________________
જીવત-વિજ્ઞાન
ધ્યાન યોગની સાધનાઃ (એકાગ્રતાનું વિજ્ઞાન અને પ્રયોગ)
* ધ્યાનની સાધનામાં ઉપયોગી સૂચનો
મોક્ષપ્રાપ્તિના ઉપાયોમાં ધ્યાનની અગત્ય સર્વ દર્શનોમાં સ્વીકારવામાં આવી છે. આરાધનાનાં સાધનોમાં તેનું સ્થાન પ્રથમ પંક્તિમાં આવે છે. યોગનિષ્ઠ આચાર્યોએ તેનું સવિસ્તર વર્ણન કરેલું છે. તેથી વિશેષ જિજ્ઞાસુએ, વિભાગને અંતે આપેલી સંદર્ભસૂચિના ગ્રંથોનું અવલોકન કરવું. વર્તમાનકાળમાં ધ્યાનની પ્રયોગાત્મક સાધનામાં ઉપયોગી કેટલુંક પાથેય અત્રે સ્વલ્પ-સ્વાનુભવને અનુસરીને રજૂ કરેલ છે, જે સાધકોને ઉપયોગી થશે એવી આશા છે.
હેતુ : જે ધ્યાનને ઇચ્છે છે તે આત્મશુદ્ધિ, સાચી શાંતિ, અતીન્દ્રિય આનંદ અને ઉત્તમ ગતિને ઇચ્છે છે. ધ્યાનના સાધકને પ્રાપ્ત થતો વિશિષ્ટ પુણ્યસંચય પ્રાસંગિક (Incidental) છે.
ધ્યાનની યોગ્યતા ઃ સ્વચ્છ નિયમિત જીવન (જેમાં રોજબરોજના જીવનમાંથી એક બે કલાક શાંતિથી કાઢી શકાય) અને આત્મતત્ત્વ તથા પરમાત્મતત્ત્વનું યથાર્થ જ્ઞાન - આટલું તો ઓછામાં ઓછું ધ્યાનની સાધના માટે આવશ્યક છે. વૈરાગ્ય, મિતાહાર, મૌન, અધ્યયન, સત્સંગ વગેરે સાધકના જીવનમાં જેટલા વિશેષ પ્રમાણમાં ઉપલબ્ધ હશે તેટલા પ્રમાણમાં ધ્યાનની યોગ્યતા વૃદ્ધિગત થશે.
સ્થાન : જ્યાં ઘોંઘાટ અને મચ્છર-માખી વગેરેનો ઉપદ્રવ ન હોય તે સ્થાન ધ્યાન માટે યોગ્ય છે. ઘરમાં પૂજાનો ઓરડો અલગ હોય તો ઉત્તમ; નહિ તો મંદિરમાં, બગીચામાં કે ધર્મસ્થાનકમાં ધ્યાન કરી શકાય.
Jain Education International
---૬૪
For Private & Personal Use Only
www.jainelibrary.org