________________
જીવત-વિજ્ઞાન
જ્ઞાનની કેડીએ
* સાચું જ્ઞાન (હાથનોંધના આધારે-સ્વગત)
જે જ્ઞાનનો પોતાના જીવન સાથે સાક્ષાત્ કે પરંપરારૂપપણે સીધો સંબંધ નથી અને જે જ્ઞાન માત્ર આજીવિકાનું અથવા લોકપ્રદર્શનનું જ સાધન છે, તે જ્ઞાનને મહાત્માઓએ નિષ્ફળ કહ્યું છે. તેવા જ્ઞાનનો વિવેકી પુરુષ આદર કરતા નથી. પરંતુ જે વડે વિવેક-વૈરાગ્યની વૃદ્ધિ થાય, વૃત્તિ આત્મસન્મુખ થાય અને સમતાભાવની સિદ્ધિ થાય તે જ્ઞાનને મહાત્માઓએ પ્રશંસ્યુ છે અને તેની પ્રાપ્તિ માટે સર્વ પ્રકારની અગવડ વેઠીને પણ મહાન ઉદ્યમ કરવો એવી પ્રેરણા કરી છે. તેથી અમે પણ જ્ઞાનની આરાધનામાં લાગીએ છીએ અને જેમ તે જ્ઞાનનું આત્મામાં પ્રબળપણે પ્રતિષ્ઠાપન થાય તેવા પ્રયત્નમાં રહ્યાં થકાં તે મહાજ્ઞાનીઓને વંદન કરીએ છીએ; કારણ કે અમારા સમાધિસુખનું સાધન પણ તેવું જયવંત સત્ય જ્ઞાન જ છે.
* મુમુક્ષુનો વિવેક
મુમુક્ષુનું ધ્યેય આત્માની પ્રસિદ્ધિ સિવાય બીજું કશું પણ નથી, એમ જ્ઞાનીઓએ કહ્યું છે. આમ હોવાથી આત્મજ્ઞાન અને આત્મસંયમ વડે ક્રમે કરીને પ્રાપ્ત થવા યોગ્ય એવી આત્માની આનંદસ્વરૂપ સમાધિદશા જે સાધન દ્વારા સાક્ષાત્ વા પરંપરાથી પ્રાપ્ત ન થાય તેને મુમુક્ષુ માન્ય ન જ કરે.
હવે આ પ્રકારની સાધનામાં પોતાના જીવનને કેવી રીતે જોડવું તે પણ વિચારવા યોગ્ય છે. ઉપર કહ્યો તેવો સર્વોત્કૃષ્ટ પુરુષાર્થ થાય તે તો પરમ પ્રશંસનીય જ છે; પરંતુ તે દશાને ન પહોંચી
Jain Education International
-J-૫૩.
For Private & Personal Use Only
www.jainelibrary.org