલ વારંવાર આપના ગુણાનુવાદ કરીશું. * સામ્યભાવરૂપ ધર્મનો જય હો! (હાથનોંધના આધારે)
અસહિષ્ણુ જીવ ધર્મી નથી. અન્યના દૃષ્ટિકોણને સાંભળવાને અથવા વિચારવાને પણ જે ચાહતો નથી તેમ જ વળી સ્વપ્રતિપાદિત સિદ્ધાંતને જ સર્વ જીવો સર્વથા અનુસરો એવો જેનો હઠાગ્રહ છે તેનામાં માધ્યસ્થતા, સમભાવ, વૈર્ય, ઉદારતા ઇત્યાદિ ગુણોનો સદ્ભાવ નથી. જે જે અપેક્ષાએ જે વસ્તુનું કથન કરવામાં આવે તે તે અપેક્ષાએ તે તે વસ્તુને સાપેક્ષપણે સમજતાં સર્વ વસ્તુ અવિરોધ ભાસે છે અને સર્વ અપેક્ષાઓને લઈને જે જ્ઞાન થયું તે જ્ઞાનને પ્રમાણજ્ઞાન કહેવામાં આવે છે.
J-૪૯,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org