SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ જીવત-વિજ્ઞાત ભારતીય પરંપરામાં આત્માને પરમાત્માની સાથે જોડે તેવી બધી સાધનાને યોગસાધના કહેવામાં આવે છે. દેહ અને આત્માની ભિન્નતાનો પ્રયોગ કરવો તેનું નામ સાચો કાયોત્સર્ગ છે. ♦ શુદ્ધોપયોગ તે સાધન છે, સ્વભાવ નથી. અનાદિ કાળથી મોહનીયકર્મને વશ થયેલો દરેક જીવ પોતાને શરીર માને છે, તેને અગૃહીતમિથ્યાત્વ કહે છે. શાસ્ત્રો વાંચવાં તે વ્યવહાર સ્વાધ્યાય છે. સ્વ-અધ્યયન (આત્મલક્ષી અનુપ્રેક્ષા) તે નિશ્ચય સ્વાધ્યાય છે. પરમાર્થધર્મ શરીરથી નથી થતો, પરંતુ આત્માના ભાવ દ્વારા થાય છે. શરીર તો ધર્મ કરવાનું એક ઉપયોગી બાહ્ય સાધન છે; તેથી તેનું તેટલું મહત્ત્વ સ્વીકારવું જોઈએ. કોઈ અપેક્ષાએ મુમુક્ષુને મહાત્મા કહી શકાય છે અને સમ્યગ્દર્શન (આત્મજ્ઞાન) પ્રાપ્ત થયા પછી તેને ધર્માત્મા કહી શકાય છે. ♦ ‘ગુરુ' શબ્દનો શબ્દાર્થ મોટા, વજનદાર, ભારે, પ્રભાવશાળી એવો છે. બીજી રીતે વિચારીએ તો, ગુ = અંધારું, રુ = પ્રકાશ. અજ્ઞાનરૂપી અંધકારમાંથી સજ્ઞાન રૂપી પ્રકાશમાં લઈ જાય તેવા મહાપુરુષને સદ્ગુરુ કહેવામાં આવે છે. Jain Education International -૩-૬૩. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy